બુદ્ધની વૈચારિક છબી

ઘણી ધ્યાન પદ્ધતિઓમાં વૈચારિક છબીનો સમાવેશ થાય છે. જો કે, "વૈચારિક છબી" એ થોડો ભ્રામક અનુવાદ હોઈ શકે છે, કારણ કે આપણે આપણી આંખોનો ઉપયોગ કરતા નથી. આપણે આપણી કલ્પના સાથે કામ કરી રહ્યા છીએ, તેથી તે માત્ર દ્રશ્ય નથી, પરંતુ આપણે અવાજ, ગંધ, સ્વાદ અને શારીરિક સંવેદનાઓની પણ કલ્પના કરવી પડશે. જ્યારે આપણે વિવિધ પદાર્થોની માનસિક અર્પણ કરીએ છીએ, ત્યારે આપણે તેનો આનંદ માણવાથી મેળવેલા સંવેદનાત્મક આનંદની કલ્પના કરીએ છીએ. ઉપરાંત, આપણે દ્વિ-પરિમાણીય ચિત્રોની કલ્પના કરી રહ્યાં નથી; આપણે પ્રકાશથી બનેલી જીવંત, ત્રિ-પરિમાણીય આકૃતિઓની કલ્પના કરવાની જરૂર છે અને માત્ર એક ચિત્ર, પ્રતિમા અથવા કાર્ટૂનની આકૃતિ નથી.

બુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરો

મહાયાન પરંપરામાં એકાગ્રતા અભ્યાસ કરતી વખતે, ઘણા શિક્ષકો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે, કારણ કે તે કરવા માટે સૌથી સહેલો રસ્તો છે. જો કે, આ પરંપરામાં સૌથી સામાન્ય પ્રથા એ છે કે નાના બુદ્ધની કલ્પના કરીને એકાગ્રતા પ્રાપ્ત કરવી. આપણે સફરજનને જોઈને પણ એકાગ્રતા મેળવી શકીએ છીએ, પરંતુ ખરેખર, સફરજનને જોવાનો શું ફાયદો છે? જો આપણે બુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો એકાગ્રતા કેળવવા ઉપરાંત, આપણે બુદ્ધના ગુણોથી પણ વાકેફ રહીએ છીએ અને બુદ્ધ દ્વારા સૂચવવામાં આવેલી સુરક્ષિત દિશા (આશ્રય) માં મૂકી શકીએ છીએ, બોધિચિત્ત સાથે બુદ્ધ બનવાનું લક્ષ્ય રાખ્યે છીએ, વગેરે.

વધુમાં, પ્રાચીન ભારતીય માસ્ટર અસંગાએ નિર્દેશ કર્યું હતું કે સંપૂર્ણ એકાગ્રતાની સિદ્ધિ માનસિક ચેતના દ્વારા પ્રાપ્ત થાય છે, કોઈપણ ઇન્દ્રિય ચેતનાથી નહીં. આ એટલા માટે છે કારણ કે આપણે તે એકાગ્રતાને આપણા મનથી પ્રેમ, કરુણા, શૂન્યતાને સમજવા વગેરે માટે લાગુ કરવાના છીએ. મનની સ્થિતિમાં એકાગ્રતા મેળવવા માટે આપણે જે મનની સ્થિતિ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તેના માટે બુદ્ધની છબીની કલ્પના કરવી એ આપણી માનસિક ચેતનાને તાલીમ આપવાનું એક સાધન છે. આમ, ખાસ કરીને તિબેટીયન ગેલુગ પરંપરામાં, સંપૂર્ણ એકાગ્રતા મેળવવા માટે આપણે હંમેશા બુદ્ધની વૈચારિક છબી દેખવા પર ભાર મુકીએ છીએ.

