What is happiness catalin pop noyd

ખુશી એ લાંબા ગાળાની સુખાકારી, મનની શાંતિ અને આપણા જીવનમાં સંતોષની ભાવના છે - તે જ છે જે આપણે બધા હંમેશા શોધીએ છીએ. જ્યારે આપણે તેનો થોડો સ્વાદ પણ લઈએ છીએ, આપણે ઈચ્છીએ છીએ કે તે કાયમ માટે ચાલુ રહે.

લોકો ઘણી વાર ખુશી ને આનંદ જોડે મૂંઝવે છે. આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે જો આપણે સરસ ભોજન ખાઈએ, મોંઘા વસ્ત્રો પહેરીએ અને હંમેશા મજા કરીએ તો આપણે ખુશ રહીશું. પરંતુ કોઈક રીતે તે ક્યારેય કામ કરતું નથી. આપણે એવું પણ વિચારીએ છીએ કે જો આપણે આપણી બધી જ જરૂરિયાતો અને ઈચ્છાઓને સંતોષીશું, તો આપણે ખુશ રહીશું. પરંતુ વાસ્તવમાં, ફક્ત આપણા વિશે જ ચિંતિત રહેવું એકલતા અને હતાશા તરફ દોરી જાય છે.

આપણા વિચારો અને લાગણીઓ સાથે એકલા રહેવામાં ક્યારેક અસ્વસ્થતા થાય છે, તેથી આપણે સંગીત, કમ્પ્યુટર રમતો, ખાવાનું, સંભોગ અને કારકિર્દીમાં વિક્ષેપ શોધીએ છીએ. પરંતુ આ ખરેખર આપણને અન્ય લોકો સાથે જોડતું નથી, કે તે સુખની વાસ્તવિક અનુભૂતિ પ્રદાન કરતું નથી.

ખુશ થવા અને અન્ય લોકો સાથે જોડાયેલા રહેવાની ઇચ્છાથી, આપણે ઘણીવાર સોશિયલ મીડિયા તરફ વળીએ છીએ. આપણી સેલ્ફી પર અથવા મિત્રના સંદેશ પરની લાઇક્સથી આપણને અલ્પજીવી આનંદ મળી શકે છે, પરંતુ તે આપણને વધુ ઈચ્છવા તરફ દોરી જાય છે. આપણે આપણા ફોનને સતત તપાસીએ છીએ, આપણા આગામી "ફિક્સ" ની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ, પરંતુ આપણને ગમે તેટલા લાઈક્સ અને સંદેશા મળે, આપણે કોઈને કોઈ રીતે અન્ય લોકો સાથે ઓછા જોડાયેલા અનુભવીએ છીએ.

બુદ્ધે કહ્યું હતું કે સાચા ખુશીનો સૌથી મોટો સ્ત્રોત એ છે કે બીજાઓની પ્રશંસા કરવી: જ્યારે આપણે અન્યોની સુખાકારી અને ખુશીની નિષ્ઠાપૂર્વક કાળજી રાખીએ છીએ, ત્યારે આપણું હૃદય હૂંફાળું, ખુલ્લું અને અન્ય લોકો સાથે જોડાયેલું બની જાય છે, અને આપણે આપણી જાતને સાચી સુખાકારીની લાગણી અનુભવીએ છીએ. આપણે શારીરિક રીતે પણ સારું અનુભવીએ છીએ. અન્યની ખુશી વિશે ચિંતિત, આપણે તેમને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને નુકસાન પહોંચાડે તેવું કંઈપણ કરવાનું ટાળીએ છીએ. આ વિશ્વાસપાત્ર મિત્રતા બનાવે છે, જે આપણા જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે. કુટુંબ અને મિત્રોના ભાવનાત્મક સમર્થનથી, જીવનમાં જે કંઈ પણ થાય છે તેનો સામનો કરવાની આપણને શક્તિ મળે છે.

આપણે ખરેખર અન્ય લોકોની ખુશીની કાળજી લેવા સક્ષમ બનીએ તે પહેલાં, આપણે આપણી જાતથી શરૂઆત કરવાની જરૂર છે. જો આપણે આપણા માટે ખુશીની ઇચ્છા કરી શકતા નથી, તો આપણે બીજાને ખુશી કેવી રીતે ઈચ્છી શકીએ? બૌદ્ધ ધર્મમાં, ખુશીની ઇચ્છા સાર્વત્રિક રીતે સમાવિષ્ટ છે.

ખુશી આંતરિક શાંતિ પર આધાર રાખે છે, જે હૂંફ-હૃદય પર આધારિત છે. - ૧૪મા દલાઈ લામા

I એવું અનુભવવું સહેલું છે કે આપણે આજની દુનિયા પર કોઈ અસર કરવા માટે તદ્દન શક્તિહીન છીએ, તેથી આપણે વિચારી શકીએ કે, "જે કંઈપણ. ચિંતા પણ શા માટે કરવી?” પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે અજાણ્યાઓને પણ તેમના કલ્યાણનો વિચાર કરીને અને તેમને મદદ કરવાનો પ્રયાસ કરીને અસર કરી શકીએ છીએ. માત્ર નાની સ્મિત આપવા થી અથવા ચેકઆઉટ લાઇનમાં કોઈને આપણાથી આગળ જવા દેવાથી પણ આપણને લાગે છે કે આપણે ફરક પાડયો છે. તે આપણને સ્વ-મૂલ્યની ભાવના આપે છે – આપણી પાસે આપવા માટે કંઈક છે, અને તે સારું લાગે છે. આપણે આપણી જાત સાથે અને જીવન સાથે વધુ ખુશ થઈએ છીએ.

વાસ્તવમાં આપણને અન્ય લોકો સાથે શું જોડે છે, તો પછી, આપણું મૂલ્ય નિશ્ચિત કરવા અને આપણને ખુશ કરવા માટે તેમની તરફ જોવાને બદલે તેઓની ખુશી વિશે વિચારવું અને આપણે તેમને કેવી રીતે મદદ કરી શકીએ. તે ફક્ત અન્યની સુખાકારી માટે નિષ્ઠાવાન ચિંતા વિરુદ્ધ સ્વ-વ્યગ્રતા પર આવે છે.

આપણે મનુષ્યો સામાજિક પ્રાણીઓ છીએ: આપણે ત્યારે જ વિકાસ કરી શકીએ જ્યારે આપણે અન્ય લોકો સાથે જોડાયેલા હોઈએ. અન્યો માટે દયા, ચિંતા અને કરુણા એ મુખ્ય બાબતો છે જે આપણે ખુશી જીવન જીવવા માટે કેળવવાની જરૂર છે.

Top