"સંઘ" શબ્દ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ "સમુદાય" થાય છે અને જેનો ઉપયોગ મુખ્યત્વે બુદ્ધના નિયુક્ત અનુયાયીઓ માટે થાય છે, જેઓ ભિક્ષુઓ અને ભિક્ષુનીઓ અથવા મોન્કસ અને નન્સ તરીકે ઓળખાય છે. આજકાલ, બૌદ્ધ ધર્મ સમગ્ર પશ્ચિમી વિશ્વમાં ફેલાયેલો હોવાથી, સમગ્ર બૌદ્ધ સમુદાય માટે અથવા તો ધર્મ કેન્દ્રમાં સામાન્ય અનુયાયીઓનાં નાના જૂથો માટે, એક સંઘ રચવું તે એકદમ સામાન્ય બની ગયું છે.
What is sangha 1

સંઘનું મૂળ

બુદ્ધ ના જ્ઞાન પ્રાપ્તિ થયા પછી, સૂત્ર ઓફ વ્હીલ ઓફ ધર્મ અથવા ધર્મચક્રપ્રવર્તન સૂત્ર આપણને કહે છે કે તેમણે ચાર ઉમદા સત્યો પર, તેમનો પ્રથમ ઉપદેશ પાંચ ભૂતપૂર્વ મિત્રોને આપ્યો, જેમની સાથે તેમણે ઘણા વર્ષો સુધી સંન્યાસ કર્યો હતો. આ ઉપદેશ દરમિયાન, પાંચેય તપસ્વીઓ તેમના શિષ્યો બન્યા, અને તેમની વચ્ચે, કૌંડિન્યએ અર્હતની સ્થિતિ પ્રાપ્ત કરી, એક મુક્ત જીવ. થોડા દિવસો પછી, સ્વયંની શૂન્યતા વિશે શીખવતી વખતે, અથવા કેવી રીતે અશક્ય રીતે સ્વ અસ્તિત્વમાં ન હોઈ શકે, અન્ય તપસ્વીઓએ પણ અર્તત્વ પ્રાપ્ત કર્યું. આ રીતે આ પાંચ શિષ્યો સંઘના પ્રથમ સભ્યો અથવા પ્રથમ બૌદ્ધ સાધુ બન્યા.

ત્યારબાદ બુદ્ધે તેમનું બાકીનું જીવન - કુલ મળીને લગભગ ૪૫ વર્ષ - તેમણે શોધેલી ધર્મ ઉપદેશોનો ફેલાવો કર્યો, જ્યારે તેમના શિષ્યોએ પણ બુદ્ધના સંદેશને ફેલાવવા માટે ઉત્તર ભારતીય મેદાનોના ગામડાઓ અને નગરોમાં પ્રવાસ કર્યો. ઝડપથી, બુદ્ધે ઘણા અનુયાયીઓને આકર્ષ્યા, જે સમગ્ર સામાજિક વર્ણપટમાંથી આવતા હતા: અન્ય આધ્યાત્મિક શિક્ષકો, રાજાઓ અને રાણીઓ, ખેડૂતો અને કસાઈઓ વગેરે. જ્યારે મોટાભાગના શિષ્યો સાંસારિક જીવનનો ત્યાગ કરવા માંગતા ન હતા, જેઓ જીવન છોડીને સંઘમાં જોડાવા માંગતા હતા તેઓનું સ્વાગત હતું . સામાન્ય શિષ્યો, જેમણે કામ કરવાનું અને લગ્ન કરવાનું ચાલુ રાખ્યું, તેઓએ સંઘને ખોરાક અને વસ્ત્રોથી ટેકો આપ્યો.

સમય જતાં, જેમ જેમ વધુને વધુ લોકો ઔપચારિક રીતે બુદ્ધ સાથે જોડાયા, તેમ તેમ એક સુમેળભર્યો આધ્યાત્મિક સમુદાય બનાવવા માટે શિષ્યોને તેનું પાલન કરવા માટે નિયમો બનાવવા જરૂરી બન્યા. સંઘની અંદર બનતી અનિચ્છનીય પરિણામો સાથેની ઘટનાઓના જવાબમાં, જ્યારે જરૂર પડે ત્યારે અને અજમાયશ અને ભૂલ દ્વારા નિયમો ઘડવામાં આવ્યા હતા. બુદ્ધના જીવનના અંત સુધીમાં, સાધુઓ અને સાધ્વીઓ માટે કેટલાક સો નિયમો હતા.

મહિલાઓની નિયુક્તિ

શરૂઆતમાં, બુદ્ધે ફક્ત પુરુષોને જ બૌદ્ધ ક્રમમાં પ્રવેશ આપ્યો. સાધુઓના ક્રમની સ્થાપનાના પાંચ વર્ષ પછી, બુદ્ધની માસી મહાપ્રજાપતિ ગૌતમીએ બુદ્ધને વિનંતી કરી કે તેમણે સાધ્વી તરીકે નિયુક્ત કરે, પરંતુ તેમણે ના પાડી. તેમ છતાં, મહાપ્રજાપતિ નિઃશંક હતા અને ૫૦૦ અન્ય સ્ત્રીઓ સાથે, તેમના માથા મુંડન કરવાનું અને પીળા વસ્ત્રો પહેરવાનું અને બુદ્ધને અનુસરવાનું નક્કી કર્યું.

