સંસાર વેદના લાવે છે, ધર્મ ખુશી લાવે છે

બધા જીવો ખુશ થવા ઈચ્છે છે, કોઈ નાખુશી નથી ઈચ્છતું. ધર્મ વેદનામાંથી મુક્તિ મેળવવા અને ખુશી પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ શીખવે છે. આપણે જે ધર્મનું પાલન કરીએ છીએ તે, વાસ્તવિક રીતે, કંઈક છે જે આપણને પકડી રાખે છે. આ ઘણી રીતે સમજાવી શકાય છે. તે આપણને વેદનાથી દૂર પકડીને છે અને ખુશીના તમામ સાચા સ્ત્રોત પકડે છે.

ખુશી શારીરિક કે માનસિક હોઈ શકે છે. વેદનાના પણ બે પ્રકાર છે: શારીરિક અને માનસિક. આપણામાંના ઘણા, ભલે આપણે ખુશી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ છીએ, પરંતુ આપણે આ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓથી અજાણ છીએ. આપણે જે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ તે આપણને વેદના તરફ દોરી જાય છે.

કેટલાક લોકો આજીવિકા માટે લૂંટ કરે છે અને હત્યા કરે છે. તેઓ વિચારે છે કે આનાથી તેમને ખુશી મળશે. એવું નથી. બીજા ઘણા એવા છે જેઓ કાયદાની મર્યાદામાં રહીને વેપારી, ખેડૂત વગેરે બનીને ખુશી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. આવી પદ્ધતિઓ દ્વારા ઘણા લોકો ઘણા પૈસાદાર અને પ્રખ્યાત બની જાય છે. આ પ્રકારની ખુશી એવી નથી કે જે કાયમ ટકી શકે; તે અંતિમ ખુશી નથી. આપણી પાસે ગમે તેટલી ખુશીઓ કે ભૌતિક ચીજવસ્તુઓ હોય, આપણે ક્યારેય સંતુષ્ટ થતા નથી કે આપણી પાસે પૂરતું છે. જો આપણી પાસે આખા દેશની માલિકી હોત, તો પણ આપણને વધુ ઈચ્છીશું.

ખુશી પ્રાપ્ત કરવા માટે આપણે જે કામ કરીએ છીએ તેનો ક્યારેય અંત આવતો નથી. આપણે શક્ય તેટલા ઝડપી માધ્યમોથી ફરવાનો પ્રયાસ કરીએ છીએ, ગાડી વગેરે - આ પ્રકારની શોધનો કોઈ અંત નથી. તેથી જ એવું કહેવામાં આવે છે કે સંસારિક અસ્તિત્વનો કોઈ અંત નથી, તે ફક્ત ગોળ ગોળ ફરિયા કરે છે. આપણે બધા આ સમજી શકીએ છીએ: દુન્યવી વ્યાસંગો ક્યારેય સમાપ્ત થતા નથી.

ફૂલ નવું હોય ત્યારે તાજું હોય છે, જૂનું થાય ત્યારે ઝાંખું પડી જાય છે. આ જીવનમાં તમે ભલે કાંઈ પણ હાંસલ કરો, તેનો અંત આવશે. સમય જતાં તે આપણા જીવનના અંત સુધી સમાપ્ત થાય છે જ્યાં આપણને સૌથી વધુ વેદના હોય છે. ઉદાહરણ તરીકે, મોટરગાડી. તમે ભંગાર વાડો પાસેથી પસાર થાઓ છો જ્યાં જૂની ગાડી ફેંકી દેવામાં આવે છે. આ અંતિમ અંત છે, એવી સ્થિતિમાં જ્યાં બધું ભંગારમાં ફેરવાઈ ગયું છે. ગાડી સારી સ્થિતિમાં હોય ત્યારે પણ આપણે તેની ચિંતા કરીએ છીએ. આપણને ચિંતા છે કે ભાગો તૂટી જશે, કર અને વીમા ચૂકવણીઓ વગેરે વગેરે. આપણે આ ઉદાહરણને આપણી બધી ભૌતિક સંપત્તિ સુધી વિસ્તારી શકીએ છીએ. આપણી પાસે જેટલી વધુ હોય, તેટલી જ આપણને તેમના વિશે વધુ ચિંતાઓ હોય છે.

