સાચો પ્રયાસ, સચેતતા અને એકાગ્રતા

ઝાંખી

આપણે ત્રણ તાલીમો જોઈ રહ્યા છીએ અને તે આઠગણા માર્ગની પ્રેક્ટિસ કરીને રોજિંદા જીવનમાં આપણને કેવી રીતે મદદ કરી શકે છે. ત્રણ તાલીમ આમાં છે:

  • નૈતિક સ્વ-શિસ્ત
  • એકાગ્રતા
  • ભેદભાવ જાગૃતિ.

નૈતિક સ્વ-શિસ્ત વિકસાવવા માટે આપણે સાચી વાણી, ક્રિયા, વર્તન અને આજીવિકાનો અમલ કરીએ છીએ. હવે આપણે તાલીમને એકાગ્રતા સાથે જોઈ શકીએ છીએ, જેમાં સાચો પ્રયાસ, સાચી સચેતતા અને સાચી એકાગ્રતાનો સમાવેશ થાય છે.

સાચો પ્રયાસ એ વિચારની વિનાશક ટ્રેનોથી છુટકારો મેળવવો અને મનની અવસ્થાઓ વિકસાવવી જે ધ્યાન માટે અનુકૂળ છે.

સચેતતા એ માનસિક ગુંદર જેવું છે કે જેને પકડી રાખો અને કોઈ વસ્તુને ન છોડો, તેથી તે આપણને કંઈક ભૂલી જતા અટકાવે છે:

  • આપણા શરીર, લાગણીઓ, મન અને માનસિક પરિબળોના વાસ્તવિક સ્વભાવને ભૂલશો નહીં, જેથી તેઓ આપણું ધ્યાન વિચલિત ન કરે
  •  આપણી વિવિધ નૈતિક માર્ગદર્શિકાઓ, ઉપદેશો, અથવા જો આપણે લીધા હોય, તો પ્રતિજ્ઞાઓ પર પકડ ન ગુમાવવી
  • ધ્યાન કેન્દ્રિત કરવાના વસ્તુને જવા દેવું અથવા ભૂલી જવું નહીં.

તેથી જો આપણે ધ્યાન કરી રહ્યા છીએ, તો આપણે દેખીતી રીતે સચેતતાની જરૂર છે જેથી આપણે જે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ તે ગુમાવીએ નહીં. જો આપણે કોઈની સાથે વાતચીત કરી રહ્યા છીએ, તો તે વ્યક્તિ અને તેઓ શું કહી રહ્યાં છે તેના પર ધ્યાન રાખવા માટે આપણને તેની જરૂર છે.

એકાગ્રતા એ જ ધ્યાન કેન્દ્રિત કરવાના વસ્તુ પર માનસિક સ્થાન છે. તેથી જ્યારે આપણે કોઈને સાંભળીએ છીએ, તેનો અર્થ એ છે કે તે શું કહે છે, તે કેવા દેખાય છે, તે કેવી રીતે વર્તે છે વગેરે પર આપણી એકાગ્રતા મૂકવામાં આવે છે. સચેતતા એકાગ્રતા જાળવવામાં મદદ કરે છે, તે માનસિક ગુંદર છે જે આપણને ત્યાં રાખે છે, તેથી આપણે નિસ્તેજ કે વિચલિત થતા નથી.

પ્રયાસ

આઠગણા માર્ગનું આ પ્રથમ પરિબળ છે જેનો ઉપયોગ આપણે એકાગ્રતા વિકસાવવામાં મદદ કરવા માટે કરીએ છીએ. આપણે એકાગ્રતા માટે અનુકૂળ ન હોય તેવા વિચલિત વિચારો અને ભાવનાત્મક સ્થિતિઓથી છૂટકારો મેળવવા માટે પ્રયાસ કરીએ છીએ, તેમજ સારા ગુણો વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ. સામાન્ય રીતે, જો આપણે આપણા જીવનમાં કંઈપણ સિદ્ધ કરવા માંગતા હોય, તો આપણે પ્રયાસો કરવાની જરૂર છે. વસ્તુઓ સંપૂર્ણપણે કંઈપણમાંથી આવતી નથી, અને કોઈએ કહ્યું નથી કે તે સરળ હતું. પરંતુ, જો આપણે અન્ય લોકો સાથે કેવી રીતે વર્તીએ છીએ, બોલીએ છીએ અને વ્યવહાર કરીએ છીએ તેના સંદર્ભમાં નૈતિક સ્વ-શિસ્ત સાથે કામ કરવાથી થોડી શક્તિ વિકસિત થઈ છે, તો તે આપણને આપણી માનસિક અને ભાવનાત્મક સ્થિતિઓ પર કામ કરવા માટે પ્રયત્નો કરવાની શક્તિ આપે છે.

ખોટો પ્રયાસ

ખોટો પ્રયાસ આપણી ઊર્જાને હાનિકારક, વિનાશક વિચારની ટ્રેનોમાં દિશામાન કરે છે જે આપણને વિચલિત કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય ન હોય તો મુશ્કેલ બનાવે છે. વિચારવાની ત્રણ મુખ્ય પ્રકારની વિનાશક રીતો છે:

  • ઈર્ષ્યાથી વિચારવું
  • દ્વેષ સાથે વિચારવું
  • વૈમનસ્ય સાથે વિકૃત રીતે વિચારવું.

ઈર્ષ્યાથી વિચારવું

લોભથી વિચારવું એ અન્ય લોકોએ શું પ્રાપ્ત કર્યું છે અથવા તેઓ જે આનંદ અને ભૌતિક વસ્તુઓનો આનંદ માણે છે તે વિશે ઈર્ષ્યા સાથે વિચારવાનો સમાવેશ કરે છે. તમે વિચારો છો, "હું તેને મારા માટે કેવી રીતે મેળવી શકું?" આ જોડાણમાંથી ઉદ્ભવે છે. આપણે સહન કરી શકતા નથી કે અન્ય કોઈની પાસે એવી વસ્તુઓ છે જે આપણી પાસે નથી, પછી ભલે તે સફળતા હોય, સુંદર જીવનસાથી હોય, નવી ગાડી હોય - વાસ્તવમાં તે કંઈપણ હોઈ શકે છે. આપણે તેના વિશે સતત વિચારીએ છીએ, અને તે મનની ખૂબ જ અવ્યવસ્થિત સ્થિતિ છે. આ એકાગ્રતાને સંપૂર્ણપણે અટકાવે છે, નહીં?

પૂર્ણતાવાદ આ શીર્ષક હેઠળ આવી શકે છે - આપણે હંમેશા જોઈ રહ્યા છીએ કે આપણે આપણી જાતને કેવી રીતે આગળ વધારી શકીએ. તે પોતાની જાતની લગભગ ઈર્ષ્યા છે!

