નૈતિક જીવન કેવી રીતે જીવવું

નૈતિક જીવનના આધાર તરીકે સ્વ-હિત વિરુદ્ધ બીજાઓનો હિત

બૌદ્ધ ધર્મનો સાર છે: જો આપણે બીજાઓને મદદ કરી શકીએ, તો આપણે તે કરવાની જરૂર છે; જો આપણે ન કરી શકીએ, તો ઓછામાં ઓછું બીજાને નુકસાન પહોંચાડવાથી રોકવું. તે નૈતિક જીવન જીવવાનો સાર છે.

દરેક ક્રિયા પ્રેરણાથી આવે છે. જો આપણે બીજાને નુકસાન પહોંચાડીએ છીએ, તો તે પ્રેરણાથી છે; અને જો આપણે બીજાને મદદ કરીએ, તો તે પણ પ્રેરણાથી આવે છે. તેથી, અન્યોને મદદ કરવા માટે, અન્યોની સેવા કરવા માટે, આપણને નિશ્ચિત પ્રેરણાની જરૂર છે. તેના માટે, આપણને અમુક વિભાવનાઓની જરૂર છે. શા માટે આપણે મદદ કરીએ છીએ અને શા માટે નુકસાન નથી કરતા?

ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કોઈને નુકસાન પહોંચાડવાના જ હોઈએ છીએ, ત્યારે આપણી પાસે અમુક પ્રકારની જાગૃતિ હશે અને તે આપણને નિયંત્રિત કરવાનું કારણ બને છે. એનો અર્થ એ છે કે આપણે અમુક પ્રકારના સંકલ્પની જરૂર છે [નુકસાન ન પહોંચાડવા માટે.] આપણા મનનો એક ખૂણો કોઈને નુકસાન પહોંચાડવા માંગે છે, પરંતુ મનની નિશ્ચિત સ્થિતિને કારણે, આપણા મનનો બીજો ભાગ કહે છે કે આ ખોટું છે, આ બરાબર નથી. કારણ કે આપણે જોઈએ છીએ કે તે ખોટું છે, પછી આપણે સંકલ્પશક્તિ વિકસાવીએ છીએ અને આપણે પોતાને નિયંત્રિત કરીયે છીએ. બંને વિકલ્પોના સંદર્ભમાં [નુકસાન પહોંચાડવા અથવા આમ કરવાથી નિયંત્રણ કરવા માટે,] આપણે જાગૃતિ રાખવાની જરૂર છે કે અમુક ક્રિયાઓના લાંબા ગાળાના પરિણામો આવે છે. મનુષ્ય તરીકે આપણી પાસે લાંબા ગાળાના પરિણામો જોવાની બુદ્ધિ છે. પછી, જ્યારે આપણે તેમને જોઈએ છીએ, ત્યારે આપણે, તાત્કાલિક સ્તરે, આપણી જાતને નિયંત્રિત કરી શકીએ છીએ.

બે અલગ અભિગમો છે જે આપણે અહીં લઈ શકીએ છીએ. પ્રથમે, આપણે આપણી જાતના હિતની દ્રષ્ટિએ વિચારીએ છીએ અને પછી જો આપણે મદદ કરી શકીએ, તો આપણે તેમ કરીએ છીએ; અને જો આપણે મદદ ન કરી શકીએ, તો આપણે [કોઈપણ નુકસાન પહોંચાડવાથી] નિયંત્રણ કરીયે છીએ. અન્ય અભિગમ અન્યના હિતોના સંદર્ભમાં વિચારવાનો છે, અને તેવી જ રીતે, જો આપણે મદદ કરી શકીએ, તો આપણે મદદ કરીએ છીએ; અને જો નહિ, તો આપણે [નુકસાન પહોંચાડવાથી] નિયંત્રણ કરીયે છીએ. અન્યને નુકસાન પહોંચાડવાથી નિયંત્રણ કરવાના સંદર્ભમાં, આ વિચાર: "જો હું આ કરીશ, તો મને કાયદાકીય પરિણામો સહિત નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડશે," અને તેથી તે કારણને લીધે પોતાને નિયંત્રિત કરવું એ સ્વ-હિતના કારણે નિયંત્રણ છે. હવે, આપણા કારણ તરીકે અન્ય લોકોના વિચારની દ્રષ્ટિએ, આપણે વિચારીશું: “બીજાઓ મારા જેવા જ છે. તેઓ દુઃખ અને પીડા ઇચ્છતા નથી; તેથી, હું તેમને નુકસાન પહોંચાડવાથી પોતાને નિયંત્રિત કરીશ."

