નૈતિકતા દ્વારા ખુશ મન પ્રાપ્ત કરવું

આજે હું વાત કરીશ કે ધર્મનિરપેક્ષ પદ્ધતિઓના સન્દર્ભે ઉપયોગ કરીને ખુશ મન કેવી રીતે પ્રાપ્ત કરવું. હું ખુશ છું કી મને અહીં મોટી સંખ્યામાં લોકો ની સાથે વાત કરવાની આ તક મળ્યો છું. મારા એક સારો મિત્ર, એક અમેરિકન વૈજ્ઞાનિક, ડેવિડ લિવિંગસ્ટોન, જેઓ હવે આપણી વચ્ચે નથી, તેમણે કહ્યું હથુ કે જ્યારે કોઈ હૂંફ-હૃદય વ્યક્તિ બીજાઓને મળે છે, ત્યારે તેની આખો પહોળી થઈ જાય છે અને તેની કીકી વિસ્તરે છે. તેણે કહ્યું કે જ્યારે તે મને મળ્યો, ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ અને તેના કીકીઓ પણ તે જ રીતે વિસ્તર્યા અને આવું માત્ર બે લોકો સાથે થયું હતું, જ્યારે તે મને મળ્યો હતો અને જ્યારે તે તેની પત્નીને જોયે છે. પરંતુ હવે, હું જ્યાં પણ જાઉં છું, ત્યાંના સ્થાનિક લોકો સમાન છે, તેઓ મારા પ્રત્યે સાચી ઉષ્માપૂર્ણ લાગણી દર્શાવે છે અને હું તેની ખૂબ પ્રશંસા કરું છું, તેથી તમારો આભાર.

"ધર્મનિરપેક્ષતા" નો અર્થ શું છે? હું તેનો ઉપયોગ ભારતીય પરંપરામાં ના ઉપયોગ પ્રમાણે કરું છું. જોકે મારા કેટલાક મુસ્લિમ અને ખ્રિસ્તી મિત્રોને લાગે છે કે "ધર્મનિરપેક્ષતા" શબ્દનો અર્થ થોડો ધર્મની વિરુદ્ધ છે, તેથી તેમને હું આ શબ્દનો ઉપયોગ કરું તે પસંદ નથી. અને કેટલાક લોકો એવું પણ માને છે કે "નૈતિકતા" ધર્મ પર આધારિત હોવું જરૂરી છે, પરંતુ ભારતીય બંધારણ ધર્મનિરપેક્ષતા પર આધારિત છે; તે ધર્મ વિરોધી નથી. ભારતમાં લોકો ધર્મને ખૂબ જ માન આપે છે. ગાંધી અને ભારતીય બંધારણના નિર્માતાઓ ખૂબ જ ધાર્મિક લોકો હતા. આ સંદર્ભમાં "ધર્મનિરપેક્ષ" નો અર્થ એવો થાય છે કે કોઈપણ એક ધર્મને અન્ય કરતા વધુ શ્રેષ્ઠ માનવામાં ન આવે તેવા ખ્યાલ સાથે તમામ ધર્મો માટે આદર રાખવો; અને હજારો વર્ષોથી આ ધર્મનિરપેક્ષતા ભારતમાં પણ અવિશ્વાસીઓના અધિકારોનું સન્માન કરે છે. તેથી "ધર્મનિરપેક્ષતા" શબ્દનો હું જયારે ઉપયોગ કરું છું તેનો મતલબ આ છે.

એક માણસ તરીકે, અને પ્રાણીઓ અને જંતુઓ પણ, આપણે બધાને વધુ શાંતિ અને નિશ્ચલની ઇચ્છા હોય છે. કોઈને કોઈ ખલેલ જોઈતી નથી; અને દરેક વ્યક્તિને ખુશી પ્રાપ્ત કરવાનો અને કોઈપણ વિક્ષેપ, સમસ્યાઓ અને દુઃખને દૂર કરવાનો અધિકાર છે. તાર્કિક રીતે અથવા પ્રયોગ દ્વારા તે સાબિત કરવાની જરૂર નથી. આ માત્ર પ્રકૃતિ ની જ રીત છે; અને તમામ સંવેદનશીલ જીવો, પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો, આપણે બધા તે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ધ્યેય હાંસલ કરવાની રીત મહત્વની છે. તે વાસ્તવિક હોવું જોઈએ, અને અવાસ્તવિક રીતોનો ઉપયોગ કરવાથી આપણે તે ધ્યેયને પૂર્ણ કરવામાં નિષ્ફળ થઈએ છીએ. દાખલા તરીકે, કેટલીકવાર આપણે જોઈએ છીએ કે પ્રાણીઓ એટલા ડરી જાય છે કે તેઓ ખોટી દિશામાં દોડે છે; 