દ્વેષ સાથે વિચારવું

દ્વેષ સાથે વિચારવું એ કોઈને નુકસાન કેવી રીતે કરવું તે વિશે છે, જેમ કે, "જો આ વ્યક્તિ મને ન ગમતું કંઈક કહે અથવા કરે, તો હું બદલો લઈશ." આગલી વખતે જ્યારે આપણે તે વ્યક્તિને જોઈશું ત્યારે આપણે શું કરીશું અથવા કહીશું તે વિશે આપણે વિચારીએ છીએ, અને આપણને અફસોસ થાય છે કે જ્યારે તેઓએ આપણને કંઈક કહ્યું ત્યારે આપણે તેમને કંઈક કહ્યું નહીં. આપણે તેના વિશે એટલું વિચારીએ છીએ કે આપણે આને આપણા માથામાંથી બહાર કાઢી શકતા નથી.

વૈમનસ્ય સાથે વિકૃત રીતે વિચારવું

વિકૃત, વિરોધી વિચારસરણી એ છે જ્યાં, ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પોતાને સુધારવા અથવા અન્યને મદદ કરવા માટે પ્રયત્નશીલ હોય, તો આપણે વિચારીએ છીએ, "તેઓ મૂર્ખ છે - તેઓ જે કરી રહ્યા છે તે નકામું છે. કોઈને મદદ કરવાનો પ્રયાસ કરવો તે હાસ્યાસ્પદ છે."

કેટલાક લોકોને રમતગમત પસંદ નથી અને એવું લાગે છે કે અન્ય લોકો જે તેને પસંદ કરે છે અને ટેલિવિઝન પર ફૂટબોલ જુએ છે અથવા કોઈ ટીમ ને રમતા જોવા જાય છે તે સંપૂર્ણપણે મૂર્ખ છે. પરંતુ રમતગમતને પસંદ કરવામાં કંઈ નુકસાનકારક નથી. એવું વિચારવું કે તે મૂર્ખ છે અથવા સમયનો બગાડ એ મનની ખૂબ જ વિરોધી સ્થિતિ છે.

અથવા, કોઈ અન્ય ભિખારીને પૈસા આપીને મદદ કરવાનો પ્રયાસ કરે છે, અને તમે વિચારો છો, "અરે, તમે ખરેખર આ કરવા માટે મૂર્ખ છો." જો આપણે સતત વિચારીએ છીએ કે અન્ય લોકો કેટલા મૂર્ખ છે અને તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે તે કેટલું અતાર્કિક છે, તો આપણે ક્યારેય ધ્યાન કેન્દ્રિત કરી શકીશું નહીં. આ એવા વિચારો છે જેમાંથી આપણે છુટકારો મેળવવા માંગીએ છીએ.

સાચો પ્રયાસ

યોગ્ય પ્રયાસ એ આપણી ઉર્જાને હાનિકારક, વિનાશક વિચાર શ્રેણીથી દૂર કરીને ફાયદાકારક ગુણોના વિકાસ તરફ દિશામાન કરે છે. આ માટે, આપણે પાલીમાં "ચાર અધિકાર પ્રયત્નો" તરીકે ઓળખાતા સંદર્ભમાં વાત કરીએ છીએ. સંસ્કૃત અને તિબેટીયન સાહિત્યમાં, તેઓને યોગ્ય છૂટકારો મેળવવા માટેના ચાર પરિબળો કહેવામાં આવે છે, - બીજા શબ્દોમાં કહીએ તો, આપણી ખામીઓથી છુટકારો મેળવવા માટે - કહેવાતા "ચાર શુદ્ધ ત્યાગ":

  1. સૌપ્રથમ, આપણે હજી સુધી વિકસિત ન થયા હોય તેવા નકારાત્મક ગુણોના ઉદ્ભવતા અટકાવવા માટે પ્રયત્નો કરીએ છીએ. દાખલા તરીકે, જો આપણી વ્યક્તિત્વ  ખૂબ જ વ્યસનયુક્ત હોય, તો આપણે ઑનલાઇન મૂવી સ્ટ્રીમિંગ સેવામાં જોડાવાનું ટાળવું જોઈએ, જ્યાં તમે આખો દિવસ સિરીઝ પછી સિરીઝ જોવામાં પસાર કરશો. તે તદ્દન હાનિકારક હશે અને એકાગ્રતા ગુમાવશે.
  2. પછી, આપણે આપણી જાતને નકારાત્મક ગુણોમાંથી મુક્ત કરવા માટે પ્રયત્નો કરવા પડશે જે આપણી પાસે પહેલેથી જ છે. તેથી જો આપણે કોઈ વસ્તુના વ્યસની છીએ, તો તેને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો તે આપણા માટે સારું છે. દાખલા તરીકે, આપણે બધા એવા લોકોને જાણીએ છીએ જેઓ તેમના આઈપોડના એટલા વ્યસની છે કે તેઓ સંગીત સાંભળ્યા વિના ક્યાંય જઈ શકતા નથી. એવું લાગે છે કે તેઓ મૌનથી ડરતા હોય છે, કંઈપણ વિશે વિચારતા ડરતા હોય છે, તેથી તેઓએને સતત સંગીત જોઈએ. અલબત્ત, લાંબા અંતરે ગાડી ચલાવતી કરતી વખતે અથવા કસરત કરતી વખતે તમને જાગૃત રાખવા માટે સંગીત ઉપયોગી થઈ શકે છે, અને ધીમું સંગીત તમને કામ કરતી વખતે શાંત થવામાં મદદ કરી શકે છે, પરંતુ સંગીત ચોક્કસપણે તમને કોઈ વ્યક્તિ જોડે વાતચીત વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરતું નથી. અનિવાર્યપણે, તે વિચલિત કરે છે.
  3. આ પછી, આપણે નવા સકારાત્મક ગુણો કેળવવાની જરૂર છે.
  4. પછી, આપણે પહેલેથી જ હાજર રહેલા સકારાત્મક ગુણોને જાળવી રાખવા અને વધારવા માટે પ્રયત્નો કરીએ છીએ.