ધર્મ એ છે જે માનસિક ખુશી પ્રાપ્ત કરવાની પદ્ધતિ શીખવે છે. અમુક પ્રકારની માનસિક ખુશી પ્રાપ્ત કરવા માટે, આપણે શારીરિક કામ કરતા નથી: આપણે આપણા મન જોડે કામ કરવાની જરૂર છે. મનમાં, જો કે, ભવિષ્યના જીવનકાળોના અને પાછલા જીવનકાળોના પણ, સાતત્યનો લાંબો પ્રવાહ છે. દરેક જીવનકાળમાં, આપણી પાસે એક શરીર છે અને આપણે તે શરીર માટે ખુશી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ મૃત્યુ સમયે મન ચાલુ રહે છે. તેથી, આપણે જે ખુશીની ઈચ્છા કરવાની જરૂર છે તે માત્ર મહાન અને સ્થિર ખુશી જ નથી, પરંતુ એવું જે આપણા ભાવિ જીવનકાળ સુધી ટકે છે અને જેની સાતત્યતામાં કોઈ વિરામ નથી.

ભલે આપણે ગમે તે પ્રકારની પ્રવૃત્તિ કરીએ, રચનાત્મક હોય કે ન હોય, તે ધર્મ નથી, પરંતુ સકારાત્મક ક્રિયાઓ જે આપણા ભાવિ જીવનકાળ માટે કરવામાં આવે છે, તે જ ધર્મ છે.

ખુશી કે નાખુશી આપણાં કાર્યોથી આવે છે. આ કર્મ ક્રિયાઓ વિશે, નકારાત્મક ક્રિયાઓ નકારાત્મક પરિણામો લાવે છે અને સકારાત્મક ક્રિયાઓ સકારાત્મક પરિણામો લાવે છે. આ જીવનમાં આપણે જે કંઈપણ સારી રીતે કરી શકીએ છીએ, ખેતરો રોપવા, વગેરે, આ આપણે આપણા પાછલા જીવનમાં કરેલા સકારાત્મક કાર્યોનું પરિણામ છે. જો આપણે ખૂબ બીમાર રહીએ છીએ, અથવા જો આપણે નાખુશ છીએ અથવા જીવન ટૂંકો છે, તો આ ભૂતકાળમાં આપણે કરેલા નકારાત્મક કાર્યોનું પરિણામ છે.

ઉદાહરણ તરીકે, બે વેપારીઓ છે, એક સફળ છે અને એક નથી. આ અગાઉના કર્મોને કારણે છે. તમે બે ઉદ્યોગપતિઓને જોઈ શકો છો, એક ખૂબ જ મહેનત કરે છે અને સફળ થતો નથી જ્યારે બીજાને સખત મહેનત કરવાની જરૂર નથી પણ સફળ થાય છે. બીજું ઉદાહરણ, જો તમે જીવંત જીવોને મારી નાખો, તો તમારું જીવન ટૂંકું હશે અને તમને માંદગી થશે. તમે તમારા ગેશે-લાને આ બધા વિશે અહીં પૂછી શકો છો.

જો તમે આ નકારાત્મક ક્રિયાઓ કરવાથી દૂર રહેશો, તો તમે નીચલા ક્ષેત્રમાં નહીં, પરંતુ માનવ તરીકે અથવા દેવના ક્ષેત્રમાં જન્મશો. પરંતુ જો તમે મનુષ્ય અથવા દેવ તરીકે જન્મ્યા હોવ તો પણ, આ તમને અંતિમ ખુશી લાવતું નથી - તે બધું વેદનાના સ્વભાવમાં છે. આવું કેમ છે? જો તમે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરો છો, તો તમે નીચા સ્થાને આવો છો; જો તમે નીચી સ્થાને છો, તો તમે ઉચ્ચ સ્થાન પર જાઓ છો. આનાથી ભારે વેદના થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે ભૂખ્યા છો, તો તમે ખોરાક ખાઓ છો; પરંતુ જો તમે વધારે ખાઓ છો, તો પછી તમે બીમાર થશો. જો તમને ઠંડી લાગે છે, તો તમે તાપક ચાલુ કરો છો અને ખૂબ ગરમી લાગે છે; પછી તમારે ઠંડા થવું પડશે. આ બધા વેદનાના પ્રકારો છે.

