બૌદ્ધના જીવનમાં એક દિવસ

Day%20in%20the%20life%20of%20a%20buddhist

બૌદ્ધ ઉપદેશો આપણું દૈનિક જીવન કેવી રીતે જીવવું તે વિશે પુષ્કળ સલાહ આપે છે. નીચે જુઓ.

જ્યારે આપણે જાગીએ છીએ

જાગ્યા પછી અને ઉઠતા પહેલા, આપણે અતિ ખુશ અને કૃતજ્ઞતા અનુભવવી જોઈએ કે આપણે હજી પણ જીવિત છીએ, નવા દિવસનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમે મજબૂત ઈરાદો રાખ્યે છે: 

  1. દિવસને અર્થપૂર્ણ બનાવીયે.
  2. આપણી જાત પર કામ કરવાની અને બીજાને મદદ કરવાની આપણી પાસે રહેલી કિંમતી તકને વેડફશો નહીં.

જો આપણે કામ પર જવાનું હોય, તો આપણે પ્રયત્ન કરવાનું અને એકાગ્ર અને ઉત્પાદક બનવાનું મન બનાવીએ છીએ. આપણે આપણા સહકાર્યકરો સાથે ગુસ્સે, અધીરા અથવા ક્રોધિત થઈશું નહીં. આપણે દરેક સાથે મૈત્રીપૂર્ણ રહીશું, પરંતુ અર્થહીન બકબક અને ગપસપમાં લોકોનો સમય બગાડશું નહીં. જો આપણે આપણા પરિવારની સંભાળ કરીયે છીએ, તો આપણે આપણી ધીરજ ન ગુમાવવાનો સંકલ્પ કરીએ છીએ, પરંતુ તેમની શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતોને આપણે શ્રેષ્ઠ રીતે સંભાળવાની પ્રેમાળ કાળજી કરીયે છીએ.

સવારનું ધ્યાન

સામાન્ય રીતે, અમે સવારના નાસ્તા પહેલા થોડીવાર માટે ધ્યાન કરીએ છીએ. માત્ર પાંચ કે દસ મિનિટ શાંતિથી બેસીને, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને કેન્દ્રિત થવાથી મદદ મળશે.

આપણું જીવન આપણી આસપાસના દરેક લોકો સાથે કેવી રીતે જોડાયેલું છે તેના પર અમે વિચાર કરીએ છીએ. તેઓ કેવી રીતે અનુભવે છે અને વર્તન કરે છે તે અમને અને બીજા બધાને અસર કરે છે, અને અમે પ્રેમની ઉષ્માપૂર્ણ લાગણી ઉત્પન્ન કરીએ છીએ: "તેઓ બધા ખુશ રહે," તેમજ કરુણા: "તેઓ બધા દુ: ખી અને કોઈપણ સમસ્યાઓથી મુક્ત રહે." અમે સંકલ્પ કરીએ છીએ કે, આજે, અમે ગમે તે રીતે અન્ય લોકોને મદદ કરવાનો પ્રયાસ કરીશું, અને જો તે શક્ય ન હોય તો, અમે ઓછામાં ઓછું કોઈપણ નુકસાન પહોંચાડવાથી દૂર રહીશું.

દિવસમાં સચેત રેહવું

આખા દિવસ દરમિયાન, અમે કેવી રીતે વર્તીએ છીએ, બોલીએ છીએ, વિચારીએ છીએ અને જે અનુભવીએ છીએ તે વિશે સચેત રહેવાનો પ્રયાસ કરીએ છીએ. ગુસ્સો, લોભ, ઈર્ષ્યા, ઘમંડ વગેરે જેવી વિક્ષેપજનક લાગણીઓ અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે તો એનો અમે ખાસ કરીને ધ્યાન આપવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે અમે સ્વાર્થી અથવા અસંવેદનશીલતાથી અથવા સ્વ-દયા અને પૂર્વગ્રહ સાથે કામ કરીએ છીએ ત્યારે અમે નોંધ લઈએ છીએ. સૂક્ષ્મ સ્તરે, અમારું લક્ષ્ય છે કે જ્યારે આપણે આપણા વિશે, અન્ય લોકો વિશે અને સામાન્ય રીતે પરિસ્થિતિઓ વિશે વાહિયાત વાર્તાઓ રજૂ કરીએ છીએ ત્યારે તે વિશે જાગૃત થવાનું છે. અમે તે ક્ષણો માટે ધ્યાન આપીએ છીએ જ્યાં આપણે કલ્પના કરીએ છીએ કે તે લાંબી કતારમાં આપણે ક્યારેય અમારો વારો નહીં આવે, કે આપણા જેવા કોઈને ક્યારેય કોઈ પ્રેમ કરી શકે નહીં, અને જ્યારે આપણે અનુભવીએ છીએ કે "હું બિચારો છું."