તે તેનાથી દૂર રહેવાને બદલે નુકસાનની દિશામાં દોડે છે. પરંતુ આપણે મનુષ્ય છીએ અને આપણી પાસે અદ્ભુત બુદ્ધિ છે અને તેથી આપણી પાસે તર્ક અને બુદ્ધિમત્તા દ્વારા વાસ્તવિક અભિગમ અપનાવવાની વધુ ક્ષમતા છે, તેથી આપણે વધુ સફળ છીએ. આપણી પાસે લાંબા ગાળાની જાગરૂકતા છે અને તેથી કેટલીકવાર આપણે સ્વેચ્છાએ લાંબા ગાળાની સફળતા માટે તાત્કાલિક લાભનું બલિદાન આપીએ છીએ. આ પ્રાણીઓ કરતાં આપણી વધુ બુદ્ધિમત્તાનો સંકેત છે. અને તેથી આ બુદ્ધિમત્તાના કારણે આપણે મનુષ્યો લાંબા ગાળાનો લાભ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.

તો પછી, પ્રશ્ન એ છે કે અનુભવનું કયું સ્તર આપણને સૌથી વધુ લાભ લાવશે? અનુભવનું સંવેદનાત્મક સ્તર મુખ્યત્વે તાત્પૂરતું છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ ચિત્ર અથવા રમતની ઇવેન્ટ જુઓ છો, અથવા કોઈ પ્રવાસી વિવિધ સ્થળો અને દૃશ્યો, પોશાક, લોકો જોવા જાય છે; સારું, આમાંથી તમને થોડો આનંદ મળે છે, દાખલા તરીકે તમારી આંખોથી. ઉદાહરણ તરીકે દિલ્હીમાં મારા ડ્રાઇવર, એક ભારતીય, ક્રિકેટને પ્રેમ કરે છે. જ્યારે મેં એને પૂછ્યું કે આગલી રાત્રે જ્યારે ક્રિકેટની મેચ હતી ત્યારે એને કેટલા કલાકની ઊંઘ મળી, તો એને કીધું કે ચાર કલાક. પછી મેં એની ટીકા કરી, અને કીધું કે મેચ જોવા કરતાં સારી ઊંઘ લેવી વધારે સારું છે. તે મન માટે વધુ સારું છે. પછી સંગીત અને સુંદર સુગંધ અને ખોરાક અને આનંદદાયક શારીરિક સંવેદનાઓ પણ છે. સંવેદનાત્મક સ્તર પરનો આ આનંદ ફક્ત તાત્પૂરતું છે. જ્યારે તે સમાપ્ત થાય છે, ત્યારે માત્ર એક જ વસ્તુ બાકી રહે છે, તે છે તેમની યાદગીરી.

બીજી બાજુ, કેટલાક અનુભવો માનસિક સ્તર પર હોય છે અને તે સંવેદનાત્મક અનુભવ પર આધારિત નથી; અને તેમાંથી આવતો આનંદ ઘણો લાંબો સમય ચાલે છે. તેથી એ સમજવું અગત્યનું છે કે ખુશી અને દુ:ખ અનુભવવાના બે સ્તર છે. એક, સંવેદનાત્મક સ્તર, જે તાત્પૂરતું છે અને બીજું, માનસિક સ્તર, જે ઘણું ઊંડું છે.

આપણા આધુનિક સમયમાં લોકો સંવેદનાત્મક સ્તર સાથે ખૂબ જ સંકળાયેલા છે કારણ કે તેઓ તેને સૌથી મહત્વપૂર્ણ માને છે, તેથી તેઓ હંમેશા ખુશી માટે બાહ્ય ભૌતિક સ્ત્રોતો તરફ જોતા હોય છે અને તેઓ આંતરિક, ઊંડા સ્તરની ઉપેક્ષા કરે છે. એક વખત, ઘણા વર્ષો પહેલા, હું બર્લિન, જર્મનીમાં હતો અને જ્યાં હું રોકાયો હતો તે હોટેલ એક નાઇટ ક્લબની સામે હતી. રાત્રે લગભગ ૭:૩૦ અથવા ૮ વાગ્યે હું સૂઈ જાઉં છું અને હું બહાર જોઈ શકતો હતો અલગ-અલગ રંગની લાઇટો, લાલ, વાદળી, ચમકતી અને મોટો ધ્રુજતો અવાજ હતો. હું સૂઈ ગયો અને હું અડધી રાત્રે જાગ્યો અને તે હજુ પણ ચાલુ હતું અને જ્યારે હું ચાર વાગ્યાની આસપાસ જાગ્યો ત્યારે પણ તે ચાલુ હતું. ત્યાંના લોકોની તમામ ઊર્જા તે સંવેદનાત્મક સ્તર પર શોષાઈ ગઈ હતી. મને લાગે છે કે બીજા દિવસે, દરેક જણ સંપૂર્ણપણે થાકી ગયા હશે.