મહાપ્રજાપતિએ બુદ્ધને વધુ બે વિનંતીઓ કરી, અને દરેક વખતે બુદ્ધે તેમને નિયુક્ત કરવાનો ઇનકાર કર્યો. ચોથા પ્રસંગે, બુદ્ધના પિતરાઈ ભાઈ આનંદે તેમના વતી મધ્યસ્થી કરી, પૂછ્યું કે શું સ્ત્રીઓમાં આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા અને જ્ઞાન પ્રાપ્ત કરવાની પુરુષો જેટલી ક્ષમતા છે, જેનો બુદ્ધે હકારાત્મક જવાબ આપ્યો. આનંદે પછી સૂચવ્યું કે સ્ત્રીઓ માટે સાધ્વીઓ બનવું સારું રહેશે, અને બુદ્ધ આગળ વધ્યા અને સ્ત્રી શિષ્યોની નિયુક્તિની મંજૂરી આપી.

પરંપરાગત સંઘ અને આર્ય સંઘ

સામાન્ય રીતે, સંઘ શબ્દનો ઉપયોગ ભિક્ષુઓ અને ભિક્ષુનીઓના આ બે જૂથો, સાધ્વીઓ અને સાધુઓ કે જેઓ બુદ્ધના ઉપદેશોનું પાલન કરે છે, માટે થાય છે. ભિક્ષુ શબ્દનો વાસ્તવમાં અર્થ "ભિખારી" થાય છે અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે નિયુક્ત સમુદાયે મોટાભાગની ભૌતિક ચીજવસ્તુઓનો ત્યાગ કરવાનો હતો અને ખોરાક માટે અન્ય લોકો પર આધાર રાખીને સ્થળ-સ્થળે ભટકવાનું હતું. સંઘની રચના કરવા માટે ઓછામાં ઓછા ચાર સંપૂર્ણ નિયુક્ત અથવા શિખાઉ સાધુ અથવા સાધ્વીઓ, તેમની જાગૃતિ અથવા અનુભૂતિનું સ્તર ગમે તે હોય, જરૂરી છે. આને આપણે પરંપરાગત સંઘ કહીએ છીએ. આર્ય સંઘ પણ છે, જે વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે, નિયુક્ત કે નહીં, જેમણે ખરેખર ધર્મ માર્ગની કેટલીક અનુભૂતિ પ્રાપ્ત કરી છે.

પરંપરાગત સંઘ અને આર્ય સંઘ વચ્ચે તફાવત કરવો મહત્વપૂર્ણ છે. જ્યારે ઘણા ઉત્કૃષ્ટ સામાન્ય સાધુઓ અને સાધ્વીઓ છે, ત્યાં એવા લોકો પણ હોઈ શકે છે જેઓ આપણા જેટલા જ ભાવનાત્મક રીતે વ્યગ્ર છે - અને તે આપણને પ્રશ્ન કરી શકે છે કે આપણે શા માટે તેમનો આશ્રય લેવો જોઈએ. આમ, ત્રણ રત્નોમાંના એક તરીકે, તે આર્ય સંઘ છે જે સાચા રત્ન છે જેનો આપણે આશ્રય લઈએ છીએ. તેઓ જ આપણને સાચી દિશામાં જવા માટે મદદ કરી શકે છે.

સંઘના ગુણો

તો, સંઘમાં એવા કયા ગુણો છે કે આપણે આપણી જાતને વિકસાવવા માંગીએ છીએ?

  1. જ્યારે તેઓ શીખવે છે, ત્યારે તેઓ ફક્ત પુસ્તકોમાંથી જે શીખ્યા છે તેનું પુનરાવર્તન કરતા નથી. તેઓ તેમના પોતાના અધિકૃત અનુભવથી બોલે છે - અને આ ખરેખર પ્રેરણાદાયક છે.
  2. તેમની એકમાત્ર ઇચ્છા અન્યને મદદ કરવાની છે, અને તેઓ જે ઉપદેશ આપે છે તેનો તેઓ પોતે અભ્યાસ કરે છે. વિચારો એક ધૂમ્રપાન કરનાર વ્યક્તિ નો જે આપણને ધૂમ્રપાનના જોખમો વિશે ઠપકો આપે તો આપણને ખરેખર આશ્ચર્ય થશે કે શા માટે આપણે તેમની સલાહને અનુસરવી જોઈએ, ખરું? આ કારણોસર, સંઘ હંમેશા તેઓ જે કરે છે તેમાં નિષ્ઠાવાન હોય છે, તેથી અમે ખરેખર તેમના પર વિશ્વાસ કરી શકીએ છીએ.
  3. જ્યારે આપણે ખરાબ સંગત સાથે સમય પસાર કરીએ છીએ, ત્યારે ઘણી વાર આપણને એ પણ ખ્યાલ નથી હોતો કે આપણે તેમના ખરાબ ગુણો પોતે કેટલા ઉપાડી લઈએ છીએ. એ જ રીતે, જો આપણે સારા મિત્રો સાથે ફરીયે, તો પણ વધારે મહેનત કર્યા વિના, આપણે ઝડપથી સારા ગુણો મેળવીએ છીએ. તેથી, આપણી ધર્મ પ્રથા સુધારવા માટે સંઘનો આપણા પર ઘણો સારો પ્રભાવ છે.