આને જોવું અને વ્યવહારુ એપ્લિકેશનો શોધવાનો પ્રયાસ કરવો ખૂબ જ રસપ્રદ છે. મારો પોતાનો એક ઉદાહરણ છે કે જ્યારે મારી વેબસાઇટની વાત આવે છે ત્યારે મને ખૂબ જ ખરાબ આદત પડી છે. લગભગ ૧૧૦ લોકો તેના પર કામ કરે છે, મને હંમેશા અનુવાદો અને સંપાદિત ફાઇલો સાથે ઇમેઇલ્સ મોકલે છે – મને દરરોજ કેટલા કેટલા બધા મળે છે. મારી ખરાબ આદત એ હતી કે મેં એક ફોલ્ડરમાં બધું ડાઉનલોડ કર્યું, દરેક વસ્તુને યોગ્ય ફોલ્ડરમાં ફાઇલ કરવાને બદલે, જ્યાં મારો આસિસ્ટન્ટ અને હું તેને સરળતાથી શોધી શકતા હતા. તે ખરેખર એક ખરાબ આદત હતી, કારણ કે મારી બિનકાર્યક્ષમતા અમને આ ફાઈલો સાથેના અમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અટકાવે છે અને તેમને શોધવા અને વર્ગણી કરવાનો ઘણો સમય વેડફતો હતો. તો અહીં હકારાત્મક ગુણવત્તા શું હશે? એવો સિસ્ટમ સેટ કરવો જેથી જેવું કંઈક આવે, તે તરત જ યોગ્ય ફોલ્ડરમાં જાય. આનાથી આળસુ બનવાને અને દરેક વસ્તુને જવા દેવાને બદલે, પહેલેથી વસ્તુઓને હંમેશા તેમની યોગ્ય જગ્યાએ મૂકવાની આદત બનાવે છે.

આ ઉદાહરણમાં, આપણને નકારાત્મક ગુણવત્તા, ખૂબ જ અનુત્પાદક આદત અને સકારાત્મક ગુણવત્તા મળી છે. તેથી આપણે નકારાત્મક ગુણવત્તાને ટાળવા અને યોગ્ય ફાઇલ સિસ્ટમ બનાવવા માટે પ્રયત્નો કરીએ છીએ જેથી અમે તેને ચાલુ રાખવાથી અટકાવી શકીએ. ખૂબ જ સરળ સ્તર પર અમલ મુકવા માટે અમે આના વિશે વાત કરી રહ્યા છીએ.

એકાગ્રતા માટેના પાંચ અવરોધોથી જીતવું

યોગ્ય પ્રયાસમાં એકાગ્રતામાં આવતા પાંચ અવરોધોથી જીતવા માટે કામ કરવું પણ સામેલ છે, જે છે:

ઇચ્છનીય સંવેદનાત્મક પદાર્થોના પાંચ પ્રકારોમાંથી કોઈપણને અનુસરવાનો ઇરાદો

પાંચ ઇચ્છનીય સંવેદનાત્મક પદાર્થો સુંદર દ્રશ્ય, અવાજ, સુગંધ, સ્વાદ અને ભૌતિક સંવેદનાઓ છે. આ અવરોધ જેને દૂર કરવા માટે આપણે પ્રયત્નો કરીએ છીએ તે તે છે જ્યાં આપણે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ, ઉદાહરણ તરીકે, આપણું કામ, પરંતુ આપણી એકાગ્રતા વિચારો દ્વારા વિચલિત થઈ જાય છે, જેમ કે, “મારે મૂવી જોવી છે” અથવા “મારે ફ્રીજ પાસે જવું છે. " તેથી અહીં આપણે સંવેદનાત્મક આનંદ અથવા ઈચ્છાઓ જોઈ રહ્યા છીએ, જેમ કે ખાવાની ઈચ્છા, સંગીત સાંભળવું વગેરે. જ્યારે આવી લાગણીઓ ઊભી થાય ત્યારે આપણે વસ્તુઓનો પીછો ન કરવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે, જેથી આપણું ધ્યાન કેન્દ્રિત રહીએ.

ખોટા ઇરાદાના વિચારો

આ કોઈને નુકસાન પહોંચાડવાનું વિચારી રહ્યું છે. જો આપણે હંમેશા દ્વેષપૂર્ણ રીતે વિચારીએ કે, "આ વ્યક્તિએ મને નુકસાન પહોંચાડ્યું, હું તેને પસંદ નથી કરતો, તો હું બદલો કેવી રીતે લઈ શકું?" - આ એકાગ્રતા માટે એક મોટો અવરોધ છે. આપણે ફક્ત બીજાઓ વિશે જ નહીં પણ આપણા વિશે પણ ખરાબ હાનિકારક વિચારો વિચારવાનું ટાળવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે.

અસ્પષ્ટ વિચાર અને સુસ્તી

આ ત્યારે થાય છે જયારે આપણું મન ધુમ્મસમાં છે, આપણે વાસ્તવિકતા થી દૂર છીએ અને સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. સુસ્તી, દેખીતી રીતે, જયારે આપણે ઊંઘ આવે છે. આપણે આનાથી લડવાનો પ્રયાસ કરવો પડશે. ભલે તમે આ કોફી સાથે કરો અથવા થોડી તાજી હવા મેળવો, આપણે તેને શરણે ન થવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે. પરંતુ, જો ધ્યાન કેન્દ્રિત કરવું ખરેખર ખૂબ મુશ્કેલ બની જાય, તો આપણે એક સીમા, મર્યાદા નક્કી કરવાની જરૂર છે. જો તમે ઘરે કામ કરી રહ્યા હો, તો "હું વીસ મિનિટ માટે નિદ્રા અથવા વિરામ લઈશ." જો તમે તમારી ઓફિસમાં હોવ, તો "હું દસ મિનિટ માટે કોફી બ્રેક લઈશ." એક મર્યાદા સેટ કરો અને પછી તમારા કામ પર પાછા જાઓ.

મનની ઉડાન અને અફસોસ

મનની ઉડાન ત્યારે થાય છે જયારે આપણું મન ફેસબુક, યુટ્યુબ અથવા અન્ય કોઈ વસ્તુ તરફ ઉડી જાય છે. અફસોસની લાગણી એ છે કે જયારે મન અપરાધની લાગણીઓ તરફ ઉડી જાય છે, "મને ખૂબ ખરાબ લાગે છે કે મેં આ અથવા તે કર્યું." આ વસ્તુઓ ખૂબ જ વિચલિત કરે છે અને ખરેખર આપણને ધ્યાન કેન્દ્રિત કરવાથી રોકે છે.

અનિર્ણાયક ડગમગતા અને શંકાઓ

છેલ્લી વસ્તુ જે આપણે દૂર કરવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે તે અનિર્ણાયક ડગમગ અને શંકાઓ છે. "મારે શું કરવું જોઈએ?" “મારે બપોરના ભોજનમાં શું ખાવું જોઈએ? કદાચ મારે આ ખાવું જોઈએ. અથવા મારે તે ખાવું જોઈએ?" નિર્ણય લેવામાં સક્ષમ ન હોવાને કારણે ઘણો સમય વેડફાય છે. જો આપણે હંમેશા શંકાઓ અને અનિર્ણયતાથી ભરેલા હોઈએ તો આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને વસ્તુઓ સાથે આગળ વધી શકતા નથી, તેથી આપણે તેને ઉકેલવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે.