હમણાં જ હું એક ભારતીય પરિવારને મળ્યો જેને બાળકો હતા, માતા-પિતા પણ ત્યાં હતા અને અમારી વચ્ચે થોડીક પરચુરણ વાતો થઈ. મેં ઉલ્લેખ કર્યો કે છેલ્લા બે કે ત્રણ વર્ષમાં હું હવે ટેલિવિઝન જોતો નથી; હું માત્ર બી.બી.સી રેડિયો પર સમાચાર સાંભળું છું. તે ભારતીય પરિવારના યુવાન સભ્યોએ મને કહ્યું, "તમને ટેલિવિઝન જોયા વિના કંટાળો આવતો હશે!" આ સૂચવે છે કે તે ઘણું જોતા છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં બાળકો ખૂબ ટીવી જુએ છે. આ ખૂબ મદદગાર નથી કારણ કે તે તેમના મગજની તીક્ષ્ણ બુદ્ધિ સાથે વિશ્લેષણ કરવાની ક્ષમતાને બદલી નાખે છે. તેથી તે માનસિક સ્તર પર કામ કરવા માટે વધુ અર્થપૂર્ણ બને છે, માત્ર સંવેદનાત્મક સ્તરે ખુશી શોધવાના માર્ગ માટે નહીં.

બીજો મુદ્દો એ છે કે લાગણીઓની વાસ્તવિક ખલેલ મુખ્યત્વે માનસિક સ્તરેથી આવે છે; તેથી, ખુશી જીવન માટે આપણને શાંત મનની જરૂર છે. કારણ કે વિક્ષેપનો સ્ત્રોત માનસિક સ્તરેથી આવે છે, તેથી તે પ્રાપ્ત કરવા માટે આપણે માનસિક સ્તર નો સામનો કરવો જરૂરી છે. તેથી, સૌ પ્રથમ, આપણે આપણા આંતરિક વિશ્વ પર, આંતરિક મૂલ્યો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મગજની નાની જગ્યામાં આપણે મનની વિશાળ આંતરિક જગ્યાને શોધી શકીએ છીએ, પરંતુ આપણે ખરેખર આ આંતરિક જગ્યા વિશે ઘણું ઓછું જાણીએ છીએ. તેથી, આપણે લાગણીઓનું પરીક્ષણ કરવું જોઈએ. જ્યારે મજબૂત લાગણીઓ ઉદ્ભવે છે, ત્યારે આપણે મનના ભાગથી તે લાગણીને તપાસવાની જરૂર છે, પછી ધીમે ધીમે આપણે શોધી કાઢીએ છીએ કે તે શમી જશે. આપણી પાસે ક્રોધથી પ્રભાવિત મનને જોવાની ક્ષમતા છે; જેમ જ આપણે તેની તપાસ કરીએ, તેની તીવ્રતા ઓછી થાય છે. મનના ઊંડાણમાં જોવું ખૂબ જ રસપ્રદ છે.