સંઘનું મહત્વ

બુદ્ધ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં ગુજરી ગયા, તેમના ઉપદેશો - ધર્મ - આપણા માટે અભ્યાસ કરવા છોડી ગયા. અને આ જ બૌદ્ધ ધર્મ છે. પરંતુ આપણને સારી રીતે અભ્યાસ કરવા માટે, આપણને મદદ કરવા અને માર્ગદર્શન આપવા માટે, આપણને વિશ્વાસપાત્ર ઉદાહરણોની જરૂર છે, જે લોકોએ ખરેખર બુદ્ધની ઉપદેશો શીખી છે અને તેનો અભ્યાસ કર્યો છે અને તેના કેટલાક લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. આવા લોકોનો સમુદાય એટલે સંઘ.

આજકાલ, આપણે ઘણીવાર આપણા આદર્શ તરીકે સેલિબ્રિટી તરફ વળીએ છીએ: અભિનેતાઓ અને અભિનેત્રીઓ, મોડેલો, ગાયકો અને રમતગમતના લોકો. પણ આ લોકોની પોતાની સમસ્યાઓ છે ને? આપણે જાણીએ છીએ કે, તેમના અંગત જીવનમાં, તેઓ ઘણીવાર ગડબડ કરે છે! એટલું જ નહીં, પરંતુ જ્યારે આપણે સેલિબ્રિટીઓ અને તેમના જીવન પ્રત્યે ઝનૂની બનીએ છીએ, ત્યારે તે સામાન્ય રીતે ફક્ત આપણા મિત્રો સાથે ગપસપ તરફ દોરી જાય છે અને ભૌતિક જોડાણોમાં સામાન્ય કરતાં પણ વધુ પકડે છે; આ પ્રવૃતિઓ ખરેખર આપણને કે અન્યને કોઈ સાચો લાભ કે સુખ લાવતી નથી. બીજી બાજુ, સંઘ એવા લોકો છે કે જેમણે તેમની સમસ્યાઓના અમુક સ્તરોમાંથી પહેલેથી જ છુટકારો મેળવ્યો છે - શું તે મહાન નથી! - અને બાકીનાથી છુટકારો મેળવવા માટે કામ કરી રહ્યા છે. જો આપણે આપણી પોતાની સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવવા ગયા તો શું તેમના ઉદાહરણને અનુસરવાનો અર્થ નથી?

આપણે સંપૂર્ણપણે સંઘને આભારી છે કે આજે, આપણા આધુનિક વિશ્વમાં, આપણી પાસે બુદ્ધના અદ્ભુત રીતે સાચવેલ ઉપદેશો પેઢી દર પેઢી પસાર થાય છે. સંઘ આપણને આપણી તાત્કાલિક સમસ્યાઓથી આગળ જોવાની પ્રેરણા આપે છે અને એ જોવા માટે કે એક એવો માર્ગ છે જે આપણને તમામ વેદનામાંથી સંપૂર્ણપણે બહાર લઈ જાય છે. અને તેઓ માત્ર આપણને પ્રેરણા આપતા નથી, તેઓ માર્ગના દરેક પગલા પર માર્ગદર્શન આપે છે, પ્રોત્સાહિત કરે છે અને સમર્થન આપે છે. તેથી જ ક્યારેક એવું કહેવાય છે કે સંઘ વિના બૌદ્ધ ધર્મ નથી.

સારાંશ

આપણે જીવનમાં સારો આદર્શ કેવી રીતે પસંદ કરી શકીએ? જો કે આપણે સંઘના કોઈ વાસ્તવિક સભ્યને ન મળી શકીએ - વાસ્તવિક સિદ્ધિઓ ધરાવનાર, આર્ય સંઘ - તેમ છતાં, આપણે એવા લોકોને મળી શકીએ જેઓ ધર્મમાં વધુ અનુભવી હોય અને તેમની પાસેથી પ્રેરણા મેળવી શકીએ. તેઓના દાખલા જોઈને, આપણે તેમના પગલે ચાલવા માટે પ્રોત્સાહિત થઈએ છીએ.

તે બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓના સમર્પણ દ્વારા છે, પરંપરાગત સંઘ, કે ધર્મ સમગ્ર વિશ્વમાં ફેલાવવામાં સફળ થયો. જેમ બુદ્ધને ડૉક્ટર સાથે અને ધર્મને દવા સાથે સરખાવવામાં આવે છે, તેમ સંઘ એ નર્સો જેવું છે જે આપણને માર્ગ પર પ્રોત્સાહિત કરે છે અને માર્ગદર્શન આપે છે, જયારે આપણે આપણી બધી સમસ્યાઓમાંથી કાયમ માટે મુક્તિ માટે કામ કરીએ છીએ.

Top