મને પ્રાચીન ભારતીય મૂલ્યોના પુનર્જીવન વિશે બોલવાનું કહેવામાં આવ્યું છે, જે પરમ પવિત્ર દલાઈ લામાની ચાર મુખ્ય પ્રતિબદ્ધતાઓમાંથી એક છે. આ વિષય અનેક મુદ્દાઓ સાથે વહેવાર કરે છે
- પ્રથમ, પ્રાચીન ભારતીય મૂલ્યો શું છે?
- બીજું, તેમને પુનર્જીવિત કરવાનો ધ્યેય અને હેતુ શું છે?
- ત્રીજું, તેમને પુનર્જીવિત કરવાનો અર્થ શું છે?
- ચોથું, તેમના પુનર્જીવિત માટે થોડા વ્યવહારુ, અસરકારક પદ્ધતિઓ શું છે?=
ચાલો આ દરેક મુદ્દાઓને એક પછી એક તપાસીએ.
પ્રાચીન ભારતીય મૂલ્યો શું છે?
જ્યારે આપણે પ્રાચીન ભારતીય મૂલ્યો શું છે તે શોધીએ છીએ, બે દિશાઓ છે જેમાં આપણે જઈ શકીએ છીએ:
- એક છે અહિંસા અને કરુણાની દિશા - અહિંસા અને કરુણા - બે પ્રાચીન ભારતીય મૂલ્યો જેને પરમ પવિત્ર નિયમિતપણે પ્રોત્સાહન આપે છે. ભારતીય ધાર્મિક પરંપરાઓમાં શીખવવામાં આવે છે, તે આધુનિક સમયની ધર્મનિરપેક્ષ નીતિશાસ્ત્ર, સાર્વત્રિક મૂલ્યો અને એમોરી યુનિવર્સિટી દ્વારા વિકસિત એસ.ઈ.ઈ. લર્નિંગ પ્રોગ્રામ જેમાં સામાજિક, ભાવનાત્મક અને નૈતિક શિક્ષણના નો આધાર પણ છે. આ પ્રોગ્રામ હાલમાં ભારતની ઘણી શાળાઓમાં તેમજ વિશ્વના અન્ય કેટલાક દેશોમાં અમલમાં છે.
- બીજી દિશા ભાવનાત્મક સ્વચ્છતાની છે - અન્ય એક પ્રાચીન ભારતીય મૂલ્ય કે જેને પરમ પવિત્રતા પ્રોત્સાહન આપે છે, અને જે મુખ્યત્વે મન, લાગણીઓ, જાણવાની રીતો અને તર્કની રીતો પરની પ્રાચીન ભારતીય સિદ્ધાંત પ્રણાલીના ઉપદેશોમાં જોવા મળે છે.
હું અહીં પ્રાચીન ભારતીય મૂલ્યોના આ બીજા પાસાને પુનર્જીવિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું: ભાવનાત્મક સ્વચ્છતા. જો આપણે ભારતીય વિજ્ઞાન, ફિલૉસફી અને ધર્મ વિશે વાત કરીએ, જેમ પરમ પવિત્રતા બૌદ્ધ ઉપદેશોના સંદર્ભમાં કરે છે, તો ભાવનાત્મક સ્વચ્છતા મોટાભાગે ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રમાં આવે. જો કે, સ્વ, સત્ય અને વાસ્તવિકતા સાથે સંબંધિત મુદ્દાઓ સાથે કામ કરતી વખતે તે ભારતીય ફિલૉસફી સાથે ઓવરલેપ થાય છે. આપણે આપણી જાતને અને અન્યોને કેવી રીતે માનીએ છીએ અને આપણે જે વાસ્તવિકતા અને સત્યને ધ્યાનમાં લઈએ છીએ તે સ્પષ્ટપણે આપણી ભાવનાત્મક સુખાકારીને અસર કરે છે.
પ્રાચીન ભારતીય સિદ્ધાંત પ્રણાલીઓમાં ચાર બૌદ્ધ અને આઠ બિન-બૌદ્ધ સિદ્ધાંત પ્રણાલીઓનો સમાવેશ થાય છે, અને તેમાંથી ઘણી કેટલીક પેટા-શાળાઓ ધરાવે છે. આમાંની દરેક સિદ્ધાંત પ્રણાલી, જોકે, ભાવનાત્મક સ્વચ્છતાના તમામ પાસાઓના સંદર્ભમાં તેના પોતાના અનન્ય દાવાઓ સાથે એક સંપૂર્ણ સિસ્ટમ છે. દરેક મન અને લાગણીઓનો પોતાનો નકશો, મન અને સ્વ વચ્ચેના સંબંધનો પોતાનો દાવો, તેની પોતાની સમજશક્તિનો સિદ્ધાંત અને તાર્કિક પુરાવાઓની પોતાની રચના પ્રદાન કરે છે. તદુપરાંત, તેઓ બધા સ્વ, સત્ય અને વાસ્તવિકતાના ફિલોસોફિકલ વિષયો વિશે તદ્દન જુદા જુદા મંતવ્યો ધરાવે છે.
વધુમાં, તે બધા, ચાર્વાકના સિવાય, ભારતીય ધર્મોના મુખ્ય વિષયોના સંદર્ભમાં તેમના વૈજ્ઞાનિક અને ફિલોસોફિકલ નિવેદનો રજૂ કરે છે. આ વિષયોમાં કર્મ, અનિયંત્રિતપણે પુનરાવર્તિત પુનર્જન્મ (બીજા શબ્દોમાં કહીએ તો, સંસાર), સંસારની વેદનાઓ, સંસારના કારણ તરીકે સ્વ અને વાસ્તવિકતા વિશે અજ્ઞાન અને સંસારમાંથી મુક્તિ મેળવવાના સાધન તરીકે સ્વ અને વાસ્તવિકતાની સાચી સમજણનો સમાવેશ થાય છે. કેમ કે આપણી ભાવનાત્મક સ્થિતિઓ અજ્ઞાનથી પ્રભાવિત થાય છે અને, બદલામાં અસર કરે છે, આપણા કર્મ વર્તન ને, તેઓ સંસારિક પુનર્જન્મના દુઃખો લાવે છે. અજ્ઞાન પર આધારિત આ ભાવનાત્મક અવસ્થાઓમાંથી મુક્તિ મેળવવા માટેની પદ્ધતિઓ સંસારિક પુનર્જન્મમાંથી મુક્તિ તરફ દોરી જવા માટે રચાયેલ છે. આમ, ભાવનાત્મક સ્વચ્છતાના ભારતીય વિજ્ઞાનને ભારતીય ફિલૉસફી અને ધર્મના મૂળભૂત દાવાઓથી ગૂંચ ઉકેલવી એ સરળ બાબત નથી.
