વિચારોને શાંત કરવું

08:05
વૈચારિક વિચાર અનિવાર્ય છે. તેના વિના, આપણે દુકાનમાં વસ્તુઓને સફરજન અથવા નાશપતી તરીકે અલગ કરી શકીશું નહીં, અને "કૃપા કરીને મને શો માટે બે ટિકિટ આપો" એ વાક્ય આપણે સમજી શકીશું નહીં. જ્યારે આપણને રોજિંદા જીવનમાં વૈચારિક વિચારની જરૂર હોય છે, તે ક્યારેક અવરોધ બની શકે છે. દાખલા તરીકે, ધ્યાન માં એકાગ્રિત થવા માટે, આપણે જે અનુભવીએ છીએ તેના તમામ માનસિક બકબક અને પૂર્વધારણાઓને શાંત કરવાની જરૂર છે.

મનને શાંત પાડવું

એકાગ્રતા મેળવવા માટે આપણે આપણા મનને શાંત રાખવાની જરૂર છે, જેથી, ધ્યાનની કેટલીક સૂચનાઓ વર્ણવે છે તેમ, આપણે મનની વધુ કુદરતી સ્થિતિમાં પહોંચીએ. સ્પષ્ટપણે કહીએ તો, આપણું લક્ષ્ય બંધ થઈ ગયેલા રેડિયો જેવું તદ્દન ખાલી, ઝોમ્બી જેવું મન રાખવાનું નથી. જો એવું હોત, તો ફક્ત સૂવું વધુ સારું હોત! ધ્યેય આપણી બધી ખલેલ પોંહચાડતી મનની સ્થિતિઓને શાંત કરવી છે. અમુક લાગણીઓ ખૂબ જ ખલેલ પહોંચાડે છે, જેમ કે નર્વસ, ચિંતિત અથવા ગભરાઈ જવું; આપણો હેતુ આને શાંત કરવાનો છે.

જ્યારે આપણે આપણા મનને શાંત કરીએ છીએ, ત્યારે આપણે જે મનની સ્થિતિ પ્રાપ્ત કરીશું તે સ્પષ્ટ અને સતર્ક છે, જ્યાં આપણે થોડો પ્રેમ અને સમજ પેદા કરી શકીએ છીએ, અથવા આપણી પાસે જે કુદરતી, માનવીય હૂંફ છે તે વ્યક્ત કરી શકીએ છીએ. આ માટે ઊંડા આરામની જરૂર છે, માત્ર શરીરના સ્નાયુઓની જ નહીં પણ માનસિક અને ભાવનાત્મક ચુસ્તતાની પણ જે આપણને મનની કુદરતી હૂંફ અને સ્પષ્ટતા, અથવા તો કંઈપણ અનુભવતા અટકાવી શકે છે.

કેટલાક લોકો ધ્યાનને ગેરસમજ કરે છે કે આપણે વિચારવાનું બંધ કરવું જોઈએ. વિચારવાનું બંધ કરવાને બદલે, ધ્યાન એ તમામ બાહ્ય, બિનજરૂરી વિચારસરણી બંધ કરવી જોઈએ, જેમ કે ભવિષ્ય વિશે વિચલિત વિચારો ("હું રાત્રિભોજન માટે શું ખાઈશ?"), અને નકારાત્મક વિચારસરણી ("ગઈકાલે તમે મારા પ્રત્યે ખૂબ જ ખરાબ હતા. તમે એક ખરાબ વ્યક્તિ છો!”). આ બધું માનસિક ભટકતા અને ખલેલ પોંહચાડતા વિચારોની શ્રેણીમાં આવે છે.