ટૂંકમાં, યોગ્ય પ્રયાસ એ છે કે આમાં પ્રયાસ કરવો:

  • ખલેલ પહુંચાડતી અને વિનાશક વિચારોથી દૂર રહેવું
  • આપણી જાતને ખરાબ ટેવો અને ખામીઓથી મુક્તિ આપવી
  • સારા ગુણો કે જે આપણી પાસે પહેલાથી જ છે, અને જેની આપણે ઉણપ છીએ તેનો વિકાસ કરવો
  • એકાગ્રતામાં આવતા અવરોધોથી મુક્તિ મેળવવી.

સચેતતા

એકાગ્રતા સાથે સંકળાયેલા આઠ ગણા માર્ગનું આગળનું પાસું યોગ્ય સચેતતા છે:

  • સચેતતા મૂળભૂત રીતે માનસિક ગુંદર છે. જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તમારું મન કોઈ વસ્તુને પકડી રાખે છે. આ પકડી રાખવું, સચેતતા, તમને છોડવાથી અટકાવે છે.
  • સતર્કતા સાથે આવે છે, જે પકડી પાડે છે કે તમારું ધ્યાન ભટકાઈ રહ્યું છે, અથવા જો તમને ઊંઘ આવતી હોય અથવા નિસ્તેજ છો.
  • પછી આપણે આપણા એકાગ્રતાનો ઉપયોગ કરીએ છીએ, જે એ રીત છે જેના થી આપણે ધ્યાનના પદાર્થનો ચિંતન અથવા વિચાર કરીએ છીએ.

અહીં આપણે સતર્કતાથી જોઈએ છીએ કે આપણે આપણા શરીર, લાગણીઓ, મન અને વિવિધ માનસિક પરિબળોનો કેવી રીતે ચિંતન કરીએ છીએ. આપણે આપણા શરીર અને લાગણીઓને ચિંતનમાં લેવાની ખોટી રીતોને પકડી રાખવાનું ટાળવા માંગીએ છીએ, કારણ કે જ્યારે આપણે એને જવા દેતા નથી, ત્યારે આપણે વિચલિત થઈ જઈએ છીએ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ થઈ જઈએ છીએ. તો અહીં, ચાલો સચેતતાના ખોટા અને સાચા સ્વરૂપોને એકાંતરે જોઈએ.

આપણા શરીર વિશે

જ્યારે આપણે શરીર વિશે વાત કરીએ છીએ, સામાન્ય રીતે આનો અર્થ આપણું વાસ્તવિક શરીર અને આપણા શરીરના વિવિધ ભૌતિક સંવેદનાઓ અથવા પાસાઓ છે. શરીરની ખોટી વિચારણા એ હશે કે સ્વભાવથી આપણું શરીર આનંદદાયક અથવા સ્વચ્છ અને સુંદર છે. આપણે કેવા દેખાઈએ છીએ - આપણા વાળ અને મેક-અપ, આપણે કેવા પોશાક પહેરીએ છીએ વગેરેથી આપણે ઘણો સમય વિચલિત અથવા ચિંતિત રહીએ છીએ. અલબત્ત, સ્વચ્છ અને પ્રસ્તુત રહેવું સારું છે, પરંતુ જ્યારે આપણે વિચારવાની ચરમસીમાએ જઈએ છીએ કે શરીર કેવું દેખાય છે તે આનંદનો સ્ત્રોત છે અને તે હંમેશા સંપૂર્ણ હોવું જોઈએ, જેથી આપણે અન્યને આકર્ષિત કરી શકીએ, તે કંઈપણ વધુ અર્થપૂર્ણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારે સમય રહેતું નથી.

ચાલો શરીરને વાસ્તવિક રીતે જોઈએ. જો તમે લાંબા સમય સુધી બેઠા છો, તો તમે અગવડતા અનુભવો છો અને તમારે ખસવું પડશે. જો તમે આડા પડો છો, તો એક જ અવસ્થા અગવડ બની જાય છે, અને એના પછી બીજી અવસ્થા પણ. આપણે બીમાર પડીએ છીએ; શરીર વૃદ્ધ થાય છે. શરીરની સંભાળ રાખવી અને કસરત અને સારું ખાવાથી આપણે સારા સ્વાસ્થ્યમાં છીએ તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે, પરંતુ આના પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવું - આ વિચાર કે શરીર કાયમી આનંદનો સ્ત્રોત બનશે - એક સમસ્યા છે.

આ ખોટી સચેતતાથી આપણે છુટકારો મેળવવાની જરૂર છે. આપણે એ વિચારને છોડી દેવો જોઈએ કે આપણા વાળ એ અત્યાર સુધીની સૌથી મહત્વની વસ્તુ છે, અથવા આપણે હંમેશા સંપૂર્ણપણે રંગ-સંકલિત હોવા જોઈએ, અને આનાથી આપણને ખુશી મળશે. આપણે આને પકડી રાખવાનું બંધ કરીએ છીએ, અને સાચી સચેતતા કેળવીએ છીએ, જે છે “મારા વાળ અને કપડાં ખરેખર સુખનો સ્ત્રોત નથી. તેના વિશે વધુ પડતું વિચારવું માત્ર મારો સમય બગાડે છે અને મને વધુ અર્થપૂર્ણ કંઈક પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અટકાવે છે.”

આપણી લાગણીઓ વિશે

અહીં આપણે દુ:ખ અથવા સુખની લાગણીઓ વિશે વાત કરી રહ્યા છીએ, જે આખરે વેદનાના સ્ત્રોત સાથે જોડાયેલી છે. જ્યારે આપણે નાખુશ હોઈએ છીએ, ત્યારે આપણી પાસે એ હોય છે જેને "તરસ" કહેવાય છે - આપણે દુઃખના સ્ત્રોતનો અંત લાવવા માટે તરસ્યા છીએ. તેવી જ રીતે, જ્યારે આપણી પાસે થોડી ખુશી હોય છે, ત્યારે તમને ખરેખર વધુની તરસ હોય છે. આ મૂળભૂત રીતે સમસ્યાઓનો સ્ત્રોત છે.

