Study buddhism what is meditation

ધ્યાન એ મનની ફાયદાકારક સ્થિતિ વિકસાવવાની એક પદ્ધતિ છે. જ્યાં સુધી તે આદત ન બની જાય ત્યાં સુધી આપણે અમુક માનસિક સ્થિતિઓ વારંવાર પેદા કરીને આ કરીએ છીએ. શારીરિક સ્થરે, ધ્યાન વાસ્તવમાં નવા ન્યુરલ માર્ગો બનાવે છે એવું દર્શાવવામાં આવ્યું છે.

ધ્યાનના ફાયદા

મનની ઘણી અલગ-અલગ ફાયદાકારક સ્થિતિઓ છે જેને આપણે ધ્યાન દ્વારા વિકસાવી શકીએ છીએ:

  • વધુ આરામ અને ઓછા તણાવમાં રહેવું
  • વધુ કેન્દ્રિત રેહવું, અને ઓછું દિશાહિન રહેવું
  • વધુ શાંત રહેવું, સતત ચિંતાઓથી મુક્ત રહેવું
  • આપણી જાતને અને આપણા જીવન વિશે અને બીજાઓ વિશે વધુ સારી રીતે સમજવું
  • પ્રેમ અને કરુણા જેવી વધુ સકારાત્મક લાગણીઓ હોવી.

આપણામાંના મોટા ભાગના લોકોને શાંત, સ્પષ્ટ, પ્રસન્ન મન જોઈએ છે. જો આપણે તણાવમાં હોઈએ અથવા નકારાત્મક સ્થિતિમાં હોઈએ, તો તે આપણને નાખુશ બનાવે છે. તે આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરે છે અને આપણી કારકિર્દી, પારિવારિક જીવન અને મિત્રતા બગાડે છે.

જો આપણે તણાવગ્રસ્ત અને ટૂંકા સ્વભાવથી કંટાળી ગયા હોઈએ, તો આપણે મદદ મેળવા માટે પદ્ધતિઓ – જેમ કે ધ્યાન – શોધી શકીએ છીએ. ધ્યાન આપણને કોઈ નકારાત્મક આડઅસર વિના ભાવનાત્મક ખામીઓને દૂર કરવામાં સક્ષમ બનાવે છે.

આપણે ધ્યાન પ્રત્યે વાસ્તવિક અભિગમ રાખવાની જરૂર છે. તે એક સાધન છે જેનો ઉપયોગ આપણે સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માટે કરી શકીએ છીએ, પરંતુ તે ત્વરિત ઉપચાર નથી. કોઈ પરિણામ એક જ કારણથી પ્રાપ્ત થતું નથી, પરંતુ ઘણા બધા કારણો અને શરતો દ્વારા. દાખલા તરીકે, જો આપણને ઉચ્ચ લોહિનુ દબાણ હોય તો ધ્યાન ચોક્કસપણે આપણને મદદ કરી શકે છે, પરંતુ જો આપણે આપણો આહાર બદલીએ, કસરત કરીએ અને દવા લઈએ તો તેના પરિણામો જેવું નહીં હોય.

બૌદ્ધ ધ્યાનના પ્રકારો

ધ્યાન કરવાની ઘણી જુદી જુદી રીતો છે, અને જો કે તે બધા આપણને શાંત થવામાં મદદ કરે છે, આ અંતિમ ધ્યેય નથી. જો કે, આપણે વધુ સકારાત્મક સ્થિતિઓનું નિર્માણ કરવામાં વાસ્તવિક પ્રગતિ કરી શકીએ તે પહેલાં આપણા તાણને મુક્ત કરવું ચોક્કસપણે જરૂરી છે, તેથી આપણે સામાન્ય રીતે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણા મનને આરામ અને શાંત કરીએ છીએ જેના પછી આપણે બે પ્રકારના બૌદ્ધ ધ્યાન વચ્ચે એકાંતર કરીયે છીએ : વિવેકબુદ્ધિ અને સ્થિરતા.