જો કે, શાંત મન મેળવું એ માત્ર એક સાધન છે; તે અંતિમ ધ્યેય નથી. જ્યારે આપણી પાસે શાંત, સ્પષ્ટ અને વધુ ખુલ્લું મન હોય, ત્યારે આપણે તેનો રચનાત્મક ઉપયોગ કરી શકીએ છીએ. આપણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ, અને આપણે તેનો ઉપયોગ આપણા જીવનની પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરવા અને બેસીને ધ્યાન કરવા માટે કરી શકીએ છીએ. ખલેલ પહોંચાડતી લાગણીઓ અને બહારના વિચારોથી મુક્ત મન સાથે, આપણે મહત્વપૂર્ણ વિષયો વિશે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકીએ છીએ જેમ કે, “હું મારા જીવનમાં શું કરી રહ્યો છું? આ મહત્વપૂર્ણ સંબંધ સાથે શું થઈ રહ્યું છે? શું તે સ્વસ્થ છે કે અસ્વસ્થ?” આપણે વિશ્લેષણાત્મક બની શકીએ છીએ - આને આત્મનિરીક્ષણ કહેવામાં આવે છે. આ પ્રકારના મુદ્દાઓને સમજવા અને ઉત્પાદક રીતે આત્મનિરીક્ષણ કરવા માટે, આપણને સ્પષ્ટતાની જરૂર છે. આપણને નિશ્ચલ, શાંત મનની જરૂર છે અને ધ્યાન એ એક સાધન છે જે આપણને આ સ્થિતિમાં લાવી શકે છે.

મનની વૈચારિક અને બિન-વૈચારિક સ્થિતિ

ઘણા ધ્યાન ગ્રંથો આપણને વૈચારિક વિચારોમાંથી મુક્ત થવા અને બિન-વૈચારિક સ્થિતિમાં સ્થાયી થવા માટે સૂચના આપે છે. સૌ પ્રથમ, આ સૂચના તમામ ધ્યાનને લાગુ પડતી નથી. તે ખાસ કરીને વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અદ્યતન ધ્યાનનો ઉલ્લેખ કરે છે. તેમ છતાં, વૈચારિકતા નો એક સ્વરૂપ છે જેમાંથી તમામ પ્રકારના ધ્યાનથી છૂટકારો મેળવવાની જરૂર છે. પરંતુ ધ્યાન ગ્રંથોમાં ચર્ચા કરાયેલ વૈચારિકતાના વિવિધ સ્વરૂપોને સમજવા માટે, આપણે સમજવું જરૂરી છે કે બૌદ્ધ ધર્મનો "વૈચારિક" થી અર્થ શું છે.

વૈચારિક વિચાર માત્ર આપણા મનમાં અવાજ નો સંદર્ભ આપતો નથી

કેટલાક લોકો માને છે કે વૈચારિક હોવાનો અર્થ એ છે કે સામાન્ય, રોજિંદા મૌખિક વિચારો જે આપણા મનમાંથી પસાર થાય છે - કહેવાતા "આપણા મનમાં અવાજ" - અને તે બિન-વૈચારિક બનવાનો અર્થ એ છે કે તે અવાજને શાંત કરવો. આપણા મનમાં અવાજને શાંત કરવો એ માત્ર એક શરૂઆત છે - એક ખૂબ જ મહત્વપૂર્ણ શરૂઆત - પરંતુ માત્ર પ્રથમ પગલું. સ્પષ્ટ અને શાંત મન મેળવવા માટે તે આપણા મનને બહારના ખલેલ પોંહચાડતા વિચારોથી શાંત કરવાનો એક ભાગ છે. અન્ય લોકો માને છે કે ખરેખર કંઈક સમજવા માટે, તમારે તેને બિન-વૈચારિક રીતે સમજવાની જરૂર છે, અને તે વૈચારિક વિચાર અને સાચી સમજ પરસ્પર વિશિષ્ટ છે. કિસ્સો આ પણ નથી.

વૈચારિક્તાને લગતી ગૂંચવણોને દૂર કરવા માટે, આપણે સૌ પ્રથમ આપણા વિચારોમાં કોઈ વસ્તુને સમજવાથી મૌખિક કરવાથી અલગ પાડવાની જરૂર છે. આપણે આપણા વિચારોમાં કોઈ વસ્તુને સમજ્યા અથવા સમજ્યા વિના મૌખિક કરી શકીએ છીએ. દાખલા તરીકે, આપણે માનસિક રીતે કોઈ વિદેશી ભાષામાં પ્રાર્થનાનો પાઠ કરી શકીએ છીએ, કા તો તેનો અર્થ શું છે તે સમજ્યા વગર કે પછી સમજીને. તેવી જ રીતે, આપણે કોઈ વસ્તુને માનસિક રીતે શબ્દોમાં સમજાવીયા અથવા સમજાવીયા વગર સમજી શકીએ છીએ, દાખલા તરીકે પ્રેમમાં હોવું કેવું લાગે છે.

