અહિંસા અને આધ્યાત્મિક મૂલ્યો

આજે મને આધુનિક વિશ્વમાં અહિંસા અને આધ્યાત્મિક મૂલ્યો વિશે વાત કરવાનું કહેવામાં આવ્યું છે. અને આ એવા વિષયો છે જે ખાસ કરીને તમારા જેવા વિદ્યાર્થીઓ માટે સંબંધિત છે જેઓ મારી સમજ મુજબ, તબીબી વ્યવસાય અને શિક્ષણ વ્યવસાયમાં જવાનું વિચારી રહ્યા છે, કારણ કે, અન્ય લોકોને મદદ કરવાના તમારા કાર્યના ભાગ રૂપે, ચોક્કસપણે તમારા પોતાના પક્ષે અહિંસક રીતે મદદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મદદ કરવી એ સ્પષ્ટપણે હિંસાની વિરુદ્ધ છે. અને તમારી જાતને કેટલાક આધ્યાત્મિક મૂલ્યો રાખવાથી તમે તમારા કાર્યને વધુ અર્થપૂર્ણ બનાવવામાં મદદ મળશે, તે ફક્ત પૈસા કમાવવા માટે નથી, પરંતુ તે તમને તમારા કાર્યમાં લોકોને ખરેખર અર્થપૂર્ણ રીતે મદદ કરવાની તકની કદર કરવામાં મદદ કરી શકે છે.

બૌદ્ધ ધર્મમાં અહિંસા વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે, જેમ કે બધા ધર્મો કરે છે, અને વિવિધ પ્રણાલીઓ અહિંસાનો અર્થ શું છે તે ઘણી અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરશે. ઘણીવાર આપણે હિંસાને ચોક્કસ પ્રકારની ક્રિયા, હિંસક ક્રિયા, અને અહિંસાનો અર્થ તે પ્રકારના વર્તનથી દૂર રહેવાનો વિચારીએ છે. પરંતુ બૌદ્ધ ધર્મ તેને મનની બાજુથી, આપણી મનની સ્થિતિથી વધુ જુએ છે જે તેમાં સામેલ છે. આ એટલા માટે છે કારણ કે, આપણે ખરેખર કોઈ પ્રકારનું હિંસક વર્તન કરીએ છીએ કે નહીં, તે બધું મનની હિંસક સ્થિતિમાંથી ઉદ્ભવે છે, ખરું ને? તેથી ફક્ત કોઈને નુકસાન પહોંચાડવાનું ટાળવું, જ્યારે તમારા મનમાં તેમને નુકસાન પહોંચાડવા માટે ખૂબ જ હિંસક વિચારો હોય - આ ચોક્કસપણે કામ કરશે નહીં. અને તેથી તે હિંસક મનની સ્થિતિને સમજવી અને તેને દૂર કરવાની પદ્ધતિઓ શીખવી મહત્વપૂર્ણ છે.

હિંસા અને અહિંસા ના ત્રણ પ્રકાર

બૌદ્ધ ઉપદેશોમાં આપણે હિંસા, મનની હિંસક સ્થિતિને ત્રણ અલગ પ્રકારોમાં વિભાજીત કરીએ છીએ. અને અહીં હિંસા શબ્દનો અનુવાદ કરવાનો બીજી રીત કદાચ "ક્રૂર બનવું" છે. આપણે હિંસક બનવાની વાત કરીએ છીએ ત્યારે ફક્ત જબરદસ્તી કરવી અને મજબૂત બનવાની વાત નથી કરતા, કારણ કે ક્યારેક કોઈને પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડતા અટકાવવા માટે જબરદસ્તી ની પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. જો તમારું બાળક રસ્તા પર દોડી રહ્યું હોય અને ગાડીની ટક્કરથી તેનું મૃત્યુ સરળતાથી થઈ શકે છે, તો તમે ફક્ત એટલું જ ન કહો કે "અરે! પ્રિય, રસ્તા પર દોડી ન જા." તમારે બાળકને ખૂબ જ જબરદસ્તીથી પકડવું પડી શકે છે. તેથી હિંસાનો અર્થ એ નથી. હિંસા એ નુકસાન પહોંચાડવાની ઇચ્છા છે, અને આપણે ઘણી અલગ રીતે નુકસાન પહોંચાડી શકીએ છીએ. તેથી આપણી પાસે આ ત્રણ પ્રકારો છે જેનો ઉલ્લેખ બૌદ્ધ ધર્મમાં કરવામાં આવ્યો છે, જોકે મને ખાતરી છે કે આપણે વધુ વિચારી શકીએ છીએ.

બીજાઓ પ્રત્યે અહિંસા

પહેલા પ્રકારની હિંસા એ બીજાઓ પ્રત્યે હિંસક રીતે વિચારવાનો છે. તેને કરુણાના ક્રૂર અભાવ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેના થી આપણે બીજાઓને દુષ્ટતા કે નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખીએ છીએ. કરુણા એ ઈચ્છા છે કે બીજાઓ વેદના અને સમસ્યાઓ અને તેના કારણોથી મુક્ત રહે. અને અહીં, બીજાઓ વેદનાથી મુક્ત રહે તેવું ઇચ્છવાને બદલે, આપણે ઇચ્છીએ છીએ કે તેમને વેદના થાય, આપણે ઇચ્છીએ છીએ કે તેમને સમસ્યાઓ થાય, પછી ભલે આપણે પોતે તેનું કારણ બનીએ કે કોઈ બીજું કોઈ બને કે તે ફક્ત પ્રકૃતિના ભાગ રૂપે થાય. અને મનની આ સ્થિતિને દૂર કરવામાં મદદ કરવા માટે, આપણે વિચારવાની જરૂર છે કે દરેક વ્યક્તિ કેવી રીતે સમાન છે, એ અર્થમાં કે દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે, કોઈ પણ નાખુશ થવા માંગતું નથી.

તેથી જ્યારે કોઈ આપણને નુકસાન પહોંચાડે છે, અથવા ધારો કે તમે વર્ગખંડમાં ભણાવી રહ્યા છો અને કોઈ વિદ્યાર્થી બીજાઓને નુકસાન પહોંચાડે છે અથવા વિક્ષેપ પહોંચાડે છે, ત્યારે ફક્ત તે વ્યક્તિને સજા કરવાના સંદર્ભમાં વિચારવાને બદલે - જે સામાન્ય રીતે ગુસ્સો, અધીરાઈ અને અન્ય અસ્થિર, અસ્વસ્થતાપૂર્ણ મનની સ્થિતિઓ સાથે સંકળાયેલું હોય છે - એવું વિચારવું વધુ મદદરૂપ છે કે આ બાળક, એક અર્થમાં, બીમાર છે. બાળક ખુશ રહેવા માંગે છે પરંતુ ખરેખર ખુશ કેવી રીતે થવું તેનો કોઈ સ્પષ્ટ અથવા સાચો ખ્યાલ નથી અને તે ફક્ત ખૂબ જ વિક્ષેપકારક રીતે, મનની મૂંઝવણભરી સ્થિતિમાં વર્તે છે, એવું વિચારીને કે આ કોઈક રીતે તેને ખુશ કરશે. તેથી બાળક પ્રત્યેના આ દૃષ્ટિકોણથી, આપણે બાળકને ખરાબ તરીકે નથી વિચારતા અને મારે બાળકને સજા આપવી પદશે; તેના બદલે આપણે કરુણા વિકસાવીએ છીએ, એવી ઇચ્છા કે આ બાળક તેની મૂંઝવણ અને સમસ્યાઓને દૂર કરે જે તેમને વર્ગખંડમાં આટલા વિક્ષેપિત અને તોફાની બનાવે છે.