જ્યારે આપણે [આપણા મનને] તાલીમ આપીએ છીએ, ત્યારે સૌપ્રથમ આપણે સ્વ-હિતના સંદર્ભમાં વિચારીએ છીએ અને પછી આપણે અન્ય લોકો માટે મજબૂત રીતે વિચારીએ છીએ. અસરકારકતાના સંદર્ભમાં, અન્ય લોકો વિશે મજબૂત રીતે વિચારવું વધુ શક્તિશાળી છે. પ્રતિમોક્ષના સંદર્ભમાં - વ્યક્તિગત મુક્તિના વ્રત, મઠની તાલીમની વિનય પરંપરા - પ્રાથમિક આધાર એ આપણા પોતાના સ્વાર્થનો વિચાર છે અને તેના કારણે, આપણે નુકસાન પહોંચાડવાથી નિયંત્રણ કરીયે છીએ. તે એટલા માટે કે આપણે મુક્તિનું લક્ષ્ય રાખીએ છીએ. બોધિસત્વ પ્રેક્ટિસની દ્રષ્ટિએ, અન્યને નુકસાન પહોંચાડવાથી નિયંત્રણ કરવાનું મુખ્ય કારણ અન્યના હિતોની વિચારણા છે. કદાચ બીજું, પરોપકારના આધારે નુકસાન પહોંચાડવા થી નિયંત્રણ કરવું અને અન્યને પરોપકારના  આધારે મદદ કરવી , તેનો સાર્વત્રિક જવાબદારી સાથે જોડાણ છે જેના વિશે હું વારંવાર બોલું છું.

મનુષ્ય તરીકે આપણો મૂળભૂત સ્વભાવ

સામાન્ય રીતે, આપણે માણસો સામાજિક પ્રાણીઓ છીએ. ભલે તે કોણ હોય, તેનું અસ્તિત્વ બાકીની માનવતા પર આધારિત છે. વ્યક્તિગત અસ્તિત્વ અને સુખાકારી સમગ્ર સમાજ પર નિર્ભર હોવાથી, અન્યોની સુખાકારી વિશે વિચારવાની અને તેના વિશે ચિંતિત રહેવાની જરૂરિયાત આપણા પોતાના મૂળભૂત સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે. જો આપણે બબૂનને જોઈએ, ઉદાહરણ તરીકે, વડીલ ટોળાની સંપૂર્ણ જવાબદારી લે છે. જ્યારે બીજાઓ ખાતા હોય છે, ત્યારે એક મોટો નર બબૂન હંમેશા બાજુમાં જોતો હોય છે. જે વધુ મજબૂત છે તે સમાજના હિત માટે બાકી જૂથની સંભાળ રાખવામાં મદદ કરે છે.

પ્રાગૈતિહાસિક સમયમાં આપણે મનુષ્યો પાસે શિક્ષણ કે ટેકનોલોજી ન હતી. મૂળભૂત માનવ સમાજ સરળ હતો: દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરતા અને સાથે શેર કરતા. સામ્યવાદીઓ કહે છે કે આ મૂળ સામ્યવાદ હતો: દરેક જણ સાથે કામ કરે છે અને આનંદ માણે છે. પછી છેવટે શિક્ષણનો વિકાસ થયો અને આપણને સભ્યતા મળી. [માનવનું] મન વધુ સુસંસ્કૃત બન્યું અને તેથી લોભ વધ્યો. તેનાથી ઈર્ષ્યા અને ધિક્કાર આવ્યા અને સમય જતાં તેઓ વધુ મજબૂત બન્યા.