સંસાર (અનિયંત્રિત પુનરાવર્તિત અસ્તિત્વ) આ પ્રકારના વેદનાઓનો સમાવેશ કરે છે. તે કર્મ અને વિવિધ ખલેલ પહોંચાડતી લાગણીઓ અને વલણોનું પરિણામ છે. આપણે શૂન્યતા અથવા ઓળખહીનતાની વિદ્વતા (ભેદભાવ જાગૃતિ) વિકસાવવાની જરૂર છે.

આપણે જોઈ શકીએ છીએ, જેઓ તેમના સંસારના અંત સુધી પહોંચી ગયા છે, તેમના ઉદાહરણ તરીકે, સોળ અર્હત અને અન્ય વિવિધ આર્યો જેમણે આ સ્થિતિ પ્રાપ્ત કરી છે. જો કે આપણે આપણા પોતાના સંસારિક અસ્તિત્વનો અંત લાવી શકીએ છીએ, પરંતુ આ કરવું પૂરતું નથી, કારણ કે તમામ મર્યાદિત જીવો (સંવેદનશીલ માણસો) કરતાં કોઈ પણ આપણા માટે વધુ દયાળુ નથી રહ્યા. દુગ્ધાલય ઉત્પાદનો પ્રાણીઓની દયાથી આવે છે. જો આપણે માંસનો આનંદ માણીએ, તો તે તંદુરસ્ત હોવા છતાં કતલ કરાયેલા પ્રાણીઓમાંથી આવે છે. શિયાળામાં, આપણે રુવાંટીના કોટ અને ઊન પહેરીએ છીએ, જે પ્રાણીઓ પાસેથી આવે છે. તેઓ આપણને આ પ્રદાન કરવા માટે ખૂબ જ દયાળુ છે. આપણે પોતે બુદ્ધત્વની સ્થિતિ પ્રાપ્ત કરીને તમામ જીવોની દયાનું ઋણ ચૂકવવાની જરૂર છે - પછી આપણે તમામ મર્યાદિત જીવોના ઉદ્દેશ્યોને પૂર્ણ કરી શકીશું.

શ્રાવકો અને અર્હત મર્યાદિત જીવોના તમામ હેતુઓને પૂર્ણ કરી શકતા નથી. માત્ર એક જ જે આ કરી શકે છે તે બુદ્ધ છે, અને તેથી તેમને મદદ કરવા માટે આપણે આ જ કરવું જોઈએ. આપણે પોતે બુદ્ધ બનવાની જરૂર છે.

આપણે આ કેવી રીતે કરી શકીએ? ધર્મનું પાલન કરીને. ભારતમાં, અત્યંત કુશળ મહાસિદ્ધો હતા, આપણી પાસે તેમાંથી એંશીની જીવનકથાઓ છે, પરંતુ ખરેખર તેમની સંખ્યા અસંખ્ય છે. તેઓ તેમના જીવનકાળમાં જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તિબેટમાં, મિલારેપા અને કાગ્યુ, ન્યીનગ્મા, સાક્યા અને ગેલુગ શાળાઓના અન્ય ઘણા મહાન ગુરુઓનું ઉદાહરણ છે.

એકવાર આપણે બુદ્ધની સ્થિતિ પ્રાપ્ત કરી લઈએ, પછી આપણા ધર્મ પ્રયત્નોનો અંત આવે છે. આપણે ધર્મમાં જે કામ કરીએ છીએ તે શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ તે સરળ અને સરળ થતું જાય છે અને જેમ જેમ આપણે પ્રગતિ કરીએ છીએ તેમ તેમ આપણે વધુ અને વધુ ખુશ થતા જઈએ છીએ. આપણે આપણું ધર્મ કાર્ય પૂર્ણ આનંદની સ્થિતિમાં પૂર્ણ કરીએ છીએ. દુન્યવી કાર્ય આપણને માત્ર વધુ વેદના લાવે છે.

