જીવનનો હેતુ અને ધ્યેય ખુશી માટે પ્રયત્ન કરવો છે
આપણે અહીં છીએ; આપણે અસ્તિત્વમાં છીએ અને આપણને અસ્તિત્વનો અધિકાર છે. ફૂલો જેવા અસંવેદનશીલ જીવોને પણ અસ્તિત્વનો અધિકાર છે. જો તેમની સામે નકારાત્મક શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે, તો પછી, રાસાયણિક સ્તરે, ફૂલો ટકી રહેવા માટે પોતાનો સમારકામ કરે છે. પરંતુ [તેનાથી વધુ], આપણે મનુષ્યો જેમાં જંતુઓ, અમીબા પણ, નાનામાં નાના જીવોને સંવેદનશીલ જીવોમાં ગણવામાં આવે છે. [અને સંવેદનશીલ જીવો તરીકે, આપણી પાસે જીવતા રહેવામાં મદદ કરવા માટે હજી વધુ પદ્ધતિઓ છે.]
વૈજ્ઞાનિકો સાથે કરેલી મારી ચર્ચાઓ અનુસાર, જે વસ્તુઓ તેમની પોતાની મરજી અથવા ઈચ્છા હેઠળ હલી શકે છે, તેનો અર્થ "સંવેદનશીલ જીવ" છે. "સંવેદનશીલ" નો અર્થ ચૈતન્ય હોવું અથવા ચૈતન્ય સ્તર પર માનવ હોવું જરૂરી નથી. ખરેખર "ચૈતન્ય" અથવા "ચેતના" નો અર્થ શું છે તે વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. સામાન્ય રીતે તેનો અર્થ મનનું સૌથી સ્પષ્ટ પાસું થાય છે, પરંતુ તે પછી, જ્યારે આપણે અર્ધચેતન કે બેભાન હોઈએ ત્યારે શું ચેતના હોતી નથી? શું આ જંતુઓ પાસે છે? કદાચ ચેતનાને બદલે "જ્ઞાનાત્મક ફેકલ્ટી" વિશે બોલવું વધુ સારું છે.
કોઈ પણ કિસ્સામાં, મુખ્ય મુદ્દો કે જેનો આપણે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તે [જ્ઞાનાત્મક ફેકલ્ટી થી] લાગણીઓ અનુભવવાની ક્ષમતા છે: પીડા, આનંદ અથવા તટસ્થ લાગણીઓ. વાસ્તવમાં, આનંદ અને પીડા [અને ખુશી અને દુ:ખ] એવી વસ્તુઓ છે જેને આપણે વધુ ઊંડાણમાં તપાસવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, દરેક સંવેદન જીવને ટકી રહેવાનો અસ્તિત્વ નો અધિકાર છે, આનો અર્થ છે ખુશી કે આરામની ઈચ્છા: તેથી જ સંવેદનશીલ જીવો ટકી રહેવાનો પ્રયત્ન કરે છે. તેથી, આપણું અસ્તિત્વ આશા પર આધારિત છે - કંઈક સારા માટે આશા: ખુશી. તેના કારણે, હું હંમેશા તારણ કાઢું છું કે જીવનનો હેતુ ખુશી છે. આશા અને ખુશીની લાગણી સાથે, આપણા શરીરને સારું લાગે છે. તેથી આશા અને ખુશી આપણા સ્વાસ્થ્ય માટે સકારાત્મક પરિબળો છે. આરોગ્ય સુખી મનની સ્થિતિ પર આધાર રાખે છે.
બીજી તરફ ગુસ્સો, અસુરક્ષાની ભાવના પર આધારિત છે અને આપણને ડર લાવે છે. જ્યારે આપણે કંઈક સારું અનુભવીએ છીએ, ત્યારે આપણે સુરક્ષિત અનુભવીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ આપણને ધમકાવે છે, ત્યારે આપણે અસુરક્ષિત અનુભવીએ છીએ અને પછી આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. ગુસ્સો એ મનનો એક ભાગ છે જે આપણા અસ્તિત્વને જે નુકસાન પહોંચાડે તેનાથી પોતાનો બચાવ કરે છે. પરંતુ ગુસ્સો [પોતે જ આપણને ખરાબ લગાડે છે અને તેથી, આખરે, તે] આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે.