પ્રાચીન ભારતીય વિજ્ઞાન, ફિલૉસફી અને ધર્મ દ્વારા સામાન્ય રીતે વહેંચાયેલા મૂળભૂત નિવેદનો અંગેના મંતવ્યોની આ વિશાળ વિવિધતાને જોતાં, વાસ્તવમાં ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યો શું છે? તેઓ છે:
- હકીકત અને કલ્પના વચ્ચે તફાવત કરવા માટે તર્કસંગત, વિશ્લેષણાત્મક વિચારનો ઉપયોગ કરવાનું મૂલ્ય
- આપણું મન અને લાગણીઓ કેવી રીતે કામ કરે છે તે સમજવાનું મૂલ્ય જે આપણે આપણા અને બીજાઓ માટે પણ જે દુઃખોને સર્જીએ છીએ તેને દૂર કરવા માટે.
આ પદ્ધતિયોં જે પ્રાચીન ભારતીય સિદ્ધાંત પ્રણાલીઓ સાથે ભાવનાત્મક સ્વચ્છતા જાળવવા માટે સામાન્ય છે તે વધુ શેર કરેલ મૂલ્યો જાહેર કરે છે.
- પ્રથમ શિક્ષણનું મૂલ્ય છે. આ તમામ પ્રણાલીઓ અજ્ઞાનતા અને વેદનાઓ પર કાબુ મેળવવાની હિમાયત કરે છે, તેમના ઉપદેશોને સાંભળીને અથવા વાંચીને મનને પ્રશિક્ષિત કરવું અને પછી તેમના વિશે વિવેચનાત્મક રીતે વિચારીને સાચી સમજણ અને ખાતરી પ્રાપ્ત કરવી કે તેઓ સાચા અને ફાયદાકારક છે. અભ્યાસ અને વિવેચનાત્મક વિચાર એ યોગ્ય શિક્ષણનો પાયો છે.
- બીજું, આપણે જે શીખ્યા, સમજ્યા અને પ્રતીતિ મેળવી તે આપણા જીવનમાં એકીકૃત કરવાનું મૂલ્ય છે. આ કરવાની પદ્ધતિ તરીકે, તમામ ભારતીય પ્રણાલીઓ લાભકારી આદતો કેળવવા માટે ધ્યાન શીખવાડે છે.
- ત્રીજું નૈતિક સ્વ-શિસ્ત, એકાગ્રતા અને આંતરદૃષ્ટિના મૂલ્યો છે. બધા આપણા મનને પ્રશિક્ષિત કરવા માટે શિસ્ત પ્રાપ્ત કરવા માટે નૈતિક વર્તન સાથે આપણા શરીર અને વાણીને શિસ્તબદ્ધ કરવાનું શીખવાડે છે. પછી આપણા મનને પ્રશિક્ષિત કરવા માટે, તેઓ બધા એકાગ્રતા વિકસાવવા માટે ક્ષમતાની ધ્યાન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને આપણી અજ્ઞાનતાને દૂર કરતી આંતરદૃષ્ટિ વિકસાવવા માટે વિપશ્યનનો ઉપયોગ કરે છે. ક્ષમતા એ મનની એક સ્થિતિ છે જે તમામ ભટકતા મન અને નીરસતાથી શાંત કરે છે અને જે વસ્તુ પર એકલ-સ્પષ્ટપણે સ્થાયી થાય છે. તે વસ્તુને યોગ્ય રીતે, જેમ કે તેનુ અસ્થાયી હોવું, અથવા તેના પ્રત્યે ફાયદાકારક વલણ સાથે, જેમ કે કરુણા સાથે એવું કરે છે. વિપશ્યન એ એક અપવાદરૂપે અનુભૂતિશીલ મનની સ્થિતિ છે જે, ક્ષમતાની સ્થિતિ જાળવી રાખીને, તેના પદાર્થ પ્રત્યેની આ સમજ અથવા વલણની તમામ વિગતો અને સૂચિતાર્થોને ઊંડાણપૂર્વક પારખવામાં સક્ષમ છે.
ટૂંકમાં, પછી, ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યોના મૂલ્યો છે
- શિક્ષણ
- તર્કસંગત, વિશ્લેષણાત્મક વિચાર
- મન અને ભાવનાઓનું સમજણ
- નૈતિક વર્તન
- એકાગ્રતા અને આંતરદૃષ્ટિ વિકસાવવા માટે ધ્યાન.
ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવાનો ધ્યેય અને હેતુ શું છે?
"મૂલ્યો" શબ્દનો અર્થ એવી વસ્તુઓ છે જે હકારાત્મક ધ્યેય હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શારીરિક સ્વચ્છતા, સ્વસ્થ આહાર, કસરત અને સુરક્ષિત વર્તનના મૂલ્યો પર આધારિત છે. બધા મહત્વપૂર્ણ છે કારણ કે તે રોગને રોકવામાં મદદ કરે છે અને આપણી અને સમાજ બંનેની સુખાકારીમાં ફાળો આપે છે. એ જ રીતે, ભાવનાત્મક સ્વચ્છતા શિક્ષણ, તર્કસંગત વિચાર, સાચી સમજણ, ભાવનાત્મક સંતુલન, રચનાત્મક વર્તન, એકાગ્રતા અને આંતરદૃષ્ટિ મૂલ્યો પર આધારિત છે. આ તમામ મહત્વપૂર્ણ છે કારણ કે તે અતાર્કિક વિચાર, ભાવનાત્મક અશાંતિ અને અનિવાર્ય વર્તનને રોકવામાં મદદ કરે છે જે સ્વ અને સમાજ બંને માટે વિનાશક છે.
ભાવનાત્મક સ્વચ્છતા પરના પ્રાચીન ભારતીય ઉપદેશોનો ધ્યેય અને હેતુ હંમેશા લોકોને દુઃખ દૂર કરવામાં મદદ કરવાનો રહ્યો છે. જો કે અંતિમ ધ્યેય સંસારની વેદનાઓને દૂર કરવાનો હતો - એટલે કે, અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પુનર્જન્મ - આ ઉપદેશો રોજિંદા સમસ્યાઓ અને દુઃખોને દૂર કરવા માટે પણ મદદરૂપ છે. તેઓ લોકોને વિશ્લેષણાત્મક યોજનાઓ પ્રદાન કરે છે તેમના મન અને લાગણીઓ કેવી રીતે કામ કરે છે, તેમની લાગણીઓ તેમના વર્તનને કેવી રીતે અસર કરે છે, તેમના મન અને લાગણીઓમાં મુશ્કેલી સર્જનારાઓને કેવી રીતે ઓળખવા અને માન્ય સમજશક્તિ, તર્ક અને કારણ, શિસ્ત અને ધ્યાનનો ઉપયોગ કરીને આ મુશ્કેલી સર્જનારાઓથી પોતાને મુક્ત કેવી રીતે કરવો એ સમજવા માટે.
હવે આ ઉપદેશોને પુનર્જીવિત કરવાનો ધ્યેય અને હેતુ મગજની કામગીરી અને મનના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોના વર્તમાન સમયના વૈજ્ઞાનિક જ્ઞાનને પૂરક બનાવવા અને લોકોને મદદ કરવા માટે ઉપલબ્ધ પદ્ધતિઓનો વિસ્તાર કરવાનો છે. લોકોને મદદ કરવાનો અર્થ એ નથી કે માત્ર ગંભીર રીતે અવ્યવસ્થિત દર્દીઓની ઉપચારાત્મક સેટિંગમાં સારવાર કરવી, પરંતુ સામાન્ય લોકોને તેમના રોજિંદા જીવનમાં વધુ સારી રીતે વ્યવહાર કરવામાં મદદ કરવાનો પણ સમાવેશ થાય છે. તમામ જીવોને દુઃખ દૂર કરવામાં મદદ કરવી, કદાચ, પરમ પવિત્રતાની સૌથી કેન્દ્રિય પ્રતિબદ્ધતા છે.
ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવું એ આપણા વર્તમાન યુગમાં ખાસ કરીને મહત્વપૂર્ણ છે. ઘણી વાર, આપણે આપણા વર્તમાન સમયને "પોસ્ટ-ટ્રથ યુગ" તરીકે ઓળખાતા સાંભળીએ છીએ. ખોટી માહિતી અને કહેવાતા "ફેક ન્યૂઝ" પ્રચંડ છે. ઘણા લોકો ચકાસી શકાય તેવા તથ્યો પર આધારિત હોવાને બદલે માત્ર ભાવનાત્મક રીતે જે માને છે તેના આધારે સત્ય માને છે. આ અતાર્કિક વર્તન અને સામાજિક વિસંગતતા, નિષ્ક્રિયતા અને સંઘર્ષ તરફ દોરી જાય છે. ટૂંકમાં, તે ઘણી સમસ્યાઓ અને ઘણું દુઃખ તરફ દોરી જાય છે. ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવાથી વાસ્તવિકતા અને ખલેલ પહોંચાડતી લાગણીઓ અને અનિવાર્ય, વિનાશક વર્તણૂક જે તેમાંથી ઉદ્ભવે છે અને દુઃખ લાવે છે તે અંગેની ગેરસમજોનો સામનો કરવા અને દૂર કરવાના માર્ગો સૂચવીને આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે.
ચાલો હું એક ઉદાહરણ આપું. પરમ પવિત્રતા ઘણીવાર બૌદ્ધ ચિત્તમાત્ર માઇન્ડ-ઓન્લી વ્યુ અને ક્વોન્ટમ મિકેનિક્સના સૂચિતાર્થ વચ્ચેની સમાનતાની વાત કરે છે. બંને નિષ્કર્ષ તરફ દોરી જાય છે કે ઉદ્દેશ્ય વાસ્તવિકતા જેવી કોઈ વસ્તુ નથી, પરંતુ નિરીક્ષકનું મન અવલોકન કરાયેલ વસ્તુઓની સ્થિતિને અસર કરે છે. આમ, જુદા જુદા દૃષ્ટિકોણથી, વિવિધ અવસ્થાઓ સાચી છે, જેમ કે ફોટોન એક કણ અથવા ઊર્જા તરંગ છે, તે નિરીક્ષક અને વૈચારિક માળખા પર આધાર રાખે છે જેની સાથે તે માપવામાં આવે છે. એક ઉત્તમ બૌદ્ધ ઉદાહરણ એ છે કે જે મનુષ્યો પાણી તરીકે અનુભવે છે, દેવતાઓ અમૃત તરીકે અનુભવે છે અને પ્રીટા ભૂત પરુ તરીકે અનુભવે છે. જેમ ફોટોન એક કણ અને ઊર્જા તરંગ બંને પ્રમાણમાં સાચા છે, તેવી જ રીતે, આ દરેક પ્રકારના જીવો માટે, તેઓ જે અનુભવે છે તે પ્રમાણમાં સાચું છે અને કારણ અને અસરની દ્રષ્ટિએ કાર્ય કરે છે. પાણી લોકોની તરસ બુઝાવે છે, અમૃત દેવતાઓને તીવ્ર પ્રસન્નતા લાવે છે અને પરુ પ્રીતને ગંભીર પીડા આપે છે.
જો કે, દૃષ્ટિકોણ અને અનુભવની આ સાપેક્ષતા માત્ર પરંપરાગત સત્યની ચિંતા કરે છે, ગહન સત્યની નહીં. પરંતુ સાપેક્ષ, પરંપરાગત સત્યની દ્રષ્ટિએ પણ, માન્ય પરંપરાગત સત્ય અને અમાન્ય પરંપરાગત સત્ય વચ્ચેનો તફાવત છે. એવું નથી કે કોઈ વ્યક્તિ જે કંઈપણ વિચારે છે તે સાચું છે, એ હકીકતમાં, સાચું થઇ જાયે, કારણ કે તેઓ માને છે કે તે સાચું છે. માત્ર કારણ કે કોઈ વ્યક્તિ એવું માને છે કે આગ પર તેલ રેડવાથી જ્વાળાઓ ઓલવાઈ જશે, વાસ્તવમાં, આગ ઓલવવાનું કારણ નથી. તર્ક અને કારણ પર આધારિત વિવેચનાત્મક વિચારસરણીના પ્રાચીન ભારતીય મૂલ્યને પુનર્જીવિત કરવાનો એક ફાયદો એ છે કે લોકોને આ પોસ્ટ-ટ્રથ યુગના પડકારો અને અરાજકતામાંથી પસાર થવામાં મદદ કરશે.
ભાવનાત્મક સ્વચ્છતાના આ પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવાનો અર્થ શું છે?
આ વૈવિધ્યસભર બૌદ્ધ અને બિન-બૌદ્ધ સિદ્ધાંત પ્રણાલીઓ એક બીજાથી એકલતામાં વિકસિત થઈ નથી. તેઓ નાલંદા જેવી મહાન ભારતીય યુનિવર્સિટીઓમાં એકબીજા સાથે ચર્ચાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. પરમ પવિત્રતાની અન્ય પ્રતિબદ્ધતાઓ તમામ પરંપરાઓ માટે જ્ઞાન અને આદર પર આધારિત ધાર્મિક સંવાદિતા છે. તે પ્રતિબદ્ધતાના દૃષ્ટિકોણથી, અને નાલંદાની પરંપરાને ધ્યાનમાં રાખીને કે જેને પરમ પવિત્રતા આદર કરે છે, તે પ્રાચીન ભારતીય મૂલ્યોના પુનર્જીવનનો અર્થ આ તમામ બૌદ્ધ અને બિન-બૌદ્ધ ભારતીય સિદ્ધાંત પ્રણાલીઓમાં જોવા મળતા ભાવનાત્મક સ્વચ્છતા પરના ઉપદેશોને પુનર્જીવિત કરવાનો છે.
ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવાનો અર્થ એ નથી કે ફક્ત સંસ્કૃત ગ્રંથોનું આધુનિક ભાષાઓમાં ભાષાંતર કરવું, જો કે તે કાર્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મૂળ ગ્રંથો અને તેમની ભારતીય ભાષ્યો, અને ભારતીય બૌધની તિબેટીયન ભાષ્યો પણ સમજવા મુશ્કેલ છે. તેઓ અત્યંત અદ્યતન છે અને તેમને સમજવા માટે ખૂબ જ પૃષ્ઠભૂમિ અભ્યાસ અને ભણતરની જરૂર છે. આ ગ્રંથોમાં સમાવિષ્ટ જ્ઞાનને પુનર્જીવિત કરવા માટે તે સામગ્રીનું પ્રારંભિક લેવલથી શરૂ કરીને ગ્રેડડ લેવલનું સમજૂતી કરવી પડશે. આવી ગ્રેડડ સામગ્રી સાથે જ તેઓ પરંપરાગત ભારતીય વિચારની પૃષ્ઠભૂમિ વગરના વગરના લોકો માટે સુલભ બનશે.