આજે, એકવીસમી સદીમાં, [માનવ સમાજમાં] ઘણા ફેરફારો થયા છે. આપણી વચ્ચે તફાવતો વિકસિત થયા છે – શિક્ષણ, નોકરીઓ અને સામાજિક પૃષ્ઠભૂમિમાં તફાવત. પરંતુ ઉંમર અને જાતિના તફાવતો હોવા છતાં - આ બધા ગૌણ છે. મૂળભૂત સ્તરે, આપણે બધા હજી પણ મનુષ્ય છીએ અને આપણે બધા સમાન છીએ. આ કેટલાય હજાર વર્ષ પહેલાનું સ્તર છે.

નાનાં બાળકોનું વલણ એવું હોય છે. તેઓ અન્ય બાળકોની સામાજિક પૃષ્ઠભૂમિ, ધર્મ, જાતિ, રંગ અથવા સંપત્તિ વિશે ધ્યાન આપતા નથી. તેઓ બધા સાથે રમે છે; તેઓ સાચા રમતના સાથી છે, જ્યાં સુધી તેઓ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ છે. હવે આપણે પુખ્ત વયના લોકો વધુ બુદ્ધિશાળી અને વધુ વિકસિત હોવાનું માનવામાં આવે છે, પરંતુ આપણે અન્યની સામાજિક પૃષ્ઠભૂમિના આધારે નિર્ધારિત કરીએ છીએ. આપણે ગણતરી કરીએ છીએ, “જો હું સ્મિત કરું, તો શું મને જે જોઈએ છે તે મળશે; જો હું ભવાં ચડાવીશ, તો શું હું કંઈક ગુમાવીશ?"

સાર્વત્રિક જવાબદારી

સાર્વત્રિક અથવા વૈશ્વિક જવાબદારીની ભાવના માનવ સ્તર પર કામ કરે છે. આપણે અન્ય મનુષ્યો વિશે ચિંતિત છીએ કારણ કે: “હું તેમાંથી એક છું; મારું કલ્યાણ તેમના પર નિર્ભર છે, ભલે ગમે તેટલો તફાવત હોય." તફાવતો હંમેશા હોય છે; પરંતુ આ મદદરૂપ થઈ શકે છે.

ઘણી સદીઓ સુધી, આ ગ્રહ પર વસ્તી માત્ર એક અબજ લોકો હતી; હવે છ અબજથી વધુ છે. પહેલેથી જ, અતિશય વસ્તીને કારણે, એક દેશ તેની પોતાની વસ્તી માટે તમામ ખોરાક અને સંસાધનો પ્રદાન કરી શકતો નથી. તેથી આપણી પાસે વૈશ્વિક અર્થતંત્ર છે. તેથી, આજની વાસ્તવિકતા મુજબ, વિશ્વ ઘણું નાનું છે અને ભારે પરસ્પર નિર્ભર છે. આ વાસ્તવિકતા છે. તેના ઉપર, પર્યાવરણીય સમસ્યા છે: ગ્લોબલ વોર્મિંગ. આ ગ્રહના તમામ છ અબજ રહેવાસીઓ માટે ચિંતાનો વિષય છે, માત્ર એક કે બે દેશો માટે જ નહીં. નવી વાસ્તવિકતાને વૈશ્વિક જવાબદારીની ભાવનાની જરૂર છે.

ઉદાહરણ તરીકે, જૂના સમયમાં, અંગ્રેજો અહીંયા ફક્ત પોતાના વિશે જ વિચારતા હતા અને કેટલીકવાર વિશ્વના અન્ય ક્ષેત્રોનું શોષણ કરતા હતા. તેઓ આ અન્ય લોકોની ચિંતાઓ અથવા લાગણીઓની પરવા કરતા ન હતા. ઠીક છે, તે ભૂતકાળ છે. પરંતુ હવે વસ્તુઓ અલગ છે; વસ્તુઓ બદલાઈ ગઈ છે. હવે આપણે અન્ય દેશોનું ધ્યાન રાખવું જોઈએ.

