આધ્યાત્મિક શિક્ષક સાથે અભ્યાસ કરવો

આધ્યાત્મિક વિદ્યાર્થીઓ અને આધ્યાત્મિક શિક્ષકોના ઘણા સ્તરો છે. જ્યારે સંભવિત વિદ્યાર્થીઓ કલ્પના કરે છે કે તેઓ અને/અથવા તેમના શિક્ષકો ખરેખર છે તેના કરતાં ઉચ્ચ સ્તરે યોગ્યતા ધરાવે છે અથવા જ્યારે તેઓ શિક્ષકને ઉપચારક તરીકે માને છે ત્યારે ઘણી મૂંઝવણ ઊભી થાય છે. જ્યારે, પ્રામાણિક આત્મનિરીક્ષણ અને વાસ્તવિક પરીક્ષા દ્વારા, આપણે દરેક જે સ્તર પર છીએ તે સ્પષ્ટ કરીએ છીએ, ત્યારે આપણે સ્વસ્થવિદ્યાર્થી-શિક્ષક સંબંધ વિકસાવી શકીએ છીએ.

આધ્યાત્મિક વિદ્યાર્થી-શિક્ષક સંબંધ વિશે પ્રયોગમૂલક તથ્યો

આધ્યાત્મિક વિદ્યાર્થી-શિક્ષક સંબંધમાં મૂંઝવણ ટાળવા માટે, આપણે અમુક પ્રયોગમૂલક તથ્યોને સ્વીકારવાની જરૂર છે:

  1. લગભગ તમામ આધ્યાત્મિક સાધકો આધ્યાત્મિક માર્ગ પર તબક્કાવાર પ્રગતિ કરે છે.
  2. મોટાભાગના અભ્યાસી તેમના જીવનકાળ દરમિયાન કેટલાક શિક્ષકો સાથે અભ્યાસ કરે છે અને દરેક સાથે અલગ-અલગ સંબંધો બાંધે છે.
  3. દરેક આધ્યાત્મિક શિક્ષક સિદ્ધિના સમાન સ્તરે પહોંચ્યા નથી.
  4. કોઈ સાધક અને કોઈ શિક્ષક વચ્ચે યોગ્ય સંબંધનો પ્રકાર દરેકના આધ્યાત્મિક સ્તર પર આધારિત છે.
  5. લોકો સામાન્ય રીતે જેમ જેમ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધે છે, તેમના શિક્ષકો સાથે એટલું ઉત્તરોત્તર ઊંડાણપૂર્વક સંબંધ બાંધે છે 
  6. કારણ કે દરેક સાધકના આધ્યાત્મિક જીવનમાં એક જ શિક્ષક જુદી જુદી ભૂમિકા ભજવી શકે છે, દરેક સાધકનો તે શિક્ષક સાથેનો સૌથી યોગ્ય સંબંધ અલગ હોઈ શકે છે.

આધ્યાત્મિક શિક્ષકો અને આધ્યાત્મિક સાધકોના સ્તરો

આમ, આધ્યાત્મિક શિક્ષકો અને આધ્યાત્મિક સાધકોના ઘણા સ્તરો છે. તે નીચેમુજબ છે:

  • બૌદ્ધ ધર્મના અધ્યાપકો વિશ્વવિદ્યાલયની જેમ માહિતી આપવા
  • ધર્મ પ્રશિક્ષકો જે કેવી રીતે ધર્મને જીવનમાં લાગુ કરવો તે બતાવે છે 
  • ધ્યાન પ્રશિક્ષકો જે તાઈ-ચી અથવા યોગ શીખવવા જેવી જ પદ્ધતિઓ શીખવે છે
  • આધ્યાત્મિક માર્ગદર્શકો વિદ્યાર્થીને આપેલા શપથના સ્તર પ્રમાણે અલગ છે: સમાન અથવા સાધુ શપથ, બોધિસત્વ શપથ અથવા તાંત્રિક શપથ.