જો કે, આ ઉપદેશોના ગ્રેડડ લેવલમાં પ્રસ્તુત કરવાનો અર્થ એ નથી કે આ પ્રણાલીઓને ગ્રેડડ ક્રમમાં ગોઠવો અને અભ્યાસ કરો, જાણે કે દરેક વધુને વધુ ચોક્કસ અને માન્ય છે. આમ કરવાનો અર્થ એ થશે કે એક પ્રણાલી અન્ય તમામ કરતાં શ્રેષ્ઠ છે, અને "નીચલી પ્રણાલીઓ" જે અભ્યાસ સૌથી વધુ અને શ્રેષ્ઠ છે તેનો અભ્યાસ કરવા માટે પગથિયાં છે. જો કે ઘણા વિદ્વાનો બૌદ્ધ સિદ્ધાંત પ્રણાલીઓના અભ્યાસને આ ગ્રેડડ રીતે કરે છે, પરંતુ આ અભિગમને બૌદ્ધ અને બિન-બૌદ્ધ સિદ્ધાંત પ્રણાલીના અભ્યાસમાં લાગુ કરવો એ પરમ પવિત્રતા પ્રોત્સાહન આપતા આંતરધાર્મિક સંવાદિતાના મૂલ્યોથી સંપૂર્ણપણે વિરોધાભાસી છે. બૌદ્ધ અને બિન-બૌદ્ધ ઉપદેશોને ગ્રેડડ ક્રમમાં રજૂ કરવાનો અર્થ એ છે કે દરેક સિદ્ધાંત પ્રણાલીને એના જટિલતાના ગ્રેડના ક્રમમાં વ્યક્તિગત રીતે રજૂ કરવી છે.
પરમ પવિત્રતા વારંવાર કહે છે કે બૌદ્ધ વિજ્ઞાન અને ફિલૉસફી પરના ઉપદેશોનો અભ્યાસ શૈક્ષણિક વિષયો તરીકે કરી શકાય છે, જે ધર્મથી રહિત છે. આ ભારતીય વિજ્ઞાન અને ફિલૉસફીને પણ લાગુ પડશે. આ પ્રાચીન જ્ઞાનનું પુનર્જીવન, જો કે, તેને માત્ર સાચવવા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ જેથી તેનો અભ્યાસ શૈક્ષણિક સંસ્થાઓમાં સંગ્રહાલયના ટુકડાની જેમ જ થઈ શકે. વિશ્વભરની ઘણી યુનિવર્સિટીઓમાં પહેલાથી જ દક્ષિણ એશિયન ભણતરના વિભાગો છે જેમાં પ્રાચીન ભારતીય ફિલૉસફીના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ અભ્યાસોમાં વિશેષતા મેળવવા માટે નવી નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરીને ભારતમાં આ કાર્યક્રમોનો વિસ્તાર કરવો એ એક મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ તે પૂરતું નથી.
જેમ પરમ પવિત્રતા હંમેશા પ્રોત્સાહન આપે છે તેમ, બાળકો માટે પણ ભાવનાત્મક સ્વચ્છતાના મહત્વ અને મૂલ્યનો પરિચય કિન્ડરગાર્ટનથી યુનિવર્સિટી સુધીના તમામ સ્તરો પરના શાળા અભ્યાસક્રમોમાં સંકલિત કરવું જરૂરી છે. પરમ પવિત્રતા દ્રઢપણે માને છે કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ બાળકોના શિક્ષણથી શરૂ કરવો છે. આમ, પરમ પવિત્રતા હિમાયત કરે છે કે ફક્ત અહિંસા અને કરુણાના પ્રાચીન ભારતીય મૂલ્યો જ નહીં - અહિંસા અને કરુણા - પણ ભાવનાત્મક સ્વચ્છતાનો પણ બાળકોના શિક્ષણમાં વર્તમાન ભૌતિકવાદી ભારને પૂરક બનાવવું જરૂર છે.
પ્રાચીન ભારતીય મૂલ્યોને ધર્મનિરપેક્ષક શિક્ષણ પ્રણાલીમાં દાખલ કરવાની લાંબા ગાળાની વ્યૂહરચના અનુસરવી એ સમાજ પર વ્યાપક હકારાત્મક અસર કરવાનો સૌથી સ્થિર માર્ગ છે. આ મૂલ્યોને પ્રોત્સાહન આપતી ઉપદેશો ભારતીય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે જે તમામ ભારતીય વિચારોમાં જોવા મળતા મૂળભૂત પરિસરના સમૂહમાં શેર થાય છે, તેથી પરમ પવિત્રતા હિમાયત કરે છે કે આ મૂલ્યોને પ્રથમ ભારતમાં પુનર્જીવિત કરવામાં આવે. આ પ્રોગ્રામના પરિણામોના આધારે, જેઓ આ જગ્યાએ નથી તેમના માટે વૈશ્વિક સ્તરે આ મૂલ્યોનો પરિચય કરાવવા માટે વ્યૂહરચના ઘડી શકાય છે.
આ ઉપદેશો અને મૂલ્યોને સાચા અર્થમાં પુનર્જીવિત કરવા માટે, તેઓને વર્તમાન જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમાં તેમને કેવી રીતે લાગુ કરી શકાય તે માટે સમજૂતીઓ અને વ્યવહારિક માર્ગદર્શિકાઓ સાથે જીવનમાં લાવવાની પણ જરૂર છે. આના માટે ભારતમાં પણ કર્મ, પુનર્જન્મ અને મુક્તિને લગતા તેમના મૂળ ધાર્મિક પાસાઓથી વંચિત ધર્મનિરપેક્ષક માળખામાં ઉપદેશોને અનુકૂલિત કરવાની જરૂર પડશે. આ ખાસ કરીને મહત્વનું છે કારણ કે વિવિધ બૌદ્ધ અને બિન-બૌદ્ધ સિદ્ધાંત પ્રણાલીઓ આ વિષયોને ઘણીવાર વિરોધાભાસી રીતભાતમાં સમજાવે છે. જો કે, એક સામાન્ય આધાર શોધવું વધુ જટિલ છે કારણ કે સ્વ, સત્ય અને વાસ્તવિકતા વિશે વિવિધ બૌદ્ધ અને બિન-બૌદ્ધ સિદ્ધાંત પ્રણાલીઓના ફિલોસોફિકલ નિવેદનો પણ ઘણીવાર એકબીજા સાથે વિરોધાભાસી હોય છે. ધર્મ અને ફિલૉસફીના ક્ષેત્રમાં આ અલગ-અલગ નિવેદનો, બદલામાં, ભાવનાત્મક સ્વચ્છતાના વિવિધ પાસાઓની આ સિદ્ધાંત પ્રણાલીઓની રજૂઆતોને અસર કરે છે.
