જ્યારે આપણે આપણું ધ્યાન કોઈના અપરાધ અથવા ભૂલથી વ્યક્તિ તરફ ફેરવીએ છીએ અને સમજીએ છીએ કે તે નારાજ છે અથવા મૂંઝવણમાં છે, ત્યારે આપણે ગુસ્સે થવાનું ટાળીએ છીએ અને કરુણા થી, તેમને માફ કરીએ છીએ.
Meditation forgiving others 1

સમજૂતી

ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ, ક્ષમાનો અર્થ થાય છે ગુના, ખામી અથવા ભૂલ માટે કોઈના પ્રત્યે ગુસ્સો અથવા નારાજગી અનુભવવાનું બંધ કરવું. કેટલાક લોકો માટે, વધારાનો સૂચિતાર્થ ધરાવે છે કે નારાજ વ્યક્તિનો અથવા કોઈ ઉચ્ચ સત્તા માફી આપે, જે પછી ગુનેગારને તેમના કૃત્યો માટે કોઈપણ સજામાંથી મુક્ત થાય છે.

માનસિક પરિબળોના બૌદ્ધ પૃથ્થકરણમાં સ્પષ્ટપણે ક્ષમા માટેના શબ્દનો સમાવેશ થતો નથી, પરંતુ તેમાં ગુસ્સો, રોષ (જેમાં દ્વેષ રાખવાનો સમાવેશ થાય છે) અને તેમના વિરોધીઓનો સમાવેશ થાય છે, એટલે કે ગુસ્સો ન કરવો અને ક્રૂર ન બનવું.

 • ગુસ્સે ન થવું તે પ્રતિકાર અને હાનિ ન કરવાની ઈચ્છા છે અન્ય લોકો અથવા આપણી જાતના પ્રતિભાવમાં જે આપણા કાર્યોને લીધે, પીડાય છે કે પીડાશે.
 • ક્રૂર ન થવું આ કરુણામાં વધારો કરે છે, તેમની વેદના અને તેના કારણોથી મુક્ત થવાની ઇચ્છા. 

તેથી, બૌદ્ધ દૃષ્ટિકોણથી, અમે ઇચ્છીએ છીએ કે અન્ય લોકો અથવા આપણી જાતને આપણી હાનિકારક ક્રિયાઓના પરિણામે કોઈપણ દુઃખમાંથી મુક્તિ મળે. પરંતુ કોઈને પણ તેના દુષ્કૃત્યોના કર્મના પરિણામોથી માફ કરવાની સત્તા નથી, તો કોઈ બધા કરતા સારું એવી ફૂલેલી ભાવનાનો કોઈ ભય નથી, જેમ પાદરી અથવા અદાલતના ન્યાયાધીશને હોય જે ગુનેગારોને માફી આપે

ક્ષમા માટેના બૌદ્ધ અભિગમની ચાવી એ છે કે વ્યક્તિ - પછી ભલે કોઈ અન્ય હોય કે આપણી જાતને - તેમની હાનિકારક અથવા વિનાશક ક્રિયાઓથી અથવા તેમની ભૂલોથી અલગ પાડવી. યાદ રાખો, આપણે વિનાશક રીતે કાર્ય કરીએ છીએ અને ભૂલો કરીએ છીએ એટલા માટે નહીં કે આપણે ખરાબ છીએ, પરંતુ કારણ કે આપણે વર્તનના કારણ અને અસર અને વાસ્તવિકતા વિશે મૂંઝવણમાં છીએ, અને તે પણ કારણ કે આપણી સમજ મર્યાદિત છે અને તેથી આપણે ભૂલો કરીએ છીએ. આપણે મર્યાદિત સંસારિક જીવો છીએ, જેમાં અનિયંત્રિતપણે વારંવાર થતી મૂંઝવણ અને સમસ્યાઓ છે, અને તેથી કરુણાના યોગ્ય વિષય છીએ. આપણે આપણી જાતને પૂરતું નુકસાન અને દુઃખ પહોંચાડીએ છીએ, આપણે વધુ ઉમેરવાની જરૂર નથી.