જ્યારે આપણે દુ:ખને વિશ્વની સૌથી ખરાબ વસ્તુ ગણીએ છીએ, ત્યારે તે એકાગ્રતા સાથે સમસ્યાઓ ઊભી કરે છે. કેવી રીતે? "મને થોડી અગવડતા લાગે છે," અથવા "હું સારા મનોભાવમાં નથી," અથવા "હું નાખુશ છું," સારું, તો શું? તમે જે પણ કરો છો તે કરવાનું ચાલુ રાખો. જો તમને ખરેખર લાગે છે કે તમારો ખરાબ મનોભાવ એ વિશ્વની સૌથી ખરાબ વસ્તુ છે અને તેને પકડી રાખો, તો તમે જે પણ કરો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તે એક ગંભીર અવરોધ છે.

જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, ત્યારે ખુશી વધારવા અને કાયમ રહે તેવી ઈચ્છા થી આપણે વિચલિત થવું જોઈએ નહીં. આ ત્યારે થઈ શકે છે જ્યારે તમે ધ્યાન કરો અને તમે ખરેખર સારું અનુભવવાનું શરૂ કરો, અને તે કેટલું અદ્ભુત છે તેનાથી તમે વિચલિત થાઓ. અથવા જો તમે તમારા ગમતા વ્યક્તિ સાથે હોવ, અથવા કંઈક સ્વાદિષ્ટ ખાઓ છો, તો ખોટી સચેતતા એ છે કે "આ ખૂબ જ અદ્ભુત છે" ને પકડી રાખવું અને તેનાથી વિચલિત થવું. તે જે છે તે માટે તેનો આનંદ માણો, પરંતુ તેને મોટી વાત નહીં બનાવો.

આપણા મન વિશે

જો આપણે આપણા મનમાં સ્વાભાવિક રીતે કંઈક ખોટું અથવા ખામી છે એવું વિચારીને ગુસ્સો અથવા મૂર્ખતા અથવા અજ્ઞાનતાથી ભરેલા આપણા મનને તેના સ્વભાવથી જ માનીએ તો ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે. આપણે ઘણીવાર આપણી જાતને પૂરતા સારા ન હોવાના સંદર્ભમાં વિચારીએ છીએ: “હું નથી. હું તે નથી. હું કઈજ નથી." અથવા "હું સમજી શકતો નથી," તે પહેલાં કે આપણે પ્રયાસ કર્યે. જો આપણે આ વિચારોને પકડી રાખીએ, તો તે ખૂબ નિરાશાજનક છે. જ્યારે સાચી સચેતતા સાથે, જ્યાં આપણે વિચારીએ છીએ, "સારું, અસ્થાયી રૂપે હું સમજી શકતો નથી, અસ્થાયી રૂપે હું મૂંઝવણમાં હોઈ શકું છું, પરંતુ તેનો અર્થ એ નથી કે તે મારા મનનો સ્વભાવ છે," તે આપણને કામ કરવા માટે એકાગ્રતાનો ઉપયોગ કરવાનો વિશ્વાસ આપે છે.

આપણા માનસિક પરિબળો વિશે

ચોથું આપણા માનસિક પરિબળોની દ્રષ્ટિએ છે, જેમ કે હોશિયારી, દયા, ધીરજ વગેરે. ખોટી સચેતતા એ વિચારવું છે કે તેઓ નિશ્ચિત છે અને "હું જે રીતે છું તે જ છે અને દરેકને તે સ્વીકારવું પડશે. તેમને બદલવા કે ઉછેરવા માટે હું કંઈ કરી શકતો નથી.” સાચી સચેતતા એ જાણવું છે કે આ તમામ પરિબળો માત્ર ચોક્કસ સ્તરે સ્થિર નથી, પરંતુ આ સંદર્ભમાં, વધુ એકાગ્રતા માટે વિકસિત અને કેળવી શકાય છે.

આપણી જાત પર નિયંત્રણ કરવું

તે વિચિત્ર છે, જ્યારે આપણે ખરેખર ખરાબ મનોભાવમાં હોવા સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તે જોવા માટે આપણે આપણી જાતને વિશ્લેષણ કરીએ છીએ, અથવા જ્યારે આપણે અપરાધભાવ અનુભવીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણે ફક્ત મનોભાવને પકડી રાખીએ છીએ અને તેનાથી અટવાઈ જઈએ છીએ. અથવા અપરાધભાવ સાથે, આપણે કરેલી ભૂલ પર અટકી જઈએ છીએ. અરે, આપણે માણસો છીએ, અને આપણે બધા ભૂલો કરીએ છીએ. ખોટી સચેતતા એ છે જ્યારે આપણે તેને પકડી રાખીએ છીએ અને તેને જવા દેતા નથી, અને આપણે કેટલા ખરાબ છીએ તે માટે આપણી જાતને ત્રાસ આપીએ છીએ. સાચી સચેતતા એ જાણવું છે કે મનોભાવ બદલાય છે, કારણ કે તે કારણો અને પરિસ્થિતિઓ દ્વારા ઉદ્ભવે છે, જે પોતે હંમેશા બદલાતા રહે છે; કશું કાયમ માટે સરખું રહેતું નથી.

બૌદ્ધ ઉપદેશોમાં આપણને મળેલી સલાહનો એક ખૂબ જ ઉપયોગી ભાગ એ છે કે મૂળભૂત રીતે "તમારી જાત પર નિયંત્રણ રાખો." તે સવારે ઉઠવા જેવું છે, જ્યારે તમે પથારીમાં સૂતા હોવ અને ખરેખર બહાર નીકળવા માંગતા નથી કારણ કે તે ખૂબ આરામદાયક છે અને તમને ઊંઘ આવે છે. પણ, તમે ફક્ત નિયંત્રણ લો અને ઉઠો છો, નહીં? આપણી પાસે તે કરવાની ક્ષમતા છે, નહીં તો આપણામાંથી અડધા લોકો ક્યારેય સવારે ઉઠ્યા ન હોત! જ્યારે આપણે ખરાબ મનોભાવમાં હોઈએ છીએ અથવા આપણે થોડી ઉદાસીનતા અનુભવીએ છીએ ત્યારે તે જ વસ્તુ છે. આપણે આપણી જાતને નિયંત્રિત કરી શકીએ છીએ - "ચાલો, તે કરો!" - એના શરણાગતિ ન થવું, પરંતુ આપણે જે કરવાની જરૂર છે તે સાથે આગળ વધવું.

સચેતતા ના અન્ય પાસાઓ

સામાન્ય રીતે, સચેતતા ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણને વસ્તુઓને ભૂલી જવાથી અટકાવે છે. જો આપણે કંઈક કરવાની જરૂર હોય તો, યોગ્ય સચેતતા આપણને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. સચેતતા યાદ રાખવા સાથે સંકળાયેલું છે, તેથી તમને યાદ હશે કે તમારો મનપસંદ ટેલિવિઝન પ્રોગ્રામ આજે રાત્રે ચાલુ છે. પરંતુ આ એવી વસ્તુને પકડી રાખે છે જે એટલી મહત્વપૂર્ણ નથી, જેનાથી પછી તમે અન્ય વસ્તુઓ ભૂલી જાઓ છો જે વધુ મહત્વપૂર્ણ છે.