જોડાણ એ એક તત્વ છે જે અસ્તિત્વ માટે મદદરૂપ છે. તેથી, છોડ પણ, કોઈ ચેતના ના તત્વ વિના પણ એ કેટલાક રાસાયણિક પાસાઓ ધરાવે છે જે તેને પોતાને સુરક્ષિત કરવા અને તેના વિકાસમાં મદદ કરે છે. આપણું શરીર, શારીરિક સ્તરે, સમાન છે. પરંતુ, મનુષ્ય તરીકે, આપણા શરીરમાં પણ ભાવનાત્મક સ્તરે એક સકારાત્મક તત્વ હોય છે જે આપણને કોઈની સાથે અથવા આપણા પોતાના ખુશી માટે જોડાણ લાવે છે. [બીજી તરફ, ગુસ્સો, તેના] નુકસાન પહોંચાડવાના તત્વ સાથે, આપણને વસ્તુઓ [ખુશી સહિત]થી દૂર ધકેલે છે. શારીરિક સ્તરે, આનંદ [જે ખુશી લાવે છે] તે શરીર માટે સારું છે; જ્યારે ગુસ્સો [અને તેનાથી થતી દુ:ખ] હાનિકારક છે. તેથી, [જીવન ટકાવી રાખવાની શોધના દૃષ્ટિકોણથી] જીવનનો હેતુઉદ્દેશ્ય સુખી જીવન છે.
આ મૂળભૂત માનવીય સ્તર છે જેના વિશે હું વાત કરી રહ્યો છું; હું ધાર્મિક, ગૌણ સ્તરની વાત નથી કરી રહ્યો. ધાર્મિક સ્તરે, અલબત્ત, જીવનના ઉદ્દેશ્યની જુદી જુદી સમજૂતીઓ છે. ગૌણ પાસું ખરેખર ખૂબ જટિલ છે; તેથી, ફક્ત મૂળભૂત માનવ સ્તર પર વાત કરવું વધુ સારું છે.
ખુશી શું છે?
કેમકે આપણું ધ્યેય અને જીવનનો ઉદ્દેશ્ય ખુશી છે, તો ખુશી શું છે? કેટલીકવાર શારીરિક વેદના પણ સંતોષની ઊંડી ભાવના લાવી શકે છે [જેમ કે સખત વર્કઆઉટ પછી રમતવીર સાથે.] તેથી "ખુશી" નો અર્થ મુખ્યત્વે ઊંડા સંતોષની લાગણી થાય છે. તેથી જીવનનો ઉદ્દેશ્ય અથવા આપણું લક્ષ્ય, સંતોષ છે.
ખુશી, ઉદાસી કે વેદના - આ માટે બે સ્તર છે: એક સંવેદનાત્મક સ્તર અને એક માનસિક સ્તર. સંવેદનાત્મક સ્તર નાના સસ્તન પ્રાણીઓ, જંતુઓ - માખીમાં પણ સામાન્ય છે. ઠંડા વાતાવરણમાં, જ્યારે સૂર્ય બહાર આવે છે, ત્યારે માખી એક સુખી પાસું દર્શાવે છે: તે સરસ રીતે આસપાસ ઉડે છે. ઠંડા ઓરડામાં, તે ધીમો પડી જાય છે: તે ઉદાસીનો સંકેત દર્શાવે છે. પરંતુ, જો ત્યાં એક અત્યાધુનિક મગજ હોય, તો પછી સંવેદનાત્મક આનંદની વધુ મજબૂત ભાવના હોય છે. [આ ઉપરાંત, જોકે,] આપણું અત્યાધુનિક મગજ કદમાં સૌથી મોટું છે અને તેથી, આપણી પાસે બુદ્ધિ પણ છે.
[વિચારો કિસ્સો] માનવો નો જેઓ કોઈ શારીરિક ખતરો અનુભવતા નથી. તેઓ સુખી, આરામદાયક જીવન, સારા મિત્રો, પગાર અને નામ ધરાવે છે. પરંતુ, તેમ છતાં, આપણે જોઈએ છે કે કેટલાક કરોડપતિઓ, ઉદાહરણ તરીકે - તેમને લાગે છે કે તેઓ સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ ઘણીવાર આ લોકો વ્યક્તિ તરીકે ખૂબ જ નાખુશ હોય છે. કેટલાક પ્રસંગોએ હું ખૂબ જ સમૃદ્ધ, પ્રભાવશાળી લોકોને મળ્યો છું જેમણે ખૂબ જ પરેશાન ભાવના દર્શાવી હતી કે, અંદરથી, તે એકલતા, તણાવ અને ચિંતાની લાગણી હતી. તેથી, માનસિક સ્તરે, તેઓ પીડાય છે.