આપણે હવે એકવીસમી સદીમાં છીએ. વીસમી સદી માનવ ઈતિહાસની સૌથી મહત્વની સદી હોય એવું લાગે છે. તે એટલા માટે છે કારણ કે વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રોમાં ઘણા વિકાસ થયા છે. તેથી આપણું જ્ઞાન વધ્યું, જીવનધોરણ વધ્યું. પરંતુ, તે જ સમયે, તે રક્તપાતની સદી હતી. તમારા માતા-પિતા અને દાદા-દાદીએ ભારે ખલેલ અને વેદનાનો અનુભવ કર્યો. બસ્સો મિલિયનથી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં કેટલાક પરમાણુ શસ્ત્રો દ્વારા માર્યા ગયા હતા. જો તે પ્રચંડ હિંસાએ કોઈ નવો ક્રમ ઉત્પન્ન કર્યો હોત, તો કદાચ આપણે તેને ન્યાયી ઠેરવી શકત, પરંતુ એવું નહોતું. અત્યારે પણ એકવીસમી સદીની શરૂઆતમાં ઈરાક અને ઈરાન અને અફઘાનિસ્તાનમાં આટલી બધી સમસ્યાઓ છે, આટલો આતંકવાદ છે; આ ભૂતકાળની ભૂલો અને બેદરકારીનું લક્ષણ છે. માત્ર બાહ્ય બાબતો પર જ વધારે ભાર હતો. હવે, આપણે ફક્ત બાહ્ય સંજોગો જ નહીં, પણ આંતરિક મૂલ્યો વિશે વધુ વિચારવું જોઈએ.

તેમજ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર એક મોટી સમસ્યા છે, જોકે સામાન્ય રીતે ભૌતિક પ્રગતિ બરાબર છે. અહીં ઑસ્ટ્રિયામાં, સમાનતાનું સ્તર ઘણું સારું છે, પરંતુ ગયા વર્ષે મેં મેક્સિકો, આર્જેન્ટિના અને બ્રાઝિલ ગયો હતો, અને મેં અમીર અને ગરીબ વચ્ચેના અંતર વિશે પૂછ્યું, તે મોટું છે કે નાનું, અને તેઓએ કહ્યું કે તે ખૂબ જ મોટું છે. અહીં ઑસ્ટ્રિયામાં કદાચ તે નાનું છે.

સાથે જ મેં પૂછ્યું, "ભ્રષ્ટાચારનું સ્તર વધુ છે કે ઓછો?" લોકતાંત્રિક દેશોમાં જ્યાં વાણી અને પ્રેસની સ્વતંત્રતા છે, ત્યાં હજુ પણ ઘણો ભ્રષ્ટાચાર હોઈ શકે છે. આ સ્વ-શિસ્તના અભાવ, નૈતિક સિદ્ધાંતોના અભાવને કારણે છે. ઉદાહરણ તરીકે, ભારત એક ખૂબ જ ધાર્મિક વિચારસરણી ધરાવતું રાષ્ટ્ર છે, અને તેમ છતાં ત્યાં પણ ઘણો ભ્રષ્ટાચાર છે. ઘણા ભારતીયોનાં ઘરોમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, તેઓ ધૂપ અને ફૂલ ચઢાવે છે અને તેમની પ્રાર્થના કરે છે, પણ ક્યારેક હું મજાકમાં કહું છું કે તેમની પ્રાર્થના છે  "મારો ભ્રષ્ટાચાર સફળ થાય." તેથી, આ ખૂબ જ દુઃખદ છે. તેઓ ધાર્મિક વિચારસરણી ધરાવતાં છે અને છતાં ઘણા ભ્રષ્ટ છે. તેઓ આસ્થાવાનો છે, પરંતુ તે એ હદ સુધી આસ્તિક નથી કે તેઓ તેમના ધર્મના સિદ્ધાંતોનું પાલન કરે છે અને ભગવાનનો ડર રાખે છે.

થોડા વર્ષો પહેલા, મેં એક વિદ્વાન સાથે મલ્ટિ-નેશનલ કંપનીઓ વિશે અને તેમનો નફો કેવી રીતે પારદર્શક નથી તે વિશે ચર્ચા કરી હતી. અમે આ બાબતોની ચર્ચા કરી અને મેં કહ્યું કે "આ લોકો જેઓ આ કંપનીઓ ચલાવે છે, એમ ધારવામાં આવે છે કે તે ભગવાનનો ડર રાખે છે, તેથી તેઓની થોડી શિસ્ત હોવી જોઈએ" અને તેણે કહ્યું "આ અઢારમી સદીનો વિચાર છે." એટલે, ભલે આ લોકો ભગવાનને પ્રાર્થના કરતા હશે, પણ તેઓ બહુ ગંભીર નથી. જો તેઓ ગંભીર હોત, તો તેઓએ પ્રામાણિક, કાળજી રાખવાની અને નૈતિક બનવાની ભગવાનની સલાહને અનુસરવું જોઈએ. તેથી આપણે અન્યોની કાળજી રાખવી જોઈએ અને પર્યાવરણની કાળજી રાખવી જોઈએ. તેથી, આપણે નૈતિક નીતિશાસ્ત્ર પર વધુ ભાર આપવાની જરૂર છે, અને તેનો અર્થ એ છે સ્વ-શિસ્ત પર વધુ ભાર, ફરજ અથવા ડરની ભાવનાથી નહીં, પરંતુ સ્વૈચ્છિક રીતે એ જાણના આધારે કે, "જો હું આ કૃત્યમાં જોડાઈશ, તો તે નૈતિક સિદ્ધાંતોના વિરુદ્ધ છે".