હવે એનો અર્થ એ નથી કે આપણે કંઈ જ ન કરીએ, આપણે નિષ્ક્રિય થઈએ. અહિંસાનો અર્થ એ નથી કે આપણે નિષ્ક્રિય રહીએ અને કંઈ ન કરીએ, પરંતુ તેનો અર્થ એ છે કે ગુસ્સે ન થવું, આ વિક્ષેપકારક બાળકનું નુકસાન ન ઈચ્છવું. તેથી આપણે સ્વાભાવિક રીતે બાળકને વિક્ષેપકારક વર્તન કરવાનું બંધ કરાવવા માટે કંઈક કરવું પડશે, તમારી શાળા પ્રણાલીમાં સ્વીકાર્ય કોઈપણ જે પદ્ધતિઓ હોય એનાથી. પરંતુ તેની પાછળની પ્રેરણા, તેની પાછળની માનસિક સ્થિતિ, બાળક ખરાબ હોવાથી આ બાળકને સજા કરવાની ઇચ્છાથી ખૂબ જ અલગ છે.

"પ્રેરણા" શબ્દ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના બે પાસાં છે. એક આપણું લક્ષ્ય અથવા ઇરાદો છે, અને બીજું તે ભાવના છે જે આપણને તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. લક્ષ્ય બાળકને મદદ કરવાનો છે. ઉદાહરણ તરીકે, એટલે જ આપણે શિક્ષક બન્યા છે. જો તમે તબીબી વ્યવસાયમાં જઈ રહ્યા છો તો પણ એવું જ છે: આપણું લક્ષ્ય દર્દીને મદદ કરવાનું છે. હવે કઈ મનની સ્થિતિ છે જે આપણને તે લક્ષ્ય પ્રાપ્ત કરવા તરફ દોરી રહી છે? જો તે ફક્ત પૈસા કમાવવાનું હોય અથવા બીજું વ્યક્તિ ખરેખર આપણો આભાર માને અને આપણા તરફ કૃતજ્ઞ થાય એ હોય, તો તે ખરેખર ખૂબ જ સ્વાર્થી હેતુ છે, ખરું ને? સ્વ-કેન્દ્રિત. અને કારણ કે આપણા વિચારોનું કેન્દ્ર મુખ્યત્વે આપણા પર છે, આપણે ખરેખર બીજા વ્યક્તિ માટે શું સારું છે તેના પર શ્રેષ્ઠ ધ્યાન આપતા નથી. જેમ કે ડૉક્ટર કોઈને શસ્ત્રક્રિયાની કરવાનું કહે જયારે ખરેખર તેની જરૂર ન હોય, પરંતુ તેઓ ફક્ત એટલા માટે શસ્ત્રક્રિયા કરવાનું કહે છે કારણ કે તેઓ શસ્ત્રક્રિયા કરીને વધુ પૈસા કમાશે. પરંતુ બીજી વ્યક્તિને મદદ કરવાના આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે આપણે જે પ્રેરણા લેવાની જરૂર છે તે છે કરુણા - બીજી વ્યક્તિ વિશે વિચારવું, તેમના કલ્યાણ વિશે વિચારવું, તેમના માટે શ્રેષ્ઠ શું રહેશે?

હવે ક્યારેક તબીબી વ્યવસાયમાં, કોઈને મદદ કરવા માટે, આપણે એવા સારવારનો ઉપયોગ કરવો પડે છે જે ખૂબ પીડાદાયક હોઈ શકે છે: ઇન્જેક્શન, શસ્ત્રક્રિયા. (શસ્ત્રક્રિયામાંથી સ્વસ્થ થવું પીડાદાયક છે.) પરંતુ તે હિંસક પદ્ધતિ નથી, કારણ કે અહીં હેતુ વ્યક્તિને પીડા આપવાનો નથી; હેતુ તેમને તેમની વેદના, તેમની સમસ્યા, તેમની માંદગીમાંથી સાજા થવામાં મદદ કરવાનો છે.

તો જ્યારે તમારે તોફાની શાળાના બાળકને શિસ્ત આપવાની જરૂર હોય ત્યારે પણ એ જ વસ્તુ છે: અને પ્રેરણા વિદ્યાર્થીને પીડા પહોંચાડવું નથી. આપણે વિદ્યાર્થીને મદદ કરવા માંગીએ છીએ કારણ કે આપણને ખ્યાલ છે કે આ પણ મારા જેવો જ એક માણસ છે - ખુશ રહેવા માંગે છે, નાખુશ રહેવા માંગતો નથી - અને કદાચ હું તેમને શીખવી શકું છું અને જીવનમાં ખુશ રહેવાનો માર્ગ બતાવી શકું છું. અને આ બાળક ભવિષ્યમાં ગમે તે વ્યવસાયમાં જાય, જો તે વ્યક્તિમાં શિસ્ત હોય, જો તે વ્યક્તિ બીજાઓ સાથે સહકાર કેવી રીતે આપવો તે જાણે તો તેનો ફાયદો થશે. આ એવી બાબતો છે જે ભવિષ્યમાં કોઈપણ અને દરેકને મદદ કરશે.

અને શિસ્ત એટલે આત્મ-નિયંત્રણ. જ્યારે બાળક તોફાન કરવા માંગે છે, ત્યારે બાળકને શીખવો કે બાળકે પોતાની જાતને નિયંત્રિત કરવું જોઈએ. અને તેથી બાળકને શિસ્ત આપવાનો હેતુ, ઉદ્દેશ્ય, તેમને પોતાને શિસ્ત વિકસાવવામાં મદદ કરવાનો છે. અને જો આપણે બાળકને શિસ્ત આપતી વખતે આવી માનસિક સ્થિતિ રાખીએ, તો તે એક અર્થમાં બાળક સુધી સંચાર થાય છે. તે એવું છે કે જયારે કોઈ માતાપિતા બાળકને શિસ્ત આપતા હોય છે; માતાપિતા બાળક માટે નફરતની લાગણીઓ પેદા કરતા નથી, ખરું ને?

તો મને લાગે છે કે જો આપણે દવા કે શિક્ષણ જેવા મદદ વ્યવસાયો કરવા જઈ રહ્યા છીએ, તો આ શીખવું અને તાલીમ લેવું મહત્વપૂર્ણ છે, જે અંદરથી પ્રેમાળ વલણ, કરુણાપૂર્ણ વલણ રાખવાનો છે - જેથી તમે દર્દીઓને મદદ કરી શકો, તમે વિદ્યાર્થીઓને મદદ કરી શકો, વધુ ખુશહાલ, સારું જીવન જીવી શકે, સમસ્યાઓથી મુક્ત રહી શકે. અને બહારથી, અલબત્ત, વ્યાવસાયિક બનો, જેનો અર્થ ગંભીર બનવું અને ક્યારેક ખૂબ કડક રહેવું છે. પછી આપણે અહિંસાના આ પ્રથમ અર્થના સંદર્ભમાં અહિંસક રીતે આપણા વ્યવસાયને અનુસરી શકીએ છીએ.

તેથી બીજાઓ પ્રત્યે કરુણાનો અભાવ કે જેનાથી આપણે તેમને નુકસાન પહોંચાડવા માંગીએ છીએ તેના બદલે, આપણે કરુણા રાખીએ છે, તેઓ નુકસાનથી મુક્ત, વેદનાથી મુક્ત રહે તેવી ઇચ્છા છે. અને અલબત્ત, કોઈને મદદ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ ખરેખર કઈ છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. અને દરેક બાળક, દરેક દર્દી, એક વ્યક્તિ છે. અને તેથી તેનો અર્થ એ છે કે જે એક વ્યક્તિ માટે કામ કરી શકે છે તે બીજા વ્યક્તિ માટે કામ કરી શકે નહીં. અને તેથી દરેક દર્દીના ડૉક્ટર તરીકે, દરેક વિદ્યાર્થીના શિક્ષક તરીકે વ્યક્તિત્વનો આદર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

હવે જ્યારે આપણી પાસે આટલા બધા દર્દીઓ હોય છે કે આપણે દરરોજ તેમને જોવા પડે છે અને વર્ગખંડો ખૂબ ભીડવાળા હોય છે ત્યારે તે કદાચ એટલું સરળ નથી. પરંતુ જો દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ઓળખવું શક્ય ન હોય તો પણ, મહત્વપૂર્ણ બાબત એ છે મનની સ્થિતિ, તેમને જાણવામાં રસ હોવો જોઈએ. તેમના પ્રત્યેના આદર પર આધારિત, તેમનામાં રસ લો. અને તેમને એ જ પ્રકારના રસ અને આદરથી જોવાનો પ્રયાસ કરો જે રીતે તમે કોઈ નજીકના મિત્ર કે સંબંધીને જોશો - તમારું બાળક, તમારા માતાપિતા, તમારા ભાઈ કે બહેન, અથવા જે કંઈ પણ, તેમની ઉંમર અને આપણી ઉંમરના આધારે.

