શાક્યમુનિ બુદ્ધ ભારત અને નેપાળના સરહદી પ્રદેશોમાં ૨૫૦૦ વર્ષ પહેલાં રહેતા હતા. અંગત અનુભવ અને ઊંડા ધ્યાન દ્વારા, બુદ્ધને વાસ્તવિકતાના સાચા સ્વભાવની અનુભૂતિ થઈ. આ સાથે, તેમને તેમની બધી મૂંઝવણો અને ખામીઓ દૂર કરી, તેમની તમામ સંભવિતતાઓને સમજ્યા અને બોધ પ્રાપ્ત કર્યું. તેમનું બાકીનું જીવન તેમની આંતરદૃષ્ટિ પ્રદાન કરવામાં વિતાવતા, બુદ્ધે અન્ય લોકોને પણ જીવનની મુશ્કેલીઓમાંથી મુક્ત થવાના માર્ગો બતાવ્યા.