સોંગખાપા (૧૩૫૭ - ૧૪૧૯) તિબેટીયન બૌદ્ધ ધર્મના મહાન સુધારક હતા. તેમણે મઠના શિસ્તનું કડક પાલનની હિમાયત કરી અને બૌદ્ધ દર્શન અને તાંત્રિક પ્રથાના ઘણા ઊંડા મુદ્દાઓને સ્પષ્ટ કર્યા. ગેલુગ્પા પરંપરા જે તેમના પાસેથી મળે છે તે તિબેટમાં બૌદ્ધ ધર્મનું મુખ્ય સ્વરૂપ બની ગયું છે.