મને લાગે છે કે એક માર્ગદર્શિકા જે હંમેશા યાદ રાખવી ખૂબ જ મદદરૂપ થાય છે તે એ છે કે આ વ્યક્તિ એક માનવી છે અને તેને મારી જેવી જ લાગણીઓ છે. તેઓ ખુશ રહેવા માંગે છે, જેમ હું ખુશ રહેવા માંગુ છું, અને તેઓ ઇચ્છે છે કે લોકો મને પસંદ કરે, જેમ હું ઇચ્છું છું. અને જો હું તેમના પ્રત્યે ક્રૂર વિચારો રાખું છું અને ક્રૂર રીતે વર્તુ છું, અને તેમના પ્રત્યે ખૂબ જ ઉદાસીન રહીશ, તો તેઓ દુઃખી થશે, જેમ કોઈ મારી પ્રત્યે આવું વર્તન કરે તો મને દુઃખ થશે. તેથી, એક વ્યક્તિગત માણસ તરીકે, બીજાઓનો આદર કરવાનું મન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપણી જાત પ્રત્યે અહિંસા

બીજા પ્રકારની અહિંસા આપણે હમણાં જ સમજાવેલી અહિંસા સાથે થોડી જોડાયેલી છે, કારણ કે અહીં આપણે આપણી જાત પ્રત્યે નિર્દેશિત અહિંસા વિશે વાત કરી રહ્યા છીએ (પહેલો પ્રકાર બીજાઓ પ્રત્યે નિર્દેશિત છે). અને અહીં આપણે સ્વ-વિનાશક ન બનવા વિશે વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણે સ્વ-વિનાશક હોઈએ છીએ, ત્યારે આ સ્વ-પ્રેમનો અભાવ છે જેનાથી આપણે પોતાને દુષ્ટતા અથવા નુકસાન પહોંચાડવા માંગીએ છીએ. અને આ કાં તો ઇરાદાપૂર્વક અથવા અજાણતાં પોતાને નુકસાન પહોંચાડી શકે છે. ઉદાહરણ તરીકે, "હું ખરાબ છું," "હું સારો નથી," "હું પૂરતો સારો નથી." જેવા વિચારો સાથે.

ખાસ કરીને જો આપણે ડૉક્ટર હોઈએ અને આપણો કોઈ દર્દી મરી જાય, જે અનિવાર્યપણે થવાનું છે, એવું વિચારવું, "અરે, હું ખૂબ જ ખરાબ ડૉક્ટર છું. હું ખૂબ જ ખરાબ છું," અને પછી દોષિત અનુભવવું અને એક અથવા બીજી રીતે પોતાને સજા કરવી, સામાન્ય રીતે માનસિક અને ભાવનાત્મક, કારણ કે આપણે કોઈને મદદ કરી શક્યા નહીં - તેઓ મરી ગયા. આ એવી બાબતો છે જેના માટે આપણે ખરેખર તૈયાર રહેવાની જરૂર છે જો આપણે ડૉક્ટર કે શિક્ષક બનવા જઈ રહ્યા છીએ. 

આપણે બુદ્ધ નથી; આપણે દરેકને મદદ કરી શકતા નથી - બુદ્ધ પણ દરેકને મદદ કરી શકયા નહીં. અને તેથી સ્વાભાવિક રીતે ક્યારેક આપણે નિષ્ફળ થશું. કાં તો આપણે કોઈ દર્દીનો ઇલાજ કરી શકીશું નહીં, અથવા આપણે ખરેખર કોઈ બાળકને શીખવી શકીશું નહીં. પરંતુ એ ફક્ત વાસ્તવિકતાનો સ્વભાવ છે. કોઈની મદદ થાય તે માટે, તેમણે તેમના પક્ષમાં ગ્રહણશીલ રહેવું પડશે. કેટલીક બીમારીઓનો ઇલાજ આપણે કરી શકતા નથી, અને જો શક્ય હોય તો પણ, ક્યારેક આપણે ભૂલો કરીએ છીએ; છેવટે આપણે માણસ છીએ. અને કેટલાક વિદ્યાર્થીઓને ગંભીર ભાવનાત્મક, સામાજિક સમસ્યાઓ હોય છે, ગમે તે હોય - કૌટુંબિક સમસ્યાઓ - અને તેમને ખરેખર મદદ કરવી આપણી ક્ષમતાની બહાર છે.

તેથી આપણે એવી રીતો પર ધ્યાન આપવું જોઈએ કે જેનાથી આપણે સ્વ-વિનાશક બની શકીએ; બીજા શબ્દોમાં કહીએ તો, આપણી જાત પ્રત્યે હિંસક બની શકીએ. ઉદાહરણ તરીકે, સ્વ-વિનાશક બનવાની રીતો એ છે કે આપણે પોતાને પ્રત્યે ખૂબ દબાણ કરીએ, એવું વિચારીએ કે, "મારે એકદમ સંપૂર્ણ બનવું પડશે," જ્યારે તે ખરેખર અશક્ય છે. અલબત્ત, આપણે જે કરી રહ્યા છીએ તેમાં શક્ય તેટલું સારું બનવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ કોઈ પણ સંપૂર્ણ નથી. અને તેથી, અલબત્ત, જો આપણે કોઈ બાબતમાં નિષ્ફળ જઈએ, તો ચોક્કસ આપણે તેનો અફસોસ કરીએ છીએ - આપણે ભવિષ્યમાં વધુ સારું કરવા માંગીએ છીએ - પરંતુ આપણે ખરેખર તેના કારણે ભયંકર હતાશામાં ન પડવા માટે સખત મહેનત કરવાની જરૂર છે, કારણ કે હતાશ થવાથી ફક્ત આપણા કાર્યને નુકસાન થશે, આપણા કાર્યમાં આપણી અસરકારકતાને નુકસાન થશે.

હવે તમે કહી શકો છો, "હું મારી જાતને હતાશ થવાથી અથવા ખરેખર ખૂબ ખુબ જ દુઃખી થવાથી કેવી રીતે રોકી શકું?" - જ્યારે તમારી પાસે એક વિદ્યાર્થી હોય અને તમે જાણો છો કે વિદ્યાર્થી સારું પ્રદર્શન કરી રહ્યો હતો, પરંતુ પછી વિદ્યાર્થી કોઈ કારણસર શાળા છોડી દે. સ્વાભાવિક રીતે તે દુઃખદ છે, પરંતુ મુદ્દો હતાશ થવાનો નથી. અને તેથી પ્રશ્ન એ છે કે: આપણે હતાશ ન થવામાં પોતાને કેવી રીતે મદદ કરી શકીએ? અને આ વાત આપણે બીજાઓ સાથેના વ્યવહારના સંદર્ભમાં જે કહી રહ્યા હતા તેના પર પાછી આવે છે. ખરેખર બીજાઓને મદદ કરવા અને તેમને નુકસાન ન પહોંચાડવા માટે, સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક તેમના માટે આદર છે, તેવી જ રીતે આપણે પણ પોતાના માટે આદર રાખવાની જરૂર છે. હંમેશા એ વાતને ફરીથી દૃઢ કરવી મહત્વપૂર્ણ છે કે: "મારી પાસે ક્ષમતાઓ છે; નહીંતર હું શિક્ષક કે ડૉક્ટર ન બની શક્યો હોત." આપણે આપણી પ્રેરણાને ફરીથી દૃઢ કરીએ છીએ કે: "હું જે કામ કરી રહ્યો છું તે કરવામાં, મારો હેતુ સારો છે." અને "એક માનવી તરીકે હું સંપૂર્ણ નથી; તેમ છતાં, મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા બદલ હું મારી જાતને માન આપું છું." અને તે આપણને હતાશ ન થવામાં મદદ કરે છે.

