જ્યારે આપણે એક બીજા સાથે આપણી પરસ્પર જોડાણ અને પરસ્પર નિર્ભરતાનો અહેસાસ કરીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને માનવતાના ભાગ તરીકે વિચારીએ છીએ અને સાર્વત્રિક પ્રેમ સાથે, દરેક વ્યક્તિ ખુશ રહે તેવી ઈચ્છા રાખીએ છીએ.
Meditations broadening love 1

સમજૂતી

બૌદ્ધ ધર્મમાં પ્રેમ એ અન્ય લોકો માટે ખુશ રહેવાની ઇચ્છા છે અને ખુશી માટેના કારણો હોય અને જો શક્ય હોય તો તે ખુશી લાવવામાં મદદ કરવાની ઇચ્છાનો સમાવેશ થાય છે, અને માત્ર પાછળ બેસીને કોઈ અન્ય મદદ કરશે એવી આશા નથી. તે સાર્વત્રિક છે, દરેક માટે વિસ્તરેલું છે, માત્ર આપણે જેને પસંદ કરીએ છીએ અથવા જે આપણા થી નજીક છે તે માટે જ નહીં, પરંતુ અજાણ્યાઓ અને તે પણ જેને આપણે પસંદ નથી કરતા. આ પ્રકારનો સાર્વત્રિક પ્રેમ, પછી, નિષ્પક્ષ છે: તે જોડાણ, પ્રતિકૂળતા અને ઉદાસીનતાથી મુક્ત છે. તે એટલા માટે છે કારણ કે તે અનુભૂતિ પર આધારિત છે કે દરેક વ્યક્તિ સમાન છે જેમાં તેઓ ખુશ રહેવા માંગે છે અને નાખુશ નહીં. તેઓ વિનાશક રીતે વર્તે છે અને વિચારી શકે છે જે તેમને નાખુશ કરે છે. પરંતુ તે એટલા માટે છે કારણ કે તેઓ મૂંઝવણમાં છે અને ફક્ત તે જાણતા નથી કે તેમને શું ખુશી લાવશે.

તેથી, આપણે આપણા પ્રેમનો આધાર બીજા બધાને ફક્ત એવી વ્યક્તિઓ તરીકે વિચારીએ છીએ જેઓ ખુશ રહેવા માંગે છે, આપણી જેમ અજ. તેઓ સામાન્ય રીતે શું કરે છે તેના પર આપણે આપણા પ્રેમનો આધાર રાખતા નથી, અને ચોક્કસપણે તેઓ આપણા જોડે સારા છે કે નહીં અથવા આપણને પાછો પ્રેમ કરે છે તેના પર નથી. કારણ કે આપણી પાસે કોઈ અપેક્ષાઓ નથી અને કોઈ પક્ષપાત નથી, આપણો બિનશરતી પ્રેમ એ મનની શાંત સ્થિતિ છે; તે આસક્તિ પર આધારિત કોઈપણ અતાર્કિક વિચાર અથવા વર્તનથી આપણા મનને ઘેરી લેતું નથી.

આપણા પ્રેમનો ભાવનાત્મક સ્વર દરેક સાથે જોડાણની લાગણી અને કૃતજ્ઞતાની લાગણી છે. જોડાણ અને કૃતજ્ઞતાની ભાવના એ અનુભૂતિથી આવે છે કે આપણે જે કંઈપણ વાપરીએ છીએ અથવા ઉપયોગ કરીએ છીએ તે અન્યના કાર્યથી આવે છે. જો તે અન્ય લોકોની મહેનત ન હોત, તો આપણે જે ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ, તે ઉત્પાદનો બનાવવા માટેનો કાચો માલ, આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણે જે કપડાં પહેરીએ છીએ, આપણા ઘરોમાં વીજળી અને પાણી, ઇન્ટરનેટ અંગેની માહિતી વગેરે ક્યાંથી મળત? લોકો માર્કેટ બનાવીને પણ પરોક્ષ રીતે આપણને મદદ કરે છે જે અન્યને આપણે જે ઉત્પાદનો ખરીદીએ છીએ તેનું ઉત્પાદન કરવા ઉત્તેજિત કરે છે.

