અનિવાર્યતા પર વિજય મેળવવો

કંઈક કરવાની અથવા કહેવાની લાગણી અને ફરજિયાતપણે તેને અમલમાં મૂકવાની વચ્ચેના અવકાશમાં, પરિણામોનું મૂલ્યાંકન કરવા અને ખરાબ ટેવોના ગુલામ બનવાનું બંધ કરવાની જગ્યા છે.
Meditations conquering compulsiveness

સમજૂતી

કર્મ એ આપણી અનિવાર્ય વિશે છે. તે ફરજિયાતપણે આગ્રહો અથવા માનસિક આવેગોનો ઉલ્લેખ કરે છે જે, કેટલીક ખલેલ પહોંચાડતી લાગણી અથવા ખલેલ પહોંચાડતા વલણથી પ્રેરિત, આપણને ચુંબકની જેમ, કંઈક કરવામાં, કંઈક કહેવા અથવા કંઈક વિચારવામાં માટે પ્રેરિત કરે છે.

આ ફરજિયાતપણે આવેગોને અનિવાર્યતા કાર્ય કરવાથી શારીરિક, મૌખિક અથવા માનસિક ક્રિયાને અનિવાર્યપણે પુનરાવર્તિત કરવાની વૃત્તિ ઊભી કરે છે. જ્યારે વિવિધ સંજોગો ઉદભવે છે - જેમ કે આંતરિક રીતે ખલેલ પહોંચાડતી લાગણીઓ ઊભી થાય છે અથવા બાહ્ય રીતે આપણે જે પરિસ્થિતિમાં છીએ અથવા આપણે જેની સાથે છીએ - આ વલણો તે ક્રિયાને પુનરાવર્તિત કરવા જેવી લાગણી તરફ દોરી જાય છે. અને પછી, સામાન્ય રીતે ક્રિયાના પરિણામો પર પ્રતિબિંબ કર્યા વિના, આપણે ફક્ત તેને અનિવાર્યપણે પુનરાવર્તન કરીએ છીએ.  આ અનિવાર્ય વર્તણૂક પણ નાખુશ અથવા ખુશીના એવા પ્રકારમાં પરિણમે છે જેના થી ક્યારેય સંતુષ્ટિ થતી નથી. કર્મ એ આવા વર્તન પાછળની ફરજિયાતપણે આગ્રહો અને અનિવાર્યતા છે.

આ છે જે સમસ્યાઓ તરફ દોરી જાય છે, કારણ કે ખલેલ પહોંચાડતી લાગણીઓ આ પેટર્નને ચલાવે છે: 

  • અનિવાર્ય વર્તણૂકની પેટર્ન - જેમ કે કંઈપણ ચૂકી ન જવા માટેનું જોડાણ અને તેથી આપણા ફોન પર આપણા સંદેશાઓ અને ફેસબુક વૉલને અનિવાર્યપણે તપાસવું; અથવા નિષ્કપટતા અને અન્યની લાગણીઓની અવિચાર કરીને આપણા માતાપિતા સાથે જમવાના ટેબલ પર ટેક્સ્ટિંગ; અથવા ગુસ્સો જેના કારણે ટ્રાફિકમાં ફસાઈએ ત્યારે અનિવાર્યપણે આપણું હોર્ન વગાડવું અને અન્યની સામેથી કાપીને જવા ની પ્રયાસ કરવી.
  • અનિવાર્ય ભાષણ પેટર્ન - જેમ કે અસંતોષ અનિવાર્ય ફરિયાદ તરફ દોરી જાય છે; સ્વ-મહત્વ અને દુશ્મનાવટ જે અનિવાર્ય ટીકા તરફ દોરી જાય છે અને બળજબરીથી ધમકાવનારની જેમ આક્રમક રીતે બોલવાનું; સંકોચ અને સ્વ-મૂલ્યની ઓછી ભાવના જે ખૂબ નરમાશથી બોલવું
  • અનિવાર્ય વિચારોની પેટર્ન - જેમ કે અસુરક્ષા અનિવાર્ય ચિંતા તરફ દોરી જાય છે; વાસ્તવિકતા વિશે નિષ્કપટતા અથવા વાસ્તવિકતાને ટાળવાની ઇચ્છા અનિવાર્ય દિવાસ્વપ્ન તરફ દોરી જાય છે.