હવે શું થાય છે જ્યારે આપણે પ્રામાણિકપણે આપણી જાતને તપાસીએ છીએ અને આપણને ખબર પડે છે કે હું ખરેખર મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો ન હતો? હું વધુ સારું કરી શક્યો હોત. સારું, તે પરિસ્થિતિમાં, ચોક્કસ આપણે પસ્તાવો અનુભવીએ છીએ, અને એ વાતને ફરીથી પુષ્ટિ કરવી મહત્વપૂર્ણ છે કે: "ભવિષ્યમાં, હું વધુ પ્રયાસ કરીશ." પરંતુ આ નિષ્ફળતાને ફરીથી ન થાય તે માટે, અથવા અટકાવવાનો પ્રયાસ કરવા માટે, આપણે આના કારણો શું હતા તે તપાસવાની જરૂર છે. તે એટલા માટે હોઈ શકે છે કારણ કે હું ખૂબ થાકી ગયો હતો. અને તે માટે, ફરીથી આપણે આપણી જાત પ્રત્યે દયાળુ બનવાની જરૂર છે, સ્વ-વિનાશક નહીં. આપણે જાણવાની જરૂર છે કે આરામની દ્રષ્ટિએ આપણી જરૂરિયાતો શું છે - મારી મર્યાદાઓ શું છે? - અને ફરીથી તેમનો આદર કરીએ. 

તેના વિશે ખરાબ નહીં લગાડો. દરેકની પોતાની મર્યાદાઓ હોય છે. અલબત્ત, કટોકટીમાં આપણે હંમેશા વધુ કરી શકીએ છીએ, પરંતુ બધું જ કટોકટી નથી. અને ક્યારેક આપણે ફક્ત કહેવું પડે છે, "મને આરામની જરૂર છે," અને પછી જો શક્ય હોય તો તે આરામ લેવાનો પ્રયાસ કરીએ - ક્યારેક તે શક્ય ન પણ હોય - પરંતુ જો શક્ય હોય તો, દોષિત અનુભવ્યા વિના તે આરામ લેવો.

હવે અલબત્ત, જો આપણે કોઈ વ્યવસાય અને પરિવારના ઉછેરને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ તો તે હંમેશા સરળ નથી. બાળકોને ખૂબ જ જરૂરિયાતો હોય છે, આપણા પોતાના બાળકો. પરંતુ આ એક પ્રાથમિકતા હોવી જોઈએ કે આપણે આપણું સમયપત્રક કેવી રીતે ગોઠવી શકીએ, જેથી હું વધારે પડતું કામ ન કરું, થાકી ન જાઉં, અને પછી હું કોઈ પણ વસ્તુમાં કામ સારી રીતે ન કરી રહ્યો હોઉં. અને તેને ફક્ત ત્યાં સુધી ન જવા દઈએ જ્યાં તે એક એવા બિંદુ સુધી ન પહોંચે જ્યાં આપણે તૂટી પડીએ. કારણ કે આપણી જરૂરિયાતોને અવગણવી એ ખરેખર આપણી જાત પ્રત્યે હિંસક બનવું છે. અને તેથી આપણી જાત પ્રત્યે અહિંસા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બીજાના દુર્ભાગ્યમાં આનંદ ન લેવો

ત્રીજા પ્રકારની અહિંસા એ બીજાના દુર્ભાગ્યમાં આનંદ ન લેવો છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેને ક્રૂર માનવામાં આવે છે - જો આપણે હિંસાને ક્રૂર મનની સ્થિતિ તરીકે વિચારીએ તો - તે બીજાની મુશ્કેલીઓમાં આનંદ કરવો એ ક્રૂર મનની સ્થિતિ છે; બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ નિષ્ફળ થાય છે. હવે આપણે વિચારી શકીએ છીએ, "સારું, આ એવું કંઈ નથી જે હું ખરેખર કરું છું." પરંતુ જો તમે રાજકારણના ઉદાહરણ વિશે વિચારો છો, તો જો બે ઉમેદવારો હોય અને એક જે તમને પસંદ ન હોય તે પોતાનું પદ ગુમાવે છે - ચૂંટણી હારી જાય છે અથવા કાઢી મૂકવામાં આવે છે - તો આપણે તેના વિશે ખૂબ ખુશ થઈએ છીએ. આપણે તેમના દુર્ભાગ્યમાં આનંદ લઈએ છીએ, ખરું ને? અને તેવી જ રીતે આ પ્રકારની પરિસ્થિતિમાં, ભલે આપણે ખુશ હોઈએ કે જેને આપણે શ્રેષ્ઠ માનીએ છીએ તે પદ પર આવી ગયો છે, તેથી આપણે તેમની ખુશીમાં આનંદ કરીએ છીએ, પરંતુ બીજી વ્યક્તિના નુકસાનમાં આનંદ કરવાનું કોઈ કારણ નથી, કારણ કે તેમનો નિઃશંકપણે એક પરિવાર છે, તેમના પર નિર્ભર અન્ય લોકો છે, અને તેઓ નાખુશી અનુભવી રહ્યા છે - તેઓ પણ માણસો છે. તેથી હું ખુશ છું કે તેઓ પદ પર નથી, પરંતુ હું તેમને જીવનમાં ખુશીની પણ ઇચ્છા રાખું છું. હું તેમને નુકસાન (ખરાબ વસ્તુઓ ) ઈચ્છતો નથી.

તો આપણે જોયું છે કે આ ત્રણ પ્રકારની અહિંસા ત્રણ પ્રકારના ક્રૂર વિચારો, ક્રૂર વિચારણાનો સામનો કરે છે:

  • કરુણાનો અભાવ - બીજાઓને પીડા અને વેદના થાય તેવી ઈચ્છા રાખવી
  • સ્વ-પ્રેમ ન રાખવો - સભાનપણે કે અજાણતાં પોતાને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખવી
  • બીજાના દુર્ભાગ્યમાં આનંદ લેવો - જ્યારે કોઈ બીજું નિષ્ફળ થાય અથવા તેમની સાથે કંઈક ભયંકર બને ત્યારે આનંદ કરવો.

અને જેમ મેં કહ્યું, આપણે જે પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ તે હિંસક બન્યા વિના આને મજબૂત બનાવે છે. એક બૌદ્ધ સૂત્રમાં એક ઉત્તમ ઉદાહરણ છે. નદીના કિનારે બે ધ્યાની બેઠા હતા. અને એક માણસ નદી પાસે આવ્યો - અને આ એવી નદી હતી જેનો પ્રવાહ ખૂબ જ તીવ્ર હતો - અને તે માણસ કૂદીને તરીને પાર કરવાનો પ્રયાસ કરવા માંગતો હતો. અને આ એવી પ્રકારની નદી હતી જેને કોઈ ખરેખર તરી શકતું નથી; જે કોઈ પ્રયાસ કરશે તે ચોક્કસપણે ડૂબી જશે. તેથી એક ધ્યાની તેના ચહેરા પર ખૂબ જ શાંતિપૂર્ણ દેખાવ સાથે ત્યાં બેઠો હતો અને કંઈ નહીં કરવા અને આ વ્યક્તિને નદીમાં કૂદીને ચોક્કસપણે ડૂબવા દેવા માટે તૈયાર હતો. અને બીજો ધ્યાની ઊભો થયો અને તે વ્યક્તિને નદીમાં ન જવા માટે મનાવી શક્યો નહીં, અને તેથી તેણે તે વ્યક્તિને નદીમાં જતા અટકાવવા માટે મુક્કો મારીને એને બેભાન કર્યો. અને બુદ્ધે આ બધું જોયું (બુદ્ધે આવ્યા અને એમને આ બધું જોયું) અને તેમણે કહ્યું કે જે ધ્યાની ત્યાં શાંતિથી ચહેરા પર સ્મિત જોડે બેઠો હતો, તેણે હિંસક કૃત્ય કર્યું હતું. આ વ્યક્તિને પોતાને નુકસાન ન પહોંચાડવા માટે મુક્કો મારવો એ અહિંસક કૃત્ય હતું. શા માટે? પ્રેરણા, મનની સ્થિતિને કારણે - આ વ્યક્તિને વેદના અને અનિવાર્યપણે ડૂબી જવાથી બચાવવાની ઇચ્છા.

