૧૦ મૂળભૂત બૌદ્ધ માન્યતાઓ

10%20basic%20buddhist%20beliefs
  1. દરેક વ્યક્તિ વધુ સુખી જીવન જીવવા માંગે છે, પરંતુ તેનો અર્થ શું છે અથવા તેને કેવી રીતે પરિપૂર્ણ કરવું તે બહુ ઓછા લોકો જાણે છે.
  2. આપણી લાગણીઓ અને વલણ આપણી ભાવનાઓ ને અસર કરે છે. તાલીમ થી, આપણે આપણી જાતને નકારાત્મકતા માંથી મુક્ત કરી શકીએ છીએ અને કંઈક એવું વિકસાવી શકીએ છીએ જે સ્વસ્થ અને વધુ સકારાત્મક હોય. આમ કરવાથી આપણું જીવન સુખી અને વધુ પરિપૂર્ણ બનશે.
  3. ખલેલ પહોંચાડતી લાગણીઓ જેમ કે ગુસ્સો, ભય, લોભ અને જોડાણ આપણી મનની શાંતિ અને આત્મ-નિયંત્રણ ગુમાવી દે છે. તાલીમ થી, આપણે એ બધા થી પોતાને મુક્ત કરી શકીએ છીએ.
  4. અનિવાર્યપણે કામ કરવું ગુસ્સો કે લોભ આપણા માટે સમસ્યા ઉભી કરે છે જે દુઃખ તરફ દોરી જાય છે. તાલીમ થી, આપણે નિશ્ચલ રહેતા, સ્પષ્ટ રીતે વિચારતા અને સમજદારીપૂર્વક કામ કરવાનું શીખી શકીએ છીએ.
  5. સકારાત્મક લાગણીઓ જેમ કે પ્રેમ, કરુણા, ધૈર્ય અને સમજણ આપણને શાંત, ખુલ્લા અને સ્પષ્ટ રહેવામાં મદદ કરે છે અને આપણને વધુ ખુશી આપે છે. તાલીમ સાથે, આપણે તેમને વિકસાવવાનું શીખી શકીએ છીએ.
  6. સ્વ-કેન્દ્રિત, સ્વાર્થી વર્તન અને વિચાર આપણને અન્ય લોકોથી દૂર અને દુઃખી કરે છે. તાલીમ થી, આપણે એ દૂર કરી શકીએ છીએ.
  7. એ સમજવું કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ અને આપણું અસ્તિત્વ એકબીજા પર નિર્ભર છે તે આપણા હૃદય અને દિમાગને ખોલે છે, આપણને અન્ય લોકો માટે ચિંતા વિકસાવવામાં મદદ કરે છે અને આપણને વધુ ખુશી મળે છે.
  8. આપણે આપણી જાત મા અને બીજાઓ નું જે ધારીએ છે તે મોટાભાગની મૂંઝવણ પર આધારિત કાલ્પનિક અંદાજો છે. જ્યારે આપણે માનીએ છીએ કે આપણા અંદાજો વાસ્તવિકતા સાથે સુસંગત છે, ત્યારે આપણે આપણી જાતને અને અન્ય લોકો માટે સમસ્યાઓ ઊભી કરીએ છીએ.
  9. સાચી સમજણ સાથે, આપણે આપણી જાતને મૂંઝવણમાંથી મુક્ત કરી શકીએ છીએ અને વાસ્તવિકતા જોઈ શકીએ છીએ. આ આપણને જીવનમાં જે પણ બને છે તેને નિશ્ચલતા અને સમજદારીથી વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે.
  10. પોતાની જાત પર કામ કરીને વધુ સારું વ્યક્તિ બનવું એ જીવનભરનો પડકાર છે, પરંતુ આપણે આપણા જીવન નું સૌથી વધુ અર્થપૂર્ણ વસ્તુ છે.

Top