ઉદાહરણ તરીકે, તમામ ભારતીય સિદ્ધાંત પ્રણાલીઓ સામાન્ય રીતે ભારપૂર્વક જણાવે છે કે વાસ્તવિકતા વિશેની અજ્ઞાનતા દુઃખનું કારણ છે. તેઓ સામાન્ય રીતે એમ પણ ભારપૂર્વક જણાવે છે કે આ અજ્ઞાનતા ના અંતર્ગત તમામ લાગણીઓ, બંને વિનાશક અને રચનાત્મક લાગણીઓ તેમજ ખુશી અને દુ:ખની બધી લાગણીઓ છે. તે બધા સહમત છે
- મન કઈ રીતે વસ્તુઓ જાણે છે તે સમજીને,
- જાણવાની માન્ય રીતો ને અમાન્ય રીતો થી તફાવત કરવી, અને
- તર્ક અને કારણનો ઉપયોગ કરીને,
આપણે આ અજ્ઞાનતાને દૂર કરી શકીએ છીએ અને આ રીતે આપણા દુઃખનો અંત લાવી શકીએ છીએ.
સમાનતા ત્યાં સમાપ્ત થાય છે. બિન-બૌદ્ધ પ્રણાલીઓ ભારપૂર્વક જણાવે છે કે સ્વયં એક અપરિવર્તનશીલ અસ્તિત્વ છે જે, જ્યારે દુઃખ અને પુનર્જન્મમાંથી મુક્ત થાય છે, ત્યારે શરીર અને મનથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં રહે છે. આ નિવેદનને ધ્યાનમાં રાખીને, તેઓ શીખવે છે કે આપણી જાતને અજ્ઞાનમાંથી મુક્ત કરવાનો અર્થ છે કે જાતને બધી ભાવનાઓ અને લાગણીઓથી મુક્ત થવું. તેથી, મુક્તિ મેળવવા માટે, આપણે રચનાત્મક અને વિનાશક બંને, અને ખુશી અને દુઃખની બધી લાગણીઓને દૂર કરવાની જરૂર છે. પછી સ્વ શરીર, મન, ભાવનાઓ અથવા લાગણીઓ વિના અસ્તિત્વમાં રહે છે.
બૌદ્ધ પ્રણાલીઓ, તેનાથી વિપરિત, શીખવે છે કે સ્વ શરીર અને મન પર આધારિત છે, જ્યારે મુક્ત થાય ત્યારે પણ. જ્યારે અજ્ઞાન નાબૂદ થાય છે, ત્યારે આપણે હજુ પણ રચનાત્મક લાગણીઓ સાથે અજ્ઞાનથી બિન-દુષિત રહીએ છીએ અને એવી જ રીતે ખુશીની લાગણીઓ થી પણ બિન-દુષિત રહીએ છીએ. મુક્ત સ્વ પછી આ બિન-દુષિત ભાવનાઓ અને બિન-દુષિત લાગણીઓના આધારે અસ્તિત્વમાં રહે છે, જે શરીર અને મન સાથે અનુભવે છે જે તેમ જ અજ્ઞાનતાથી બિન-દુષિત છે. આમ, જો કે બિન-બૌદ્ધ અને બૌદ્ધ બંને પ્રણાલીઓ સંમત છે કે ભાવનાત્મક સ્વચ્છતા વાસ્તવિકતા વિશેના અજ્ઞાનમાંથી મુક્ત થવા પર આધારિત છે, પરિણામી સ્થિતિ તદ્દન અલગ છે. ભાવનાત્મક સ્વચ્છતાની બિન-બૌદ્ધ આદર્શ સ્થિતિ એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની લાગણીઓ અથવા ખુશીની ભાવનાઓ ન હોવી જોઈએ, જ્યારે ભાવનાત્મક સ્વચ્છતાની બૌદ્ધ આદર્શ સ્થિતિ એ છે કે પ્રેમ અને કરુણા જેવી બિન-દુષિત રચનાત્મક લાગણીઓ અને બિન-દુષિત ખુશી મેળવો છે. આ રીતે, વિવિધ પ્રાચીન ભારતીય સિદ્ધાંત પ્રણાલીઓના ફિલોસોફિકલ અને ધાર્મિક નિવેદનો આદર્શ ભાવનાત્મક સ્વચ્છતા અંગેના તેમના નિવેદનોને મજબૂત રીતે અસર કરે છે.
યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક વિષય તરીકે ભાવનાત્મક સ્વચ્છતા પરની પ્રાચીન ભારતીય ઉપદેશોને પુનર્જીવિત કરવામાં આરામથી મનના ભાવનાત્મક નકશાની વિવિધ સિદ્ધાંત પ્રણાલીઓની પ્રસ્તુતિઓના શુદ્ધ વૈજ્ઞાનિક પાસાઓ, સમજશક્તિ સિદ્ધાંત, જાણવાની રીતો અને તર્કની રીતો ના ધાર્મિક અને ફિલોસોફિકલ સંદર્ભોને શીખવવાનો સમાવેશ થઈ શકે. વિદ્યાર્થીઓ આ તફાવતોનો સામનો કરવા માટે બુદ્ધિપૂર્વક રીતે પૂરતા પરિપક્વ હોવા જોઈએ. જો કે, વિવિધ ધાર્મિક અને ફિલોસોફિકલ ઉપદેશો, શાળાના બાળકો ને અભ્યાસ કરવા માટે ખૂબ જટિલ અને ખૂબ ગૂંચવણભર્યા હશે.
તો પછી ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યો કયા છે જે શૈક્ષણિક પ્રણાલીમાં દાખલ કરવા માટે યોગ્ય છે? આ છે
- આપણું મગજ કેવી રીતે કામ કરે છે તે જાણવાનું મૂલ્ય અને મહત્વ
- આપણી લાગણીઓનું વિશ્લેષણ કરવાનું મૂલ્ય અને મહત્વ અને તે આપણા વલણ અને આપણે કેવી રીતે વિચારીએ છીએ તેનાથી કેવી રીતે પ્રભાવિત થાય છે
- આપણી લાગણીઓ અને વલણો, બદલામાં, આપણા વર્તન અને સુખાકારીને કેવી રીતે અસર કરે છે તે સમજવાનું મૂલ્ય અને મહત્વ
- તર્કના આધારે વિવેચનાત્મક અને તર્કસંગત રીતે વિચારવાનું મૂલ્ય અને મહત્વ.
આમાં આપણે આનો પણ સમાવેશ કરી શકે છે
- એકાગ્રતા અને આંતરદૃષ્ટિ વિકસાવવા માટે નૈતિક શિસ્ત અને ધ્યાનના મૂલ્યો.
ફિલોસોફિકલ અને ધાર્મિક તફાવતો જે આ મૂલ્યોનો સંદર્ભ બનાવે છે તે શાળાના બાળકો માટે ગૌણ મહત્વ ના છે.
આ પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે અમુક વ્યવહારુ, અસરકારક પદ્ધતિઓ શું છે?