આધ્યાત્મિક મૂલ્યો

હવે આ બધું આજની સવારના આપણા વિષયના બીજા ભાગ સાથે જોડાયેલું છે, જે આધુનિક વિશ્વમાં આધ્યાત્મિક મૂલ્યો છે. આ શબ્દ "આધ્યાત્મિક" ખરેખર વ્યાખ્યાયિત કરવા માટે મુશ્કેલ છે, અને સ્વાભાવિક રીતે તેનો એક અલગ અર્થ છે, અથવા નિઃશંકપણે તેનો અંગ્રેજી અને રશિયનમાં એક અલગ અર્થ છે. પરંતુ ચાલો જોઈએ કે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અથવા બૌદ્ધ સંદર્ભમાં સમકક્ષ શબ્દ શું હશે. અને બૌદ્ધ ધર્મમાં આપણે ધર્મ વિશે વાત કરીએ છીએ. અને "ધર્મ" નો અર્થ એક નિવારક માપ છે; તે એવી વસ્તુ છે જે આપણે વેદના અને સમસ્યાઓ ટાળવા માટે કરીએ છીએ. અને આ ફક્ત તાત્કાલિક પરિસ્થિતિઓના સંદર્ભમાં વિચારવાનું નથી - જેમ કે તમે ગાડી ચલાવી રહ્યા છો અથવા સાયકલ ચલાવી રહ્યા છો, અને કંઈક અથડાવાનું ટાળવા માટે, તમે બાજુ પર હટી જાઓ છો. તે ધર્મ નહીં હોય. તો આપણે ફક્ત રોજિંદા જીવનમાં થતી તાત્કાલિક બાબતો વિશે વાત કરી રહ્યા નથી. આપણે તેને આધ્યાત્મિક નહીં કહીએ. પરંતુ તે ભવિષ્યમાં કંઈક અટકાવવાની ઇચ્છાના સંદર્ભમાં વિચારવાનો છે. 

અને મોટાભાગના ધર્મોમાં, બૌદ્ધ ધર્મ સહિત, આ ભવિષ્યના જીવનના સંદર્ભમાં વિચારવાનો છે, અને કેટલાક અન્ય ધર્મોમાં તે મૃત્યુ પછીના જીવનનો વિચાર કરવાનો છે, જેનો અર્થ એ છે કે આપણી મુખ્ય ચિંતા ફક્ત આ જીવનમાં ભૌતિક સફળતા સાથે જ નથી, કારણ કે મૃત્યુ સમયે તે બધું પાછળ રહી જાય છે, અને આ જીવનકાળ ભવિષ્યના પ્રચંડ સમયની તુલનામાં ખૂબ જ ટૂંકું છે.

હવે જો આપણે ભવિષ્યના પુનર્જન્મ કે મૃત્યુ પછીના જીવનમાં માનીએ તો આ વાત ખૂબ સારી છે, પરંતુ આપણામાંથી ઘણા લોકો કદાચ તેમાં માનતા ન હોય. તો શું આપણે હજુ પણ આધ્યાત્મિક લોકો બની શકીએ છીએ? અને મને લાગે છે કે જો આપણે ફક્ત આ જીવનકાળમાં આપણા ભૌતિક કલ્યાણ વિશે જ નહીં, મારા માટે અને કદાચ મારા પરિવાર માટે, પણ જો આપણે લાંબા સમય સુધી વિચારીએ - ઉદાહરણ તરીકે, ભવિષ્યની પેઢીઓ વિશે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે ગમે તે પ્રકારનું યોગદાન આપીને દુનિયાને વધુ સારી જગ્યા બનાવવાનો પ્રયાસ કરીએ, ભલે તે ખૂબ જ નાનું હોય. 

ફરીથી બુદ્ધ દ્વારા ઉપયોગમાં લેવાયેલ એક ઉદાહરણ - કે ચોખાની એક મોટી થેલી દરેક ચોખાના દાણાથી ભરેલી હોય છે. તો આપણામાંથી કેટલાક તે થેલીમાં આખા મુઠ્ઠીભર ચોખાનું યોગદાન આપી શકે છે અને કેટલાક ફક્ત એક દાણો ચોખાનું યોગદાન આપી શકે છે, પરંતુ તે બે લોકો ફાળો આપી રહ્યા છે. મુદ્દો એ છે. અને જો આપણને લાગે કે આપણે ખરેખર વધારે યોગદાન આપી શકતા નથી, તો પણ ઓછામાં ઓછું આપણે પ્રયાસ કરીએ.

તો શિક્ષક અથવા તબીબી કાર્યકર બનવાની તાલીમ સાથે, દેખીતી રીતે આ એક શ્રેષ્ઠ તક છે કે તમે આ દુનિયાને વધુ સારી બનાવવામાં યોગદાન આપવા માટે વિચારી શકો. શિક્ષકો તરીકે, તમે એવા લોકોને તાલીમ આપી રહ્યા છો જેઓ ભવિષ્યમાં આગળ વધશે અને આશા છે કે પોતાનું યોગદાન આપશે. ડોકટરો તરીકે, તમે બીમાર લોકોને સાજા કરવામાં મદદ કરી રહ્યા છો જેથી તેઓ ભવિષ્યમાં પોતાનું યોગદાન આપી શકે. જેથી તે તેમને ખુશ, અને નાખુશ નહીં  રાખવાની ઇચ્છા સાથે ખૂબ સારી રીતે જોડાયેલું છે. તેથી તેમના પ્રત્યે કોઈ હિંસક કે ક્રૂર વિચારો ન રાખવા અને તેમનો આદર કરવો. આપણે "હું ભવિષ્યમાં યોગદાન આપી શકું છું" ની દ્રષ્ટિએ પોતાને માન આપીએ છીએ, અને આપણે આપણા દર્દીઓ, આપણા વિદ્યાર્થીઓ, "તેઓ પણ યોગદાન આપી શકે છે" ની દ્રષ્ટિએ તેમને માન આપીએ છીએ. 

અને યોગદાનનો અર્થ શું છે? દુનિયાને વધુ સારી જગ્યા બનાવવાનો અર્થ શું છે? તેનો મૂળભૂત અર્થ એ છે કે લોકો ખુશ રહે તે માટે કોઈ પ્રકારના માધ્યમોને પ્રોત્સાહન આપવું. અને ખુશ રહેવાનો અર્થ ફક્ત ભૌતિક સ્તરે જ નથી, જોકે તે મહત્વપૂર્ણ છે, પરંતુ માનસિક શાંતિ મેળવવાનો જેથી જીવનમાં જે પણ આવે છે તેનો સામનો કરવા માટે માત્ર તકનીકી કુશળતા જ નહીં પણ ભાવનાત્મક કુશળતાનો પણ ઉપયોગ કરી શકીએ.

તો આ તે છે જેને હું આધ્યાત્મિક મૂલ્યો ગણીશ; બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આપણા જીવનમાં અને આપણા જીવનમાં શું કરી રહ્યા છીએ તેના સંદર્ભમાં શું મહત્વપૂર્ણ ગણીએ છીએ. ટૂંકમાં, મને લાગે છે કે, ખાસ કરીને તમારા જેવા યુવાનો માટે પ્રેરણા વિશે ખરેખર ખૂબ જ ગંભીરતાથી વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું જે અભ્યાસ કરી રહ્યો છું તેનો અભ્યાસ શા માટે કરી રહ્યો છું? હું જીવનમાં શું પ્રાપ્ત કરવા માંગુ છું? ભવિષ્યમાં હું મારા પરિવાર માટે શું પ્રાપ્ત કરવા માંગુ છું? ભવિષ્ય માટે - ભાવિ પેઢીઓ માટે હું આખરે શું છોડી જવા માંગુ છું? અને હું આ શા માટે ઇચ્છુ છું? 