તિબેટની શાક્ય, નિંગમા અને કાગ્યુ પરંપરાઓ વિશે શું, જ્યાં આપણને વારંવાર શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની, અથવા ચિત્રકામ અથવા બુદ્ધની પ્રતિમાને જોઈને આંખો સાથે ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ મળે છે? શું આ અસંગાની સલાહનો વિરોધાભાસ કરે છે? ના, જ્યારે આપણે મન કેવી રીતે વસ્તુઓનું સંજ્ઞાન કરે છે તેના સમજૂતીને જોઈએ છીએ, જ્યાં આ ત્રણ શાખાઓ કહે છે કે આંખની ચેતના માત્ર રંગીન આકારોથી વાકેફ છે, અને એક સમયે માત્ર એક જ ક્ષણે. તેવી જ રીતે, કાનની ચેતના માત્ર એક સમયે એક જ ક્ષણે અવાજોથી વાકેફ છે. વૈચારિક સંજ્ઞાન પછી તે બધાને એકસાથે મૂકે છે જેને આપણે "સામાન્ય-જ્ઞાન વસ્તુ" કહી શકીએ. દાખલા તરીકે, સફરજન એ માત્ર લાલ ગોળાકાર આકાર નથી. તે માત્ર સ્વાદ કે ગંધ પણ નથી. તે ફક્ત તમારા હાથની શારીરિક સંવેદના નથી, અથવા જ્યારે તમે તેનો બટકું લેશો ત્યારે જે અવાજ આવશે એ નથી. તે માત્ર એક ક્ષણ માટે અસ્તિત્વમાં છે અને પછી, તે એક સંપૂર્ણપણે અલગ વસ્તુ બનશે એવું નથી; તે સમય સાથે સાતત્ય છે. સફરજન આખરે સડી જશે અને અલગ પડી જશે, પરંતુ એક પરંપરાગત સફરજન છે જે થોડા દિવસો સુધી ચાલે છે. જ્યારે તમે સફરજન જુઓ છો, ત્યારે તમે ખરેખર એક માનસિક રચના જોઈ રહ્યાં છો.

સંજ્ઞાનની આ સમજૂતી મુજબ, જ્યારે આપણે સફરજન અથવા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે તે એક વૈચારિક વસ્તુ છે, અને વૈચારિક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત માનસિક ચેતના થી છે. વૈચારિક રીતે, આપણે રંગીન આકારો અને ગંધ અને સળંગ ક્ષણોને એક વસ્તુમાં એકસાથે મૂકીએ છીએ, જેને આપણે સામાન્ય સમજ સાથે, "સફરજન" અથવા ગમે તે કહી શકીએ. તેથી, આ શાળાઓ અસંગના નિવેદનને પણ માન આપી રહી છે કે આપણે માનસિક ચેતના દ્વારા એકાગ્રતા વિકસાવવાની જરૂર છે.

વાસ્તવિક અભ્યાસ

જો આપણે એકાગ્રતા મેળવવા માટે બુદ્ધ-આકૃતિ સાથે કામ કરીએ, તો તે બુદ્ધ આપણા અંગૂઠાના કદ જેટલા હોવા જોઈએ, અને આપણી સામે લગભગ એક હાથની લંબાઈના અંતરે હોવા જોઈએ. આપણી આંખો નીચેની તરફ જુએ છે, વાસ્તવમાં વસ્તુ તરફ નહીં, કારણ કે તે તમારી આંખો દ્વારા ઉત્પન્ન થતી નથી. આપણે નીચે જોઈએ છીએ અને બુદ્ધ આપણા કપાળના સ્તરે સહેજ ઉપર છે.

તે બિલકુલ મુશ્કેલ નથી. જમીન તરફ નીચે જુઓ, અને પછી કપાળના સ્તરે તમારા અંગૂઠાને તમારી સામે રાખો. તમને લાગે છે કે તમારો અંગૂઠો ત્યાં છે, અને તેને જોયા વિના તમે તમારા અંગૂઠા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, બરાબર? જો તમે પછી તમારો હાથ નીચે રાખો છો, તો તમે હજી પણ તે બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો જ્યાં તમારો અંગૂઠો હતો. સરળ!

