એલેક્ઝાન્ડર બર્ઝિન (જન્મ ૧૯૪૪) અમેરિકાના ન્યુ જર્સીમાં મોટા થયા હતા. તેમણે ૧૯૬૨માં રુટગર્સ અને પછી પ્રિન્સટન યુનિવર્સિટીઓમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ શરૂ કર્યો, અને ૧૯૭૨માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને ભારતીય અભ્યાસ વિભાગો અને દૂર પૂર્વીય ભાષાઓ (ચીની) વચ્ચે સંયુક્ત રીતે પીએચ.ડી. ની પદવી મેળવી. બૌદ્ધ ધર્મ એક એશિયન સભ્યતાથી બીજી સભ્યતામાં કેવી રીતે પ્રસારિત થયી અને તેનો અનુવાદ અને અપનાવ કેવી રીતે થયો તેનાથી પ્રેરિત થઈને, તેમનું ધ્યાન ત્યારથી પરંપરાગત બૌદ્ધ અને આધુનિક પશ્ચિમી સંસ્કૃતિઓને જોડવા પર કેન્દ્રિત રહ્યું છે.
ડૉ. બર્ઝિન ૨૯ વર્ષ સુધી ભારતમાં રહ્યા, પહેલા ફુલબ્રાઇટ સ્કોલર તરીકે અને પછી અનુવાદન કાર્યાલય સાથે, જે તેમણે ધર્મશાલામાં તિબેટીયન વર્ક્સ અને આર્કાઇવ્ઝની પુસ્તકાલયમાં સ્થાપિત કરવામાં મદદ કરી. ભારતમાં રહીને, તેમણે ચારેય તિબેટીયન બૌદ્ધ પરંપરાઓના ગુરુઓ સાથે પોતાનો અભ્યાસ આગળ વધાર્યો; જોકે, તેમના મુખ્ય શિક્ષકો પરમ પવિત્ર દલાઈ લામા, ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચે અને ગેશે નગાવાંગ ધારગ્યેય રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ અભ્યાસ કરીને, તેમણે ગેલુગ પરંપરાના મુખ્ય ધ્યાન એકાંતો પૂર્ણ કર્યા.
નવ વર્ષ સુધી, તેઓ ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચેના મુખ્ય દુભાષિયા હતા, તેમના વિદેશી પ્રવાસોમાં તેમની સાથે જતા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ બૌદ્ધ શિક્ષક બનવાની તાલીમ લેતા હતા. તેમણે પરમ પવિત્ર દલાઈ લામા એચ.એચ માટે પ્રસંગોપાત દુભાષિયા તરીકે સેવા આપી છે અને તેમના માટે અનેક આંતરરાષ્ટ્રીય યોજનાઓની ગોઠવણ કરી છે. આમાં ચેર્નોબિલ કિરણોત્સર્ગ આપત્તિના પીડિતો માટે તિબેટીયન તબીબી સહાય; મોંગોલિયામાં બૌદ્ધ ધર્મના પુનરુત્થાનમાં મદદ કરવા માટે બોલચાલની મોંગોલિયન ભાષામાં મૂળભૂત બૌદ્ધ ગ્રંથોની તૈયારી; અને ઇસ્લામિક વિશ્વની યુનિવર્સિટીઓમાં બૌદ્ધ-મુસ્લિમ સંવાદની શરૂઆતનો સમાવેશ થાય છે.
૧૯૮૦ થી, ડૉ. બર્ઝિન વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે, ૭૦ થી વધુ દેશોની યુનિવર્સિટીઓ અને બૌદ્ધ કેન્દ્રોમાં બૌદ્ધ ધર્મ પર વ્યાખ્યાનો આપ્યા છે. તેઓ મોટાભાગના સામ્યવાદી વિશ્વમાં, સમગ્ર લેટિન અમેરિકા અને આફ્રિકાના મોટા ભાગોમાં બૌદ્ધ ધર્મ શીખવનારા પ્રથમ વ્યક્તિઓમાંના એક હતા. તેમની યાત્રાઓ દરમિયાન, તેમણે સતત બૌદ્ધ ધર્મને સરળ બનાવવા અને રોજિંદા જીવનમાં તેના ઉપદેશોનો વ્યવહારિક ઉપયોગ બતાવવાનો પ્રયાસ કર્યો છે.
એક કુશળ લેખક અને અનુવાદક, ડૉ. બર્ઝિને ૧૭ પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં રિલેટિંગ ટુ અ સ્પિરિચ્યુઅલ ટીચર, ટેકિંગ ધ કાલચક્ર ઇનિશિયેશન, ડેવલપિંગ બેલેન્સ્ડ સેન્સિટિવિટી અને એચ.એચ. દલાઈ લામા સાથે ધ ગેલુગ-કાગ્યુ ટ્રેડિશન ઓફ મહામુદ્રા નો સમાવેશ થાય છે.
૧૯૯૮ ના અંતમાં, ડૉ. બર્ઝિન પશ્ચિમમાં પાછા ફર્યા, તેમણે તૈયાર કરેલા પુસ્તકો, લેખો અને અનુવાદોની લગભગ ૩૦,૦૦૦ પાનાની અપ્રકાશિત હસ્તપ્રતો, તેમણે અનુવાદ કરેલા મહાન ગુરુઓના ઉપદેશોના અનુલેખન અને આ ગુરુઓ પાસેથી મેળવેલા તમામ ઉપદેશોની નોંધો સાથે. આ સામગ્રીના અન્ય લોકો માટે ફાયદાકારક હોવાની ખાતરી જોડે અને તે ખોવાઈ ન જાય તે માટે, તેમણે તેનું નામ "બર્ઝિન આર્કાઇવ્ઝ" રાખ્યું અને જર્મનીના બર્લિનમાં સ્થાયી થયા. ત્યાં, એચ. એચ. દલાઈ લામાના પ્રોત્સાહનથી, તેમણે આ વિશાળ સામગ્રીને ઇન્ટરનેટ પર વિશ્વભરમાં શક્ય તેટલી ભાષાઓમાં મુક્તપણે ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું.
આમ, ડિસેમ્બર ૨૦૦૧માં બર્ઝિન આર્કાઇવ્સ વેબસાઇટ ઓનલાઇન થઈ. તેમાં ડૉ. બર્ઝિનના ચાલુ વ્યાખ્યાનોનો સમાવેશ કરવા માટે વિસ્તાર કર્યો છે અને હવે તે (૨૦૧૫ માં) ૨૧ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમાંથી ઘણી ભાષાઓ માટે, ખાસ કરીને છ ઇસ્લામિક વિશ્વ ભાષાઓ માટે, તે આ ક્ષેત્રમાં અગ્રણી કાર્ય છે. વેબસાઇટનું વર્તમાન સંસ્કરણ (૨૦૨૧ માં ૩૨ ભાષાઓમાં) પરંપરાગત બૌદ્ધ અને આધુનિક વિશ્વ વચ્ચે સેતુ બનાવવા માટે ડૉ. બર્ઝિનની આજીવન પ્રતિબદ્ધતાનું આગળનું પગલું છે. ઉપદેશોને સેતુ પાર માર્ગદર્શન આપીને અને આધુનિક જીવન સાથે તેમની સુસંગતતા દર્શાવીને, તેમની દ્રષ્ટિ એવી રહી છે કે તેઓ વિશ્વમાં ભાવનાત્મક સંતુલન લાવવામાં મદદ કરે.