વિવેકબુદ્ધિ ધ્યાન સાથે, જેને ઘણીવાર "વિશ્લેષણાત્મક" કહેવામાં આવે છે, આપણે તર્કનો ઉપયોગ કરીને, પગલું-દર-પગલા, મનની સકારાત્મક સ્થિતિ, જેમ કે પ્રેમ તરફ કામ કરીએ છીએ. અથવા આપણે પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે તર્કનો ઉપયોગ કરીએ છીએ અને તેના વિશે સાચી સમજણ મેળવીએ છીએ, જેમ કે તેની અસ્થાયીતા. અથવા આપણે ફક્ત સકારાત્મક ગુણો ધરાવતી કોઈ વસ્તુની માનસિક છબી બનાવી શકીએ છીએ, જેમ કે બુદ્ધનું સ્વરૂપ, અને તેને સ્પષ્ટ રીતે પારખવાનો પ્રયાસ કરીએ છીએ.

પછી, સ્થિર ધ્યાનને કરવા માટે, આપણે જે હકારાત્મક સ્થિતિ પેદા કરી છે તે શક્ય હોય ત્યાં સુધી જાળવી રાખવા માટે આપણે સચેતતા, એકાગ્રતા અને કેન્દ્રીકરણનો ઉપયોગ કરીએ છીએ. અથવા આપણે જે માનસિક છબી બનાવી છે તેના પર અવિચલિત ધ્યાન જાળવવા માટે આપણે તે સાધનોનો ઉપયોગ કરીએ છીએ.

આપણે આ બે પ્રકારના ધ્યાનના વચ્ચે એકાંતર કરીયે છીએ. જ્યારે આપણે બાંધી લઈએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ તે મનની સકારાત્મક સ્થિતિને પારખી શકીએ છીએ, ત્યારે આપણે તેને સ્થિર કરીએ છીએ; અને જ્યારે આ અવસ્થા પરની આપણી એકાગ્રતા નબળી પડી જાય છે અથવા ખોવાઈ જાય છે, ત્યારે આપણે તેને વધુ એક વખત કેળવવા અને પારખવા માટે જાતે જ કામ કરીએ છીએ.

દૈનિક જીવન માટે ધ્યાન

ધ્યાનનો આખો મુદ્દો એ નથી કે જ્યારે આપણે ઘરમાં આપણા ગાદી પર બેઠા હોઈએ ત્યારે શાંત, ધ્યાન કેન્દ્રિત અને પ્રેમાળ અનુભવવાનો નથી, પરંતુ ખરેખર આપણા રોજિંદા જીવનને અસર કરવાનો છે. જો આપણે નિયમિત રીતે ધ્યાન કરીએ, તો તે સકારાત્મક લાગણીઓને એક આદત બનાવે છે જેને આપણે જ્યારે પણ જરૂર પડે, દિવસ કે રાત લાગુ પાડી શકીએ છીએ. આખરે, તે આપણો ભાગ બની જાય છે - કંઈક એટલું સ્વાભાવિક કે આપણે હંમેશા વિના પ્રયાસે વધુ પ્રેમાળ, કેન્દ્રિત અને શાંત રહીએ છીએ.

એવા ક્ષણો આવશે જ્યારે આપણે ખરેખર ગુસ્સે અને હતાશ થઈ જઈશું, પરંતુ આપણે ફક્ત પોતાને યાદ અપાવવાની જરૂર છે: "વધુ પ્રેમાળ બનો." કારણ કે આપણે સતત ધ્યાન અભ્યાસ દ્વારા મનની આ સ્થિતિથી ખૂબ પરિચિત હોઈશું, અમે તેને તરત જ ઉત્પન્ન કરી શકીએ છીએ.

કોઈ પણ વ્યક્તિ પરિપૂર્ણ નથી, અને આપણે બધા અમુક પ્રકારની ખરાબ ટેવ શોધી શકીએ છીએ જેને આપણે છુટકારો મેળવવા માંગીએ છીએ. સદભાગ્યે, આ આદતો પથ્થરમાં કોતરેલી નથી, પરંતુ પરિવર્તનશીલ છે.

આ પરિવર્તન માટે આપણા પોતાના પ્રયત્નો સિવાય બીજું કંઈ જરૂરી નથી. આપણામાંના ઘણા કલાકો વ્યાયામશાળામાં વિતાવે છે પરંતુ આપણી સૌથી મોટી સંપત્તિ: આપણું મન કસરત કરવાનું ભૂલી જાય છે. શરૂઆતમાં તે મુશ્કેલ છે, પરંતુ એકવાર આપણે ધ્યાનથી આપણા જીવનમાં લાવી શકે તેવા ફાયદા જોયા પછી, આપણે આપણા મન પર કામ કરવામાં સમય ફાળવવામાં ખુશ થઈશું.

Top