હકીકતમાં, બ્રિટિશ સામ્રાજ્યવાદીઓએ કેટલીક સારી વસ્તુઓ કરી હતી. તેઓ ભારતમાં અંગ્રેજી ભાષામાં સારું શિક્ષણ લાવ્યા. ભારતે આમાં સ્વીકારવા જેવું ઘણું છે. ઉપરાંત બ્રિટને ટેક્નોલોજી, રેલરોડ સિસ્ટમ લાવ્યું. તે તેમના વિમોચિત ગુણોમાંનો એક છે. જ્યારે હું ભારત આવ્યો ત્યારે કેટલાક ગાંધીવાદી હજુ પણ જીવિત હતા અને તેઓએ મને ગાંધીવાદી અહિંસક પદ્ધતિઓ વિશે સલાહ આપી હતી. તે સમયે મને લાગ્યું કે બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ ખૂબ જ ખરાબ હતા. પણ પછી મેં જોયું કે સ્વતંત્ર ભારતની ન્યાયતંત્ર હતી, મુક્ત પ્રેસ, વાણીની સ્વતંત્રતા, વિગેરે હતી. તેથી, જયારે મેં વધુ ઊંડાણપૂર્વક વિચાર કર્યો, ત્યારે મેં જોયું કે આ વસ્તુઓ ખૂબ સારી હતી.

આજે રાષ્ટ્રથી રાષ્ટ્ર અને ખંડથી ખંડ વચ્ચે ભારે પરસ્પર નિર્ભરતા છે. આ વાસ્તવિકતા અનુસાર, આપણને ખરેખર વૈશ્વિક જવાબદારીની જરૂર છે. તમારી પોતાની રુચિઓ અન્યના વિકાસ અને રુચિઓ પર આધારિત છે. તેથી તમારા પોતાના હિત માટે, તમારે બીજાનું ધ્યાન રાખવું પડશે. આર્થિક ક્ષેત્રમાં, આ પહેલેથી જ છે. જો વિવિધ વિચારધારાઓ હોય અને ભલે આપણે એકબીજા પર વિશ્વાસ ન કરતા હોય, તો પણ આપણે આપણા વૈશ્વિક પરસ્પર નિર્ભર અર્થતંત્રમાં ક્રિયાપ્રતિક્રિયા કરવી પડશે. તેથી, અન્યના હિતના આદરના આધારે વૈશ્વિક જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપણે બીજાઓને ભાઈઓ અને બહેનો તરીકે સમજવાની અને નજીકની લાગણી રાખવાની જરૂર છે. આનો ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. અમને ખરેખર આની જરૂર છે. "આપણે અને તેઓ" નો ખ્યાલ - ચોક્કસ સ્તર પર, અલબત્ત આપણે તે કહી શકીએ - પરંતુ સમગ્ર વિશ્વએ પોતાને "આપણા" ના ભાગ તરીકે માનવાની જરૂર છે. આપણા પડોશીઓનું હિત આપણું પોતાનું હિત છે.

સંતોષ

એક વ્યક્તિ તરીકે નૈતિક જીવન જીવવાનો અર્થ પછી એ છે કે અન્યને નુકસાન ન કરવો, અને જો શક્ય હોય તો, તેમને મદદ કરવી. [આ કરવાથી,] જો આપણે બીજાના કલ્યાણને આપણી પોતાની નૈતિકતાના આધારે લઈએ - તો આ નૈતિકતાનો વ્યાપક અવકાશ બની જાય છે. આપણી પોતાની જીવનશૈલીમાં આ પરિબળોને ધ્યાનમાં લેવું જોઈએ.

