Study buddhism what is ethics

નૈતિકતા એ નૈતિક મૂલ્યોની પ્રણાલી છે જે સુખી જીવન મેળવા માટે આપણા વર્તનને આકાર આપે છે. નૈતિકતા સાથે, આપણે પ્રામાણિકપણે જીવીએ છીએ, જે આપણી આસપાસના લોકો સાથે વિશ્વાસ અને મિત્રતા તરફ દોરી જાય છે. નીતિશાસ્ત્ર એ સુખની ચાવી છે.

બૌદ્ધ ધર્મમાં નૈતિકતા

બૌદ્ધ ધર્મમાં, નૈતિકતા ભેદભાવપૂર્ણ જાગૃતિ પર આધારિત છે: આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ શાશ્વત સુખ લાવે છે અને શાનાથી પુનરાવર્તિત સમસ્યાઓનું કારણ બને છે તે વચ્ચે ભેદભાવ કરવા માટે કરીએ છીએ. તે નિયમોની સૂચિનું આંધળાપણે પાલન કરવા વિશે નથી, પરંતુ નૈતિક માર્ગદર્શિકાને અનુસરવાથી તાર્કિક અર્થ થાય છે તેની ખાતરી થવા વિશે છે.

જો આપણે ખરેખર પોતાના વિશે કાળજી રાખીએ, તો આપણે કેવી રીતે વર્તીએ છીએ તે અંગે બુદ્ધિશાળી નિર્ણયો લેવાનો અર્થ છે. દરેક જણ ખુશ રહેવા માંગે છે અને તેને લાયક છે, અને તેમાં આપણો પણ સમાવેશ થાય છે. નિમ્ન આત્મસન્માન નૈતિક ઉદાસીનતાના વલણ તરફ દોરી જાય છે, જ્યારે સ્વ-મૂલ્યની ભાવના સ્વ-ગૌરવ તરફ દોરી જાય છે. સ્વ-ગૌરવ સાથે, આપણને આપણી જાત માટે એટલો ઊંડો આદર છે કે આપણે ક્યારેય અનૈતિક રીતે કાર્ય કરવા માટે ઝૂકીશું નહીં: તે યોગ્ય જ નથી લાગતું.

જેમ અમૃત એકત્ર કરતી મધમાખી ફૂલના રંગ અને સુગંધને નુકસાન કે ખલેલ પહોંચાડતી નથી; તેમ જ જ્ઞાનીઓ વિશ્વમાં ફરે છે. - ધમ્મપદ: ફ્લાવર્સ, શ્લોક ૪૯

"જે કંઈપણ" નું વલણ ફક્ત  અળગાપણું, એકલતા અને હતાશાની લાગણીઓ તરફ દોરી જાય છે. નૈતિકતાની ભાવનાથી, આપણે આવા વલણને દૂર કરીએ છીએ. આપણે વિશ્વાસપાત્ર, સ્થિર મિત્રતા બનાવીએ છીએ, જે સુખી અને સફળ જીવન જીવવાનો આધાર છે.

તર્ક પર આધારિત નીતિશાસ્ત્ર અને પ્રતિજ્ઞા

બૌદ્ધ પ્રથા સામાન્ય જ્ઞાન પર આધારિત છે. જો આપણે સ્વાર્થી, ગુસ્સે અને અન્યો પ્રત્યે ઘમંડી હોઈએ, તો આપણે આપણા માટે શાંતિપૂર્ણ અને સુખી જીવનની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ?

બૌદ્ધ ધર્મમાં, વ્રતના વિવિધ સ્તરો છે જે વ્યક્તિ લઈ શકે છે. દાખલા તરીકે, તિબેટીયન પરંપરામાં સંપૂર્ણ નિયુક્ત સાધુઓ પાસે ૨૫૩ પ્રતિજ્ઞાઓ છે. ઘણા સામાન્ય બૌદ્ધો "પાંચ મૂળભૂત ઉપદેશો" લે છે, જે છે:

  • જીવોને મારવાથી દૂર રેહવું
  • જે આપવામાં આવ્યું નથી તે લેવાથી દૂર રેહવું
  • અયોગ્ય જાતીય વર્તનથી દૂર રેહવું
  • જૂઠું બોલવાથી દૂર રેહવું
  • માદક પદાર્થોથી દૂર રેહવું.