આપણી પાસે અદ્ભુત બુદ્ધિ છે, તેથી આપણા અનુભવનું માનસિક સ્તર શારીરિક સ્તર કરતાં વધુ પ્રબળ છે. તેના દ્વારા શારીરિક પીડાને ઘટાડી શકાય છે અથવા ઓછી કરી શકાય છે. નાના ઉદાહરણ તરીકે, થોડા સમય પહેલા મને એક ગંભીર બીમારી થઈ હતી. તે મારા આંતરડામાં ખૂબ જ દુખાવો થતો હતો. તે સમયે, હું ભારતના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં હતો અને હું બોધગયા અને નાલંદામાંથી પસાર થયો. ત્યાં મેં ઘણા ગરીબ બાળકો જોયા. તેઓ ગાયનું છાણ એકત્ર કરી રહ્યા હતા. તેમની પાસે શિક્ષણની કોઈ સગવડ નહોતી અને મને ખૂબ દુઃખ થયું. પછી, રાજ્યની રાજધાની પટના પાસે, મને ખૂબ દુખાવો અને પરસેવો થયો. મેં એક વૃદ્ધ બીમાર વ્યક્તિને જોયો, એક બીમાર માણસ, સફેદ કપડા પહેરેલો, ખૂબ, ખૂબ જ ગંદા. કોઈ એ વ્યક્તિની સંભાળ રાખતું ન હતું; તે ખરેખર ખૂબ જ દુઃખદ હતું. તે રાત્રે મારા હોટલના રૂમમાં, મારી શારીરિક પીડા ખૂબ જ તીવ્ર હતી, પરંતુ મારું મન તે બાળકો અને તે વૃદ્ધ માણસ વિશે વિચારી રહ્યું હતું. એ ચિંતાને લીધે મારી શારીરિક પીડા ઘણી ઓછી થઈ ગઈ.
ઉદાહરણ તરીકે તેઓને લો જેઓ ઓલિમ્પિક ગેમ્સ માટે તાલીમ લે છે. તેઓ ખૂબ જ જોરશોરથી પ્રશિક્ષણ કરે છે, અને ગમે તેટલી પીડા અને મુશ્કેલીઓનો અનુભવ કરે, માનસિક સ્તરે તેઓ ખુશ હોય છે. તેથી, શારીરિક અનુભવ કરતાં માનસિક સ્તર વધુ મહત્વપૂર્ણ છે. તેથી, જીવનમાં ખરેખર જે મહત્વનું છે તે ખુશી અને સંતોષ છે.
ખુશીના કારણો
હવે, ખુશીના કારણો શું છે? મને લાગે છે કે શરીરનું આ તત્વ વ્યગ્ર મન સાથે નહીં પણ શાંત ચિત્ત સાથે સારું ચાલે છે, તેથી શાંત મન ખૂબ જ જરૂરી છે. આપણી શારીરિક સ્થિતિથી કોઈ ફરક પડતો નથી, માનસિક શાંતિ સૌથી મહત્વપૂર્ણ છે. તો, આપણે શાંત મન કેવી રીતે લાવી શકીએ?
હવે, બધી સમસ્યાઓથી છુટકારો મેળવવો, તે અવ્યવહારુ હશે; અને મનને નિસ્તેજ બનાવવું અને આપણી સમસ્યાઓ વિશે ભૂલી જવું, તે પણ કામ કરતું નથી. આપણે આપણી સમસ્યાઓને સ્પષ્ટપણે જોઈને તેનો સામનો કરવો પડશે, પરંતુ તે જ સમયે શાંત મન રાખવું જોઈએ જેથી કરીને આપણી પાસે વાસ્તવિક વલણ હોય અને આપણે તેમની સાથે સારી રીતે વર્તવા, તેમની સાથે સારી રીતે વ્યવહાર કરવા સક્ષમ બનીએ.
