આપણે બૌદ્ધ ઉપદેશને જેટલા ઊંડાણથી શીખીએ છીએ, તેટલો જ વધુ અસરકારક આપનો અભ્યાસ આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટે બને છે. આપણું મન અત્યંત જટિલ છે, તેથી આપણને એની સાથે મેળ ખાતી પદ્ધતિઓની જરૂર છે; ગહન ધર્મ અભ્યાસ એક પછી એક આવી પદ્ધતિઓ દર્શાવે છે. જીગ્સૉ પઝલને એકસાથે મૂકવાની જેમ, આપણે ધર્મના આ ટુકડાઓને એકસાથે ફિટ કરીએ છીએ અને તેને ચિંતન અને ધ્યાન દ્વારા આપણા રોજિંદા જીવનમાં લાગુ કરવાની રીત જાણીયે છીએ.