જોડાણ અને કૃતજ્ઞતાની આ ભાવના જેટલી મજબૂત આપણે અનુભવીએ છીએ, તેટલું વધુ સુરક્ષિત અને સુખી અનુભવીએ છીએ. આ હોર્મોન ઓક્સીટોસિન સાથે સંબંધિત છે - માતા અને નવજાત વચ્ચેના જોડાણમાં સામેલ હોર્મોન. એકવાર આપણે આ હૂંફાળું, ખુશી અનુભૂતિ પેદા કરી લઈએ, પછી આપણે તેને આપણા ધ્યાનમાં લંબાવીએ છીએ, પહેલા આપણી જાતને, કારણ કે જો આપણે આપણી જાતને ખુશી ન ઈચ્છતા હોય, તો શા માટે આપણે બીજા કોઈને ખુશ કરવાની ઈચ્છા રાખીશું. પછી આપણે તેને વધુને વધુ વ્યાપક જૂથોમાં વિસ્તારીએ છીએ, જ્યાં સુધી તે દરેકને સમાવે નહીં.

દરેક પગલા પર, આપણા પ્રેમમાં ત્રણ વિચારો હોય છે:

 • તે કેટલું અદ્ભુત હશે જો અન્ય લોકો ખુશ હોય અને તેમની પાસે ખુશીના કારણો હોય.
 • તેઓ ખુશ રહે, જેનો અર્થ થાય છે, "હું ખરેખર ઈચ્છું છું કે તેઓ ખુશ થાય."
 • "હું તેઓને ખુશીઓ લાવી શકું."

જ્યારે આપણે અન્ય લોકોના ખુશીના કારણો લાવવાનું વિચારીએ છીએ, ત્યારે આપણે સૌ પ્રથમ તેમના નાખુશીના કારણોને ઓળખવાની જરૂર છે. જો તેઓ ભૂખ્યા હોય, તો આપણે ફક્ત એટલું જ ઈચ્છતા નથી કે તેમની પાસે પૂરતું ખાવાનું હોય; પરંતુ આપણે જાણીએ છીએ કે જો તેઓ જમ્યા પછી ખુશ હોય તો પણ તેઓ જંક ફૂડ વધુપડતું ખાયીને મેદસ્વી બની શકે છે. તેથી, આપણે એ પણ ઈચ્છીએ છીએ કે તેઓ તેમની ખાવાની આદતો સાથે ભાવનાત્મક સંતુલન, સંતોષ અને સ્વ-નિયંત્રણ રાખે. પૈસા, ભૌતિક ચીજવસ્તુઓ વગેરેના સંદર્ભમાં સમાન વસ્તુ. આપણે ભૌતિક જરૂરિયાતની ટૂંકા ગાળાની પરિપૂર્ણતાને બદલે લાંબા ગાળાના ટકાઉ ખુશી વિશે વિચારીએ છીએ.