જેઓ ટ્રાન્ક્વીલાઈઝર લે છે - મને એનો કોઈ અનુભવ નથી. મને ખબર નથી કે, જ્યારે લોકો ટ્રાંક્વીલાઈઝર લે છે, ત્યારે તેમની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે કે નીરસ હોય છે; મારે પૂછવું જ પડશે. ઉદાહરણ તરીકે, ૧૯૫૯ માં, જ્યારે હું મસૂરીમાં હતો, ત્યારે મારી માતા અથવા કદાચ કોઈ અન્ય વ્યક્તિને પરેશાની અને ઘણી ચિંતા હતી: ઊંઘમાં ખલેલ પડી હતી. ડૉક્ટરે સમજાવ્યું કે કેટલીક દવાઓ છે જે તેઓ લઈ શકે છે, પરંતુ તેનાથી મન થોડું નીરસ થઈ જશે. મેં તે સમયે વિચાર્યું કે તે સારું નથી. એક તરફ, તમારા મનમાં થોડી શાંતિ મળે, પરંતુ બીજી બાજુ, જો અસર નિસ્તેજ છે, તો આ સારું નથી. હું બીજી રીત પસંદ કરું છું. હું બુદ્ધિ સંપૂર્ણપણે કાર્યરત અને સચેત અને સતર્ક રહેવાનું પસંદ કરું છું, પરંતુ પરેશાન નઈ. અવિક્ષેપિત માનસિક શાંતિ શ્રેષ્ઠ છે.
આ માટે, કરુણાપૂર્ણ માનવ સ્નેહ ખરેખર મહત્વપૂર્ણ છે: આપણું મન જેટલું કરુણામય હોય, તેટલું સારું આપણું મગજ કામ કરે છે. જો આપણું મન ભય અને ગુસ્સો ઉત્પન્ન કરે છે, તો જ્યારે આવું થાય છે, ત્યારે આપણું મગજ વધુ ખરાબ રીતે કામ કરે છે. એક પ્રસંગે હું એંસી વર્ષથી વધુ ઉંમરના એક વૈજ્ઞાનિકને મળ્યો. તેમણે મને તેમની એક પુસ્તક આપી હતું. મને લાગે છે કે તેને વી આર પ્રિઝનર્સ ઑફ એંગર કી એવું કંઈક કહેવામાં આવતું હતું. પોતાના અનુભવની ચર્ચા કરતી વખતે તેમણે કહ્યું કે જ્યારે આપણે કોઈ વસ્તુ પ્રત્યે ગુસ્સો કેળવીએ છીએ ત્યારે તે વસ્તુ ખૂબ જ નકારાત્મક રીતે દેખાય છે. પણ એ નકારાત્મકતાના નેવું ટકા આપણા માનસિક પ્રક્ષેપણમાં છે. આ તેમના પોતાના અનુભવ પરથી હતું.
બૌદ્ધ ધર્મ પણ આ જ કહે છે. જ્યારે નકારાત્મક લાગણી વિકસે છે, ત્યારે આપણે વાસ્તવિકતા જોઈ શકતા નથી. જ્યારે આપણે નિર્ણય લેવાની જરૂર હોય અને મન પર ક્રોધનું વર્ચસ્વ હોય; પછી સંભવ છે કે આપણે ખોટો નિર્ણય લઈશું. કોઈ ખોટો નિર્ણય લેવા માંગતું નથી, પરંતુ તે સમયે, આપણી બુદ્ધિ અને મગજનો એ ભાગ જે સાચા-ખોટાને અલગ પડે અને શ્રેષ્ઠ નિર્ણય લેવાનું કાર્ય કરે છે, તે ખૂબ જ ખરાબ રીતે કામ કરે છે. મહાન નેતાઓ પણ આવો અનુભવ કરે છે.
તેથી, કરુણા અને સ્નેહ મગજને વધુ સરળ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. ગૌણ રીતે, કરુણા આપણને આંતરિક શક્તિ આપે છે; તે આપણને આત્મવિશ્વાસ આપે છે અને તે ભય ઘટાડે છે, જે બદલામાં, આપણું મન શાંત રાખે છે. તેથી, કરુણાના બે કાર્યો છે: તે આપણા મગજને વધુ સારી રીતે કાર્ય કરવા માટેનું કારણ બને છે અને તે આંતરિક શક્તિ લાવે છે. પછી, આ જ તો ખુશીના કારણો છે. મને લાગે છે કે તે એવું છે.
