What%20is%20buddhist%20practice

બૌદ્ધ ધર્મમાં મુખ્ય ધ્યાન આપણી પોતાની ખામીઓને દૂર કરવા અને આપણી સકારાત્મક સંભાવનાઓને સાકાર કરવા પર કામ કરવાનું છે. ખામીઓમાં સ્પષ્ટતાનો અભાવ અને ભાવનાત્મક અસંતુલનનો સમાવેશ થાય છે, જેનાથી આપણને જીવન વિશે મૂંઝવણ થાય છે. પરિણામે, આપણે ગુસ્સો, લોભ અને ભોળપણ જેવી વિક્ષેપિત લાગણીઓ દ્વારા પ્રેરિત, ફરજિયાત વર્તન કરીએ છીએ. આપણી સકારાત્મક સંભાવનાઓમાં સ્પષ્ટ રીતે વાતચીત કરવાની, વાસ્તવિકતાને સમજવાની, અન્ય લોકો સાથે સહાનુભૂતિ દર્શાવવાની અને આપણી જાતને સુધારવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

બૌદ્ધ પ્રથાનો પ્રારંભિક મુદ્દો એ છે કે આપણા મનને શાંત કરવું અને સચેત રહેવું, જેનો અર્થ છે કે આપણે કેવું વર્તન કરીએ છીએ અને અન્ય લોકો સાથે કેવી રીતે બોલીએ છીએ અને જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે આપણે કેવી રીતે વિચારીએ છીએ તે વિશે જાગૃત રહેવાનું સતત યાદ રાખવું. એવું નથી કે આપણે ફક્ત તેમનું અવલોકન કરીએ છીએ અને જેમ છે તેમ છોડીએ છીએ. જ્યારે આપણે સચેત રહીએ છીએ, ત્યારે આપણે શું રચનાત્મક છે અને શું વિનાશક છે તે વચ્ચે ભેદભાવ કરી શકીએ છીએ. આ સ્વ-વ્યવસાય નથી: આપણે ખરેખર વધુ કાળજી લેતા અને અન્ય લોકો માટે ખુલ્લા બનીએ છીએ.

આપણા આત્મનિરીક્ષણ અને આત્મ-જાગૃતિનો હેતુ આપણી સમસ્યાઓના કારણો શોધવાનો છે. બાહ્ય પરિબળો અને લોકો ચોક્કસપણે આપણી મુશ્કેલીઓ ઊભી કરવા માટેના સંજોગો પૂરા પાડે છે - પરંતુ બૌદ્ધ અભિગમ એ ઊંડા કારણોને ઓળખવાનો પ્રયાસ કરવાનો છે, અને આ માટે આપણે આપણા પોતાના મનને જોવાની જરૂર છે. આપણી માનસિક ટેવો, તેમજ આપણી હકારાત્મક અને નકારાત્મક લાગણીઓ, આપણે જે રીતે જીવનનો અનુભવ કરીએ છીએ તેને અસર કરે છે.

જ્યારે આપણે કામ થી હતાશા, ચિંતા, એકલતા અને અસલામતીથી તણાવ અનુભવીએ છીએ, ત્યારે તેમની સાથે વ્યવહાર કરવામાં આપણી મુશ્કેલીઓ આપણી માનસિક અને ભાવનાત્મક સ્થિતિઓમાંથી આવે છે, નહીં કે સમસ્યાઓથી. જીવનમાં અટક્યા વગર પડકારોનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે આપણા મનને શાંત કરવું અને ભાવનાત્મક સંતુલન અને મનની સ્પષ્ટતા પ્રાપ્ત કરવી.

એકવાર આપણે લાગણીઓ, વલણો અને વર્તણૂકો કે જે આપણને તકલીફો અને મુશ્કેલીઓનું કારણ બને છે તેના વિશે જાગૃત થઈ જઈએ, તો આપણે તેના માટે ઉપચારો લાગુ કરી શકીએ છીએ.