ધ્યાન

 • શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાંત થાઓ.
 • તમે કેવી રીતે વપરાશ કરો છો અને અન્ય પર નિર્ભરતાનો ઉપયોગ કરો છો તે વિશે વિચારો.
 • બીજા બધા સાથે જોડાણની લાગણી અને કૃતજ્ઞતાની ઊંડી ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરો.
 • નોંધ લો કે આ તમને કેવી રીતે હુંફાળું, વધુ સુરક્ષિત અને ખુશ કરે છે.
 • તમારા પોતા પર ધ્યાન કેન્દ્રિત કરો અને નોંધ કરો કે તમે ઘણી વાર નાખુશ અનુભવો છો.
 • વિચારો: જો હું ખુશ હોત  અને ખુશીના કારણો હોય તો તે કેટલું અદ્ભુત હશે; હું ખુશ હોઈ શકું; હું એવા કારણો વિકસાવી શકું જે મને વધુ ખુશી લાવશે, માત્ર ઉપરછલ્લી ટૂંકા ગાળાની ખુશી નહીં, પરંતુ લાંબા ગાળાની ખુશી. તમે ચોક્કસ વસ્તુઓ વિશે પણ વિચારી શકો છો જે તમને વધુ ખુશ વ્યક્તિ બનાવશે - ભાવનાત્મક સંતુલન અને સ્થિરતા, શાંત સ્પષ્ટ મન, વધુ સમજણ, અન્ય લોકો સાથે વધુ સારી રીતે સંબંધ બાંધવામાં સક્ષમ બનવું વગેરે. 
 • [વૈકલ્પિક: કલ્પના કરો કે તમારી જાતને હુંફાળું પીળા પ્રકાશથી ભરપૂર છે, જે આ હુંફાળું ખુશીનું પ્રતિનિધિત્વ કરે છે.]
 • પછી તમને ગમતી વ્યક્તિ સાથે તે જ કરો અને તમને ગમતા થોડા લોકો સુધી તેનો વિસ્તાર કરો.
 • [વૈકલ્પિક: કલ્પના કરો કે હુંફાળું પીળો પ્રકાશ તમારામાંથી નીકળે છે અને વ્યક્તિને ભરે છે.]
 • પછી તમે તમારા જીવનમાં મળો એવા લોકોને જેની સાથે તમારો બહુ સંબંધ નથી, જેમ કે દુકાનમાં ચેક-આઉટ કાઉન્ટર પરનો કારકુન અથવા બસ ડ્રાઇવર.
 • પછી જે લોકો તમને પસંદ નથી.
 • પછી ત્રણેય જૂથ એકસાથે.
 • પછી તે પ્રેમ તમારા શહેર, તમારા દેશ, સમગ્ર વિશ્વમાં દરેકને ફેલાવો.

સારાંશ

નિષ્પક્ષ, સાર્વત્રિક પ્રેમ, તે પછી, એક જટિલ લાગણી છે, જે દરેક સાથે જોડાણની લાગણી અને જીવનમાં તમારી સુખાકારીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેવી રીતે યોગદાન આપ્યું છે તે અંગે કૃતજ્ઞતાની ભાવનાને જોડે છે. તે એક શાંત, ઉષ્માપૂર્ણ ભાવનાત્મક સ્થિતિ છે, જેમાં આસક્તિ, પ્રતિકૂળતા અથવા ઉદાસીનતા નથી, અને તેમાં કોઈ મનપસંદ નથી અથવા જેનાથી તમે વિમુખતા અનુભવો છો. તે બિનશરતી છે અને દરેક વ્યક્તિ માટે વિસ્તરે છે, પછી ભલે તે કેવી રીતે વર્તે, કારણ કે તે દરેક સુખી રહેવાની અને ક્યારેય નાખુશ ન રહેવાની લાગણીમાં સમાન છે એ સમજવા પર પણ આધારિત છે. તે બદલામાં કંઈપણ અપેક્ષા રાખતો નથી. તે નિષ્ક્રિય લાગણી પણ નથી પરંતુ અન્યોને ભૌતિક જરૂરિયાતોથી મુક્ત થવાથી માત્ર ટૂંકા ગાળાની ખુશી જ નહીં, પરંતુ ખલેલ પહોંચાડતી લાગણીઓ અને મૂંઝવણભર્યા વિચારોથી મુક્ત રહેવાથી લાંબા ગાળાના ટકાઉ સુખ મેળવવામાં મદદ કરવા માટે તમે જે કંઈ કરી શકો તે કરવા તરફ દોરી જાય છે.

Top