લિંગ રિનપોચે તરફથી સંદેશ

જેમ જેમ માહિતી ઈન્ટરનેટ દ્વારા વધુ સરળતાથી અને વ્યાપકપણે ઉપલબ્ધ થતી જાય છે, વિશ્વભરના વધુને વધુ લોકો, જેઓ બૌદ્ધ ધર્મ અને તિબેટીયન સંસ્કૃતિના અન્ય પાસાઓ વિશે જાણવામાં રસ ધરાવે છે, તેઓ માહિતીના પ્રથમ સ્ત્રોત તરીકે તેની તરફ વળે છે. જે તેમના અભ્યાસમાં વધુ ઊંડે જવા માંગે છે તે લાયક શિક્ષકોની શોધ કરે છે અને જ્યારે તકો હોય ત્યારે તેમની સાથે અભ્યાસ કરવાનું શરૂ કરે છે. આવા વ્યક્તિઓ માટે, ઈન્ટરનેટ તેમના અભ્યાસને પૂરક બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે કામ કરે છે. કેટલાક વ્યક્તિઓ એટલા ભાગ્યશાળી હોતા નથી અને વિવિધ કારણોસર, લાયક શિક્ષક ન ગોતી શકે. જો તેમને એક મળી જાય, તો પણ તેમની પાસે નાણાકીય અથવા સંસ્થાકીય કારણોસર તેમની પાસે પૂરતો ઍક્સેસ નથી. તેમના માટે, ઈન્ટરનેટ શિક્ષણ માટે હજુ વધુ આવશ્યક સ્ત્રોત બની જાય છે.

ઈન્ટરનેટ બૌદ્ધ ધર્મ અને તિબેટીયન સંસ્કૃતિ વિશે ઘણી સાઇટ્સથી ભરેલું છે. કેટલાક સચોટ માહિતી પ્રદાન કરે છે અને કેટલીક, કમનસીબે, ઓછી વિશ્વસનીય છે. આ પરિસ્થિતિમાં, હું ખૂબ જ ખુશ છું કે એલેક્સ બર્ઝિન બર્ઝિન આર્કાઇવ્સ વેબસાઇટ તૈયાર કરી રહ્યા છે અને તેના પર અધિકૃત સામગ્રી, વિવિધ ભાષાઓમાં, વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવી રહ્યા છે. મને એ વાતનો પણ આનંદ છે કે તે તેના પરની સામગ્રીને વિકલાંગો માટે સુલભ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે - એક વધતા જતા પ્રેક્ષકો કે, દુર્ભાગ્યે, ઘણી વખત અવગણના કરવામાં આવે છે.

એલેક્સ મારા પુરોગામી યોંગડ્ઝિન લિંગ રિનપોચેનો વિદ્યાર્થી અને પ્રસંગોપાત અનુવાદક હતો. આ જીવનકાળમાં પણ, અમે અમારું જોડાણ ચાલુ રાખીએ છીએ. માહિતી અને આધ્યાત્મિક તાલીમ આપવા માટેની પરંપરાગત અને આધુનિક પદ્ધતિઓના બુદ્ધિશાળી અને કરુણાપૂર્ણ સંમિશ્રણ દ્વારા, આ વિશ્વમાં શાંતિ અને ખુશીઓ ખીલી શકે છે.

૧૯મી મે, ૨૦૦૯
લિંગ રિનપોચે

Top