બૌદ્ધો માટે, "ધર્મ" શબ્દનો ઉપયોગ બુદ્ધના ઉપદેશોનો સંદર્ભ આપવા માટે થાય છે, જે આપણને આપણી વર્તમાન મૂંઝવણ અને દુ:ખની સ્થિતિમાંથી જાગૃતિ અને આનંદની સ્થિતિમાં લાવવામાં મદદ કરે છે. જેમ અંગ્રેજી શબ્દ "રિલિજન" લેટિન શબ્દ "એકસાથે બાંધવા" પરથી આવ્યો છે, તેમ ધર્મ સંસ્કૃત "ધ્ર" પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે નિશ્ચિતપણે પકડી રાખવું અથવા સમર્થન કરવું. અનિવાર્યપણે, ધર્મ આપણને નિમ્ન, કમનસીબ અસ્તિત્વની અવસ્થાઓમાં પડતાં અટકાવીને દૃઢપણે સમર્થન આપે છે, જ્યાં આપણે લાંબા સમય સુધી બેકાબૂ વેદનામાંથી પસાર થવું પડત.
What is dharma

બુદ્ધનો પ્રથમ ધર્મ ઉપદેશ

૨૫૦૦ વર્ષ પહેલાં જ્યારે બુદ્ધે બોધગયામાં જ્ઞાન મેળવ્યું હતું, ત્યારે તેઓ ધર્મ શીખવવામાં સૌ પ્રથમ અચકાતા હતા, આ ડરથી કે તે ખૂબ ઊંડો અને સમજવામાં મુશ્કેલ હોઈ શકે છે, અથવા તે લોકો, જેઓ દુન્યવી આનંદથી મોહિત છે, તેમને રસ નહીં હોય. પ્રારંભિક ગ્રંથોમાં, એવું કહેવાય છે કે બ્રહ્મા, બ્રહ્માંડના સર્જક, બુદ્ધ સમક્ષ હાજર થયા હતા અને તેમને મનુષ્યોને લાભ પહોંચાડવા માટે ધર્મ શીખવવા વિનંતી કરી હતી, કારણ કે ત્યાં ચોક્કસપણે કેટલાક એવા હતા જેઓ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ હશે. આ સાથે, બુદ્ધે ચાર ઉમદા સત્યો પર ડીયર પાર્કમાં તેમનો પ્રથમ ધર્મ ઉપદેશ આપ્યો, જે સમગ્ર બૌદ્ધ માર્ગનું માળખું બનાવે છે, અને જે આજે પણ વિશ્વની તમામ બૌદ્ધ પરંપરાઓનો પાયો છે.

બુદ્ધે શીખવેલું પ્રથમ સત્ય એ છે કે જીવન હંમેશા અસંતોષકારક છે. કોઈ પણ સમયે આપણે ગમે તેટલા ખુશ હોઈએ, આ ખુશીની સ્થિતિ અસ્થિર અને અસ્થાયી છે. આ સાર્વત્રિક છે - આપણે બધા આપણા જીવનમાં આનો અનુભવ કરીએ છીએ. આપણી પાસે જે પણ સુખ છે તે કાયમ માટે ટકી શકતું નથી અને કોઈપણ ક્ષણે તે દુઃખમાં બદલાઈ શકે છે. બીજું સત્ય એ છે કે આપણું દુ:ખ ખરેખર આપણી બહારથી આવતું નથી, પરંતુ આપણે જે જોઈએ છે તે મેળવવાની આપણી પોતાની આસક્તિથી આવે છે, અને સૌથી ઉપર બધું કેવી રીતે અસ્તિત્વમાં છે તે વિશેની આપણી અજાણતા છે. ત્રીજું સત્ય કહે છે કે તમામ દુઃખો અને સમસ્યાઓથી મુક્ત થવું શક્ય છે, અને ચોથું એક માર્ગની રૂપરેખા આપે છે, જેનું પાલન કરીએ તો, બધી સમસ્યાઓમાંથી કાયમ માટે મુક્તિ મેળવવામાં મદદ કરી શકે છે.

બુદ્ધના ઉપદેશો નો ઉદ્દેશ્ય વેદના દૂર કરવાનો છે

બુદ્ધના સમયે, તમામ ધર્મ ઉપદેશો મૌખિક રીતે આપવામાં આવ્યા હતા અને સ્મૃતિમાં પ્રતિબદ્ધ હતા. તેઓને હસ્તપ્રતોમાં સંકલિત કરવામાં આવ્યા તે પહેલાં તેઓ ઘણી પેઢીઓ દ્વારા આ રીતે પસાર થયા હતા. આજે, આપણી પાસે સેંકડો પર સેંકડો સૂત્રો, બુદ્ધના નિયુક્ત અનુયાયીઓ માટેના નિયમો અને દાર્શનિક પ્રવચનો સાથેના ગ્રંથો છે, જે મળીને ત્રિપિટક અથવા ત્રણ બાસ્કેટ તરીકે ઓળખાય છે. પરંપરા અનુસાર, ક્યારેક એવું કહેવાય છે કે, કુલ મળીને, બુદ્ધે ૮૪,૦૦૦ ધર્મ ઉપદેશો આપ્યા હતા, જે આપણી ૮૪,૦૦૦ અવ્યવસ્થિત લાગણીઓને દૂર કરવામાં મદદ કરે છે. જો કે સંખ્યા મનસ્વી હોઈ શકે છે, તે સરળ રીતે બતાવવાની એક રીત છે કે આપણે કેટલી સમસ્યાઓ, હતાશા અને વેદનાઓ સહન કરવી પડે છે, અને તે બધાનો સામનો કરવા માટે બુદ્ધે આપેલા ઉપદેશોની વિશાળ શ્રેણી છે.