વાસ્તવિકતાની સ્પષ્ટ સમજણ અને મનની ક્રિયાઓના આધારે આપણે એક પ્રકારની ભાવનાત્મક સ્વચ્છતા લાગુ કરવાની જરૂર છે. - ૧૪મા દલાઈ લામા

આપણે બધા આપણી શારીરિક સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ આપણી માનસિક સ્થિતિનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ભાવનાત્મક સ્વચ્છતા વિકસાવવા માટે, આપણે ત્રણ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે: આપણે આપણા મનની અવ્યવસ્થિત સ્થિતિઓ માટે મારણ યાદ રાખવાની જરૂર છે, જ્યારે જરૂર પડે ત્યારે તેને લાગુ કરવાનું યાદ રાખો, અને તેને જાળવવાનું યાદ રાખો.

બધા મારણને યાદ રાખવા માટે, આપણે:

  • શીખો કે તે શું છે
  • તેમનું ચિંતન કરો જ્યાં સુધી આપણે તેમને યોગ્ય રીતે સમજી ન લઈએ, તેમને કેવી રીતે લાગુ કરવા તે જાણીએ અને ખાતરી ન કરીએ કે તેઓ કામ કરશે
  • તેનો અભ્યાસ એને ધ્યાન માં લાગુ કરવાથી કરો એનો પરિચય મેળવવા માટે.

આપણે આપણા માટે ડોકટરો જેવા બનવાની જરૂર છે: આપણી વિકૃતિઓનું નિદાન કરવાનું શીખો, તેના કારણોને સમજો, ત્યાં કયા ઉપાયો છે અને તેને કેવી રીતે લાગુ કરવા તે જુઓ અને પછી તેને ખરેખર લાગુ કરવાનો અભ્યાસ કરો.

જ્યારે આપણે દીર્ઘકાલીન રીતે અસ્વસ્થ હોઈએ છીએ, ત્યારે આપણે વાસ્તવમાં કોઈ ફેરફાર કરીએ તે પહેલાં આપણે જીવનશૈલીમાં ફેરફાર કરવાના ફાયદાઓ વિશે ખાતરી કરવી પડશે. મોટાભાગના લોકો પોષણ અને માવજત પ્રશિક્ષણના ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથે પ્રારંભ કરતા નથી, પરંતુ પ્રથમ આહાર અને કસરતની દિનચર્યા અજમાવશે. અલબત્ત, તેઓ શરૂ કરતા પહેલા તેમને સૂચનાની જરૂર પડશે, પરંતુ એકવાર તેઓ કેટલાક ફાયદાકારક પરિણામોનો અનુભવ કરી લે, તો તેઓ આગળ જવા માટે પ્રેરિત થઈ શકે છે.

આ જ પ્રક્રિયા ભાવનાત્મક સ્વાસ્થ્ય મેળવવાના આપણા પ્રયત્નો સાથે થાય છે. એકવાર આપણા આપણી સચેતતાની તાલીમમાંથી સુખાકારીનો સ્વાદ મેળવી લીધા પછી, આપણા જીવનની ગુણવત્તા સુધારવા અને અન્ય લોકોને વધુ મદદરૂપ બનવા માટે બૌદ્ધ પ્રથાઓ વિશે વધુ જાણવા માટે પ્રેરણા અને રસ વિકસાવવાનું સરળ છે.

બુદ્ધ એક સમયે આપણા જેવા જ હતા - એક સામાન્ય વ્યક્તિ, જીવનના સંઘર્ષોમાંથી પસાર થઈ રહ્યા હતા. અને આપણા બધાની જેમ, તેમને પણ પોતાનું અને તેમની આસપાસના લોકોનું જીવન સુધારવા માંગતો હતા. તેમના પોતાના આત્મનિરીક્ષણ દ્વારા, તેમને ખ્યાલ આવ્યો કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે તે અનુલક્ષીને, આપણી પાસે શાંત, સચેત રહેવાની અને આપણી લાગણીઓને નિયંત્રણમાં રાખવાની શક્તિ અને ક્ષમતા છે.

આ - જેને દલાઈ લામા "ભાવનાત્મક સ્વચ્છતા" કહેવાનું પસંદ કરે છે - તે એવી વસ્તુ છે જે સંસ્કૃતિ અને ધર્મની સીમાઓને પાર કરે છે, કારણ કે તે આપણા બધાની ઈચ્છાનાં હૃદય સુધી જાય છે: સુખી અને શાંતિપૂર્ણ જીવન, જે સમસ્યાઓથી મુક્ત છે.

Top