જો આપણે અમુક પ્રકારની તાલીમને અનુસરી રહ્યા છીએ, તો તેને પકડી રાખવા માટે યોગ્ય સચેતતા છે. જો આપણે કસરત કરી રહ્યા છીએ, તો આપણે દરરોજ કસરત કરવાનું પકડી રાખવું પડશે. જો આપણે ડાયટ પર હોઈએ, તો આપણે આનું ધ્યાન રાખવાની જરૂર છે જેથી જ્યારે તે કેકનો ટુકડો આપણને આપવામાં આવે ત્યારે આપણે તેને લઈ ન લઈએ.

સચેતતા આપણે જે કરી રહ્યા છીએ તેને પકડી રાખવું છે, અને તમામ પેરિફેરલ, બિનમહત્વપૂર્ણ સામગ્રીથી વિચલિત ન થવું છે.

આપણા પરિવારો સાથે હોય ત્યારે સચેતતા જાળવવી

ઘણા લોકો મિત્રો અથવા અજાણ્યાઓ સાથે હોય કરતા તેમના પરિવાર સાથે હોય ત્યારે નૈતિકતાનું ધ્યાન રાખવું વધુ મુશ્કેલ લાગે છે. જો આપણી સાથે આવું હોય, તો સામાન્ય સલાહ એ છે કે શરૂઆતમાં ખૂબ જ મજબૂત ઇરાદો રાખો. જો તમે તમારા સંબંધીઓને મળવાના છો, તો તમે ઇરાદો રાખી શકો છો, "હું મારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરીશ. હું યાદ રાખવાનો પ્રયત્ન કરીશ કે તેઓ મારા મારા પ્રત્યે ખુબ દયાળુ છે. તેઓ મારી નજીક છે, અને હું તેમની સાથે જે રીતે વર્તીશ તે તેમની લાગણીઓને અસર કરશે." આ શરૂઆતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપણે આપણી જાતને યાદ અપાવવાની પણ જરૂર છે કે તેઓ માણસો છે. આપણે તેમને માત્ર માતા, પિતા, બહેન, ભાઈ અથવા તેમની સાથેના કોઈપણ પ્રકારના સંબંધોની ભૂમિકામાં ઓળખવા જોઈએ નહીં. જો તમે તેમને ચોક્કસ ભૂમિકામાં પકડી રાખશો, તો પછી માતા કે પિતા શું છે તે અંગેના આપણા તમામ અંદાજો અને તેમની સાથેના તમામ ઈતિહાસ અને અપેક્ષાઓ અને નિરાશાઓ સાથે તેઓ શું કરે છે તેના પર આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. તેમની સાથે એક માણસ થી બીજા ની જેમ સંબંધ રાખવો વધુ સારું છે. જો તેઓ આનું ધ્યાન રાખતા નથી અને હજી પણ આપણી સાથે એક બાળકની જેમ વર્તે છે, તો આપણે તેના જેવા વર્તનના માળખામાં પડવું નહીં. આપણે યાદ રાખીએ છીએ કે તેઓ માનવ છે, અને રમત નથી રમતા; કેમકે છેવટે, ટેંગો નૃત્ય કરવા માટે બે લોકો લાગે છે.

મારી મોટી બહેન તાજેતરમાં એક અઠવાડિયા માટે મને મળવા આવી હતી. તે રાત્રે એકદમ વહેલા સૂઈ જતી અને પછી, જાણે તે મારી માતા હોય, મને કહે, "હવે સૂઈ જા." પરંતુ જો હું બાળકની જેમ પ્રતિક્રિયા આપું અને કહું, "ના, ખૂબ વહેલું છે, મારે સૂવું નથી, મારે જાગવું છે, તમે મને કેમ સૂઈ જવાનું કહો છો?" પછી તે માત્ર એક જ રમત રમે છે. અને અમે બંને નારાજ થઈ જઈએ છીએ. તેથી મારે મારી જાતને યાદ કરાવવું પડ્યું કે એ મને તે સલાહ આપી રહી હતી કારણ કે એ મારી કાળજી રાખે છે, એટલા માટે નહીં કે તે મને ગુસ્સે કરવા માંગે છે. તે વિચારે છે કે મારા માટે વહેલા સૂઈ જવું વધુ સારું છે. તેથી આપણે આપણા વિચારોને રજૂ કરવાને બદલે, શું થઈ રહ્યું છે તેના વિશે વધુ વાસ્તવિક દૃષ્ટિકોણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

તેથી આપણે પરિવારના સભ્યોને મળીએ તે પહેલાં, આપણે આપણી પ્રેરણાની સચેતતા રાખી શકીએ, જેનો અર્થ છે:

  • આપનો ધ્યેય: ધ્યેય એ છે કે આપણા પરિવાર સાથે, જેમની હું કાળજી રાખું છું અને જેઓ મારી કાળજી રાખે છે તેમની સાથે સરસ વાતચીત કરવી.
  • સાથેની લાગણી: મનુષ્ય તરીકે આપણા પરિવારની કાળજી રાખવી.

તેને જોવાની બીજી રીત, તે એક ભયાનક અગ્નિપરીક્ષા છે તેવું વિચારવાને બદલે, તેને એક પડકાર અને વિકાસની તક તરીકે જોવું છે: "શું હું મારો ગુસ્સો ગુમાવ્યા વિના મારા પરિવાર સાથે રાત્રિભોજન કરી શકું?"

અને જ્યારે તમારું કુટુંબ તમને હેરાન કરવાનું શરૂ કરે છે, જેમ કે માતાપિતા ઘણીવાર કરશે, "તું લગ્ન કેમ નથી કરતો? તને સારી નોકરી કેમ નથી મળતી? તારે હજી બાળકો કેમ નથી?" (જ્યારે મારી બહેને મને જોયો ત્યારે પહેલી વાત એ હતી કે "તારે વાળ કાપવાની જરૂર છે!") પછી આપણે જાણીએ છીએ કે તેઓ તે વસ્તુઓ પૂછી રહ્યાં છે કારણ કે તેઓ આપણા વિશે ચિંતિત છે, અને આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે, "ચિંતિત હોવા બદલ આભાર! "

આપણે તેઓ જે પૃષ્ઠભૂમિમાંથી આવી રહ્યા છે તે વિશે પણ વિચારી શકીએ છીએ, જે તે છે કે તેમના ઘણા મિત્રો પૂછશે, "સારું, તમારો પુત્ર શું કરી રહ્યો છે? તારી દીકરી શું કરી રહી છે ?” અને તેઓએ તેમના મિત્રો સાથે સામાજિક રીતે સંપર્ક કરવો પડશે. તેઓ એવું દુષ્ટતા ના ભાવતી નથી પૂછતા કે તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા, પરંતુ કારણ કે તેઓ તમારી ખુશી વિશે ચિંતિત છે. પ્રથમ પગલું એ છે કે આને સ્વીકારવું, અને તેમની ચિંતાની પ્રશંસા કરવી. અને જો તમે ઇચ્છો તો, તમે શા માટે લગ્ન નથી કર્યા તે વિશે શાંતિથી સમજાવી શકો છો!