ઉદાહરણ તરીકે, જ્યારે લોકો મૃત્યુ પામે છે, ત્યારે તેમનું જીવન પરાકાષ્ઠાએ પહોંચે છે અથવા મૃત્યુના અંતિમ બિંદુએ પહોંચે છે, તે માત્ર પોતાને જ નહીં, પરંતુ પાછળ છોડી ગયેલા લોકો માટે પણ દુઃખ અને વેદનાનું કારણ બને છે, ઉદાહરણ તરીકે તેમના અંતિમ સંસ્કાર વખતે. આપણે આ વિશે વિચારવાની અને અમુક પ્રકારનું ધર્મ કાર્ય કરવાની જરૂર છે. જ્ઞાનની પ્રાપ્તિ સાથે ધર્મની પરાકાષ્ઠા અથવા અંતિમ બિંદુ સુધી પહોંચવાથી માત્ર આપણા માટે જ નહીં, પરંતુ અન્ય તમામને પણ ખુશી મળે છે.

આપણે દસ નકારાત્મક ક્રિયાઓ કરવાથી દૂર રહેવાની જરૂર છે. જો આપણે સકારાત્મક ક્રિયાઓ કરીએ, તો આપણે ખુશીનો અનુભવ કરીએ છીએ, અને જો આપણે નકારાત્મક કાર્યો કરીએ, તો આપણે વેદનાનો અનુભવ કરીએ છીએ. આપણે આપણી ક્રિયાઓના પરિણામોની તપાસ કરવાની જરૂર છે અને આપણે આપણા પોતાના મનને આપણી ક્રિયાઓના કારણો તરીકે તપાસવાની જરૂર છે. જ્યારે આપણે તપાસ કરીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે આપણી પાસે ત્રણ ઝેરી લાગણીઓ અને વલણ છે: ઇચ્છા, દુશ્મનાવટ અને બંધ મનની અજ્ઞાનતા (નિષ્કપટતા).

આમાંથી, આપણને ૮૪,૦૦૦ પ્રકારની ખલેલ પહોંચાડતી લાગણીઓ અને વલણો મળે છે. આ ૮૪,૦૦૦ ભ્રમણા આપણા મુખ્ય દુશ્મનો છે, તેથી આપણે આપણા દુશ્મનો માટે આપણી આસપાસ નહીં, આપણી અંદર જોઈએ છીએ. આ ૮૪,૦૦૦ માંથી, મુખ્ય આ ત્રણ ઝેર છે, અને સૌથી ખરાબ છે બંધ મનનું અજ્ઞાનતા અથવા નિષ્કપટતા, જે આપણા પોતાના જ મન-પ્રવાહમાં છે.

ટૂંકમાં, આપણે આપણી અંદર જોવાની જરૂર છે અને આ આંતરિક દુશ્મનોનો અંત લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેથી જ બુદ્ધ ધર્મના અનુયાયીઓને "આંતરિક" (નાંગ-પા) કહેવામાં આવે છે, કારણ કે તેઓ હંમેશા અંદર જુએ છે. જો આપણે આપણા માનસિક સાતત્યમાં આ ખલેલ પહોંચાડતી લાગણીઓ અને વલણોનો અંત લાવી દઈએ, તો આપણે આપણા બધા વેદનાનો અંત લાવી દઈશું. જે વ્યક્તિ આ કરવા માટે કામ કરે છે તેને ધર્મનું પાલન કરનાર તરીકે ઓળખવામાં આવે છે.