આમાં ઘણી બધી આંતરિક શોધની જરૂર પડી શકે છે, પરંતુ આ એક કરવા જેવી ખૂબ જ યોગ્ય બાબત છે. અને આપણને કદાચ લાગે કે આ પ્રશ્નોના આપણા જવાબો બહુ સંતોષકારક નથી. અને મને લાગે છે કે "શું હું મારી પ્રેરણા સુધારવા માંગુ છું કે નહીં?" તે નક્કી કરવા માટે આપણે જે માપદંડનો ઉપયોગ કરવાની જરૂર છે તે એ છે કે હું જે કરી રહ્યો છું તે મારા માટે અને બીજાઓ માટે ખુશી લાવશે કે નહીં, કે પછી તે ફક્ત સમસ્યાઓ ઊભી કરશે? અને આનું મૂલ્યાંકન કરવાની દ્રષ્ટિએ, લાંબા ગાળાની અસરો ફક્ત ટૂંકા ગાળાની તાત્કાલિક અસરો કરતાં ઘણા વધારે મહત્વપૂર્ણ છે. પરંતુ જો આપણે જીવનમાં આપણે શું કરી રહ્યા છીએ તે વિશે સ્પષ્ટ હોઈએ, અને આપણે જોઈએ કે આપણે આપણા જીવનમાં સારી દિશામાં જઈ રહ્યા છીએ, તો આ આપણને સુખાકારી અને સંતોષની ખૂબ જ અદ્ભુત ભાવના આપે છે.

મને લાગે છે કે ક્યારેક લોકોને હતાશ કરનાર એક કારણ એ છે કે તેમને લાગે છે કે તેમના જીવનનો કોઈ અર્થ નથી, કોઈ દિશા નથી. આપણે કોઈ વ્યવસાય કરીએ છીએ, પણ આપણું હૃદય તેમાં નથી. અને આપણને લાગે છે કે દુનિયાની સમસ્યાઓ, મારા દેશની સમસ્યાઓ, મારા જિલ્લાની સમસ્યાઓ, મારા પરિવારની સમસ્યાઓ, મારી જાતની સમસ્યાઓ - આ બધી ખૂબ જ ભયંકર છે, ખૂબ જ વધારે પડતી છે. અને તેથી આ બધાનો શું અર્થ છે, આવી માનસિક સ્થિતિ સાથે જીવન જીવવાનો? તે ખરેખર ખૂબ જ દુઃખદ છે; તે ખૂબ જ ખુશી જીવન નથી. 

અને તેથી ફરીથી નિરાશાની આ લાગણીને દૂર કરવાનો પ્રયાસ કરવા માટે પોતાને માટે આદરની જરૂર છે. આપણે એ વાતની પુનઃપુષ્ટિ કરવાની જરૂર છે કે "બાહ્ય પરિસ્થિતિઓ ગમે તે હોય, મારી પાસે મારી જાતને સુધારવાની અને એક સારો માણસ બનવાની ક્ષમતા છે." અને આ ફક્ત મારી જાતને વધુ ખુશ વ્યક્તિ બનાવવા માટે જ નહીં - આ સ્વીકારવું - પણ મારી આખી માનસિક સ્થિતિ મારી આસપાસના દરેકને અસર કરશે. અને તેથી તબીબી અથવા શિક્ષણશાસ્ત્રની રીતે અન્ય લોકોને મદદ કરવા માટે કામ કરવું ... આ એક અર્થપૂર્ણ બાબત છે. આપણે જાણતા નથી કે ભવિષ્ય શું હશે, પરંતુ આપણે જાણીએ છીએ કે જો લોકો સારા સ્વાસ્થ્યમાં હશે, જો લોકો શિક્ષિત હશે, તો આશા છે, એવી આશા છે કે વસ્તુઓ વધુ સારી થશે. કદાચ તે કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ જો ભવિષ્યમાં વધુ મુશ્કેલીઓ હશે, તો પણ આપણે લોકોને તેમની સાથે વ્યવહાર કરવા માટે વધુ સારી રીતે તૈયાર થવામાં મદદ કરી શકીએ છીએ.

તો આધુનિક વિશ્વમાં અહિંસા અને આધ્યાત્મિક મૂલ્યો વિશેના મારા વિચારો આ છે.

પ્રશ્નો

આપણા આધુનિક વિશ્વમાં, અલબત્ત, આપણે સમજીએ છીએ કે બૌદ્ધ મૂલ્યોમાં કરુણા પણ છે. પરંતુ વાસ્તવિક જીવનમાં પરિસ્થિતિ ખરેખર મુશ્કેલ છે અને ક્યારેક બાળકો માતાપિતા વિના મોટા થાય છે અને પછી તેઓ ખૂબ જ જંગલી હોય છે. અને અમારા માટે, જો અમે શિક્ષકો હોઈએ, તો કોઈક રીતે તેમને કરુણાની જરૂરિયાત સાબિત કરવી ખૂબ જ મુશ્કેલ છે - કે તેમને નબળા લોકોનું રક્ષણ કેવી રીતે કરવું અને નબળા લોકો ને નુકસાન ન કરવું તે શીખવાની જરૂર છે. અને તેથી, શિક્ષકો તરીકે - આપણે આ સંદેશ વિદ્યાર્થીઓને, ખાસ કરીને હિંસક વિદ્યાર્થીઓને, જેમનો ઉછેર ખૂબ જ મુશ્કેલ આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓમાં થઈ રહ્યો છે, કેવી રીતે પહોંચાડી શકીએ?

મને લાગે છે કે આવા જંગલી બાળકોને મદદ કરી શકે તેવી એક પદ્ધતિ એ છે કે તેમને આપવા દો, આપવા અને ઉદાર બનવાની મંજૂરી આપવી. બીજા શબ્દોમાં કહીએ તો, જો કોઈને (ઉદાહરણ તરીકે, બાળક) બીજા બાળકોને આપવાની તક આવે છે - બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ પેપર અથવા કોઈ સોંપણી આપે છે, અથવા તેઓ કંઈક ઉદારતાથી કરે છે - એટલે એ બીજાઓને મદદ કરવા માટે કંઈક કરે છે. તે બાળકને સ્વ-મૂલ્યની ભાવના આપે છે. 

બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ બાળક ખૂબ જ મુશ્કેલ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને અપ્રિય અનુભવે છે, ત્યારે તેઓ સામાન્ય રીતે ખૂબ જ જંગલી વર્તનમાં અસ્વીકારની લાગણીનો અભિનય કરે છે. "જો સામાન્ય રીતે જીવનમાં હું સારો નથી એમ માનવામાં આવે છે કારણ કે મારી પાસે સારી પૃષ્ઠભૂમિ નથી, તો હું દરેકને બતાવીશ કે હું કેટલો સારો નથી," એક અર્થમાં. તેથી, બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ અસામાજિક બનવાનું, સમાજનો ભાગ ન બનવાનું, ગુનામાં જવાનું વગેરે કરે છે. આ એકદમ સામાન્ય છે. પરંતુ જો તેમને બતાવવાની તક આપવામાં આવે કે તેઓ એક સારા વ્યક્તિ છે, કે તે કંઈક આપવા માટે સક્ષમ છે, ભલે તેઓ ખૂબ સારી રીતે ન આપે - મારો મતલબ ખૂબ જ કાર્યક્ષમ રીતે - તેમ છતાં, તે તેમને એ અહેસાસ કરાવે છે કે તેમની પાસે કંઈક સકારાત્મક છે, ફક્ત નકારાત્મક વસ્તુઓ જ નહીં.

બૌદ્ધ દ્રષ્ટિકોણથી, આપવાથી કોઈ પ્રકારની સકારાત્મક શક્તિ અથવા યોગ્યતાનું નિર્માણ થયી રહ્યું છે. પરંતુ આપણે આને બૌદ્ધ સમજૂતી આપવાની જરૂર નથી. મને લાગે છે કે ફક્ત મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ મેં જે સમજાવ્યું તે ક્યારેક મદદરૂપ થઈ શકે છે. પરંતુ તેમને કંઈક સકારાત્મક અને રચનાત્મક કરવા માટે આપવામાં, તેમને એવો ખ્યાલ ન આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ એક સજા છે.