પરમ પવિત્રતાએ પહેલેથી જ ભાવનાત્મક સ્વચ્છતા પર બૌદ્ધ ઉપદેશોને પુનર્જીવિત કરવા માટે જરૂરી પ્રથમ પગલું ભર્યું છે. એમણે તિબેટીયન વિદ્વાનોને તેંગ્યુર, જે તિબેટીયન અનુવાદોનો સંગ્રહ છે જેમાં ભારતીય માસ્ટરો દ્વારા બુદ્ધના શબ્દોનું ભાષ્યો છે, તેમાંથી બૌદ્ધ વિજ્ઞાન અને ફિલૉસફી પરની સામગ્રી એકત્રિત કરવા નિયુક્ત કર્યુ છે. આ સ્મારક કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે અને તિબેટીયનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, અને સાયન્સ એન્ડ ફિલૉસફી ઈન દ ઈંડિયન બુદ્ધિસ્ટ કલાસસિક્સ તરીકે અંગ્રેજીમાં આંશિક રીતે અનુવાદિત કરવામાં આવ્યું છે. અન્ય આધુનિક ભાષાઓમાં અનુવાદનું પણ આયોજન છે. આ કૃતિનો બીજો ભાગ, માઇન્ડ, અંગ્રેજીમાં પહેલેથી જ ઉપલબ્ધ છે, જે ભાવનાત્મક સ્વચ્છતા પરની સામગ્રીને આવરે છે. આ પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવા પરમ પવિત્રતાની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે આ એક મહાન પગલું છે. બિન-બૌદ્ધ ભારતીય સિદ્ધાંત પ્રણાલીઓમાં જોવા મળતા આ મૂલ્યો પરના ઉપદેશોને પુનર્જીવિત કરવા માટે સમાન રીતે તેમના મૂળ ગ્રંથોમાંથી સામગ્રી સંકલન અને અનુવાદ કરવાની જરૂર પડશે.
ભાવનાત્મક સ્વચ્છતા પરની સામગ્રી પહેલાથી જ ટેન્ગ્યુર માંથી ભેગી કરવામાં આવી છે અને તેનું ભાષાંતર કરવામાં આવ્યું હોવા છતાં તેને આધુનિક પ્રેક્ષકો માટે સુલભ બનાવવામાં ઘણા પડકારો છે. સૌ પ્રથમ, ભારતીય ગ્રંથો, તેમના ભારતીય ભાષ્યો સાથે પણ, હજુ પણ સમજવું ખૂબ મુશ્કેલ છે. તેઓને વધુ સ્પષ્ટતાની જરૂર છે. તેમાં ઉપદેશોને પુનર્જીવિત કરવાનું વધુ જટિલ એ બનાવે છે કે તેમ છતાં, વિવિધ તિબેટીયન માસ્ટર્સ, જેઓ તમામ નાલંદા પરંપરાના વારસદારો છે, આ ભારતીય ગ્રંથોનું અર્થઘટન ખૂબ જ અલગ અને ઘણીવાર વિરોધાભાસી રીતે કર્યું છે. આ ખાસ કરીને સમજશક્તિ સિદ્ધાંત અને જાણવાની રીતોના તેમના વિશ્લેષણમાં સ્પષ્ટ છે.
ઉદાહરણ તરીકે, સાક્ય, કાગ્યુ અને ન્યીનગ્મા જે સાક્ય પંડિતાના (સ-પન) ભાષ્યોના અનુયાયીઓ ભારપૂર્વક જણાવે છે કે દ્રશ્ય સમજશક્તિ, જે બિન- વૈચારિક છે, તે માત્ર એક ક્ષણ માટે રંગીન આકારોને અનુભવે છે, જેમ કે એક ક્ષણ માટે સન્તરાનો રંગનો આકાર. દ્રશ્ય સમજશક્તિ આ રંગીન આકારોને કોમનસેન્સ ઑબ્જેક્ટ તરીકે નિર્ધારિત કરતું નથી. માત્ર વૈચારિક સમજશક્તિ જ સન્તરાને કોમનસેન્સ ઑબ્જેક્ટ તરીકે ઓળખે છે જેમાં દૃષ્ટિ, ગંધ, સ્વાદ અને શારીરિક સંવેદનાનો સમાવેશ થાય છે અને જે સમય જતાં વિસ્તરે છે. ફક્ત આવી વૈચારિક સમજશક્તિ તે પદાર્થને સન્તરા હોવાનું નક્કી કરે છે.
તેનાથી વિપરીત, ચાપા (ફીવા-પા) ના ગેલુગ અનુયાયીઓ, ભારપૂર્વક જણાવે છે કે દ્રશ્ય સમજશક્તિ સન્તરાના રંગીન આકારને માત્ર એક ક્ષણ માટે જ નહીં, પણ સન્તરાને પણ જુએ છે, અને તે તેને એક કોમનસેન્સ ઑબ્જેક્ટ તરીકે નિર્ધારિત કરે છે. આ બે વિરોધાભાસી મંતવ્યો, બદલામાં, ભાવનાત્મક સ્વચ્છતાના અન્ય ઘણા પાસાઓના અર્થઘટનને અસર કરે છે, જેમ કે માન્ય સમજશક્તિ શું છે અને વાસ્તવમાં સાચું શું છે?
તેમના ઉપદેશોની સ્પષ્ટ સમજ મેળવવા માટે ભારતીય બૌદ્ધ સ્ત્રોતોને પૂરક બનાવવા માટે આવા તિબેટીયન સ્પષ્ટીકરણો ઉમેરવાની જરૂર છે. પરંતુ, ફરીથી, પ્રશ્ન પૂછવાનું જરૂરી છે કે શું આ વધારાની વિવિધતાઓને માત્ર ભાવનાત્મક સ્વચ્છતાના યુનિવર્સિટી-સ્તરના શૈક્ષણિક અભ્યાસમાં ઉમેરવાની જરૂર છે અથવા યુનિવર્સિટી પહેલાંના જાહેર શિક્ષણના ઓછામાં ઓછા ઉચ્ચ સ્તરોમાં ઉમેરી શકાય છે?
ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તર્કસંગત વિચારને પ્રોત્સાહન આપવાનો હોવાથી, આ પ્રશ્નનો સંભવિત જવાબ, યુનિવર્સિટી અને પૂર્વ-યુનિવર્સિટી બંને સ્તરે, વિદ્યાર્થીઓને તર્ક અને ચર્ચાના પ્રાચીન ભારતીય સાધનો આપવો અને તેમને આ વિવિધ સિદ્ધાંતોના ગુણદોષ વિશે ચર્ચા કરવા દો. આ પ્રક્રિયા તે મુદ્દાઓને પણ લાગુ પાડી શકે છે કે જેના પર વિવિધ બૌદ્ધ અને બિન-બૌદ્ધ સિદ્ધાંત પ્રણાલીઓ અલગ પડે છે, જેમ કે આદર્શ ભાવનાત્મક સ્વચ્છતા શું છે.
ક્યાંથી શરૂઆત કરવી?