કોઈ વ્યક્તિ કે જે ફક્ત તેમની અંદરની ખલેલ પહોંચાડતી લાગણીઓ અને વલણોને દૂર કરવા માટે કાર્ય કરે છે તેની ધર્મ પ્રવૃત્તિ એ હિનયાન વાહનની ધર્મ પ્રવૃત્તિ છે. જો આપણે આપણી ભ્રમણાઓને માત્ર આપણા પોતાના વેદનામાંથી મુક્તિ મેળવવા માટે જ નહીં, પણ અન્યને વધુ મહત્ત્વપૂર્ણ ગણીએ અને આપણા ભ્રમણાઓને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહીએ જેથી કરીને આપણે તેમના મનમાં રહેલી ખલેલ પહોંચાડતી લાગણીઓ અને વલણોને દૂર કરવામાં પણ મદદ કરી શકીએ, તો પછી આપણે મહાયાન સાધકો છીએ. આ શરીરના કાર્યકારી આધારે, આપણે મહાયાનવાદી બનવાનો પ્રયાસ કરવાની જરૂર છે, અને પરિણામ એ છે કે આપણે બુદ્ધની પ્રબુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ છીએ.

મુખ્ય મુદ્દો એ છે કે હંમેશા દરેકને ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન કરવો અને ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવું નહીં. જો આપણે "ૐ મણિ પદ્મે હૂં" નો પાઠ કરીએ, તો તમારે વિચારવાનું છે, "આ કરવાની સકારાત્મક શક્તિ તમામ મર્યાદિત જીવોને લાભ આપી શકે."

આપણા કાર્યકારી આધાર તરીકે આપણી પાસે આ શરીરો મેળવું મુશ્કેલ છે: માનવ તરીકે જન્મ સહેલાઈથી મળતો નથી. ઉદાહરણ તરીકે, પૃથ્વીને જુઓ. તેનો મોટાભાગનો ભાગ સમુદ્ર છે, અને વિચારો કે આ બધા મહાસાગરોમાં કેટલી માછલીઓ છે. સૌથી વધુ સંખ્યા સાથેનું જીવન સ્વરૂપ પ્રાણીઓ અને જંતુઓ છે. જો આપણે આખા ગ્રહ અને પ્રાણીઓ અને જંતુઓની સંખ્યા વિશે વિચારીએ, તો આપણ જોશું કે માનવ જન્મ કેટલો વિરલ છે.

સારાંશ

ધર્મમાં, અનુભૂતિ અને આંતરદૃષ્ટિ ખૂબ જ ધીરે ધીરે આવે છે. માત્ર થોડા દિવસો, અઠવાડિયા કે મહિનામાં નહીં. બહુ ઓછા મનુષ્યો પણ ખરેખર ધર્મ વિશે વિચારે છે, તેની અનુભૂતિ કરવી દૂર ની વાત છે. આપણે તેના પર લાંબા સમય સુધી સતત કામ કરવાની જરૂર છે. તમારી પાસે અહીં એક સારી ગુણવત્તાવાળું ગેશે છે જે તમારા બધા પ્રશ્નોના જવાબ આપી શકે છે. લાંબા ગાળે, બુદ્ધ ધર્મ સતત વિકાસ પામશે અને વ્યાપક બનશે. તે હજુ પણ વધી રહ્યું છે અને ખૂબ જીવંત છે. જ્યારે બુદ્ધે પ્રથમ શીખવ્યું ત્યારે તેમના માત્ર પાંચ શિષ્યો હતા. તે આ લોકોમાંથી ફેલાયુ છે, અને હવે આટલી મોટી હદ સુધી હાજર છે.

હવે આપણી પાસે શાક્યમુનિના સમકક્ષ કોઈ છે, પરમ પવિત્ર દલાઈ લામા, જે ઓક્ટોબરમાં અહીં આવશે. પરમ પવિત્રતા તમને જે કંઈ પણ શિક્ષણ આપે છે, તેને હૃદયમાં રાખો અને તેનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરો. ઉપદેશોનો સાર એ છે કે ક્યારેય કોઈ પ્રાણીને નુકસાન ન પહોંચાડવું અને કોઈ હાનિકારક વિચારો ન રાખવા - ફક્ત તેમને લાભ આપવાનો પ્રયાસ કરો. આ મુખ્ય મુદ્દો છે. જો તમે આ રીતે કાર્ય કરશો, તો તે ભવિષ્યમાં ઘણો લાભ લાવશે.

Top