અમેરિકામાં પણ અમીર અને ગરીબ વચ્ચે બહુ મોટું અંતર છે. સૌથી અમીર દેશ અમેરિકા તરફ નજર કરીએ તો હજુ પણ ત્યાં ગરીબીના ખિસ્સા છે. એકવાર જ્યારે હું સૌથી ધનિક દેશની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં હતો ત્યારે મેં જોયું કે ત્યાં ઘણા ગરીબ વિસ્તારો છે. આ લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં પૂરી થતી ન હતી. [એ જ રીતે,] વૈશ્વિક સ્તરે, ઔદ્યોગિક ઉત્તર [બાકીના ગ્રહ કરતાં] વધુ વિકસિત અને સમૃદ્ધ છે; જ્યારે વિશ્વના દક્ષિણ ભાગમાં ઘણા દેશો ભૂખમરાનો પણ સામનો કરી રહ્યા છે. તે માત્ર નૈતિક રીતે ખોટું નથી; તે મોટી સમસ્યાઓનો સ્ત્રોત છે. તેથી, અમુક સમૃદ્ધ દેશોએ તેમની જીવનશૈલી જોવી અને તપાસવી જરૂરી છે; તેઓએ સંતોષ પ્રેક્ટિસ કરવાની જરૂર છે.

એકવાર, જાપાનમાં, પંદર વર્ષ પહેલાં, મેં ત્યાંના લોકો સમક્ષ વ્યક્ત કર્યું હતું કે તમારી આ ધારણા કે અર્થતંત્ર દર વર્ષે વધવી જોઈએ અને દર વર્ષે ભૌતિક પ્રગતિ થવી જોઈએ તે એક મોટી ભૂલ છે. એક દિવસ, તમે જોશો કે તમારી અર્થવ્યવસ્થા વધુ મર્યાદિત બની રહી છે. તમારે તૈયાર રહેવું જોઈએ જેથી, જ્યારે આવું થાય, ત્યારે તે તમારા મનમાં આપત્તિ ન બને. થોડા વર્ષો પછી, તે પરિસ્થિતિ ખરેખર ત્યાં જાપાનમાં બની હતી.

કેટલાક લોકોની જીવનશૈલી ખૂબ જ વૈભવી હોય છે. ચોરી વિના, શોષણ વિના અને છેતરપિંડી વિના, તેમની પાસે ખૂબ જ પૈસા છે. તેમના પોતાના સ્વાર્થના દૃષ્ટિકોણથી, જ્યાં સુધી પૈસા મેળવવાના તેમના માધ્યમો અનૈતિક ન હોય ત્યાં સુધી કંઈ ખોટું નથી. પરંતુ, અન્યના હિતોના દૃષ્ટિકોણથી, જો કે પોતાને સંબંધમાં કંઈ ખોટું નથી; તેમ છતાં, નૈતિક રીતે, જ્યારે અન્ય લોકો ભૂખમરોનો સામનો કરે છે ત્યારે તે સારું નથી. જો દરેક વ્યક્તિ પાસે સમાન વૈભવી ઉચ્ચ જીવનશૈલી હોય, તો ઠીક; પરંતુ જ્યાં સુધી તે પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી વધુ સંતોષ મેળવવું એ વધુ સારી જીવનશૈલી હશે. જેમ કે મેં જાપાનમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં અને અન્ય વધુ સમૃદ્ધ સમાજોમાં અનુભવ્યું છે, જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.

ઘણા દેશોમાં, એક પરિવાર છે પરંતુ બે, ક્યારેક તો ત્રણ ગાડીઓ પણ હોય છે. ભારત અને ચીનની કલ્પના કરો, આ બે રાષ્ટ્રોની સંયુક્ત વસ્તી બે અબજથી વધુ છે. જો બે અબજ લોકો બે અબજ કે તેથી વધુ કાર ખરીદશે, તો આ ખૂબ મુશ્કેલ થશે. બળતણ, ભૌતિક સંસાધનો, કુદરતી સંસાધનો, વગેરે વિશે મોટી સમસ્યા અને મોટી ગૂંચવણો થશે. તે ખૂબ જ જટિલ બની જશે.