અયોગ્ય સચેતતા સાથે, આપણે ઘણીવાર એવી વસ્તુઓને પકડી રાખીએ છીએ જે બિલકુલ ઉત્પાદક નથી. તે પ્રાચીન ઇતિહાસ હોઈ શકે છે, જેમ કે "તમે દસ વર્ષ પહેલાં આવું કેમ કર્યું હતું?" અથવા "તમે તે ત્રીસ વર્ષ પહેલાં કહ્યું હતું." આપણે તેને પકડી રાખીએ છીએ અને કોઈને તક આપતા નથી, આ આપણને તે હવે કેવા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અટકાવે છે. આપણે પૂર્વધારણાને પકડી રાખીએ છીએ કે "આ ભયન્કર હશે. મારા માતા-પિતા આવી રહ્યા છે," જ્યાં આપણે પહેલેથી જ નક્કી કર્યું છે કે તે ભયંકર બનશે. તે રાત્રિભોજન પહેલાં આપણને ખૂબ જ તણાવમાં મૂકે છે! તેથી આપણે આને યોગ્ય સચેતતા સાથે ફેરવીએ છીએ, તે કેવા છે તે જોવાની તક તરીકે વિચારીએ છીએ, અને પૂર્વધારણાઓ વિના, પરિસ્થિતિના સંદર્ભમાં પ્રતિસાદ આપવાની તક તરીકે વિચારીએ છીએ.

સચેતતા જાળવવા માટે વ્યવહારુ સલાહ

મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણે કેવી રીતે સચેતતા જાળવી શકીએ? આપણે વિકાસ કરવાની જરૂર છે:

  • ઇરાદો - ન ભૂલવાનો પ્રયાસ કરવાનો મજબૂત ઇરાદો
  • પરિચિતતા - એક જ પ્રક્રિયા પર ઘણી વાર જવું જેથી આપણે તેને આપમેળે યાદ રાખીએ
  • સતર્કતા - એવું એલાર્મ સિસ્ટમ કે જે શોધી કાઢે જ્યારે આપણે સચેતતા ગુમાવીએ છીએ.

આ બધું સંભાળ રાખવાના વલણ પર આધારિત છે, જ્યાં તમે તમારી જાત પર અને અન્ય લોકો પર તમારા વર્તનની અસરની કાળજી લો છો. જો તમે ખરેખર કેવી રીતે વર્તો છો તેની તમને કાળજી ન હોય, તો તે સચેતતા જાળવી શકશે નહીં કારણ કે ત્યાં કોઈ શિસ્ત હશે નહીં. આપણે શા માટે કાળજી લેવી જોઈએ? કારણ કે તમે માણસ છો. તમારા માતા અને પિતા મનુષ્ય છે. અને આપણે બધા ખુશ રહેવા માંગીએ છીએ. કોઈ દુઃખી થવા માંગતું નથી. આપણે જે રીતે વર્તન કરીએ છીએ અને અન્ય લોકો સાથે વાત કરીએ છીએ તે તેમની લાગણીઓને અસર કરે છે, તેથી આપણે કેવી રીતે વર્તે છે તેની કાળજી લેવી જોઈએ.

આપણે આપણી જાતને અને આપણી પ્રેરણાને તપાસવાની જરૂર છે. જો આપણે ફક્ત સારા બનવા માંગીએ છીએ જેથી અન્ય લોકો આપણને પસંદ કરે, તો તે થોડું બાલિશ છે. તે જરા મૂર્ખ છે. સચેત રહેવાનું અને સચેતતા જાળવવાનું શ્રેષ્ઠ કારણ એ છે કે આપણે કાળજીભર્યા વલણના આધારે અન્યની કાળજી રાખીએ છીએ.

એકાગ્રતા

આઠગણા માર્ગમાંથી ત્રીજું પાસું જે આપણે એકાગ્રતા માટે અરજી કરીએ છીએ તેને સાચી એકાગ્રતા (હા, એકાગ્રતા જ) કહેવાય છે. એકાગ્રતા એ વસ્તુ પર વાસ્તવિક માનસિક સ્થાન છે. એકવાર આપણે જે પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ તેના પર પકડ મેળવી લઈએ, સચેતતા તેને ત્યાં રાખે છે જેથી આપણે તેને ગુમાવતા નથી. પરંતુ પ્રથમ વસ્તુ પર પકડ મેળવવી એ જ એકાગ્રતા છે.

આપણે કોઈ વસ્તુમાં એકાગ્રતા લાવવા માટે ધ્યાનનો ઉપયોગ કરીએ છીએ. ભૂતકાળની તુલનામાં, આજકાલ વધુને વધુ શું થઈ રહ્યું છે, તે એ છે કે આપણું ધ્યાન વિભાજિત છે, તેથી આપણે ક્યારેય કોઈ પણ વસ્તુ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતા નથી. જ્યારે તમે ટીવી પર સમાચાર જુઓ છો, ત્યારે સ્ક્રીનની વચ્ચે એક વ્યક્તિ દિવસના સમાચારો રજૂ કરે છે, પછી તેની નીચે અન્ય સમાચારોની સ્ક્રોલિંગ સ્ક્રિપ્ટ હોય છે, અને પછી ખૂણામાં અન્ય સામગ્રી હોઈ શકે છે. આપણે તેમાંના કોઈપણ પર ધ્યાન અથવા સંપૂર્ણ એકાગ્રતા આપી શકતા નથી. જો આપણે વિચારીએ કે આપણે મલ્ટિટાસ્ક કરી શકીએ છીએ, તો પણ કોઈ પણ સમર્થ નથી - સિવાય કે તમે બુદ્ધ હોવ - તમે જે બધી વસ્તુઓ મલ્ટિટાસ્ક કરી રહ્યાં છો તેના પર ૧૦૦ % એકાગ્રતા મૂકી શકો.

