Study buddhism aryadeva 400

આર્યદેવ

આર્યદેવ ('ફાગ્સ-પાઈ લ્હા)નો જન્મ શ્રીલંકામાં એક રાજવી પરિવારમાં થયો હતો, અને તેઓ ૨જી અને ૩જી સદીના મધ્યમાં જીવિત હતા. કેટલાક અહેવાલો અનુસાર, તેમનો જન્મ કમળમાંથી થયો હતો. નાની ઉંમરે, તેઓ સાધુ બન્યા અને રાજા ઉદયભદ્રના શતવાહન રાજ્યમાં નાગાર્જુન સાથે અભ્યાસ કરવા દક્ષિણ ભારત જતા પહેલા તેમને બૌદ્ધ ગ્રંથ, ત્રિપિટકનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. રાજા ઉદયભદ્ર નાગાર્જુનના "મિત્રને પત્ર અને કિંમતી માળા" પ્રાપ્ત કરનાર હતા. આર્યદેવ નાગાર્જુન સાથે ગયા અને શતવાહન સામ્રાજ્યની અંદર, આંધ્ર પ્રદેશમાં આધુનિક નાગાર્જુનકોન્ડા ખીણની તરફ દેખાતા પવિત્ર પર્વતો, શ્રી પર્વતમાં તેમની સાથે અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું.

તે સમયે, શિવના ભક્ત માતૃચેતા, નાલંદામાં વાદ-વિવાદમાં બધાને હરાવી રહ્યા હતા. આર્યદેવ પડકારને મળવા ગયા. રસ્તામાં, તે એક વૃદ્ધ સ્ત્રીને મળ્યો, જે વિશેષ શક્તિઓ સિદ્ધ કરવાનો પ્રયાસ કરી રહી હતી અને તે હેતુ માટે, તેને એક વિદ્વાન સાધુની આંખની જરૂર હતી. કરુણાથી પ્રેરિત, એમને એમની એક આંખ આપી, પરંતુ જ્યારે તેણીએ તે લીધી, ત્યારે તેણીએ તેને ખડક થી તોડી નાખ્યું. ત્યારપછી આર્યદેવ માત્ર એક જ આંખ ધરાવતા એમ પ્રખ્યાત થયા. આર્યદેવે વાદવિવાદ અને વિશેષ શક્તિ બંનેમાં માતૃચેતાને હરાવ્યું અને પછી, માતૃચેતા તેમના શિષ્ય બન્યા.

આર્યદેવ ઘણા વર્ષો સુધી નાલંદામાં રહ્યા. જીવનમાં પછીથી, જો કે, તેઓ નાગાર્જુન પાસે પાછા ફર્યા, જેમણે તેમના અવસાન પહેલાં તેમની તમામ ઉપદેશો તેમને સોંપી દીધી. આર્યદેવે દક્ષિણ ભારતના તે વિસ્તારમાં ઘણા મઠો બાંધ્યા અને વ્યાપકપણે શીખવાડ્યું, અને મહાયાન પરંપરાની સ્થાપના કરી અને ખાસ કરીને, મધ્યમાક સિદ્ધાંતો તેમનો લખાણ, બોધિસત્વના યોગની ક્રિયાઓ પર ચારસો શ્લોકનો ગ્રંથ (બયાંગ-ચુબ સેમ્સ-દપાઈ ર્નલ-બ્યોર સ્પ્યોદ-પા બ્ઝહિ-બર્જ્ઞા-પાઈ બસ્તાન બકોસ કયી ટશીગ-લેઉર બ્યાસ-પા, સંસ્કૃત બોધિસત્ત્વયોગાચાર્ય-ચતુહશાતાકા-શાસ્ત્ર-કારિકા). તેને ટૂંકમાં ચારસો અથવા ચારસો શ્લોક ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. નાગાર્જુનની જેમ, આર્યદેવે પણ ગુહ્યસમાજ તંત્ર પર ભાષ્યો લખ્યા હતા.

Top