પર્યાવરણની વિચારણા

નૈતિક જીવનનું એક વધારાનું પાસું, તેથી, પર્યાવરણની વિચારણા છે, ઉદાહરણ તરીકે પાણીનો ઉપયોગ. મારું પોતાનું યોગદાન મૂર્ખ હોઈ શકે, પરંતુ ઘણા વર્ષોથી હું ક્યારેય બાથટબમાં સ્નાન કરતો નથી; હું માત્ર શાવર લઉં છું. બાથટબ ખૂબ જ પાણી વાપરે છે. કદાચ હું મૂર્ખ છું, કારણ કે હું દરરોજ બે વાર શાવર કરું છું, તેથી હું જે પાણીનો ઉપયોગ કરું છું તે એટલો જ છે. પરંતુ તેમ છતાં, ઇલેક્ટ્રિક લાઇટ વિશે, ઉદાહરણ તરીકે, જ્યારે હું રૂમમાંથી બહાર નીકળું છું, ત્યારે હું હંમેશા લાઇટ્સ બંદ કરું છું. તેથી, હું ઇકોલોજીમાં નાનો ફાળો આપું છું. વૈશ્વિક જવાબદારીની ભાવનાથી ચોક્કસ નૈતિક જીવન આવે છે.

અન્ય લોકોને કેવી રીતે મદદ કરવી

જો આપડે વાત કરીયે કે બીજાઓને કેવી રીતે મદદ કરવી તો તે માટે, ઘણી રીતો છે; ઘણું સંજોગો પર આધાર રાખે છે. જ્યારે હું નાનો હતો, સાત કે આઠ વર્ષનો હતો અને મારો અભ્યાસ કરતો હતો ત્યારે મારા શિક્ષક લિંગ રિનપોચે હંમેશા ચાબુક રાખતા હતા. તે સમયે, હું અને મારા મોટા ભાઈ સાથે ભણતા હતા. ખરેખર, ત્યાં બે ચાબુક હતા. એક ચાબુક પીળો રંગનો હતો - એક પવિત્ર ચાબુક, પવિત્ર દલાઈ લામા માટે એક ચાબુક. જો તમે પવિત્ર ચાબુકનો ઉપયોગ કરો છો, તેમ છતાં, મને નથી લાગતું કે ત્યાં કોઈ પવિત્ર પીડા હતી! તે એક પદ્ધતિ તરીકે કઠોર લાગે છે, પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ મદદરૂપ હતી.

આખરે, કોઈપણ ક્રિયા મદદરૂપ છે કે નુકસાનકારક છે તે પ્રેરણા પર આધાર રાખે છે. અન્ય લોકોના લાંબા ગાળાના સુખાકારીની નિષ્ઠાવાન ચિંતાને લીધે, પદ્ધતિઓ ક્યારેક કઠોર, ક્યારેક નમ્ર હોઈ શકે છે. કેટલીકવાર થોડું જૂઠ પણ મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, દૂરના દેશમાં કોઈ પ્રિય મિત્ર અથવા માતાપિતા ગંભીર રીતે બીમાર હોઈ અથવા લગભગ મૃત્યુ પામવાના હોઈ અને તમે તે જાણો છો. પરંતુ તમે એ પણ જાણો છો કે જો તમે એ બીજા વ્યક્તિને કહો કે તેમના માતાપિતા મૃત્યુ પામવાના છે, તો તે વ્યક્તિ એટલું અસ્વસ્થ અને ચિંતિત થઈ જશે, તેઓ કદાચ બેહોશ થઈ જાય. તેથી તમે કહો, "તેઓ ઠીક છે." જો તમે બીજા વ્યક્તિને નારાજ ન કરવા માટે સો ટકા કાળજી રાખતા હોવ, તો આવા કિસ્સામાં, જો કે પોતાના હિતના દૃષ્ટિકોણથી જૂઠું બોલવું એ અનૈતિક છે, તેમ છતાં બીજાના દૃષ્ટિકોણથી, તે સૌથી યોગ્ય હોઈ શકે છે.