આપણા જીવનમાં, આપણે ઘણીવાર કોઈને શિસ્તબદ્ધ કરવાનો સામનો કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે કોઈને ફરીથી શિસ્તબદ્ધ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ફરીથી શિસ્તબદ્ધ કરવાની પ્રક્રિયા પણ હોય છે. અને આ પ્રક્રિયામાં, સૌથી વધુ ફાયદાકારક શું છે - સજા, અથવા કદાચ કોઈ પ્રકારનું કાર્ય, જેમ કે સામાજિક કાર્ય? - જે વ્યક્તિને શિસ્તબદ્ધ કરવામાં આવી રહી છે તેના માટે? અથવા આ વ્યક્તિ માટે કોઈ પ્રકારનું નૈતિક શિક્ષણ? ચાલો કહીએ કે જે લોકો જેલમાં છે, ગુનેગારો - એવા લોકો જેમને આપણે શિસ્તબદ્ધ કરવા માંગીએ છીએ જે બાળકો ન હોય ત્યારે.

આનો જવાબ સામાન્ય રીતે આપવો મુશ્કેલ છે કારણ કે, ફરીથી, દરેક એક વ્યક્તિ છે. હું જેલમાં શિક્ષણમાં વ્યક્તિગત રીતે સામેલ નથી થયો, પરંતુ મારા ઘણા સાથીદારો, મારા બૌદ્ધ સાથીઓ, રહ્યા છે. અને એક વસ્તુ જે તેઓ શોધે છે તે એ છે કે જેલમાં ઘણા લોકો, અલબત્ત, બધા નહીં... તેમાં ઘણો સમય લાગે છે, કારણ કે તેમની પાસે તેમના જીવનની તપાસ કરવા માટે, તેમના જીવનની તપાસ કરવા  - તેઓ તેમના જીવનમાં શું કરી રહ્યા છે અને તેઓ જીવનમાં શું ઇચ્છે છે. અને તેથી ઘણા બધા કેદીઓ એવા છે જેઓ તેમના ગુસ્સાને નિયંત્રિત કરવાનું શીખવામાં, તેમના હિંસક આવેગોને નિયંત્રિત કરવાનું શીખવામાં ખૂબ રસ ધરાવે છે, અને તેથી તેઓ શાંત થવા માટે ખૂબ જ મૂળભૂત પ્રકારના બૌદ્ધ ધ્યાન માટે ખૂબ જ ગ્રહણશીલ હોય છે, ઉદાહરણ તરીકે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને. અને તેથી આવા લોકો અલબત્ત આ પ્રકારની મદદ માટે ગ્રહણશીલ હોય છે. 

દરેક વ્યક્તિ મદદ મેળવવા માટે ગ્રહણશીલ હોતું નથી, અને જો તેઓ ગ્રહણશીલ ન હોય, તો આપણે બહુ ઓછું કરી શકીએ છીએ. જ્યારે તેઓ પોતાનું જીવન બદલવાની કે સુધારવાની કોઈ ઈચ્છા ધરાવતા ન હોય ત્યારે તેમને શારીરિક સજા કરવાથી, તેમનામાં વધુ દુશ્મનાવટ અને ગુસ્સો ઉત્પન્ન થાય છે.

મનોવિજ્ઞાનમાં અમુક પ્રકારની તાલીમનો ઉપયોગ થાય છે જે અહીં ખૂબ જ લાગુ ન પડે, પરંતુ ફક્ત તમને એક ખ્યાલ આપવા માટે: જ્યારે કોઈ બાળક હોય છે, સામાન્ય રીતે કિશોર, જે સંપૂર્ણપણે અસહયોગી અને ખૂબ જ જંગલી હોય છે, ત્યારે તેઓ લોકોના જૂથ અને એક નેતા સાથે પ્રવાસ પર જાય છે, અને તેમની સાથે એક ખચ્ચર હોય છે. ખચ્ચર અલબત્ત ખૂબ જ હઠીલા પ્રાણી છે અને તમે જે કરાવા માંગો છો તે કરાવવું મુશ્કેલ છે. અને તેઓ આ ખચ્ચર માટે જવાબદાર છે, તેથી તેમને તેની સાથે વ્યવહાર કરવો પડશે, અને તેમણે તેમના ગુસ્સા અને અધીરાઈને દૂર કરવાનું શીખવું પડશે, વગેરે, અને કોઈક રીતે આ ખચ્ચર સાથે કામ કરવું પડશે. તો ફરીથી આનો અર્થ એ છે કે તેમને કંઈક રચનાત્મક કરવાની જવાબદારી આપવી, એક અર્થમાં - આ ખચ્ચર સાથે કામ કરવું.

તો ક્યારેક બાળકને પ્રાણીની સંભાળ રાખવાની જવાબદારી આપવાથી તે... પ્રાણી તેમની ટીકા કરતું નથી; લોકો તેમની ટીકા કરે છે. કૂતરો... તમે તેને ગમે તેટલી શિસ્ત આપો, કૂતરો તમને પસંદ કરે છે. તેથી ફરીથી તેમને બીજા જીવ સાથે વ્યવહાર કરવા દેવાથી, આ કિસ્સામાં કૂતરો, ક્યારેક કોઈને કાબૂમાં રાખવાની, તેમને શાંત કરવામાં મદદ કરે છે, કોઈ પ્રકારની જવાબદારી લેવાની અસર થઈ શકે છે. પરંતુ અલબત્ત, કેટલાક લોકો ખૂબ જ હિંસક હોય છે અને જેમને... તમે કૂતરો આપો તો તેઓ ફક્ત કૂતરાને ત્રાસ આપશે, તેથી તમારે ખૂબ કાળજી રાખવી પડશે.

મારી એક મિત્ર મનોચિકિત્સક છે અને તે મુખ્યત્વે હિંસક કિશોરો અને સામાન્ય રીતે બેઘર અને શેરીમાં રહેતા અને તેની સાથે આવતી બધી મુશ્કેલીઓનો સામનો કરે છે. અને તેણીએ જે માર્ગદર્શિકાનો ઉપયોગ કર્યો અને તેણે મને કહ્યું તેમાંથી એક એ હતી કે, અમે જે કહી રહ્યા હતા તેના પર પાછા આવીએ, જે આ બાળકો - જે ખૂબ હિંસક હોઈ શકે છે - સાથે એક માણસ તરીકે રસ અને આદર સાથે વર્તવાનું છે. તેમને ગંભીરતાથી લો. તેમને ખરેખર સાંભળવા માટે સમય કાઢો અને તેમની સમસ્યાઓ શું છે તે જાણો. પરંતુ એક વસ્તુ જે તમારે ખરેખર ટાળવી જોઈએ તે છે કે જો તમે તેમને સાંભળી રહ્યા છો, તો એમ ન કહો કે, "અરે, તમારો સમય પૂરો થયો છે. તમારે હવે જવું પડશે." તેઓ સામાન્ય રીતે તેના પર ખૂબ જ હિંસક પ્રતિક્રિયા આપે છે, કારણ કે તે નકારવું છે.

તો તેમાંથી શીખ એ છે કે: જો આપણે કોઈ તોફાની વિદ્યાર્થી સાથે વ્યવહાર કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ, તો તેને તમારો સમય આપો. તમારે વિદ્યાર્થીની વાત સાંભળવાની છે. તમારે તેમની સમસ્યાઓ શું છે તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. (જો તમે કોઈ ઉકેલ ન લાવો તો પણ, ફક્ત તમે સહાનુભૂતિપૂર્વક સાંભળ્યું છે તે હકીકત મદદરૂપ થાય છે.) પરંતુ તેના પર સમય મર્યાદા ન લગાવો, અને એક માણસ તરીકે આ બાળકનો આદર કરો.

પરંતુ વાસ્તવમાં તેમને શિસ્તબદ્ધ કરવા માટે શું કરવું વગેરે, આ કહેવું ખૂબ મુશ્કેલ છે. મને ખબર નથી કે તમારા સમાજમાં ખરેખર શું સ્વીકાર્ય છે, શું અસ્વીકાર્ય છે. પરંતુ ફક્ત સજા, ખાસ કરીને ગુસ્સામાં, મદદ કરશે નહીં.