જ્યારે અમે આમાંના કોઈપણ મુશ્કેલી સર્જનારાઓ સાથે ફરજિયાતપણે અભિનય, વાત કરતા અથવા વિચારતા હોઈએ છીએ, ત્યારે અમે સચેતતાનું બીજું સ્તર લાગુ કરીએ છીએ. સૌપ્રથમ, અમે એવું કંઈક કરીએ કે બોલીયે જેનો અમને પાછળથી પસ્તાવો થાય, તે પહેલા અમે પોતાને રોકવાનો પ્રયાસ કરીએ છીએ. જો આપણે પહેલાથી જ આ રીતે વર્તે, તો આપણે કંઈક ખરાબ કરીએ અથવા કહીયે તે પહેલાં અમે તરત જ રોકાઈ જઈએ છીએ. જો અમે પોતાને નકારાત્મક વિચારસરણીના ચક્રમાં જોઈએ તો અમે તે જ કરીએ છીએ. અમે આ માનસિક અને ભાવનાત્મક ખલેલને શાંત કરવા માટેના મારણને ધ્યાનમાં રાખીએ છીએ, અને જ્યાં સુધી અમે અમારું સંયમ ન મેળવીએ ત્યાં સુધી તેને લાગુ અને ટકાવી રાખીએ છીએ.

એક ઉદાહરણ જે આપણામાંના મોટાભાગના લોકો સાથે સંબંધિત હોઈ શકે છે તે છે જ્યારે કામ પર અથવા ઘરે કોઈ વ્યક્તિ આપણી ટીકા કરે છે અથવા કંઈક એવું કરે છે જે ખરેખર આપણને હેરાન કરે છે. આપણે:

  1. યાદ રાખવું જોઈએ કે બૂમો પાડવાથી મદદ નથી થતી અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાંત થવાનો પ્રયાસ કરો, જેમ આપણે સવારે કર્યું હતું.
  2. યાદ કરો કે દરેક જણ ખુશ રહેવા માંગે છે અને નાખુશ નથી થવા માંગતા, પરંતુ મોટાભાગના લોકો મૂંઝવણમાં છે અને એવી રીતે કાર્ય કરે છે જે સમસ્યાઓ લાવે છે.
  3. તેમના માટે ઈચ્છા પેદા કરો કે તે ખુશ રહે અને તેમની પાસે ખુશીના કારણો મળે.
  4. જો તેઓ આપણી સલાહ લેવા માંગતા હોય તો તેમના વર્તનની નકારાત્મક અસરોને નિર્દેશ કરો અને તેમને રુકવા માટે કહો.
  5. જો તેઓ સંપૂર્ણપણે પ્રતિભાવવિહીન હોય, તો મૌન રહો અને ઘટનાને ધીરજના પાઠ તરીકે લો. તેમ છતાં, જો આપણે કોઈ પ્રકારની વિક્ષેપને સમાપ્ત કરી શકીએ તો આપણે ક્યારેય નિષ્ક્રિય રીતે ઊભા રહેવું જોઈએ નહીં.

જ્યારે અન્ય લોકો આપણી ટીકા કરે છે ત્યારે રક્ષણાત્મક બનવાની વૃત્તિ એ નિયંત્રિત કરવા માટેની મુખ્ય બાબતોમાંની એક છે. આપણે શાંત રહી શકીએ છીએ અને પ્રામાણિકપણે તપાસ કરી શકીએ છીએ કે તેમને જે કહ્યું તે સાચું હતું કે નઈ - અને જો તે હતું, તો આપણે માફી માંગી શકીએ છીએ અને આપણી વર્તણૂકને સુધારી શકીએ છીએ. જો તેઓએ જે કહ્યું તે બકવાસ છે, જો તે બિનમહત્વપૂર્ણ હોય તો આપણે તેને છોડી દઈએ છીએ. જો તે કોઈ મહત્વના મુદ્દાની ચિંતા કરે છે, તો આપણે તેમની ખામીયુક્ત વિચારસરણી દર્શાવી શકીએ છીએ, જ્યાં સુધી આપણે તેમને કોઈપણ સંવેદના અથવા આક્રમકતાના સંકેત વિના કરીએ છીએ.

સાંજનું ધ્યાન

અમે રાત્રે સૂતા પહેલા, શ્વાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને, દિવસની પ્રવૃત્તિઓમાંથી શાંત થવા માટે અમે બીજું ટૂંકું ધ્યાન કરી શકીએ છીએ. અમે દિવસની ઘટનાઓની સમીક્ષા કરીએ છીએ અને જોઈએ છીએ કે અમે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કર્યો છે. શું અમે અમારો ગુસ્સો ગુમાવી દીધો, અથવા કંઈક મૂર્ખપણે? જો એમ હોય તો, અમને અફસોસ થાય છે કે અમે અમારી જાતને નિયંત્રિત કરી શક્યા નથી, અને પછી કોઈપણ અપરાધની ભાવના વિના, આવતીકાલે વધુ સારું કરવાનો સંકલ્પ કરીએ છીએ. અમે એ પણ નોંધીએ છીએ જ્યારે અમે પરિસ્થિતિઓને સમજદારીપૂર્વક અને માયાળુ રીતે સંભાળી છે. અમે તેનાથી આનંદિત થઈએ છીએ અને તે દિશામાં આગળ વધવાનો સંકલ્પ કરીએ છીએ. પછી અમે સૂઈ જઈએ છીએ, આવતીકાલની રાહ જોતા જ્યારે અમે અમારી જાત પર કામ કરવાનું ચાલુ રાખી શકીએ અને બીજાઓને મદદ કરી શકીએ. અમે ખરેખર આનંદ અનુભવી કરીયે છીએ કે અમે અમારા અમૂલ્ય જીવનને આટલું અર્થપૂર્ણ બનાવી રહ્યા છીએ.

Top