અનુરૂપ, ત્યાં છે:

  • બૌદ્ધ ધર્મના વિદ્યાર્થીઓ જે માહિતી મેળવવાની ઈચ્છતા રાખે છે
  • ધર્મના વિદ્યાર્થીઓ જે જીવનમાં ધર્મને કેવી રીતે લાગુ કરવો તે શીખવા માંગતા હોય
  • ધ્યાનના તાલીમાર્થીઓ જેઓ મનને આરામ આપવા અથવા તાલીમ આપવા માટેની પદ્ધતિઓ શીખવા ઈચ્છે છે
  • શિષ્યો જે ભવિષ્યના જીવનમાં સુધારો કરવા, મુક્તિ મેળવવા અથવા જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય અને આ લક્ષ્યો સુધી પહોંચવામાં માટે અમુક સ્તરના શપથ લેવા તૈયાર હોય. જો શિષ્યો આ જીવનકાળમાં સુધારો મેળવા ઈચ્છે છે, તો પણ તેઓ તેને મુક્તિ અને જ્ઞાન પ્રાપ્તિના માર્ગ પર એક પગથિયાં તરીકે જુએ છે.

દરેક સ્તરની તેની યોગ્યતાઓ હોય છે અને, આધ્યાત્મિક સાધક તરીકે, આપણે આપણી પોતાની અને શિક્ષકની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેવાની જરૂર છે - એશિયન અથવા પશ્ચિમી, સાધુ, સાધ્વી અથવા સામાન્ય, શિક્ષણનું સ્તર, ભાવનાત્મક અને નૈતિક પરિપક્વતાનું સ્તર, પ્રતિબદ્ધતાનું સ્તર, વગેરે. તેથી, ધીમે ધીમે અને કાળજીપૂર્વક આગળ વધવું મહત્વપૂર્ણ છે.

સંભવિત શિષ્ય અને સંભવિત આધ્યાત્મિક શિક્ષકની યોગ્યતા

સંભવિત શિષ્ય તરીકે, આપણે આપણા પોતાના વિકાસના સ્તરને તપાસવાની જરૂર છે, જેથી આપણે પોતાને એવા સંબંધ માટે પ્રતિબદ્ધ ન કરીએ કે જેના માટે આપણે તૈયાર નથી. શિષ્યને જરૂરી મુખ્ય ગુણો છે:

  1. પોતાના પૂર્વ ધારણાઓ અને મંતવ્યો સાથે જોડાયા વિના ખુલ્લું મન રાખવું
  2. શું યોગ્ય છે અને શું નથી તે વચ્ચે તફાવત કરવા માટે સામાન્ય સમજ
  3. ધર્મમાં અને યોગ્ય રીતે લાયક શિક્ષક શોધવામાં ઊંડો રસ
  4. ધર્મ અને યોગ્ય રીતે લાયક શિક્ષકો માટે પ્રશંસા અને આદર
  5. સચેત મન
  6. ભાવનાત્મક પરિપક્વતા અને સ્થિરતાનું મૂળભૂત સ્તર
  7. નૈતિક જવાબદારીની મૂળભૂત સમજ.

શિક્ષકના સ્તરના આધારે, તેને અથવા તેણીને વધુને વધુ લાયકાતની જરૂર છે. સામાન્ય રીતે, મુખ્ય છે:

  1. તેમના પોતાના આધ્યાત્મિક શિક્ષકો સાથે સ્વસ્થ સંબંધ
  2. વિદ્યાર્થી કરતાં ધર્મનું વધુ જ્ઞાન
  3. ધ્યાન અને રોજિંદા જીવનમાં તેની પદ્ધતિઓ લાગુ કરવામાં અનુભવ અને સફળતાના અમુક સ્તર
  4. ધર્મને જીવનમાં લાગુ કરવાના ફાયદાકારક પરિણામોનું પ્રેરણાદાયી ઉદાહરણ બેસાડવાની ક્ષમતા. આનો અર્થ નીચે દર્શાવેલ રાખવું:
  5. નૈતિક સ્વ-શિસ્ત
  6. ભાવનાત્મક પરિપક્વતા અને સ્થિરતા, કુલ ભાવનાત્મક સમસ્યાઓથી સ્વતંત્રતા પર આધારિત
  7. અધ્યાપન માટેની પ્રાથમિક પ્રેરણા તરીકે વિદ્યાર્થીઓને લાભ આપવાની નિષ્ઠાવાન ચિંતા
  8. ભણાવામાં ધીરજ રાખવી
  9. ઢોંગનો અભાવ (કોઈ ગુણો જે તેમની પાસે નથી તે હોવાનો ડોળ ન કરવો) અને દંભનો અભાવ (તેમની ખામીઓ છુપાવવી નહીં, જેમ કે જ્ઞાન અને અનુભવનો અભાવ).

આપણે પરિસ્થિતિની વાસ્તવિકતાને અનુરૂપ વસ્તુઓની જરૂર છે - આપણા શહેરમાં ઉપલબ્ધ શિક્ષકો પાસે કયા સ્તરની યોગ્યતા છે, આપણી પાસે કેટલો સમય અને પ્રતિબદ્ધતા છે, આપણા આધ્યાત્મિક ઉદ્દેશો શું છે (વાસ્તવિક રીતે, માત્ર આદર્શ રીતે નહીં "બધા સંવેદનશીલ લોકોના લાભ માટે"), અને વગેરે. જો આપણે આધ્યાત્મિક સંબંધ બાંધતા પહેલા સંભવિત શિક્ષકની યોગ્યતા તપાસીએ, તો આપણે શિક્ષકને ભગવાન અથવા શેતાન બનાવવાની ચરમસીમા ટાળી શકીએ છીએ. જ્યારે આપણે આધ્યાત્મિક શિક્ષકને ભગવાન બનાવીએ છીએ, ત્યારે આપણી નિષ્કપટતા આપણને સંભવિત શોષણ માટે ખોલે છે. જો આપણે તેને અથવા તેણીને શેતાન બનાવીએ છીએ, તો આપણો પેરાનોઇઆ આપણને લાભ મેળવાથી અટકાવે છે.

આધ્યાત્મિક માર્ગદર્શકના શિષ્ય બનવું અને ઉપચારકના ગ્રાહક બનવાની વચ્ચેનો તફાવત

આધ્યાત્મિક વિદ્યાર્થી-શિક્ષક સંબંધમાં મૂંઝવણના મુખ્ય સ્ત્રોતોમાંનું એક આધ્યાત્મિક માર્ગદર્શકની ઉપચારક જેવા હોવાની ઇચ્છા છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ જે તેના જીવનભર ભાવનાત્મક ખુશી અને સારા સંબંધો મેળવવા ઈચ્છે છે તેનો વિચાર કરો. આ ધ્યેય હાંસલ કરવા માટે આધ્યાત્મિક માર્ગદર્શકના શિષ્ય બનવું એ ઘણી રીતે સમાન હેતુ માટે ઉપચારકના ગ્રાહક બનવા જેવું છે.

બૌદ્ધ ધર્મ અને ઉપચાર બંને:

  1. આપણા જીવનમાં વેદનાને ઓળખવા અને સ્વીકારવાથી અને તેને દૂર કરવાની ઈચ્છાથી ઉદભવે છે
  2. આપણી સમસ્યાઓ અને તેના કારણોને ઓળખવા અને સમજવા માટે કોઈની સાથે કામ કરવું સામેલ થાય છે. ઉપચારના ઘણા સ્વરૂપો, વાસ્તવમાં, બૌદ્ધ ધર્મ સાથે સહમત છે કે સમજ સ્વ-પરિવર્તનની ચાવી તરીકે કામ કરે છે.
  3. આપણી સમસ્યાઓના કારણો, પરંપરાઓ કે જે આ પરિબળોને દૂર કરવા માટે વ્યવહારિક પદ્ધતિઓ પર કામ કરવા પર ભાર મૂકે છે, અને બે અભિગમોના સંતુલિત સંયોજનની ભલામણ કરતી પ્રણાલીઓને સમજવા પર ભાર મૂકતી વિચારસરણીની શાળાઓને અપનાવો.
  4. સ્વ-વિકાસની પ્રક્રિયાના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે માર્ગદર્શક અથવા ઉપચારક સાથે સ્વસ્થ ભાવનાત્મક સંબંધ સ્થાપિત કરવાની હિમાયત
  5. જોકે ઉપચારના મોટાભાગના શાસ્ત્રીય સ્વરૂપો ગ્રાહકોના વર્તન અને વિચારસરણીમાં ફેરફાર કરવા માટે નૈતિક માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાથી દૂર રહે છે, કેટલીક પોસ્ટ-ક્લાસિકલ શાળાઓ બૌદ્ધ ધર્મના સમાન નૈતિક સિદ્ધાંતોની તરફેણ કરે છે. આવા સિદ્ધાંતોમાં નિષ્ક્રિય પરિવારના તમામ સભ્યો માટે સમાન રીતે નિષ્પક્ષ બનવું અને ક્રોધ જેવા વિનાશક આવેગોથી દૂર રહેવાનો સમાવેશ થાય છે.

સમાનતાઓ હોવા છતાં, બૌદ્ધ માર્ગદર્શકના શિષ્ય બનવા અને ઉપચારકના ગ્રાહક બનવા વચ્ચે ઓછામાં ઓછા પાંચ નોંધપાત્ર તફાવતો છે:

(૧) ભાવનાત્મક તબક્કો કે જેમાં વ્યક્તિ સંબંધ સ્થાપિત કરે છે. સંભવિત ગ્રાહકો સામાન્ય રીતે ભાવનાત્મક રીતે વ્યગ્ર હોય ત્યારે ઉપચારકનો સંપર્ક કરે છે. તેઓ મનોરોગી પણ હોઈ શકે છે અને સારવારના ભાગરૂપે દવાની જરૂર હોય શકે છે. સંભવિત શિષ્યો, તેનાથી વિપરીત, તેમના આધ્યાત્મિક માર્ગો પર પ્રથમ પગલા તરીકે માર્ગદર્શક સાથે સંબંધ સ્થાપિત કરતા નથી. આ પહેલા, તેઓએ બુદ્ધના ઉપદેશોનો અભ્યાસ કર્યો હોય છે અને પોતાના પર કામ કરવાનું શરૂ કર્યું હોય છે. પરિણામે, તેઓ ભાવનાત્મક પરિપક્વતા અને સ્થિરતાના પર્યાપ્ત સ્તરે પહોંચી ગયા હોય છે જેથી તેઓ જે શિષ્ય-માર્ગદર્શક સંબંધ સ્થાપિત કરે છે તે બૌદ્ધ શબ્દના અર્થમાં રચનાત્મક છે. બીજા શબ્દોમાં કહીએ તો, બૌદ્ધ શિષ્યોએ પહેલાથી જ ન્યુરોટિક વલણ અને વર્તનથી પ્રમાણમાં મુક્ત રહેવાની જરૂર છે.