વાસ્તવમાં, બુદ્ધના તમામ ઉપદેશો દુઃખને દૂર કરવા વિશે છે. બુદ્ધને આધ્યાત્મિક અનુમાનમાં રસ ન હતો, અને સ્વ અને બ્રહ્માંડને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર પણ કર્યો હતો કારણ કે આ મુદ્દાઓ પર વિચાર કરવાથી આપણને મુક્તિની નજીક લાવતું નથી. બુદ્ધે માનવીય સ્થિતિ જોઈ, જોયું કે આપણે બધા પીડાય છીએ, અને તેનો ઉકેલ શોધી કાઢ્યો. તેથી જ બુદ્ધને ઘણીવાર ડૉક્ટર સાથે સરખાવાય છે, અને ધર્મના ઉપદેશોની સરખામણી દવા સાથે કરવામાં આવે છે. ધર્મની આ ઔષધ આપણી બધી સમસ્યાઓને એકવાર માં હલ કરવામાં મદદ કરે છે.

જ્યારે આશ્રયના ત્રણ રત્નો છે - બુદ્ધ, ધર્મ અને સંઘ - તે ધર્મ જ વાસ્તવિક આશ્રય છે. જ્યારે બુદ્ધ ધર્મ શીખવે છે, તેઓ ચમત્કારિક રીતે તેમની આંગળીઓ થી ચપટી વગાડીને આપણી વેદના દૂર કરી શકતા નથી. અને જ્યારે સંઘ આપણને ટેકો અને પ્રોત્સાહન આપી શકે છે, તેઓ આપણને ધર્મ પાળવા દબાણ કરી શકતા નથી. આપણે વાસ્તવમાં પોતે જ ધર્મનો અભ્યાસ કરવો પડશે અને તેમાં જોડાવું પડશે: તે જ વેદનામાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે. હકીકતમાં, આપણે આપણા પોતાના તારણહાર છીએ.

ધર્મના ગુણો

ધર્મમાં અસંખ્ય ગુણો છે, પરંતુ આપણે કહી શકીએ કે મુખ્ય ગુણો છે કે:

  1. ધર્મ અનેક વૈવિધ્યસભર અને વિવિધ સ્વભાવ માટે અનુકૂળ છે. થાઈલેન્ડ, તિબેટ, શ્રીલંકા, જાપાન વગેરે જેવા સ્થળોએ બૌદ્ધ ધર્મે નોંધપાત્ર રીતે અલગ-અલગ સ્વરૂપ ધારણ કર્યા હોવા છતાં, પરંપરાઓ તમામ મુખ્ય બૌદ્ધ ઉપદેશો ધરાવે છે અને તેનો ઉદ્દેશ્ય મુક્તિ હાંસલ કરવાનો છે.
  2. ધર્મ તર્ક પર આધારિત છે. તે આપણને આપણા મન અને આપણે જે અનુભવીએ છીએ તે દરેક વસ્તુને વાસ્તવિક રીતે જોવાનું કહે છે. તે કટ્ટરપંથી નથી, જેમાં ભગવાન અથવા દેવતાઓમાં વિશ્વાસની જરૂર હોય છે, પરંતુ તે આપણને દરેક વસ્તુને તર્ક સાથે પ્રશ્ન કરવા માટે કહે છે. પરમ પવિત્ર દલાઈ લામા ચેતના અને મન જેવા મુખ્ય બૌદ્ધ ખ્યાલો જોવા માટે ઘણા વર્ષોથી વૈજ્ઞાનિકો સાથે કામ કરી રહ્યા છે અને બૌદ્ધો અને વૈજ્ઞાનિકો એકબીજા પાસેથી શીખી રહ્યા છે.
  3. ધર્મ માત્ર એક જ સમસ્યા તરફ નિર્દેશિત નથી, તેનો ધ્યેય તમામ સમસ્યાઓના મૂળ પર છે. જો આપણને દરરોજ ભયંકર માથાનો દુખાવો થતો હોય, તો આપણે એસ્પિરિન લઈ શકીએ. અલબત્ત, તે થોડા સમય માટે મદદ કરશે, પરંતુ માથાનો દુખાવો પાછો આવશે. જો કોઈ એવી ગોળી હોય કે જે આપણા માથાના દુખાવામાં કાયમી રાહત આપે, તો આપણે એ ચોક્કસથી લઈશું. ધર્મ આના જેવો છે, કારણ કે તે માત્ર માથાના દુખાવામાં જ નહીં, પરંતુ તમામ સમસ્યાઓ અને વેદના માં થી કાયમી રાહત આપે છે.

સારાંશ

બુદ્ધ એક ખૂબ જ કુશળ ડૉક્ટર જેવા છે જે આપણા દુઃખનું નિદાન કરે છે અને આપણને શ્રેષ્ઠ શક્ય દવા, ધર્મ પ્રદાન કરે છે. પરંતુ તે દવા લેવું - અથવા ધર્મ અભ્યાસમાં જોડાવું - તે આપણા પર છે. આવું કરવા માટે કોઈ આપણને દબાણ કરી શકે નહીં, પરંતુ જ્યારે આપણે ખરેખર જોશું કે ધર્મ જે લાભો અને મનની શાંતિ આપે છે અને તે આપણી બધી સમસ્યાઓ, હતાશા અને વેદનાને દૂર કરવામાં ખરેખર કેવી રીતે મદદ કરે છે, ત્યારે આપણે બંનેને પોતાને અને અન્ય બધા ને લાભ થાય તે માટે આપણે આનંદપૂર્વક ધર્મનું પાલન કરીશું.

Top