આધ્યાત્મિક શિક્ષકો

બૌદ્ધ ઉપદેશોને પ્રામાણિક માનવામાં આવે છે જ્યારે તે અનુભવી ગુરુઓના અખંડ વંશ દ્વારા, બુદ્ધમાં પાછળ શુદ્ધિ શોધી શકાય છે. જ્યારે અમને આમાં વિશ્વાસ થાય, ત્યારે અમે ઉપદેશોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીયે, એ જાણીને કે જ્યારે એને યોગ્ય રીતે સમજવામાં આવશે અને લાગુ કરવામાં આવશે, ત્યારે તે અમને જોઈતા ફાયદાકારક પરિણામો લાવશે.

શાક્યમુનિ બુદ્ધ

શાક્યમુનિ બુદ્ધ એક મહાન શિક્ષક હતા, જેઓ ૨૫૦૦ વર્ષ પહેલાં ભારતમાં રહેતા હતા અને, બોધ પ્રાપ્ત કર્યા પછી, બીજા બધા કેવી રીતે તે કરી શકે છે તે બતાવ્યુ.

નાગાર્જુન

નાગાર્જુન એ અગ્રણી ભારતીય ગુરુ હતા જેમણે ખાલીપણા પર બુદ્ધના ઉપદેશો સમજાવ્યા હતા.

આર્યદેવ

આર્યદેવ (મધ્ય ૨જી - મધ્ય ૩જી સદી સી.ઇ.) નાગાર્જુનના મુખ્ય શિષ્ય હતા. તેમણે શૂન્યતા પર નાગાર્જુનના ઉપદેશો સમજાવ્યા અને વિસ્તૃત કર્યા.

શાંતિદેવ

શાંતિદેવ મહાન ભારતીય ગુરુ હતા જેમણે બોધિસત્વોની પ્રથા અને આચરણ સમજાવ્યું હતું.

અતિષ

અતિષએ બૌદ્ધ ધર્મને ભારતથી તિબેટમાં તેના અસ્થાયી પતન પછી વધુ એક વખત પ્રસારિત કર્યો.

૧૪માં દલાઈ લામા

૧૪મા દલાઈ લામા તિબેટીયન બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક વડા, ૧૯૮૯ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને અહિંસા અને કરુણાના વિશ્વ ચિહ્ન છે.

યોંગડ્ઝિન લિંગ રિનપોચે

યોંગડ્ઝિન લિંગ રિનપોચે ૧૪મા દલાઈ લામા અને ૯૭મા ગાંડેન ત્રિપાના વરિષ્ઠ શિક્ષક હતા, જે ગેલુગ્પા પરંપરાના આધ્યાત્મિક વડા હતા.

ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચે

ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચે ૧૪મા દલાઈ લામાના ટીચર્સ અને માસ્ટર ડિબેટ પાર્ટનર્સ પૈકીના એક હતા અને તિબેટીયન બૌદ્ધ ધર્મના સંપૂર્ણ અવકાશમાં નિપુણ હતા.

ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચે II

ત્સેન્ઝાબ સેરકોંગ રિન્પચે II એ ત્સેન્ઝાબ સેરકોંગ રિન્પોચેનો "તુલકુ" પુનર્જન્મ છે.

ગેશે નગાવાંગ ધારગ્યેય

ગેશે નગાવાંગ ધારગ્યેય ભારતની ધર્મશાળાની લાઇબ્રેરી ઑફ તિબેટીયન વર્ક્સ એન્ડ આર્કાઇવ્સમાં પશ્ચિમી લોકો માટે બૌદ્ધ ધર્મના અગ્રણી શિક્ષક હતા.
Top