તેથી, બૌદ્ધ સંદર્ભમાં ક્ષમાનો અર્થ છે:

 • વ્યકિતને કૃત્યથી અલગ પાડવું - પછી ભલે કોઈ અન્ય હોય કે આપણે પોતે 
 • ગુસ્સો ન કરવો કે તેમના પ્રત્યે કે આપણી જાત પ્રત્યે ક્રૂર ન બનવું, પરંતુ તેના બદલે,
 • એવી ઈચ્છા સાથે સહાનુભૂતિ અનુભવો કે આપણે અથવા તેઓ જે કંઈપણ આપણને વિનાશક રીતે કાર્ય કરવા અથવા ભૂલ કરવા માટેનું કારણ બને છે તેનાથી મુક્ત થઈએ.

પરંતુ હાનિકારક વર્તણૂક અથવા ભૂલના સંદર્ભમાં, આપણે ફક્ત પાછળ બેસીને કંઈ નથી કરતા એવું નથી. વધુ વિનાશક વર્તણૂકને રોકવા અને ભૂલોને સુધારવા માટે આપણે જે પગલાં લઇ શકીએ તે લઈએ છીએ - પરંતુ ગુસ્સો કર્યા વિના અથવા દ્વેષ રાખ્યા વિના, અથવા કોઈ અભિમાની લાગણી કે આપણે તેમને માફ કરી રહ્યા છીએ.

ધ્યાન

જો કે આપણે બીજાઓ અને આપણી જાત સાથે ક્ષમા વિકસાવવાની જરૂર છે, આજે આપણે બીજાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આગલી વખતે, આપણે આપણી જાત પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

 • શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાંત થાઓ.
 • કોઈને યાદ કરો કે જેણે તમને નુકસાન પહોંચાડ્યું હોય અથવા તમને હેરાન કર્યા હોય કે જેના પર તમે ગુસ્સે થયા હોય અને નારાજગી અનુભવી હોય અને કદાચ દ્વેષ પણ રાખ્યો હોય, જેથી પછીથી તમે તેણે શું કર્યું તે વિશે વિચારતા રહો અને ગુસ્સે અને ઉદાસ થયા.
 • તમને કેવું લાગ્યું તે યાદ કરવાનો પ્રયાસ કરો અને નોંધ કરો કે આવી લાગણી એ ખુશ અથવા આરામદાયક મનની સ્થિતિ નથી.
 • હવે, તમારા મનમાં વ્યક્તિને તેના કાર્યોથી અલગ કરવાનો પ્રયાસ કરો. આ માત્ર એક ઘટના છે, ભલે તે ઘણી વખત બની હોય, તેમના સમગ્ર જીવનના સંદર્ભમાં.
 • તે વ્યક્તિ, આપણા સહિત બીજા બધાની જેમ, ખુશ રહેવા માંગતા હતા અને દુઃખી નહીં, પરંતુ તે મૂંઝવણમાં હતો કે તેમને શું ખુશ કરશે અને તેથી નાખુશ હોવાને કારણે, પછી અજાણતા અને અજ્ઞાનતાના કારણે તેઓએ તમને નુકસાન પહોંચાડીને અથવા કંઈક એવું કરીને વિનાશક વર્તન કર્યું જેનાથી તમને હેરાન કર્યા.
 • નોંધ કરો કે તમે આ સમજણ પર જેટલો વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તેટલો તમારો ગુસ્સો અને રોષ ઓછો થશે.
 • તેમના માટે સહાનુભૂતિ પેદા કરો, તેમને મૂંઝવણ અને દુ:ખથી મુક્ત રહેવાની ઇચ્છા કે જેના કારણે તેઓ તમને નુકસાન પહોંચાડે છે અથવા કંઈક હેરાન કરે છે.
 • કોઈ યોગ્ય સમયે એને ઉકેલો, જ્યારે તમે શાંત હોવ અને તેઓ ગ્રહણશીલ હોય, ત્યારે તમે નિર્દેશ કરો કે તેઓએ શું કર્યું જેનાથી તમને નુકસાન થયું અને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.