કેટલીકવાર જ્યારે આપણે કોઈની સાથે હોઈએ અને તેઓ આપણી સાથે વાત કરતા હોય, ત્યારે આપણું માનસિક સ્થાન આપણા સેલ ફોન પર હોય છે. આ ખોટું માનસિક સ્થાન છે કારણ કે તેઓ આપણી સાથે વાત કરી રહ્યા છે અને આપણે ધ્યાન પણ નથી આપી રહ્યા. જો આપણી પાસે કોઈ વસ્તુ પર માનસિક સ્થાન હોય, તો પણ તેને ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ છે. હવે આપણે વસ્તુઓને એટલી ઝડપથી બદલવાની અને એક પછી એક વસ્તુ જોવાની એટલી આદત પાડીએ છીએ કે આપણે ખૂબ જ સરળતાથી કંટાળી જઈએ છીએ. આ પ્રકારની એકાગ્રતા - આના પર થોડી ક્ષણો, તેના પર થોડી ક્ષણો - એક અવરોધ છે. તે ખોટી એકાગ્રતા છે. યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં સમર્થ થવાનો અર્થ છે જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ થવું, કંટાળો આવ્યા વિના અને આગળ વધ્યા વિના કારણ કે આપણે હવે રસ નથી.

એક મુખ્ય અવરોધ એ છે કે આપણે મનોરંજન મેળવવા માંગીએ છીએ. આ ખોટી સચેતતા તરફ પાછું જાય છે, એવું વિચારીને કે અસ્થાયી આનંદ આપણને વધુ તરસવાને બદલે સંતુષ્ટ કરશે. સામાજિક વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે આપણે શું કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ તેની જેટલી વધુ શક્યતાઓ છે – અને ઈન્ટરનેટ આ, અમર્યાદિત શક્યતાઓ પ્રદાન કરે છે – આપણે ખરેખર કંટાળો, તંગ અને તણાવ અનુભવીએ છીએ. જ્યારે તમે કોઈ વસ્તુને જોઈ રહ્યા હો, ત્યારે તમે વિચારી રહ્યા છો કે કંઈક વધુ મનોરંજક હોઈ શકે છે અને તમને ડર છે કે તમે તેને ચૂકી જશો. આ રીતે, તમે આગળ વધો છો અને કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. જો કે તે મુશ્કેલ છે, તમારા જીવનને સરળ બનાવવો એ ખરેખર સારો વિચાર છે, તેથી એક જ સમયે ઘણી બધી વસ્તુઓ નથી ચાલતી. જેમ જેમ તમારી એકાગ્રતા વિકસે છે, તમે જેના સાથે વ્યવહાર કરી શકો છો તેનો વ્યાપ વધારી શકશો.

જો તમારી એકાગ્રતા સારી છે, તો તમે અહીં અને પછી ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી શકો છો; પરંતુ એક સમયે માત્ર એક જ વસ્તુ, વિચલિત થયા વિના. તે એક ડૉક્ટરની જેમ છે, જેમણે એક સમયે એક દર્દી સાથે વ્યવહાર કરવાની જરૂર છે, અને તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, અગાઉના કે પછીના દર્દી વિશે વિચારતા નથી. જો કે ડૉક્ટર દિવસ દરમિયાન ઘણા દર્દીઓને જોઈ શકે છે, તેઓ હંમેશા એક સમયે એક વ્યક્તિ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ એકાગ્રતા માટે વધુ સારું છે.

જો કે, તે ખૂબ જ પડકારજનક છે. મારા માટે, હું વેબસાઈટ અને વિવિધ ભાષાઓ વગેરે સાથે વિશાળ સંખ્યામાં વિવિધ કાર્યો સાથે વ્યવહાર કરું છું. એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખરેખર મુશ્કેલ છે. એક જ સમયે ઘણી બધી વસ્તુઓ આવી રહી છે. જે કોઈ જટિલ વ્યવસાયમાં કામ કરે છે તેની પાસે સમાન વસ્તુ છે. પરંતુ એકાગ્રતા તબક્કામાં વિકસાવી શકાય છે.

સારાંશ

એકાગ્રતામાં આવતા અવરોધોથી મુક્ત થવું એ ખૂબ વ્યાપક છે. એક સરળ પદ્ધતિ એ છે કે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણો સેલ ફોન બંધ કરી દેવો, અથવા ઈમેલ ચેક કરવા માટે દિવસમાં એક કે બે વાર કોઈ ચોક્કસ સમય પસંદ કરવો, જેથી આપણે શું કરવાની જરૂર છે તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. તે ડૉક્ટર અથવા પ્રોફેસરની જેમ ઓફિસનો સમય હોય છે; તમે કોઈપણ સમયે આવી શકતા નથી, જ્યારે તેઓ ઉપલબ્ધ હોય ત્યારે ચોક્કસ કલાકો હોય છે. આપણે આ આપણી જાત સાથે પણ કરી શકીએ છીએ અને કરવું જોઈએ, કારણ કે તે આપણી એકાગ્રતા વિકસાવવામાં મદદ કરશે.

સામાજિક વિકાસને જોવું રસપ્રદ છે. અગાઉના સમયમાં, એકાગ્રતામાં મુખ્ય અવરોધો આપણી પોતાની માનસિક સ્થિતિઓ હતી - માનસિક ભટકવું, દિવાસ્વપ્ન જોવું વગેરે. હવે ઘણું બધું છે, અને તેમાંથી મોટા ભાગના સેલ ફોન, ફેસબુક અને ઈમેલ જેવા બાહ્ય સ્ત્રોતોમાંથી આવે છે. વાસ્તવમાં તે બધાથી ભરાઈ ન જવા માટે પ્રયત્નો લે છે, અને આ કરવા માટે આપણે ખરેખર આ માધ્યમોની હાનિકારક વિશેષતાઓને ઓળખવાની જરૂર છે. સૌથી વધુ સ્પષ્ટ થાય છે કે જેનો ઘણા લોકોને અનુભવ હોઈ શકે છે તે એ છે કે એકાગ્રતાની અવધિ ટૂંકી અને ટૂંકી થઈ રહી છે. ટ્વિટર પાસે મર્યાદિત સંખ્યામાં અક્ષરો છે અને ફેસબુક ફીડ સતત અપડેટ થઈ રહી છે. આ બધું એટલું ઝડપી છે કે તે એક ભયંકર આદત બનાવે છે જે એકાગ્રતા માટે હાનિકારક છે, કારણ કે તમે તમારી એકાગ્રતા કોઈપણ વસ્તુ પર રાખી શકતા નથી; બધું સતત બદલાતું રહે છે. આ માટે ધ્યાન રાખવા જેવી બાબત છે.

Top