ઘણા થરવાડા બૌદ્ધ પ્રથાઓમાં, આંખો બંધ રાખવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ મહાયાનના ગ્રંથોમાં આંખો ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવી છે. કેટલીક વિશિષ્ટ ધ્યાન પ્રથાઓ છે જેમાં આંખો પહોળી અથવા બંધ રાખવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે મહાયાનમાં, આંખો ખુલ્લી હોય છે, બંધ નહીં. તમે આંખો સંપૂર્ણપણે ખુલ્લી રાખવા માંગતા નથી કારણ કે પછી વિચલિત થવું સરળ છે. તેથી આપણે નાકની ટોચ તરફ, નીચે તરફ જોઈએ છીએ. આનો અર્થ એ નથી કે આપણે આડા-આંખવાળા બની જઈએ છીએ પરંતુ આપણે નાકની ટોચના સ્તરે જમીન તરફ જોઈએ છીએ, ઢીલું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, વધુ તીવ્ર નહીં: આપણે આપણા કોન્ટેક્ટ લેન્સને શોધી રહ્યા નથી જે જમીન પર પડી ગયું છે.

આંખો બંધ કરીને ધ્યાન કરવાના પણ ગેરફાયદા છે. જો આપણે શાંત થવા અને પ્રેમ અને કરુણા વિકસાવવા માટે આપણી આંખોને સંપૂર્ણપણે બંધ રાખવાની ટેવ પાડીએ, તો તે રોજિંદા જીવનમાં તેને મુશ્કેલ બનાવી શકે છે. જ્યારે તમે લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યાં હોવ ત્યારે તમે ખરેખર અચાનક તમારી આંખો બંધ કરી શકતા નથી અને મનની સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કરી શકતા નથી - તે થોડું વિચિત્ર લાગશે. મહાયાનમાં, આપણે આપણી આંખો સહેજ ખુલ્લી રાખીએ છીએ કારણ કે આપણે જે કરી રહ્યા છીએ તે અન્ય તમામ જીવોને મદદ કરવા તરફ નિર્દેશિત છે; આપણે તેમને બહાર બંધ કરવા માંગતા નથી. પરમ પવિત્ર દલાઈ લામા દર્શાવે છે તેમ, આંખો બંધ કરીને ધ્યાન કરવાની એક સૂક્ષ્મ સમસ્યા એ છે કે પોપચા થોડી ફફડતી હોય છે અને તમે ઘણીવાર તે નૃત્ય કરતા લાલ ફોલ્લીઓ પણ દેખાય છે, જે એક વિક્ષેપ છે.

વૈચારિક છબીના બે પાસાઓ

જ્યારે આપણે વૈચારિક છબી ને જોઈએ છીએ, ત્યારે કાળજી લેવા માટે બે મહત્વપૂર્ણ પાસાઓ છે. એક પ્રદર્શન કરવું છે, જેને ઘણીવાર "સ્પષ્ટતા" તરીકે અનુવાદિત કરવામાં આવે છે, પરંતુ તે એક સારો શબ્દ નથી કારણ કે તે સૂચિત કરે છે કે કંઈક ધ્યાન કેન્દ્ર છે. આ શણે તે આ વિશે નથી, તે આપણી કલ્પના સાથે કંઈક પ્રદર્શિત કરવા વિશે છે. બીજું પરિબળ શાબ્દિક રીતે "ગૌરવ" છે, જ્યાં આપણે જેની પણ વૈચારિક છબી કરી રહ્યા છીએ તે વાસ્તવમાં છે તે અનુભવવાનો આપણને ગર્વ છે.

ત્સોંગખાપા સમજાવે છે કે આ ગૌરવ, આ લાગણી, શરૂઆતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણું વૈચારિક છબી ધ્યાન કેન્દ્રમાં હોવા અંગે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો આપણે ખરેખર અનુભવી શકીએ કે આપણી સામે બુદ્ધ છે, તો તે ખૂબ સારું છે. આપણને ફક્ત કંઈક દેખાવની જરૂર છે, ભલે એ એક પીળો પ્રકાશ હોય, અને વિચારવું, "હા, ત્યાં એક વાસ્તવિક બુદ્ધ છે." જેમ જેમ આપણી એકાગ્રતા સુધરે તેમ વિગતો આપમેળે આવશે.