(૨) સંબંધમાં વ્યક્તિ જે ક્રિયાપ્રતિક્રિયાની અપેક્ષા રાખે છે. સંભવિત ગ્રાહકો મોટે ભાગે કોઈ તેમની વાત સાંભળે એમાં રસ હોય છે. તેથી, તેઓ અપેક્ષા રાખે છે કે ઉપચારક તેમના અને તેમની અંગત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે, પછી ભલે તે જૂથ ઉપચારના સંદર્ભમાં હોય. બીજી બાજુ, શિષ્યો સામાન્ય રીતે વ્યક્તિગત સમસ્યાઓ તેમના માર્ગદર્શકોને જણાવતા નથી અને વ્યક્તિગત ધ્યાનની અપેક્ષા કે માંગ કરતા નથી. તેઓ અંગત સલાહ માટે માર્ગદર્શકની સલાહ લે તો પણ તેઓ નિયમિત રીતે જતા નથી. સંબંધમાં ધ્યેય ઉપદેશો સાંભળવા પર છે. બૌદ્ધ શિષ્યો મુખ્યત્વે તેમના માર્ગદર્શકો પાસેથી સામાન્ય સમસ્યાઓને દૂર કરવા માટેની પદ્ધતિઓ શીખે છે જેનો દરેક વ્યક્તિ સામનો કરે છે. પછી તેઓ તેમની ચોક્કસ પરિસ્થિતિઓમાં પદ્ધતિઓ લાગુ કરવા માટે વ્યક્તિગત જવાબદારી સ્વીકારે છે.

(૩) કાર્યકારી સંબંધમાંથી અપેક્ષિત પરિણામો. ઉપચારનો ઉદ્દેશ્ય આપણા જીવનમાં આવતી સમસ્યાઓને સ્વીકારવાનું અને તેની સાથે જીવવાનું શીખવાનો છે અથવા તેને ઘટાડવાનો છે જેથી કરીને તે સહન કરી શકાય. જો આપણે આ જીવનકાળ માટે ભાવનાત્મક સુખાકારીના ઉદ્દેશ્ય સાથે બૌદ્ધ આધ્યાત્મિક માર્ગદર્શકનો સંપર્ક કરીએ, તો આપણે આપણી સમસ્યાઓ ઘટાડવાની પણ અપેક્ષા રાખી શકીએ છીએ. જીવન મુશ્કેલ હોવા છતાં - જીવનની પ્રથમ હકીકત (ઉમદા સત્ય) જે બુદ્ધે શીખવ્યું હતું - આપણે તેને ઓછું મુશ્કેલ બનાવી શકીએ છીએ.

જો કે, આપણા જીવનને ભાવનાત્મક રીતે ઓછું મુશ્કેલ બનાવવું એ શાસ્ત્રીય બૌદ્ધ માર્ગની નજીક જવા માટે માત્ર એક પ્રારંભિક પગલું છે. આધ્યાત્મિક માર્ગદર્શકોના શિષ્યો ઓછામાં ઓછા સાનુકૂળ પુનર્જન્મ, મુક્તિ અને જ્ઞાન પ્રાપ્તિના મોટા ઉદ્દેશો તરફ લક્ષી હશે. વધુમાં, બૌદ્ધ શિષ્યોને બૌદ્ધ ધર્મમાં સમજાવ્યા મુજબ પુનર્જન્મની બૌદ્ધિક સમજ હશે અને તેના અસ્તિત્વની ઓછામાં ઓછી કામચલાઉ સ્વીકૃતિ હશે. ઉપચાર ગ્રાહકોને પુનર્જન્મ વિશે અથવા તેમની તાત્કાલિક પરિસ્થિતિઓમાં સુધારો કરવા સિવાયના લક્ષ્યો વિશે વિચારવાની કોઈ જરૂર નથી.

(૪) સ્વ-પરિવર્તન માટે પ્રતિબદ્ધતાનું સ્તર. ઉપચારકોના ગ્રાહકો એક કલાકની ચુકવણી કરે છે, પરંતુ વલણ અને વર્તનમાં આજીવન પરિવર્તન માટે પોતાને પ્રતિબદ્ધ કરતા નથી. બીજી બાજુ, બૌદ્ધ શિષ્યો ઉપદેશો માટે ચૂકવણી કરે કે અથવા ન પણ કરે; તેમ છતાં, તેઓ ઔપચારિક રીતે જીવનમાં તેમની દિશા બદલી નાખે છે. સુરક્ષિત દિશા (આશ્રય) લેવામાં, શિષ્યો સ્વયં-વિકાસના માર્ગમાં પોતાને પ્રતિબદ્ધ કરે છે કે જે બુદ્ધોએ સંપૂર્ણ રીતે પસાર કર્યું છે અને પછી શીખવ્યું છે, અને ખૂબ જ અનુભવાયેલ આધ્યાત્મિક સમુદાય તેને અનુસરવાનો પ્રયત્ન કરે છે.