આ ઉપરોક્ત ઉદાહરણો સ્વ-વિનાશક અનિવાર્યત વર્તણૂકના દાખલાઓ છે જે દુઃખ તરફ દોરી જાય છે. પરંતુ એવા રચનાત્મક પણ છે જે તેમ છતાં ન્યુરોટિક છે - જેમ કે સંપૂર્ણતાવાદ, અન્યના તર્કને અનિવાર્યપણે સુધારવું, અનિવાર્યપણે સારું કરનારાઓ કે જેઓ ક્યારેય “ના” કહી શકતા નથી, વર્કહોલિક્સ વગેરે. આમાં તેની પાછળ સકારાત્મક લાગણીનો એક ઘટક હોઈ શકે છે, જેમ કે અન્યને મદદ કરવાની અથવા સારું કરવાની ઇચ્છા, પરંતુ કારણ કે તેની પાછળ "હું" ની વ્યસ્તતા અને ફુગાવો છે - "મારે" સારું બનવું છે, "મારી" જરૂરત હોવી જોઈએ, "મારે" પરિપૂર્ણ બનવું છે, તેઓ આપણને અસ્થાયી રૂપે ખુશ કરી શકે છે, જેમ કે જ્યારે આપણે કંઈક સારું કરીએ છીએ ત્યારે, પરંતુ તે ખુશી ટકી શકતી નથી અને તે એક સમસ્યા છે. દાખલા તરીકે, આપણને એવું લાગે છે કે આપણે ક્યારેય પૂરતા નથી અથવા તો આપણી યોગ્યતા સાબિત કરવા માટે આપણે બહાર જઈને સારું કામ કરવું પડશે.

સૌ પ્રથમ, આપણે શાંત થવાની અને ધીમા થવાની જરૂર છે. ત્યારે જ આપણે જ્યારે કંઈક કરવાનું અથવા કહેવાનું મન થાય છે અને જ્યારે આપણે અનિવાર્યપણે કરીએ છીએ તેના વચ્ચેનો તફાવત ઓળખી શકીશું. વચ્ચે એક અવકાશ છે જેમાં આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ, શું તેની પાછળ કોઈ ખલેલ પહોંચાડતી લાગણી છે, શું હું ફક્ત પોતાની જાતને અનિવાર્યપણે દબાણ કરી રહ્યો છું એવું બનવા જે અશક્ય છે (જેમ કે હંમેશા પરિપૂર્ણ), શું તે કરવા માટે કોઈ ભૌતિક આવશ્યકતા છે (જેમ કે ખંજવાળ ને ખણવું), શું તે ફાયદાકારક છે કે નુકસાનકારક? તેથી, ભેદભાવપૂર્ણ જાગરૂકતા સાથે મૂલ્યાંકન કરો અને પછી આત્મ-નિયંત્રણનો ઉપયોગ કરો, જો આપણે જોઈએ કે આપણે જે કરવાનું અથવા કહેવાનું અનુભવીએ છીએ તે કાર્ય કરવા માટે કોઈ યોગ્ય કારણ નથી, પરંતુ માત્ર કેટલાક ન્યુરોટિક કારણ છે. આના માટે આપણે કેવી રીતે કાર્ય કરીએ છીએ, બોલીએ છીએ અને વિચારીએ છીએ તેની સચેતતાની જરૂર છે અને તેથી આપણે દિવસભર આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને આત્મ-નિયંત્રણનો ઉપયોગ કરવો જોઈએ.

ધ્યેય એ છે કે ભેદભાવપૂર્ણ જાગૃતિનો ઉપયોગ કરવો અને શક્ય તેટલું બિન-અનિવાર્યપણે કાર્ય કરવું, આપણા વર્તન પાછળ હકારાત્મક લાગણીઓ અને શક્ય તેટલી ઓછી મૂંઝવણ અને આપણા વિશે અને વાસ્તવિક શું છે.

ધ્યાન

  • શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાંત થાઓ.
  • ક્રિયા, વાણી અને વિચારની તમારી અનિવાર્ય પેટર્નને ઓળખવાનો પ્રયાસ કરો.
  • તેમાંથી કોઈ એક પસંદ કરો અને વિશ્લેષણ કરો કે શું તેની પાછળ કોઈ ખલેલ પહોંચાડતી લાગણી છે અથવા કંઈક અસંભવ છે - જેમ કે ક્યારેય ભૂલ ન કરવી.
  • એ ઓળખવાનો પ્રયાસ કરો કે જ્યારે તમે અનિવાર્યપણે કામ કરો છો, ત્યારે તે અમુક પ્રકારની સમસ્યાનું કારણ બને છે, કાં તો ફક્ત તમારામાં, અથવા તમે અન્યને પણ સમસ્યાઓ અને મુશ્કેલીઓનું કારણ બનો છો. અને તે દોરી જાય છે કાં તો નાખુશ અથવા અસંતોષકારક પ્રકારનું અલ્પજીવી સુખની અનુભૂતિ તરફ.
  • સંકલ્પ કરો કે તમે શું કહેવા અને કરવા માંગો છો તેમાં મૂલ્યાંકન કરવા માટે તમે ભેદભાવ રાખવાનો પ્રયાસ કરશો, અને, જેમ શાંતિદેવે સલાહ આપી છે, જ્યારે તે આત્મ-વિનાશક હોય અથવા ફક્ત તમારા અહંકારને મજબૂત બનાવે, ત્યારે આત્મ-નિયંત્રણનો ઉપયોગ કરો અને લાકડાના ટુકડાની જેમ રહો.
  • જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે અવલોકન કરો કે જ્યારે તમને ખંજવાળ આવે છે અથવા તમારા પગને ખસેડવાનું મન થાય છે અને તમે ખંજવાળ કરો અથવા ખણો તે વચ્ચેનો સમયગાળો માં તમે નક્કી કરો છો કે તમને જે કરવાનું મન થાય છે એ તમે કરશો કે નહીં. તમે જોશો કે તમે સ્વ-નિયંત્રણનો ઉપયોગ કરી શકો છો અને લાકડાના ટુકડાની જેમ રહી શકો છો જ્યારે તમે નક્કી કરો છો કે તે કાર્ય ન કરવાનો ફાયદો, કાર્ય કરવાના ફાયદા કરતા વધારે છે.
  • સંકલ્પ કરો કે તમારા રોજિંદા જીવનમાં અનિવાર્ય વર્તનની દ્રષ્ટિએ, તમે ક્યારે કંઈક કરવાનું મન થાય છે અને તમે ક્યારે કરો છો તે વચ્ચેના અવકાશનું વધુ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરશો, અને ક્યારે તેને ન કરવાનો ફાયદો તે કાર્ય કરવાના ફાયદા કરતાં વધી જાય, ત્યારે તમે લાકડાના ટુકડાની જેમ રહેવાનો પ્રયત્ન કરશો.