જેણે ભૂલ કરી છે તેની સાથે પુનરાવર્તન કરો:

 • યાદ કરો કે તેઓએ કરેલી ભૂલ અને તમે કેવી રીતે તેમનાથી ગુસ્સે થયા.
 • તમને કેવું લાગ્યું તે યાદ કરવાનો પ્રયાસ કરો અને નોંધ કરો કે આવી લાગણી એ ખુશ અથવા આરામદાયક મનની સ્થિતિ નથી.
 • હવે, તમારા મનમાં વ્યક્તિને તેની ભૂલ કરવાની ક્રિયાથી અલગ કરવાનો પ્રયાસ કરો.
 • આ વ્યક્તિ, આપણા સહિત બીજા બધાની જેમ, મદદરૂપ બનવા અને ભૂલ ન કરવા માંગતા હતા, પરંતુ કંઈક કરવાની શ્રેષ્ઠ રીત અથવા વર્તવાની શ્રેષ્ઠ રીત કઈ છે તે વિશે મૂંઝવણમાં હતા, અથવા કદાચ ધ્યાન ન આપતા હતા, અથવા આળસુ હતા, અથવા ગમે તે હોય, અને તેથી અજ્ઞાનતા અને ખલેલ પહુંચાડતી લાગણીઓને લીધે, તેઓએ ભૂલ કરી. તેઓ એક મર્યાદિત સંસારિક અસ્તિત્વ છે, તેથી તેઓ હંમેશા સંપૂર્ણ રહેશે અને ક્યારેય ભૂલ કરશે નહીં એવી અપેક્ષા રાખવી અવાસ્તવિક છે.
 • નોંધ કરો કે તમે આ સમજણ પર જેટલો વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તેટલો તમારો ગુસ્સો ઓછો થશે.
 • તેમના માટે સહાનુભૂતિ પેદા કરો, તેમને મૂંઝવણ, અજ્ઞાનતા અને ખલેલ પહુંચાડતી લાગણીઓથી મુક્ત રહેવાની ઇચ્છા જેના કારણે તેમને ભૂલ કરી.
 • કોઈ યોગ્ય સમયે એને ઉકેલો, જ્યારે તમે શાંત હોવ અને તેઓ ગ્રહણશીલ હોય, ત્યારે તમે તેમની ભૂલ નિર્દેશ કરો અને અને તેને સુધારવામાં મદદ કરો.

સારાંશ

ક્ષમાનો અર્થ એ નથી કે કોઈને તેમના વિનાશક વર્તન અથવા તેમની ભૂલો માટે ક્ષમા આપવી, જેમ કે આપણે તેમના કરતા પવિત્ર અને વધુ સંપૂર્ણ છીએ, તેઓ આપણા કરતા વધુ ખરાબ છે, અને તેથી આપણી ઘમંડી સત્તા સાથે, આપણે તેમને ક્ષમા કરીએ છીએ અને માફ કરીએ છીએ, ભલે તેઓ પસ્તાવો ન કરે. ક્ષમાનો અર્થ છે ગુસ્સો ન કરવો, નારાજગી ન અનુભવવી અને દ્વેષ ન રાખવો અને બદલો લેવાની ઇચ્છા ન રાખવી. આપણે વ્યક્તિને તેના કૃત્ય અથવા ભૂલથી અલગ પાડીએ છીએ, વ્યક્તિ પ્રત્યે કરુણા કેળવીએ છીએ અને તેના કાર્યોને સુધારવા અથવા તેની ભૂલને પુનરાવર્તિત કરવામાં મદદ કરવા માટે પગલાં લઈએ છીએ. આ રીતે, ગુસ્સો આપણને જે મુશ્કેલીઓ અને દુ:ખનું કારણ બને છે તેને આપણે ટાળીએ છીએ, ખાસ કરીને જ્યારે ગુસ્સો ગુસ્સેલ વિચારો, આક્રમક, પ્રતિકૂળ વાણી અને ક્રોધિત, અવિચારી વર્તન તરફ દોરી જાય છે.

Top