તદુપરાંત, બૌદ્ધ શિષ્યો જીવનમાં અભિનય, બોલવા અને વિચારવાના નૈતિક, રચનાત્મક અભ્યાસક્રમ માટે પોતાને પ્રતિબદ્ધ કરે છે. તેઓ વિનાશક માળખાઓને ટાળવા અને તેના બદલે રચનાત્મક કાર્યોમાં જોડાવાનો શક્ય તેટલો પ્રયાસ કરે છે. જ્યારે શિષ્યો નિષ્ઠાપૂર્વક અનિયંત્રિત પુનર્જન્મની પુનરાવર્તિત સમસ્યાઓમાંથી મુક્તિની ઇચ્છા રાખે છે, ત્યારે તેઓ ઔપચારિક રીતે સામાન્ય અથવા મઠના શપથ લઈને વધુ મજબૂત પ્રતિબદ્ધતા આપે છે. સ્વ-વિકાસના આ તબક્કે શિષ્યો જીવનની પ્રતિજ્ઞા લે છે કે તેઓ ચોક્કસ આચરણની પદ્ધતિઓથી હંમેશા સંયમ રાખશે જે કાં તો કુદરતી રીતે વિનાશક હોય છે અથવા જેને બુદ્ધે ભલામણ કરી હતી કે અમુક લોકો ચોક્કસ હેતુઓ માટે ટાળે. પાછળીનું ઉદાહરણ એ છે કે સંન્યાસીઓએ જોડાણ ઘટાડવા માટે સામાન્ય કપડાંનો ત્યાગ કરે અને તેના બદલે ઝભ્ભો પેહરે. સંપૂર્ણ મુક્તિની ઈચ્છા વિકસાવતા પહેલા પણ, શિષ્યો ઘણીવાર સામાન્ય અથવા મઠના શપથ લે છે.

બીજી બાજુ, ઉપચારકના ગ્રાહકો, ઉપચારાત્મક કરારના ભાગ રૂપે પ્રક્રિયાના અમુક નિયમોનું પાલન કરવા માટે સંમત થાય છે, જેમ કે પચાસ-મિનિટની નિમણૂકના અનુસૂચિનું પાલન કરવું. જો કે, આ નિયમો ફક્ત સારવાર દરમિયાન જ લાગુ પડે છે. તેઓ ઉપચારાત્મક સ્થિતિની બહાર લાગુ પડતા નથી, કુદરતી રીતે વિનાશક વર્તણૂકથી દૂર રહેવાની ફરજ જરૂરી નથી અને જીવન માટે નથી.

(૫) શિક્ષક અથવા ઉપચારક પ્રત્યેનું વલણ. શિષ્યો તેમના આધ્યાત્મિક માર્ગદર્શકોને તેઓ જે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેના જીવંત ઉદાહરણો તરીકે જુએ છે. તેઓ માર્ગદર્શકોના સારા ગુણોની સાચી માન્યતાના આધારે તેમને આ રીતે માને છે અને તેઓ જ્ઞાન પ્રાપ્તિના તેમના ક્રમાંકિત માર્ગ દરમિયાન આ દૃષ્ટિકોણને જાળવી રાખે છે અને મજબૂત કરે છે. ગ્રાહકો, તેનાથી વિપરીત, તેમના ઉપચારકોને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટેના આદર્શ  તરીકે કલ્પના કરી શકે છે, પરંતુ તેમને ઉપચારકોના સારા ગુણો વિશે સાચી જાગૃતિની જરૂર નથી. ઉપચારક જેવું બનવું એ સંબંધનો ઉદ્દેશ્ય નથી. સારવાર દરમિયાન, ઉપચારકો તેમના ગ્રાહકોને આદર્શોના પ્રક્ષેપણોથી આગળ લઈ જાય છે.