રીકવેસ્ટ્સ ટુ દ સેવેનટીન ગ્લોરિયસ નાલંદા માસ્ટર્સ માં, પરમ પવિત્રતાએ નાલંદાના માસ્ટરોની બૌદ્ધ ઉપદેશોનો અભ્યાસ કરવાનો અભિગમ સૂચવ્યો છે જે આધુનિક માનસિકતા માટે વધુ યોગ્ય છે. તે બે સત્યોને સમજવાથી શરૂ થાય છે, પછી બે સત્યથી ચાર સત્ય અને પછી ચાર સત્યોથી ત્રણ શરણ સુધી. આ ક્રમ ધર્મનિરપેક્ષ રીતે ભાવનાત્મક સ્વચ્છતા શીખવવાના પ્રારંભ તરીકે પણ મદદરૂપ થઈ શકે છે, જો કે છેલ્લો મુદ્દો બૌદ્ધ ધર્મના આશ્રયના ત્રણ ઝવેરાતના સંદર્ભમાં સ્પષ્ટ કરવાની જરૂર નથી. પોતાને દુઃખથી બચાવવા માટે જીવનમાં મૂકવાની સુરક્ષિત દિશા તરીકે રજૂ કરી શકાય છે.
ચાલો પરમ પવિત્રતાની ભલામણનું અન્વેષણ કરીએ. કોઈના માટે સ્વીકાર્ય સૌથી સામાન્ય શરતોમાં, બે સત્યો છે, એક તરફ, ખોટા દેખાવ કે જે આપણે માનીએ છીએ તે સાચું છે અને બીજી બાજુ, વાસ્તવિક સચ્ચાઈ. આપણે માનીએ છીએ કે વસ્તુઓ આપણે જે રીતે દેખાય છે તે ફક્ત સાચી છે કારણ કે તે ભાવનાત્મક રીતે આપણને લાગે છે કે તે ખરેખર સાચી છે, અને તેથી, બિનસલાહભર્યા રીતે, આપણે સ્વીકારીએ છીએ કે તે વાસ્તવિકતાને અનુરૂપ છે. પરંતુ, જો આપણે આ ભ્રામક દેખાવની તપાસ કરીએ, તો આપણને ખબર પડે છે કે તે એક ભ્રમણા સમાન છે; તેઓ વાસ્તવિકતાને અનુરૂપ નથી. વાસ્તવિક સચ્ચાઈ હકીકત પર આધારિત હોય છે અને ચકાસી શકાય છે; ભ્રમ, નજીકની તપાસ પર, ખોટો હોવાનું જણાય છે. તમામ ભારતીય સિદ્ધાંત પ્રણાલીઓ, બૌદ્ધ અને બિન-બૌદ્ધ બંને, આ મુદ્દા પર સંમત છે. નાના બાળકો પણ આ તફાવતને સમજી શકે છે એ સન્દર્ભમાં કે તે જયારે વિચારે છે કે તેમના પલંગની નીચે રાક્ષસ છે અને પછી પલંગની નીચે જોઈને વાસ્તવિકતા દેખાયછે કે કોઈ રાક્ષસ નથી.
એકવાર બાળકો બે સત્યો વચ્ચેનો તફાવત સમજી જાય, પછી તેઓને ચાર સત્યોના સૌથી સામાન્ય વિચારનો પરિચય કરાવી શકાય. જો તેઓ માને છે કે તેમની કલ્પનાઓ વાસ્તવિક છે, તો તેઓ ગભરાઈ જાય છે અને ઊંઘી શકતા નથી. તેઓ પીડાય છે. તેમના દુઃખનું કારણ છે કે એ જાણતા નથી કે તેઓ જે કલ્પના કરે છે કે તે વાસ્તવિક છે, તે હકીકતમાં, વાસ્તવિક નથી. તેમ છતાં તેમનો ભય અને દુ:ખ દૂર થઈ જશે, જ્યારે તેઓ જોઈને દેખે છે કે તેમના પલંગની નીચે કોઈ રાક્ષસ નથી.
દુઃખના આ ચાર સત્યોને સમજવાના આધારે, તેના કારણ તરીકે વાસ્તવિકતાથી અજાણતા, અને વાસ્તવિક શું છે તે સમજીને દુઃખમાંથી છૂટકારો મેળવવાના આધારે, બાળકોને પછી વિચારવા તરફ દોરી શકાય છે કે, "ફરીથી ક્યારેય ડરવું કે નાખુશ થવું કેટલું અદ્ભુત હશે. વસ્તુઓને સ્પષ્ટ રીતે સમજવું કેટલું અદ્ભુત હશે. શિક્ષણ અને પ્રશિક્ષણ દ્વારા મારા મનને હું એ સ્થિતિ સુધી પહોંચાડી શકું છું. તે દિશામાં હું જવા માંગુ છું; તે સુરક્ષિત દિશામાં જવાથી હું મારી જાતને ભય અને દુઃખથી બચાવી શકું છું."
આ રીતે બે સત્યોથી ચાર સત્યો તરફ જીવનમાં અનુસરવા માટે સુરક્ષિત દિશા તરફ આગળ વધવાથી, માત્ર બાળકો જ નહીં, પરંતુ દરેક વયના લોકો પણ શીખી શકે છે કે તેમના ડર અને દુ:ખનો મુખ્ય સ્ત્રોત વાસ્તવમાં તેમનું મન અને ખલેલ પહોંચાડતી લાગણીઓ છે, અને તેઓ તે સમસ્યાઓને દૂર કરવા માટે ભાવનાત્મક સ્વચ્છતા પ્રાપ્ત કરવાના મૂલ્યની પ્રશંસા કરવાનું શીખી શકે છે. ભાવનાત્મક સ્વચ્છતાના ફાયદા અને મૂલ્યની પ્રશંસા કરવી અને તેને પ્રાપ્ત કરવા માટે કામ કરવાની ઈચ્છા અને ઈરાદાનો વિકાસ કરવો એ આગળની બધી તાલીમ માટે આવશ્યક પાયો છે.
એકવાર ભ્રામક દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતને સમજવાનો આ પાયો સુનિશ્ચિત થઈ જાય, પછીના પગલાઓ ભાવનાત્મક સ્વચ્છતા માટેના સાધનોથી પરિચય કરવો છે. દરેક બૌદ્ધ અને બિન-બૌદ્ધ સિદ્ધાંત પ્રણાલીઓ આ દરેક સાધનોને લગતા વિવિધ વિભિન્ન નિવેદનો પ્રદાન કરે છે, તેથી આપણે શરૂઆત તરીકે, બધા પ્રણાલીઓ માટે સ્વીકાર્ય હોય તેવી સામાન્ય પર્યાપ્ત રીતે સાધનોના સંપૂર્ણ વર્ગનો સામાન્ય પરિચય સમજાવું જરૂરી છે. પછી, વધુ અદ્યતન વિદ્યાર્થીઓ માટે, દરેક પ્રણાલીમાં સાધનોના સંપૂર્ણ વર્ગની પ્રસ્તુતિઓને વિગતવાર સમજાવી શકાય છે, એક સમયે એક પ્રણાલી. આ બધાને સ્ટયૂની જેમ એકસાથે ભેળવવું આ પ્રાચીન પ્રણાલીઓ માટે અન્યાય થશે.