ખૂબ વધુ મહેનત નહીં કરો

અભ્યાસી તરીકે આપણે જે સૌથી મોટી ભૂલો કરીએ છીએ તેમાંની એક એ છે કે આપણે જે વસ્તુની વૈચારિક છબી બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે કેવું દેખાવું જોઈએ, કેવા પ્રકારનાં દાગીના અને કપડાં છે, આંખોનો રંગ કેવો છે વગેરેની વિગતો પર અટકી જઈએ છીએ. આ આપણને એટલું તંગ બનાવે છે કે આપણે અભ્યાસ કરી શકતા નથી. જ્યારે આપણે ઘણી આકૃતિઓની શ્રેણીની કલ્પના કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે વધુ ખરાબ બને છે. ગ્રંથો પણ મદદ કરતા નથી, કારણ કે તે તમામ બારીક વિગતો પ્રદાન કરે છે, જે એવી છાપ આપે છે કે આપણે તે બધાને શરૂઆતથી જ કલ્પના કરવામાં સમર્થ હોવા જોઈએ. અસંખ્ય આકૃતિઓની જટિલ ગોઠવણીની તમામ વિગતોને કલ્પના કરવામાં સક્ષમ બનવું એ અવિશ્વસનીય રીતે અદ્યતન છે. આખરે જ્યારે આપણે અદ્ભુત રીતે કુશળ હોઈએ, ત્યારે આપણે તે બધું કલ્પના કરી શકીશું, પરંતુ અત્યારે આપણે તેને ભૂલી શકીએ છીએ. જો આપણે બધી વિગતો મેળવવા માટે ખૂબ જ વધુ મહેનત કરીશું, તો આપણે ખરેખર તે મેળવીશું જેને તિબેટીયનમાં "લુંગ" કહેવામાં આવે છે, જ્યાં આપણી શક્તિ વિક્ષેપિત થાય છે અને આપણે હતાશા અનુભવીએ છીએ.

વૈચારિક છબીનું નિર્માણ

ત્સોંગખાપા બે પરંપરાઓનો ઉલ્લેખ કરીને જટિલ વૈચારિક છબી વિશે ખૂબ જ વ્યવહારુ સલાહ આપે છે. એક છે કે એક પછી એક બારીક વિગતો પર કામ કરવું, અને વિગતો ઉમેરવી, જ્યાં સુધી આપણને આખું ચિત્ર ન મળે. તે કહે છે કે આ પદ્ધતિ અમુક વિશેષ વ્યક્તિઓ માટે યોગ્ય છે. આપણામાંના મોટાભાગના લોકોએ પહેલા આખી વસ્તુની અસ્પષ્ટ છબી અથવા લાગણીથી શરૂઆત કરવી પડશે, અને પછી, તે માળખામાં, સમય જતાં વિગતો ભરવી પડશે.

તે મહત્વપૂર્ણ છે કે વિગતો ઉમેરવાની આ પ્રક્રિયા સંચિત છે, જ્યાં તમે એક વિગતવાર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, અને પછી પ્રથમને ગુમાવ્યા વિના વધુ એક ઉમેરો. પછી તમારી પાસે તીક્ષ્ણ ધ્યાન કેન્દ્ર માં બે  છે, અને તમે પ્રથમ બે ગુમાવ્યા વિના ત્રીજા ને ઉમેરી શકો છો. જ્યારે તમે કંઈક વધુ ઉમેરશો ત્યારે આપણે જે જાળવી રાખ્યું છે તેના પર ધ્યાન કેન્દ્ર ન ગુમાવવું મહત્વપૂર્ણ છે.

જો આપણે બુદ્ધની વૈચારિક છબી બનાવી રહ્યા છીએ, તો ત્સોંગખાપા આપણને આંખોથી શરૂઆત કરવાની સલાહ આપે છે. તે પછી કહે છે કે જો શરીરનું સામાન્ય સ્વરૂપ સ્પષ્ટ છે, તો આપણે તેને પકડી રાખવું જોઈએ. જો સામાન્ય સ્વરૂપ અસ્પષ્ટ છે પરંતુ અમુક ભાગો સ્પષ્ટ છે, તો આપણે જે પણ પાસાઓ સ્પષ્ટ છે તેના પર આપણું એકાગ્રતા રાખીએ છીએ. જો આ થોડા ભાગો પણ ઝાંખા પડી જાય, તો આપણે ફરી એકવાર સમગ્ર સામાન્ય કાચું સ્વરૂપ વિકસવું પડશે.