"શિષ્ય" શબ્દનો અયોગ્ય ઉપયોગ

કેટલીકવાર, લોકો પોતાની જાતને આધ્યાત્મિક માર્ગદર્શકોના શિષ્ય કહે છે તે હકીકત હોવા છતાં કે તેઓ, શિક્ષક અથવા બંને શબ્દોના યોગ્ય અર્થને પરિપૂર્ણ કરવામાં ઓછા પડે છે. તેમની નિષ્કપટતા ઘણીવાર તેમને અવાસ્તવિક અપેક્ષાઓ, ગેરસમજણો, લાગણીઓની ઠેસ અને શોષણ તરફ દોરી જાય છે. આ સંદર્ભમાં, શોષણની હેતુ બનવાનો અર્થ છે જાતીય, ભાવનાત્મક અથવા નાણાકીય રીતે શોષણ અથવા શક્તિના પ્રદર્શનમાં કોઈ વ્યક્તિ દ્વારા ભ્રામક થવું. ચાલો પશ્ચિમમાં જોવા મળતા ત્રણ સામાન્ય પ્રકારના કૃત્રિમ શિષ્યોની તપાસ કરીએ, જ્યાં ખાસ કરીને આધ્યાત્મિક શિક્ષકો સાથે સમસ્યાઓની વધુ શક્યતા હોય છે.

(૧) કેટલાક લોકો પોતાની કલ્પનાઓની પૂર્તિ કરવા માટે ધર્મ કેન્દ્રોમાં આવે છે. તેઓએ "રહસ્યમય પૂર્વ" અથવા સુપરસ્ટાર ગુરુઓ વિશે કંઈક વાંચ્યું અથવા સાંભળ્યું છે, અને તેઓ વિચિત્ર અથવા રહસ્યવાદી અનુભવ કરીને તેમના મોટે ભાગે નીરસ જીવનને પાર કરવા માંગે છે. તેઓ આધ્યાત્મિક શિક્ષકોને મળે છે અને તરત જ પોતાને શિષ્ય તરીકે જાહેર કરે છે, ખાસ કરીને જો શિક્ષકો એશિયન હોય, ઝભ્ભો પહેરે અથવા બંને હોય. તેઓ એશિયન શીર્ષકો અથવા નામ ધરાવતા પશ્ચિમી શિક્ષકો સાથે સમાન વર્તન કરી શકે છે, પછી ભલે તે વ્યક્તિઓ ઝભ્ભો પહેરે કે ન પહેરે.

રહસ્યની ખોજ ઘણીવાર આવા સાધકો આધ્યાત્મિક શિક્ષકો સાથે જે સંબંધો સ્થાપિત કરે છે તેને અસ્થિર બનાવે છે. જો તેઓ પોતાને યોગ્ય રીતે લાયક માર્ગદર્શકોના શિષ્યો તરીકે જાહેર કરે છે, તો પણ તેઓ ઘણીવાર આ શિક્ષકોને છોડી દે છે જ્યારે તેઓ સમજે છે કે તેમની કલ્પનાઓ સિવાય, અલૌકિક કંઈ થઈ રહ્યું નથી. તદુપરાંત, "ત્વરિત શિષ્યો" ની અવાસ્તવિક વલણ અને ઉચ્ચ અપેક્ષાઓ ઘણીવાર તેમની નિર્ણાયક ક્ષમતાઓને ઢાંકી દે છે. આવા વ્યક્તિઓ ખાસ કરીને આધ્યાત્મિક ઢોંગીઓને તેમની સાથે છેતરપિંડી કરવું સરળ હોય છે જે સારું અભિનય કરવામાં હોંશિયાર હોય છે.