સારાંશ

આપણે જોયું છે કે આપણી અનિવાર્ય સ્વ-વિનાશક વર્તણૂક, ખલેલ પહોંચાડતી લાગણીઓ દ્વારા લાવવામાં આવે છે તે દુઃખ અને સમસ્યાઓ તરફ દોરી જાય છે. અને જ્યારે આપણે અનિવાર્યપણે રચનાત્મક, સકારાત્મક રીતે કાર્ય કરીએ છીએ, જ્યારે તે આપણા વિશેની અસુરક્ષિત અને અવાસ્તવિક વિચારો દ્વારા પ્રેરિત હોય છે, ત્યારે આપણને અલ્પજીવી સુખ મેળવી શકીએ છે, જેમ કે કોઈ કાર્ય સારી રીતે પૂર્ણ કર્યા પછી અથવા મદદરૂપ થયા પછી, પરંતુ તે પછી આપણે અનિવાર્યપણે અનુભવીએ છીએ કે આપણે પોતાને ફરીથી સાબિત કરવું પડશે.

આપણે જે કરવાનું, કહેવાનું કે વિચારવાનું મન થાય છે અને આપણે અનિવાર્યપણે કરીએ છીએ તે વચ્ચેના જગ્યામાં આપણે શાંત થવાની અને તે જગ્યાને પકડવાની જરૂર છે. આપણે આત્મનિરીક્ષણ, સચેતતા અને ભેદભાવ રાખવાની જરૂર છે. જેમ આતિષાએ બોધિસત્વ ગારલેન્ડ ઓફ જેમ્સ (28) માં લખ્યું છે:

જ્યારે ઘણા લોકો વચ્ચે હોઈએ, મને મારી વાણી પર ચકાસણી રાખવા દો; જ્યારે એકલા રહીએ ત્યારે મને મારા મન પર ચકાસણી રાખવા દો.

પરંતુ સખત અને યાંત્રિક હોવાના ચરમસીમા પર ગયા વિના આ કરવાનો પ્રયાસ કરો કારણ કે આપણે હંમેશા ચકાસણી કરીએ છીએ. તમે વાંધો ઉઠાવી શકો છો કે જો તમે આવું કરો તો તમે સ્વયંસ્ફુરિત નથી, પરંતુ જો સ્વયંસ્ફુરિત એટલે આપણા માથામાં જે આવે તે કરવું, તેના ફાયદા અથવા યોગ્યતાનું મૂલ્યાંકન કર્યા વિના, તો જો બાળક મધ્યરાત્રિમાં રડતું હોય, જો આપણે ઉઠવાનું મન થતું નથી, તો આપડે નથી કરતા, અથવા જો આપણને લાગે છે કે બાળકને ચૂપ કરવા માટે તેને ફટકો મારવાનું મન થાય છે, તો આપણે તેને માત્ર ફટકો મારીએ છીએ. તેથી, આપણી ફરજિયાત વર્તણૂકની સમસ્યાઓનો સામનો કરવા માટે - કર્મ સાથેની આપણી સમસ્યાઓ - આપણે વારંવાર ધ્યાન કરવાની જરૂર છે, જેમ કે આપણે કર્યું છે, જેથી કરીને આપણે પોતા માટે પોલીસકર્મી અથવા મહિલા પોલીસ જેવા કડક અને કઠોર ન બનીએ, પરંતુ આપણે જે કરવાનું મન થાય તેના વિશે સચેતતા રાખવું એ આપોઆપ અને સ્વાભાવિક બની જાય છે.

Top