અસ્થાયીતાનો આદર કરવો

જ્યારે આપણે એ હકીકતને માન આપીએ છીએ કે જીવનની દરેક વસ્તુ દરેક સમયે બદલાતી રહે છે, ત્યારે આપણે અન્ય લોકો સાથે સરખામણી કરવાની જૂની રીતોમાં અટવાઈ જવાનું ટાળીએ છીએ.
Meditation impermanence

સમજૂતી

અસ્થાયીતાનો અર્થ છે પરિવર્તન: કારણો અને પરિસ્થિતિઓથી પ્રભાવિત વસ્તુઓ ક્યારેય સ્થિર રહેતી નથી, તે ક્ષણે ક્ષણે બદલાતી રહે છે. કેટલીક વસ્તુઓ, એકવાર તે બની ગયા પછી, ધીમે ધીમે અધોગતિ પામે છે અને જ્યાં સુધી તે સમાપ્ત ન થાય ત્યાં સુધી અલગ પડતી જાય છે, જેમ કે તમારું કમ્પ્યુટર, તમારી કાર અથવા તમારું શરીર. અન્ય વસ્તુઓ ક્ષણે ક્ષણે બદલાતી રહે છે, પરંતુ કારણ કે તે હંમેશા નવીકરણ કરવામાં આવે છે, તે ખરાબ નથી થતી, જેમ કે તમારી મૂળભૂત માનસિક પ્રવૃત્તિ, પછી ભલે તે બાળક તરીકે હોય, સક્રિય પુખ્ત વયના હોય કે અલ્ઝાઈમરના દર્દી હોય. કેટલીક વસ્તુઓ ઉપર અને નીચે જાય છે, જેમ કે તાપમાન અથવા તમારા ધ્યાનની ગુણવત્તા; જ્યારે અન્યો, જેમ કે વિમાનમાં સવાર લોકો, ભેગા થાય છે અને ભાગઅલગ થાય છે. કેટલીક વસ્તુઓ પુનરાવર્તિત ચક્રમાંથી પસાર થાય છે, જેમ કે ઋતુઓ અથવા દિવસ અને રાત્રિના ચક્ર, જ્યારે અન્ય વારંવાર ઉદ્ભવે છે, સહન કરે છે અને સમાપ્ત થાય છે, બૌદ્ધ મત મુજબ બ્રહ્માંડોની જેમ. અસ્થાયીતાના ઘણા વિવિધ પ્રકારો છે.

કમનસીબે, કારણ કે આપણું મન એક જ ક્ષણમાં સમયના વિસ્તરણને સમજી શકતું નથી, આપણે મૂંઝવણમાં પડી જઈએ છીએ અને ક્યારેક વિચારીએ છીએ કે વસ્તુઓ સ્થિર રહે છે અને ક્યારેય બદલાશે નહીં, જેમ કે આપણા સંબંધો, આપણી યુવાની, આપણો મનોભાવ વગેરે. જ્યારે આપણે એવું વિચારીએ છીએ, ત્યારે આપણે આપણા માટે દુઃખ અને સમસ્યાઓ ઊભી કરીએ છીએ. દાખલા તરીકે, આપણે કોઈની સાથે પ્રેમાળ સંબંધમાં છીએ. તે ચોક્કસ કારણો અને સંજોગોને કારણે ઉભું થયું હતું - આપણે બંને એક જ જગ્યાએ હતા, આપણે બંને પાર્ટનરની શોધમાં હતા, આપણા બંનેના જીવનમાં કેટલીક અન્ય બાબતો ચાલી રહી હતી. પરંતુ, સમય જતાં, તે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. જો આપણે શરૂઆતમાં અને શરૂઆતના તબક્કામાં જે પ્રકારનો સંબંધ હતો તેને પકડી રાખીએ, તો જ્યારે આપનો પાર્ટનર નોકરી બદલે છે, અથવા બીજા શહેરમાં જાય છે, અથવા કોઈ મુલાકાતી હોય, અથવા નવા મિત્રો બનાવે કે જ્યારે આપણા જીવનમાં આવું કંઈક બને છે ત્યારે આપણે આપણા સંબંધોને સમાયોજિત કરી શકતા નથી.  આપણે આપણા સંબંધો પહેલા જે રીતે હતા તેને જોડે વળગી રહીએ છીએ અને કારણ કે તે વાસ્તવિકતાના સંપર્કથી બહાર છે, આપણે પીડાય છીએ અને નાખુશ થઈએ છીએ.

આપણા ધ્યાન માટે, ચાલો આપણા જીવનની વિવિધ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે અસ્થાયીતાને આધીન છે અને તેમના પર એક અનુભૂતિ સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીએ કે તેઓ બદલાઈ ગયા છે અને સમય પસાર થતાં બદલાતા રહેશે, અને છેવટે એનો અંત આવશે.

ધ્યાન

  • શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાંત થાઓ.
  • તમારી માતા સાથેના સંબંધો પર ધ્યાન આપો.
  • નોંધ કરો કે તે કેવી રીતે શરૂ થયું - તમે એક શિશુ હતા અને તેનો કોઈ રીતે તમારા સંબંધોને પર અસર થયો હતો.
  • પછી તમે અને તમારી માતા મોટા થઈ ગયા અને, જેમ તમે એક બાળક હતા, એક કિશોર અને પછી પુખ્ત વયના હતા, અને તે વૃદ્ધ થયા, તમારા સંબંધો બદલાયા - અથવા કે થયું?
  • જ્યારે તે મૃત્યુ પામે છે અથવા તે જો મૃત્યુ પામી ચુક્યા છે, તો જો કે તમારો અરસપરસ સંબંધ સમાપ્ત થઈ ગયો છે, નોંધ કરો કે તમારું વલણ અને તેમની યાદશક્તિ કેવી રીતે બદલાય છે અને સતત બદલાતી રહે છે.
  • તે જ રીતે તમારા પિતા સાથેના તમારા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • જીવનસાથી સાથેના તમારા સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરો જેને તમે પ્રેમ કરો છો અથવા ખૂબ પ્રેમ કર્યો છે.
  • તમારા વ્યાવસાયિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરો. 

સારાંશ

અસ્થાયીતા એ જીવનની હકીકત છે. આપણને ગમે કે ન ગમે, બધું જ સમયાંતરે બદલાતું રહે છે, અને કંઈપણ કાયમ સરખું રહેતું નથી. જ્યારે આપણે આ વાસ્તવિકતાને સ્વીકારીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ વસ્તુને એવી રીતે વળગી રહેવું નિરર્થક છે કે તે હંમેશા એક જ રહેશે. જ્યારે આપણે આપણા જીવનમાં, આપણા સંબંધો, આપણા શરીર વગેરેમાં અનિવાર્યપણે થતા ફેરફારોને સમાયોજિત કરી શકીએ છીએ, ત્યારે આપણે ઘણી બધી દુ:ખ અને સમસ્યાઓ ટાળી શકીએ છીએ જે આપણને અન્યથા હોઈ શકે છે.

Top