નૈતિક નીતિશાસ્ત્રને આગળ વધારવા માટે આપણે વધુ પ્રયત્નોની જરૂર છે, અન્યથા વસ્તીમાં આટલી વૃદ્ધિ અને સંસાધનોમાં ઘટાડો સાથે, વધુને વધુ સમસ્યાઓ થશે. તેથી આપણે આ એકવીસમી સદીને એવી સદી બનાવવાની જરૂર છે જેમાં આપણે તેને દયાળુ સદી બનાવવા માટે પ્રયત્નો કરીએ. તે નૈતિક નીતિશાસ્ત્ર, ધર્મનિરપેક્ષ નીતિશાસ્ત્રનો મૂળ સિદ્ધાંત છે.

નૈતિક નીતિશાસ્ત્રનો હૂંફ-હૃદય સાથે ઘણો સંબંધ છે. આનો અર્થ એ છે કે અન્ય મનુષ્યો માટે વધુને વધુ ફિકર કરવી. તેઓ પણ ખુશ રહેવા માંગે છે; તેઓ નાખુશ થવા માંગતા નથી અને આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. તેમની ખુશી એ આપણા પોતાના ખુશીનો સ્ત્રોત છે. જ્યારે આપણે આ સમજીએ છીએ અને તેમનો આદર કરીએ છીએ, ત્યારે જૂઠું બોલવાનું, છેતરપિંડી, ગુંડાગીરી અથવા શોષણ માટે કોઈ જગ્યા નથી. તે આ અર્થમાં છે કે હૂંફ-હૃદય એ ખુશીનો સ્ત્રોત છે; અને તે આપણી માતાના સમયથી જૈવિક પરિબળમાંથી આવે છે: આપણે આપણી માતાના સ્નેહ દ્વારા, તેમના દૂધ દ્વારા ટકી શક્યા છીએ. આ અનુભવ આપણા જનીનો અને આપણા લોહીમાં સમાઈ ગયો છે. પ્રશ્ન એ છે કે: બાળકો પૈસા અને અન્ય લોકો પાસેથી સાંસ્કૃતિક વસ્તુઓ કરતાં અન્ય લોકોના સ્નેહ વિશે વધુ ચિંતિત છે, પરંતુ જ્યારે તે મોટા થાય છે, સિવાય કે તેઓ વધુ સમજદાર બને, તેમના મૂલ્યો નીચે જાય છે. શા માટે, કારણ કે તેઓ વધુ સ્વ-કેન્દ્રિત બની જાય છે. જો તે બીજાઓને બિલકુલ પણ મદદ કરે તો  "બદલામાં મને શું મળશે?" એના રસ થી હોય છે તેથી સ્વ-કેન્દ્રિતતા એક મોટી "હું" ની ભાવનાને ટેકો આપે છે જે મોટી સમસ્યાઓનું સ્ત્રોત છે. આપણે આપણી જાતને યુરોપિયન યુનિયનનો એક ભાગ અથવા સમગ્ર વિશ્વનો ભાગ માનીને માનવતાના સમગ્ર સમુદાયને "આપણે" તરીકે ધ્યાનમાં લેવાની જરૂર છે. આપણે આ વિશ્વના તમામ સાત અબજ લોકોના સંદર્ભમાં "આપણે" તરીકે વિચારવાની જરૂર છે અને કે આપણે પોતે "આપણે" નો ભાગ છીએ; માત્ર આ નાના "હું" ના સંદર્ભમાં જ નહીં વિચારશો. તેથી, આપણે દરેકને, અમીર અને ગરીબ બંનેનું સન્માન કરવાની જરૂર છે. આર્થિક અને તમામ ક્ષેત્રે દરેકને સમાન અધિકાર મળવા જોઈએ. જો આપણે બીજાની સુખાકારી માટે ચિંતા કેળવીએ તો તે આદર આવશે.