જાગરૂકતા વિસ્તૃત કરવાના સાધન તરીકે વૈચારિક છબી

આ તમામ જટિલ વૈચારિક છબીનો અર્થ શું છે? તે માત્ર માનસિક સશક્ત કૌશલ્ય વિકસાવવા માટે નથી, જ્યાં આપણે વૈચારિક છબીમાં ઓલિમ્પિક સુવર્ણ પદક જીતીએ છીએ. બધી વિગતો એકસાથે ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે આપણા મનની જાગૃતિ અને સમજને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. મુદ્દો એ નથી કે બધું કેવું દેખાય છે, પરંતુ દરેક વિગત શું રજૂ કરે છે તે છે.

બુદ્ધ બનવા તરફ દોરી જતા વિવિધ પ્રાસંગિક પ્રથાઓના કિસ્સાને ધ્યાનમાં લો: એમાં ૩૨ મુખ્ય છે. આ ૩૨ વિવિધ પ્રથાઓ પર એકસાથે આપણું મન રાખવું ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને જો આપણે તેને તદ્દન અમૂર્ત રીતે કરીએ છીએ. જો આપણે બુદ્ધના શરીરના ૩૨ ઉત્કૃષ્ટ ચિહ્નોના રૂપમાં ૩૨ ને આલેખમાં રજૂ કરીએ, જેમ કે વાળ ઘડિયાળની દિશામાં વાંકુ વળે છે, તો તે બધાને એકસાથે મૂકવું વધુ સરળ છે, જેનો આપણે લક્ષ્ય રાખીએ છીએ. જો આપણે એક સમયે દરેક વ્યક્તિગત અનુભૂતિ વિકસાવી શક્યા નથી, તો આપણે તે બધાને એકસાથે કેવી રીતે નેટવર્ક કરી શકીએ? આપણે તમામ જીવોને લાભ આપવાનું ધ્યેય રાખીએ છીએ, જેનો અર્થ એ છે કે એક જ સમયે દરેકની જાણ રાખવી. આ માટે આપણે ધીમે ધીમે આપણી જાગૃતિ વધારવા માટે આપણા મનને વિસ્તૃત કરવાની જરૂર છે. આ જટિલ વૈચારિક છબી આપણને આ કરવામાં મદદ કરે છે.

સારાંશ

જો આપણે ખરેખર કોઈ વસ્તુ માટે ઉત્સાહી હોઈએ, પરંતુ જો આપણે વિરામ લઈએ ત્યાં સુધી તેને અટકાવીએ તો આપણે આળસુ નથી; આપણને ક્યારે આરામની જરૂર છે તે જાણવું ખરેખર મહત્વનું છે, જેથી આપણે થાકી ન જઈએ અને સંપૂર્ણ રીતે હાર ન માની લઈએ. એકવાર આપણે ઉપદેશો શીખવાના, તેને તપાસવાના અને પછી તેના પર મનન કરવાના ફાયદાઓ જોયા પછી, દ્રઢતા અને આનંદ દ્વારા સમર્થિત જોમ ધીમે ધીમે આવશે. આના ઉપર, બૌદ્ધ વૈચારિક છબી પદ્ધતિઓ એ આપણી એકાગ્રતા અને જાગૃતિને અવિશ્વસનીય સ્તરે સુધારવાની એક સરસ રીત છે. આની ચાવી એ જાણવું છે કે આપણે તેને પગલું-દર-પગલાં લેવાની જરૂર છે, અને જો આપણે સમય જતાં ચાલુ રાખીશું, તો આપણે આપણા માટે અને બીજા બધાને મદદ કરવા માટે મનની અત્યંત ફાયદાકારક સ્થિતિઓ પ્રાપ્ત કરી શકીશું.

Top