(૨) અન્ય લોકો ભાવનાત્મક અથવા શારીરિક પીડાને દૂર કરવા માટે ભયાવહ થઈને મદદ માટે કેન્દ્રોમાં આવી શકે છે. તેઓએ ઉપચારના વિવિધ સ્વરૂપોનો પ્રયાસ કર્યો હશે, પરંતુ કોઈ ફાયદો થયો નહીં હોય. હવે, તેઓ જાદુગર/મટાડનાર પાસેથી ચમત્કારિક ઈલાજ શોધે છે. તેઓ પોતાને એવા કોઈપણ વ્યક્તિના શિષ્ય તરીકે જાહેર કરે છે જે તેમને આશીર્વાદની ગોળી આપે, તેમને વિશેષ પ્રાર્થના અથવા મંત્રનું પુનરાવર્તન કરવા માટે કહે, અથવા તેમને કરવા માટે બળવાન અભ્યાસ આપે - જેમ કે એક લાખ પ્રણામ કરવા - જે તેમની સમસ્યાઓ આપોઆપ ઠીક કરશે. તેઓ ખાસ કરીને તે જ પ્રકારના શિક્ષકો તરફ વળે છે જે રહસ્યની ખોજ કરનારોને આકર્ષક કરે છે. ચમત્કાર ખોજનારાઓની "ઠીક કરો" માનસિકતા ઘણીવાર નિરાશા અને હતાશા તરફ દોરી જાય છે, જ્યારે લાયક માર્ગદર્શકોની સલાહને પણ અનુસરવાથી ચમત્કારિક ઉપચાર થતો નથી. એક "ઠીક કરો" માનસિકતા આધ્યાત્મિક ઢોંગી દ્વારા શોષણને પણ આકર્ષે છે.

(૩) હજુ પણ અન્ય લોકો, ખાસ કરીને નિરાશ, બેરોજગાર યુવાનો, અસ્તિત્વની સશક્તિકરણ મેળવવાની આશામાં સંપ્રદાયના ધર્મ કેન્દ્રોમાં આવે છે. પ્રભાવશાળી મેગાલોમેનિયાકો "આધ્યાત્મિક ફાશીવાદી" માધ્યમોનો ઉપયોગ કરીને તેમને ખેંચે છે. જો તેઓ તેમના સંપ્રદાયો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા આપે તો તેઓ તેમના કહેવાતા શિષ્યોની સંખ્યાની તાકાતનું વચન આપે છે. તેઓ આગળ શિષ્યોને ઉગ્ર રક્ષકોના નાટકીય વર્ણનો સાથે આકર્ષિત કરે છે જેઓ તેમના દુશ્મનોને, ખાસ કરીને હલકી કક્ષાની, અશુદ્ધ બૌદ્ધ પરંપરાઓના અનુયાયીઓને તોડી પાડશે. તેમની હિલચાલના સ્થાપક પિતાઓની અલૌકિક શક્તિઓની ભવ્ય વાર્તાઓ સાથે, તેઓ એક શક્તિશાળી નેતાના શિષ્યોના સપનાને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે જે તેમને આધ્યાત્મિક અધિકારના સ્થાને લઈ જશે. આ વચનોના જવાબમાં, આવા લોકો ઝડપથી પોતાને શિષ્ય જાહેર કરે છે અને સરમુખત્યાર શિક્ષકો જે કંઈ સૂચનાઓ અથવા આદેશો આપે છે તેનું આંધળું પાલન કરે છે. પરિણામો સામાન્ય રીતે વિનાશક હોય છે.

સારાંશ

ટૂંકમાં, જેમ બૌદ્ધ કેન્દ્રમાં ભણાવનાર દરેક વ્યક્તિ અધિકૃત આધ્યાત્મિક માર્ગદર્શક નથી, તેવી જ રીતે કેન્દ્રમાં અભ્યાસ કરનાર દરેક વ્યક્તિ અધિકૃત આધ્યાત્મિક શિષ્ય નથી. આપણને માર્ગદર્શક અને શિષ્ય બંને શબ્દોના ચોક્કસ ઉપયોગની જરૂર છે. આ માટે આધ્યાત્મિક પ્રામાણિકતા અને ડોળના અભાવ જરૂરી છે.

Top