આ જરૂરી નથી કે તે ધર્મનો ભાગ હોય; ધર્મ એક ખાનગી બાબત છે; આ સમગ્ર માનવતાની ચિંતા છે. જો આપણે બીજા બધાને માન આપીએ, તો કોઈ શોષણ નહીં થાય. અને, હૂંફાળું-હૃદય શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ મદદરૂપ છે. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે સતત ભય અને ડર આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, તેથી જ્યારે આપણે સ્વ-કેન્દ્રિત હોઈએ છીએ ત્યારે આપણે આપણા પોતાના પક્ષે ઘણો ડર અનુભવીએ છીએ અને અન્ય લોકો માટે આપણને ઘણો અવિશ્વાસ હોય છે. આ એકલતા અને ડરની લાગણી તરફ દોરી જાય છે, જે હતાશા તરફ દોરી જાય છે અને છેવટે ગુસ્સો તરફ. પરંતુ એકવાર આપણે આપણું હૃદય ખોલીએ અને આપણામાં બીજાઓની કાળજી રાખવાની ભાવના હોય, તો આપણે આત્મવિશ્વાસ વિકસાવીએ છીએ. તેના દ્વારા આપણે ખુલ્લેઆમ અને પારદર્શક રીતે કામ કરી શકીએ છીએ. ભલે આપણે કોને મળીએ, કોને જોઈએ, આપણી આજુબાજુ બધાને આપણે આપણા ભાઈઓ અને બહેનો ગણીએ; અને જો આપણે હૂંફાળું-હૃદય રાખીયે અને બીજાઓ માટે ચિંતાની ભાવના ધરાવીએ, તો મોટાભાગના લોકો હકારાત્મક પ્રતિભાવ આપશે. પરંતુ હંમેશા આવો કેસ નથી હોતો. જ્યારે પણ હું ગાડીમાં ફરું છું ત્યારે હું હંમેશા રસ્તામાં આવેલા લોકોને તેમની તરફ જોઈને સ્મિત કરું છું. જર્મનીમાં એક વખત જ્યારે મેં ફૂટપાથ પર એક મહિલા ને જોઈને સ્મિત કર્યો ત્યારે તે ખૂબ જ શંકાસ્પદ બની ગઈ, તેથી મારા સ્મિત થી તેને ખુશી થવાને બદલે તે ગભરાઈ ગઈ તેથી મેં માથું ફેરવ્યું. પરંતુ તે સામાન્ય રીતે આવો કેસ નથી.

હૂંફાળું-હૃદય એ એવી વસ્તુ છે જે આપણે આપણી માતાઓ પાસેથી શીખીએ છીએ, તેથી આ એવી વસ્તુ છે જે આપણે આખી જીંદગી આપણી સાથે રાખવાની જરૂર છે. એક વિજ્ઞાન મીટિંગમાં અમારી પાસે એક સૂત્ર છે: "સ્વસ્થ મન, સ્વસ્થ શરીર." આ માટે આપણે વાસ્તવિકતા જાણવાની જરૂર છે, આપણે શાંત મનની જરૂર છે; જો આપણે પરેશાન થઈએ છીએ, તો આપણે પક્ષપાતી થઈ જઈએ છીએ અને આપણે વાસ્તવિકતા જોઈ નથી શકતા અને આ ઘણી સમસ્યાઓ લાવે છે. તેથી હૂંફાળું-હૃદય શાંત મનને વિકસાવવામાં મદદ કરે છે.

જો આપણું મન શાંત ન હોય, તો આનાથી આપણા શિક્ષણમાં સમસ્યા સર્જાય છે. જો મન શાંત અને ખુશ ન હોય, તો શીખવું ખૂબ મુશ્કેલ છે; તેથી શાંત મન રાજકારણ સહિત તમામ કામ અને તમામ વ્યવસાયો કરવા માટે મદદ કરે છે. ટૂંકમાં, મનની શાંતતા આત્મવિશ્વાસ તરફ દોરે છે અને આત્મવિશ્વાસથી આપણે વાસ્તવિકતાને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ અને તેના આધારે આપણે વધુને વધુ ઉષ્માભર્યું હૃદય વિકસાવીએ છીએ.

આ ધર્મનિરપેક્ષ નીતિશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો અને ખુશીની કળાની ચાવી છે. મારા માટે, મને આ ખૂબ ઉપયોગી લાગ્યું. જો તમને લાગે કે આ કંઈક અર્થપૂર્ણ છે, તો પછી તેનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરો. જો તમને લાગે કે આનો કોઈ અર્થ નથી, તો પછી આ વિશે ભૂલી જાઓ. આભાર

Top