લોકો સાથેના આપણા રોજિંદા સંબંધોમાં આપણે ગુસ્સે થવાથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ?

જો આપણે એવી કોઈ પણ પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ જે આપણને અપ્રિય લાગે, જે આપણને હેરાન કરે, તો આપણને ખબર પડે છે કે તે ઘણા બધા કારણો અને સંજોગો અને પરિસ્થિતિઓને કારણે ઉદ્ભવે છે - સામાજિક પરિસ્થિતિઓ, આર્થિક પરિસ્થિતિઓ, સંકળાયેલા લોકોના ઘરમાં શું ચાલી રહ્યું છે, તેમની પૃષ્ઠભૂમિ, વગેરે. જ્યારે આપણે તેનાથી નારાજ અને ગુસ્સે થઈએ છીએ, ત્યારે આપણે આપણા મનમાં ખરેખર તે ઘટનાને, અથવા તે ગમે તે હોઈ શકે જે આપણને હેરાન કરે છે, અને તેને કોઈ મોટા ભયંકર રાક્ષસ, રાક્ષસી વસ્તુમાં ફેરવી રહ્યા છીએ. આપણે તે બધા કારણો અને પરિસ્થિતિઓને ભૂલી જઈએ છીએ જેના પર તે આધારિત છે, અને આપણે તેના પર ખરેખર હોય તેના કરતા ઘણા વધુ નકારાત્મક ગુણો પ્રક્ષેપિત કરીએ છીએ. અને કારણ કે આપણે માંગતા નથી કે એવું બને, તો ગુસ્સો એ તેનો ખૂબ જ મજબૂત ભાવનાત્મક અસ્વીકાર છે.

હવે જો આપણે તેના વિશે વિચારીએ, તો અસ્વીકાર... તેની પાછળની પદ્ધતિ એ છે કે "હું ઈચ્છું છું કે આ વેદના, આ મુશ્કેલી, દૂર રહે, આવે નહીં." તે કરુણા છે. તો ગુસ્સો અને ચીડનો વિરોધી હંમેશા પ્રેમ છે. પ્રેમ એ ઈચ્છા છે કે બીજું વ્યક્તિ ખુશ રહે અને તેને ખુશીના કારણો મળે. તેઓ આ બધી પરિસ્થિતિઓને કારણે અને કારણ કે તેઓ નાખુશ છે, ભયાનક રીતે વર્તે છે. હું ઈચ્છું છું કે તેઓ ખુશ રહે જેથી તેઓ હેરાન કરનાર, ભયાનક રીતે વર્તવાનું બંધ કરે. તેમના ખુશ રહેવા માટે, મારે શીખવું પડશે કે કઈ બધી પરિસ્થિતિઓ તેમને નાખુશ કરે છે અને બેકાબૂ રીતે વર્તવાનું કારણ બની રહી છે, અને પછી જોવું પડશે કે હું શું બદલી શકું છું.

અને તે કેટલીક પદ્ધતિઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તે મૂળભૂત રીતે વિશ્લેષણ કરે છે: આ આ અને તે કારણથી ઉદ્ભવી રહ્યું છે. હું ઇચ્છું છું કે તેઓ આ કારણોથી થતી આ રીતે વર્તવાનું બંધ કરે, અને તેથી તેમના વર્તનને અસર કરતી બાબતોને બદલવા માટે હું શું કરી શકું?

શિક્ષકો તરીકે, આપણે વિવિધ પૃષ્ઠભૂમિના બાળકો સાથે વ્યવહાર કરવાના છીએ - વિવિધ સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક પૃષ્ઠભૂમિના. અને શું આ બધા બાળકો, વિવિધ પ્રકારના બાળકો માટે, તેમને શિસ્ત આપવા અને શિક્ષિત કરવા માટે ફક્ત ધીરજ રાખવી પૂરતું છે?

મને લાગે છે કે બાળકોમાં રસ હોવો એ સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંનું એક છે. એનો અર્થ એ છે કે આ બાળકોની ધાર્મિક પૃષ્ઠભૂમિ શું છે, સામાજિક પૃષ્ઠભૂમિ શું છે તેનાથી પરિચિત થવું. તમે જે લોકોને શિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેમને જેટલું વધુ સમજશો, તેટલું જ તમને સમજાશે કે તેમને ખરેખર શું જોઈએ છે. અને આશા છે કે શિક્ષણનો હેતુ ફક્ત તેમને પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ બનાવવાનો નથી, પરંતુ તેમને વધુ સારા વ્યક્તિ બનવામાં મદદ કરવાનો છે. તેથી તેમના વિશે જાણો. તમે તેમને પોતાના વિશે, તેમના પરિવાર વિશે, તેમની પૃષ્ઠભૂમિ વિશે, અથવા તેના જેવી વસ્તુઓ વિશે નાના નિબંધો લખાવી શકો છો. તેમને પોતાના વિશે કંઈક કહેવા માટે કહો. પછી તમે તેમને થોડી વધુ સારી રીતે ઓળખી શકશો.

હું ઘણીવાર એવા લોકોને મળું છું જેઓ પોતાનો અભિપ્રાય અથવા પોતાના વિશે કંઈક કહેવાની જરૂર પડે ત્યારે અચકાતા હોય છે, કારણ કે તેઓ અસ્વીકારતા થી ડરતા હોય છે. અને મારો પ્રશ્ન એ છે કે આ લોકોને તેમની સંકુચિતતા અને ડરને દૂર કરવામાં કેવી રીતે મદદ કરવી.

મને લાગે છે કે કિશોરોમાં આ ખાસ કરીને એક ગંભીર સમસ્યા છે, જેઓ તેમના સાથીઓની મંજૂરી માટે ખૂબ જ ચિંતિત હોય છે. તેમની શરમ કેવી રીતે દૂર કરવી? બૌદ્ધ મઠના શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ એ છે કે પાઠ પછી, બધા વિદ્યાર્થીઓએ જોડીમાં વિભાજીત થવું પડે છે, બે બે કરીને, અને પછી એકબીજા સાથે ચર્ચા કરે છે - તેઓ વાદવિવાદ કરે છે, ખરેખર, તાર્કિક વાદવિવાદ - પરંતુ એકબીજા સાથે ચર્ચા કરો કે હમણાં જે કહેવામાં આવ્યું હતું અને જુઓ કે તેઓ તે સમજ્યા કે નહીં. 

તેથી તેઓ ખરેખર આખા વર્ગની સામે વાત કરી રહ્યા નથી, જેમાં કદાચ કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ સારા નહીં હોય અને તેમના પર હસશે. પરંતુ જ્યારે તે બે - બે માં હોય, ત્યારે તમારે કંઈક કહેવું પડે છે. અને શિક્ષક દરેક જૂથને એક કે બે મિનિટ માટે સાંભળી શકે છે જેથી ખાતરી કરી શકાય કે તેઓ ખરેખર વિષય વિશે વાત કરી રહ્યા છે અને બીજા કોઈ વિષય વિશે વાત કરી રહ્યા નથી. 

પરંતુ આ એક ખૂબ જ સારી શિક્ષણ પદ્ધતિ છે કારણ કે તે વિદ્યાર્થીને ફક્ત ત્યાં નિષ્ક્રિય રીતે બેસીને સાંભળવાની અથવા ધ્યાન ન આપવાની અને એમનેમ બેસવાની મંજૂરી આપતી નથી. તેમને કંઈક કહેવું પડે છે; તેઓએ બીજી વ્યક્તિને બતાવવું પડે છે કે તેઓ ચર્ચા કરી રહ્યા છે કે તેઓએ ખરેખર ધ્યાન આપ્યું છે અને સાંભળ્યું છે. અને તેઓ શરમાઈ શકે નહીં. પરંતુ તમારે ખાતરી કરવી પડશે કે તેઓ દર વખતે એક જ ચર્ચા ભાગીદાર પસંદ ન કરે; તેમણે બદલવું પડશે. તે એક પદ્ધતિ છે જેનો ઉપયોગ મઠના શિક્ષણ પ્રણાલીમાં થાય છે. કદાચ તે મદદરૂપ થઈ શકે.

Top