ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચે II તરફથી સંદેશ

એલેક્સ બર્ઝિન મારા પુરોગામી, અગાઉના ત્સેન્ઝાબ સેર્કોંગ રિનપોચેના નજીકના શિષ્ય અને દુભાષિયા હતા અને અમે આ જીવનકાળમાં પણ કોઈપણ વિક્ષેપ વિના અમારો ગાઢ ધર્મ સંબંધ ચાલુ રાખ્યો છે. બર્ઝિન આર્કાઇવ્ઝમાં મારા પુરોગામીની ઘણી બધી ઉપદેશો છે જેનો એલેક્સે અનુવાદ કર્યો છે, તેમજ એલેક્સે તેમની પાસેથી જે શીખ્યા છે તેના આધારે પોતે આપેલી ઘણી સ્પષ્ટ ઉપદેશો છે. મને ખૂબ જ આનંદ છે કે તેઓ મારા પુરોગામીની વ્યાપક બિનસાંપ્રદાયિક પરંપરાને ચાલુ રાખી રહ્યા છે અને તેને તેમની વેબસાઇટ વડે આટલા બધી લોકોને આટલી બધી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

આ કાર્ય સતત વધતું રહે અને આવનારી પેઢીઓ માટે વેબસાઈટ માન્ય માહિતી અને પ્રેરણાના સ્ત્રોત તરીકે રહે એવી મારી પ્રાર્થના છે. લોકો તેનાથી મેળવેલી આંતરદૃષ્ટિ ઝડપથી તેમના જ્ઞાન પ્રાપ્તિમાં પરિપક્વ થાય એવી મારી આશા છે.

નવેમ્બર ૨૨, ૨૦૦૮
ત્સેન્ઝાબ સેર્કોંગ તુલકુ

Top