હવે અન્ય ફેકલ્ટીઓ, અલબત્ત, ખુશી માટે પણ સારી છે. દરેક વ્યક્તિને પૈસા ગમે છે, ઉદાહરણ તરીકે. જો આપણી પાસે પૈસા હોય તો આપણે સારી સુવિધાઓ માણી શકીએ. સામાન્ય રીતે, આપણે આને સૌથી મહત્વની બાબતો ગણીએ છીએ, પરંતુ મને લાગે છે કે તે એવું નથી. ભૌતિક આરામ શારીરિક પ્રયત્નો દ્વારા મળી શકે છે, પરંતુ માનસિક આરામ માનસિક પ્રયત્નો દ્વારા જ આવું જોઈએ. જો આપણે કોઈ દુકાન પર જઈને દુકાનદારને પૈસા આપીએ અને કહીએ કે આપણે મનની શાંતિ ખરીદવા માંગીએ છીએ, તો તેઓ કહેશે કે તેમની પાસે વેચવા માટે કંઈ નથી. ઘણા દુકાનદારોને લાગશે કે આ કંઈક ગાંડો છે અને તેઓ આપણા પર હસશે. અમુક ઇન્જેક્શન અથવા ગોળી કદાચ અસ્થાયી ખુશી અથવા મનની શાંતિ લાવી શકે છે, પરંતુ સંપૂર્ણ સ્તરે નહીં. આપણે કાઉન્સેલિંગના ઉદાહરણથી જોઈ શકીએ છીએ કે આપણે ચર્ચા અને તર્ક દ્વારા લાગણીઓનો સામનો કરવાની જરૂર છે. તેથી, આપણે માનસિક અભિગમનો ઉપયોગ કરવો જોઈએ. તેથી, જ્યારે પણ હું પ્રવચન આપું છું, ત્યારે કહું છું કે આપણે આધુનિક લોકો બાહ્ય વિકાસ વિશે વધુ પડતું વિચારીએ છીએ. જો આપણે ફક્ત તે સ્તર પર ધ્યાન આપીએ, તો તે પૂરતું નથી. સાચું ખુશી અને સંતોષ અંદરથી આવવો જોઈએ.
તેના માટેના મૂળભૂત તત્વો કરુણા અને માનવીય સ્નેહ છે, અને તે જીવવિજ્ઞાનમાંથી આવે છે. એક શિશુ તરીકે, આપણું અસ્તિત્વ ફક્ત સ્નેહ પર આધારિત છે. જો સ્નેહ હોય, તો આપણે સુરક્ષિત અનુભવીએ છીએ. જો તે ન હોય તો, આપણે ચિંતા અને અસુરક્ષિત અનુભવીએ છીએ. માતાથી વિખૂટા પડીએ તો રડીએ છીએ. જો આપણે આપણી માતાની બાહોમાં હોઈએ અને ચુસ્તપણે, ઉષ્માથી પકડીએ, તો આપણે ખુશ થઈએ છીએ અને આપણે શાંત થઈએ છીએ. એક બાળક તરીકે, આ એક જૈવિક પરિબળ છે. દાખલા તરીકે, એક વૈજ્ઞાનિક, મારા શિક્ષક, એક જીવવિજ્ઞાની કે જેઓ પરમાણુ વિરોધી હિંસા સાથે સંકળાયેલા છે - તેમણે મને કહ્યું કે જન્મ પછી, બાળકના મગજ અને વિકાસ માટે ઘણા અઠવાડિયા સુધી માતાનો શારીરિક સ્પર્શ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સુરક્ષા અને આરામની લાગણી લાવે છે અને આ મગજ સહિત શારીરિક વિકાસના યોગ્ય વિકાસ તરફ દોરી જાય છે.
તેથી, કરુણા અને સ્નેહનું બીજ કોઈ વસ્તુ નથી જે ધર્મમાંથી આવે છે: તે જીવવિજ્ઞાનમાંથી આવે છે. આપણે દરેક આપણી માતાના ગર્ભમાંથી આવ્યા છીએ અને આપણે દરેક આપણી માતાની સંભાળ અને સ્નેહને કારણે જીવિત છીએ. ભારતીય પરંપરામાં, આપણે શુદ્ધ ભૂમિમાં કમળમાંથી જન્મ લેવો ગણીએ છીએ. તે સાંભળવામાં ખૂબ સરસ લાગે છે, પરંતુ કદાચ ત્યાંના લોકોને લોકો કરતાં કમળ પ્રત્યે વધુ લગાવ છે. તેથી માતાના ગર્ભમાંથી જન્મ લેવો વધુ સારું છે. તો પછી આપણે પહેલેથી જ કરુણાના બીજથી સજ્જ છીએ. તેથી, તે ખુશીના કારણો છે.