મન અને લાગણીઓને સમજવા અને તાલીમ આપવા માટે પહેલા મન અને લાગણીઓ શું છે તે સમજવું જરૂરી છે. કેટલીક બિન-બૌદ્ધ પ્રણાલીઓ, જેમ કે સાંખ્ય અને વૈશેષિક, મન અને લાગણીઓને ભૌતિક સંસ્થાઓ તરીકે ઓળખે છે. આ દૃષ્ટિકોણ પશ્ચિમી વૈજ્ઞાનિકની યાદ અપાવે છે જે મન અને લાગણીઓને તેમની મગજની શારીરિક પ્રક્રિયામાં ઘટાડે છે. બિન-બૌદ્ધ ન્યાય શાળા વૈશેષિક ભૌતિકવાદી નિવેદનને સ્વીકારે છે, પરંતુ એક અલગ અસ્તિત્વ તરીકે જાણવાની માન્ય રીતો પણ ઉમેરે છે. બૌદ્ધ પ્રણાલીઓ, તેનાથી વિપરિત, મનને સંપૂર્ણ શારીરિક અસ્તિત્વ અથવા શારીરિક પ્રક્રિયામાં ઘટાડવાનો ઇનકાર કરે છે અને તેના બદલે, મનને સ્પષ્ટતા અને જાગૃતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે. જેમ પરમ પવિત્રતા સમજાવે છે, સ્પષ્ટતા એ પદાર્થના જ્ઞાનાત્મક પાસાને જન્મ આપવાની પ્રવૃત્તિ છે, જેમ કે અરીસામાં પ્રતિબિંબ, જ્યારે જાગૃતિ એ પદાર્થ સાથે કોઈ રીતે જ્ઞાનાત્મક રીતે એક સાથે સંલગ્ન થવાની પ્રવૃત્તિ છે. આમ, સ્પષ્ટતા અને જાગૃતિ સમાન માનસિક ઘટનાનું વર્ણન કરે છે.
બધી બૌદ્ધ અને બિન-બૌદ્ધ પ્રણાલીઓ તેમની રજૂઆતોને પૂર્ણ કરવા માટે સ્વની ભૂમિકામાં લાવે છે કે કેવી રીતે મન લાગણી સાથે સમજશક્તિને જન્મ આપે છે. પરંતુ આ પ્રણાલીઓમાં સ્વ અને તેના મન અને લાગણી સાથેના સંબંધ અંગેના વિરોધાભાસી મંતવ્યો લાવ્યા વિના, આ વિવિધ મંતવ્યો જે સામાન્ય રીતે સ્વીકારી શકે છે કે, ભાવનાત્મક સ્વચ્છતાના હેતુઓ માટે, લાગણી સાથેની સમજશક્તિ વસ્તુઓના વ્યક્તિલક્ષી અનુભવનો સંદર્ભ આપે છે. સરળ કસરતો સાથે, લોકો ઓળખી શકે છે કે આ વ્યાખ્યાનો સન્દર્ભ શું છે.
આગળ શું થશે તે આ સામાન્ય આધારે મન અને લાગણીઓનો નકશો દોરવું જોઈએ. સૌથી સામાન્ય નકશામાં ચેતનાના પ્રકારો - સંવેદનાત્મક અને માનસિક - અને મૂળભૂત માનસિક પરિબળો જેમ કે રસ, ધ્યાન, એકાગ્રતા, ખુશી અથવા દુઃખની લાગણીના સ્તરો, વગેરેનો સમાવેશ કરવાની જરૂર પડશે. પ્રેમથી લઈને ગુસ્સા સુધીની વિવિધ લાગણીઓ અને તે આપણી વિચારવાની, બોલવાની અને વર્તન કરવાની રીતોને કેવી રીતે અસર કરે છે તેની પણ જરૂર પડશે. જો કે તમામ પ્રાચીન ભારતીય પ્રણાલીઓ દ્વારા સામાન્ય રીતે ભારપૂર્વક જણાવવામાં આવેલા મૂળભૂત માનસિક પરિબળો અને લાગણીઓની સૂચિ સંકલિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે, તે તમામ પ્રાથમિક મુશ્કેલી સર્જનારાઓને ઝંખના, ક્રોધ અને અજ્ઞાન તરીકે ઓળખે છે.
આગળ બિન-વૈચારિક અને વૈચારિક સમજશક્તિ કેવી રીતે કામ કરે છે તેની પ્રસ્તુતિને અનુસરશે, જેમાં દરેક સાથે સંકળાયેલી વસ્તુઓના પ્રકારોની ચર્ચા શામેલ હશે. આ પ્રસ્તુતિ પછી વસ્તુઓને જાણવાની વિવિધ માન્ય અને અમાન્ય રીતોના પરિચય સાથે વિસ્તૃત કરી શકાય છે, ખાસ કરીને બેર સમજશક્તિ અને અનુમાન. અનુમાનની ચર્ચા કુદરતી રીતે ચર્ચાની રજૂઆત અને તર્કની માન્ય અને અમાન્ય રીતો તરફ દોરી જશે. અંતે, આ સામાન્ય અભ્યાસના પૂરક તરીકે, એકાગ્રતા અને આંતરદૃષ્ટિ વિકસાવવા માટેની મૂળભૂત ધ્યાન પદ્ધતિઓ રજૂ કરી શકાય છે.
તમામ પ્રાચીન ભારતીય પ્રણાલીઓ દ્વારા સમાન રીતે શેર કરેલ ભાવનાત્મક સ્વચ્છતાના સાધનોના આ સામાન્ય સર્વેક્ષણને પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ તેમની યોગ્યતા, ક્ષમતા અને રુચિઓના આધારે, દરેક પ્રણાલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે છે, એક પછી એક, અથવા ફક્ત નિષ્ણાત એક પ્રણાલીમાં. પરંતુ તાલીમના તમામ સ્તરો પર, તેમના રોજિંદા જીવનમાંથી તેઓ જે શીખી રહ્યા છે તેને ઓળખવા અને લાગુ કરવા માટે, દરેક પગલા પર કસરતો આપી શકાય છે. અમારી studybuddhism.com વેબસાઈટ પર, અમારી બર્ઝીન આર્કાઈવ્ઝ ટીમે આવી ઘણી કસરતો પહેલેથી વિકસાવેલી છે.
અહીં દર્શાવેલા તાલીમ કાર્યક્રમો ભાવનાત્મક સ્વચ્છતાના પ્રાચીન ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે પરમ પવિત્રતાની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે ખૂબ આગળ વધારી શકે છે. જેમ કે પરમ પવિત્રતા વારંવાર કહે છે, "માનવ તરીકે આપણે બુદ્ધિશાળી છીએ અને આપણે વસ્તુઓ વિશે વિચારવાની ક્ષમતા ધરાવીએ છીએ. આપણે આપણા મનનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે વિચારીએ છીએ તે બદલીને ખુશી કેળવવી શકીયે અને અને દુઃખ ઘટાડી શકીએ છીએ." આભાર.