હિંસક વિરુદ્ધ અહિંસક પદ્ધતિઓ

તો, બીજાઓને શ્રેષ્ઠ રીતે મદદ કેવી રીતે કરવી છે? તે મુશ્કેલ છે. આપણને જ્ઞાનની જરૂર છે; આપણને સંજોગોની સ્પષ્ટ જાગૃતિની જરૂર છે; અને આપણને વિવિધ સંજોગો અનુસાર વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે સુગમતાની જરૂર છે. અને સૌથી અગત્યનું, આપણી પ્રેરણા: આપણે અન્યો માટે નિષ્ઠાવાન ચિંતા કરવાની જરૂર છે.

ઉદાહરણ તરીકે, પદ્ધતિ હિંસક છે કે અહિંસક તે પ્રેરણા પર ઘણો આધાર રાખે છે. જો કે સફેદ જૂઠ બોલવું એ પોતે હિંસક છે, પરંતુ પ્રેરણા અનુસાર તે અન્યને મદદ કરવાની પદ્ધતિ હોઈ શકે છે. તેથી, તે દૃષ્ટિકોણથી, તે અહિંસક પદ્ધતિ છે. બીજી બાજુ, જો આપણે બીજાનું શોષણ કરવા માંગતા હોઈએ અને તેથી આપણે તેમને ભેટ આપીએ, તો દેખાવમાં તે અહિંસક છે; પરંતુ આખરે, કારણ કે આપણે અન્ય વ્યક્તિને છેતરવા અને તેનું શોષણ કરવા માંગીએ છીએ, તે હિંસક પદ્ધતિ છે. તેથી, કંઈક હિંસક અથવા અહિંસક છે એ પણ પ્રેરણા પર આધાર રાખે છે. તમામ માનવ ક્રિયાઓ પ્રેરણા પર આધાર રાખે છે. તે અમુક અંશે લક્ષ્ય પર પણ આધાર રાખે છે; પરંતુ જો આપણો ઉદ્દેશ્ય માત્ર લક્ષ્ય હોય અને આપણી પ્રેરણા ગુસ્સો હોય, તો આ મુશ્કેલ છે. તેથી, આખરે, પ્રેરણા સૌથી મહત્વપૂર્ણ છે.

આંતરધાર્મિક સંવાદિતા

અહીં આપણી ચર્ચાઓમાંથી તમારે તમારી સાથે ઘરે શું લઈ જવું તે માટે, મહત્વપૂર્ણ બાબત એ છે કે આંતરિક શાંતિ વિકસાવવાનો પ્રયાસ કરવો. આ આપણે આપણી અંદર વિચારવું જોઈએ અને લાવવું જોઈએ. વધુમાં, જો પ્રેક્ષકોમાં કેટલાક એવા હોય કે જેઓ ધર્મનું પાલન કરે અને આસ્થાવાન હોય, તો મારો એક મુખ્ય ભાર હંમેશા આંતરધાર્મિક સંવાદિતા પર રહેલો છે. મને લાગે છે કે બધા મોટા ધર્મો, કદાચ એટલા નાના નઈ કે જેઓ સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે - તેમની પાસે વધુ ફિલૉસફી નથી - પરંતુ મોટાભાગના મોટા ધર્મોમાં કોઈને કોઈ ફિલૉસફી અથવા ધર્મશાસ્ત્ર છે. અને કારણ કે તેમનો ધર્મ ચોક્કસ ફિલૉસફી પર આધારિત છે, તે હજારો વર્ષોથી જાળવી રાખવામાં આવ્યો છે. પરંતુ વિવિધ ફિલૉસફી હોવા છતાં, તમામ ધર્મો સર્વોચ્ચ પ્રથાને પ્રેમ અને કરુણાની પ્રથા માને છે.