અભ્યાસ માટે અનુકૂળ જીવન બનાવવા માટે આ બૌદ્ધ સાધકો દ્વારા સ્વેચ્છાએ લેવામાં આવે છે. આ નિયમો આપણને સાચી દિશા પર રહેવામાં મદદ કરે છે, અને સુખી અને સફળ જીવન વિકસાવવા માટેના કારણો પણ બનાવે છે.

સફળ જીવન માટે નૈતિકતા

કેટલાક લોકો માને છે કે સફળ જીવન તે છે જ્યાં આપણી પાસે પુષ્કળ ભૌતિક સંપત્તિ અને શક્તિ હોય. જો આપણે આવી વસ્તુઓ મેળવીએ તો પણ, આપણે ક્યારેય સંતુષ્ટ થતા નથી અને તેને ગુમાવવા માટે હંમેશા બેચેન હોઈએ છીએ. આપણી પાસે જેટલું વધારે હોય, ખાસ કરીને જ્યારે અન્યના ખર્ચે પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે વધુ દુશ્મનો બનાવીએ છીએ. કોઈ કહેશે નહીં કે સફળ જીવન એ છે જ્યાં લોકો આપણને પસંદ ન કરે. સફળ જીવન એ છે જ્યાં આપણે ઘણા મિત્રો બનાવ્યા છે અને લોકો આપણી સાથે રહીને ખુશ છે. પછી આપણી પાસે કેટલા પૈસા કે સત્તા છે તેનાથી કોઈ ફરક પડતો નથી; આપણી પાસે ભાવનાત્મક ટેકો હશે જે આપણને ગમે તે થાય તેનો સામનો કરવાની શક્તિ આપે છે.

નૈતિક માર્ગદર્શિકા એવા વર્તનના પ્રકારો સૂચવે છે જે સુખ તરફ દોરી જાય છે, અને તે પ્રકારો જે સમસ્યાઓ બનાવે છે. જ્યારે આપણે પ્રામાણિક હોઈએ છીએ અને અન્ય લોકો માટે ખુશીઓ લાવવા ઈચ્છીએ છીએ, ત્યારે લોકો આપણા પર વિશ્વાસ કરે છે કે તેઓ છેતરપિંડી, ધમકાવવું કે શોષણ નહીં કરીએ. આ વિશ્વાસ આપણે મળીએ છીએ તે દરેક સાથેની આપણી મિત્રતા માટે પાયાનું કામ કરે છે. તેઓ આપણી સાથે રહીને હળવા અને ખુશ છે, એ જાણીને કે તેમને ડરવાની જરૂર નથી. આપણે, બદલામાં, પોતાને વધુ ખુશ અનુભવીએ છીએ. કોણ ઇચ્છે છે કે જ્યારે પણ આપણે તેમની નજીક આવીએ ત્યારે અન્ય લોકો સાવચેતી રાખે અથવા ડરથી ધ્રૂજે? દરેક વ્યક્તિ હસતા ચહેરાને આવકારે છે.

માણસો સામાજિક જીવો છે: આપણને ફક્ત ટકી રહેવા માટે અન્યના સમર્થનની જરૂર છે. જ્યારે આપણે આરોગ્યગૃહમાં નિઃસહાય નવજાત શિશુઓ અને નબળા વૃદ્ધ લોકો હોઈએ ત્યારે જ નહીં, પરંતુ જીવનભર આપણને અન્યોની મદદ અને સંભાળની જરૂર હોય છે. પ્રેમાળ મિત્રતાથી આપણને જે ભાવનાત્મક ટેકો મળે છે તે પરિપૂર્ણ જીવન બનાવે છે. નૈતિકતાની મજબૂત ભાવના આપણને આપણે મળતા દરેક સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવા માટે સક્ષમ બનાવે છે.

Top