ભૌતિકવાદ સાથે કેવી રીતે વ્યવહાર કરવો

How deal with materialism

ભૌતિક વસ્તુઓ માત્ર શારીરિક આરામ આપે છે, માનસિક આરામ નહીં. ભૌતિકવાદી વ્યક્તિનું મગજ અને આપણું મગજ સમાન છે. તેથી, આપણે બંને માનસિક પીડા, એકલતા, ભય, શંકા, ઈર્ષ્યાનો અનુભવ કરીએ છીએ. તેઓ કોઈના પણ મનને ખલેલ પહોંચાડે છે. પૈસા વડે આને દૂર કરવું - તે અશક્ય છે. કેટલાક લોકો જેમના મનમાં ખલેલ છે, ખૂબ તણાવ સાથે, કેટલીક દવાઓ લે છે. તેઓ અસ્થાયી રૂપે તણાવ ઘટાડે છે, પરંતુ ઘણી આડઅસરો લાવે છે. તમે સંભવતઃ મનની શાંતિ ખરીદી શકતા નથી. કોઈ તેને વેચતું નથી, પરંતુ દરેક વ્યક્તિ મનની શાંતિ ઈચ્છે છે. ઘણા લોકો ટ્રાંક્વીલાઈઝર લે છે, પરંતુ તણાવગ્રસ્ત મનની સાચી દવા કરુણા છે. તેથી, ભૌતિકવાદી લોકોને કરુણાની જરૂર છે.

મનની શાંતિ એ સારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ દવા છે. તે ભૌતિક તત્વોમાં વધુ સંતુલન લાવે છે. પૂરતી ઊંઘ મેળવવા માટે પણ આ સાચું છે. જો આપણે મનની શાંતિ જોડે સૂઈએ, તો કોઈ ખલેલ પડતી નથી અને આપણે ઊંઘની ગોળીઓ લેવાની જરૂર નથી. તેથી ઘણા લોકો સુંદર ચહેરો રાખવાનું ધ્યાન રાખે છે. પરંતુ જો તમે ગુસ્સે છો, તો પછી તમે તમારા ચહેરા પર ગમે તેટલો રંગ લગાવો, તે મદદ કરશે નહીં. તમે તો પણ બિહામણું રેહશો. પરંતુ જો તમને ગુસ્સો ન હોય, પરંતુ સ્મિત હોય, તો તમારો ચહેરો આકર્ષક, વધુ સ્માર્ટ દેખાવવાળો બને છે.

જો આપણે કરુણામાં મજબૂત પ્રયાસ કરીએ, તો જ્યારે ક્રોધ આવે છે, તે થોડા સમય માટે જ હોય છે. તે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવા જેવું છે. જ્યારે વાઈરસ આવે છે ત્યારે બહુ તકલીફ પડતી નથી. તેથી, આપણને સર્વગ્રાહી દૃષ્ટિકોણ અને કરુણાની જરૂર છે. પછી, દરેકના પરસ્પર જોડાણના પરિચય અને વિશ્લેષણ દ્વારા, આપણને વધુ શક્તિ મળશે.

આપણા બધામાં ભલાઈ માટે સમાન સંભાવના છે. તો તમારી જાતને જુઓ. બધી સકારાત્મક સંભાવનાઓ જુઓ. નકારાત્મક પણ છે, પરંતુ સારી વસ્તુઓની સંભાવના પણ છે. મૂળભૂત માનવ સ્વભાવ નકારાત્મક કરતાં વધુ સકારાત્મક છે. આપણું જીવન કરુણાથી શરૂ થાય છે. તેથી, કરુણાનું બીજ ક્રોધના બીજ કરતાં વધુ મજબૂત છે. તેથી, તમારી જાતને વધુ સકારાત્મક રીતે જુઓ. આ વધુ શાંત મનોભાવ લાવશે. પછી જ્યારે સમસ્યાઓ આવશે, ત્યારે તે સરળ બનશે.

એક મહાન ભારતીય બૌદ્ધ ગુરુ, શાંતિદેવે લખ્યું છે કે જ્યારે આપણે કોઈ સમસ્યાનો સામનો કરવાના હોઈએ છીએ, જો આપણે વિશ્લેષણ કરીએ અને તેને ટાળવા અથવા તેને દૂર કરવાનો માર્ગ જોઈએ, તો ચિંતા કરવાની જરૂર નથી. અને જો આપણે તેને દૂર કરી શકતા નથી, તો ચિંતા કરવાથી કોઈ મદદ નહીં થાયે. વાસ્તવિકતા સ્વીકારો.

Top