કરુણા સાથે, ક્ષમાની ભાવના આપોઆપ આવે છે, અને પછી સહનશીલતા અને સંતોષ. આ ત્રણ પરિબળો સાથે, સંતુષ્ટિ છે. આ બધા ધર્મો માટે સામાન્ય છે. આપણે જે મૂળભૂત માનવીય મૂલ્યો વિશે વાત કરી રહ્યા છીએ તેના વિસ્તરણ માટે પણ આ મહત્વપૂર્ણ છે. તેથી આ સંદર્ભમાં, આપણા બધા ધર્મો એ અર્થમાં મદદરૂપ છે કે તેઓ આપણી ખુશીનો આધાર એટલે કે નૈતિક જીવન જીવવાનો પ્રચાર કરે છે. તેથી, બધા ધર્મો એક જ સંદેશ વહન કરતા હોવાથી, તે બધામાં માનવતાને મદદ કરવાની સમાન ક્ષમતા છે.

જુદા સમયે, જુદા સ્થળોએ, વિવિધ ઉપદેશો આવ્યા છે. તે જરૂરી છે. આ જુદા સમય અને સ્થાનો અને જીવનની વિવિધ રીતો પર્યાવરણીય તફાવતોને કારણે વિકસિત થઈ, અને તેના કારણે, ધર્મમાં તફાવતો વિકસિત થયા. તે દરેક સમય માટે, અમુક ધાર્મિક વિચારો યોગ્ય હતા અને [તેથી અપનાવવામાં આવ્યા હતા]. તેના કારણે, હજાર વર્ષ જૂના દરેક ધર્મની પોતાની પરંપરાઓ છે. આપણને આ પ્રકારની સમૃદ્ધ પરંપરાઓની જરૂર છે: તે તમામ વિવિધ પ્રકારના લોકોની સેવા કરે છે. એક ધર્મ બધાને અનુકૂળ અને સેવા આપી શકતો નથી.

બુદ્ધના સમયે, ભારતમાં પહેલેથી જ ઘણી બિન-બૌદ્ધ પરંપરાઓ હતી. બુદ્ધે તમામ ભારતીયોને બૌદ્ધ ધર્મમાં ફેરવવાનો પ્રયાસ કર્યો ન હતો. અન્ય ધર્મો ઠીક હતા. ક્યારેક-ક્યારેક, તેમની વચ્ચે કોઈને કોઈ ચર્ચા થતી. ખાસ કરીને બુદ્ધ પછી, ઘણી સદીઓ સુધી માસ્ટરોએ એકબીજા સાથે ચર્ચા કરી. આ ચર્ચાઓ ખૂબ જ મદદરૂપ છે, ખાસ કરીને જ્ઞાનશાસ્ત્રના ક્ષેત્રમાં. બીજી પરંપરાના એક વિદ્વાન અલગ-અલગ ધર્મના ફિલૉસફી અને મંતવ્યોનું વિવેચનાત્મક રીતે પરીક્ષણ કરે છે અને આના કારણે દરેક વ્યક્તિ પોતાના ધર્મો અને પોતાની પરંપરાઓ અને ચર્ચાઓ વિશે વિચારે છે. તેથી, સ્વાભાવિક રીતે તે પ્રગતિ લાવે છે. કેટલાક કિસ્સાઓમાં, કદાચ આ ચર્ચાઓમાં થોડી હિંસા સામેલ હતી અને તે દુર્ભાગ્યપૂર્ણ છે; પરંતુ, સામાન્ય રીતે, તે તંદુરસ્ત વિકાસ હતો.

ભારત, તો પછી, વાસ્તવિક ધાર્મિક સહિષ્ણુતાનું એક ખૂબ જ સારું ઉદાહરણ છે જે સદીઓથી પરંપરા તરીકે જ ચાલે છે; અને તે હજુ પણ ભારતમાં જીવંત છે. બાકીના વિશ્વ માટે આ એક સારું મોડેલ છે.

પ્રાચીન સમયમાં, લોકો અલગ હતા, તેથી ઠીક હતું. પરંતુ હવે આપણે અલગ સંજોગોમાં છીએ. દાખલા તરીકે લંડન - તે લગભગ બહુ-ધાર્મિક સમાજ છે. ધાર્મિક સહિષ્ણુતા, તેથી, ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારામાંથી જેઓ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે: સંવાદિતા અને સહિષ્ણુતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમારી પાસે તક હોય, ત્યારે આ બાબતે યોગદાન આપો.

Top