ધ્યાનમાં વૈચારિક વિરુદ્ધ બિન-વૈચારિક સ્થિતિનો મુદ્દો, જો કે, કંઈક સમજવા અથવા ન સમજવાનો મુદ્દો નથી. ધ્યાનમાં, તેમજ રોજિંદા જીવનમાં, આપણે હંમેશા સમજ જાળવી રાખવાની જરૂર છે, પછી ભલે તે વૈચારિક હોય કે બિન-વૈચારિક, અને આપણે માનસિક રીતે તેને મૌખિક કરીએ કે ના કરીએ. ક્યારેક મૌખિક કરવું મદદરૂપ થાય છે; કેટલીકવાર તે બિલકુલ ઉપયોગી નથી અથવા જરૂરી પણ નથી. દાખલા તરીકે, તમારા પગરખાં બાંધવા: તમે તમારા પગરખાં કેવી રીતે બાંધવા તે સમજો છો. જ્યારે તમે તેને બાંધો છો ત્યારે આ દોરી અને તે દોરી સાથે તમે શું કરો છો શું એ તમારે ખરેખર શાબ્દિક રીતે વ્યક્ત કરવાની જરૂર છે? ના. વાસ્તવમાં, મને લાગે છે કે આપણામાંના મોટા ભાગના લોકોને આપણે આપણા પગરખાં કેવી રીતે બાંધીએ છીએ તેનું શબ્દોમાં વર્ણન કરવામાં ઘણી મુશ્કેલી પડશે. તેમ છતાં, આપણી પાસે સમજ છે. સમજણ વિના, આપણે જીવનમાં કંઈ કરી શકતા નથી, ખરું? આપણે દરવાજો પણ ખોલી શકતા નથી.

ઘણા દૃષ્ટિકોણથી, મૌખિકીકરણ હકીકતમાં મદદરૂપ છે; અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે આપણને મૌખિકતાની જરૂર છે. જો કે, આપણી વિચારસરણીમાં મૌખિકીકરણ બિલકુલ જરૂરી નથી; પરંતુ મૌખિકીકરણ પોતે તટસ્થ છે, જેનો અર્થ છે કે તેનો ઉપયોગ મદદરૂપ અથવા વિનાશક રીતે થઈ શકે છે. વાસ્તવમાં, કેટલાક ઉપયોગી ધ્યાન છે જેમાં મૌખિકતાનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, માનસિક રીતે મંત્રોનું પુનરાવર્તન એ મૌખિકીકરણનું એક સ્વરૂપ છે જે મનમાં ચોક્કસ પ્રકારની લય અથવા સ્પંદન ઉત્પન્ન કરે છે અને જાળવી રાખે છે. મંત્રની તે નિયમિત લય ખૂબ મદદરૂપ છે; તે આપણને મનની ચોક્કસ સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, કરુણા અને પ્રેમ ઉત્પન્ન કરતી વખતે, જો તમે ૐ મણિ પદમે હોમ જેવા મંત્રનો પાઠ કરી રહ્યાં હોવ, તો તે પ્રેમાળ સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું થોડું સરળ થાય છે, જો કે અલબત્ત તમે માનસિક રીતે કંઈપણ બોલ્યા વિના પ્રેમની સ્થિતિમાં કેન્દ્રિત રહી શકો છો. તેથી મૌખિકીકરણ પોતે સમસ્યા નથી. બીજી બાજુ, અલબત્ત, જ્યારે તેઓ ફક્ત નકામી શબ્દશૈલી સાથે બકબક કરતા હોય ત્યારે આપણે ચોક્કસપણે આપણા મનને શાંત કરવાની જરૂર છે.

વૈચારિક વિચાર એટલે વસ્તુઓનું વર્ગીકરણ માનસિક ડબ્બામાં

જો વૈચારિકતાનો મુદ્દો મૌખિકીકરણ અથવા સમજણ સંબંધિત મુદ્દો નથી, તો મુદ્દો શું છે? વૈચારિક મન શું છે અને ધ્યાનની સૂચનાનો અર્થ શું થાય છે જ્યારે તે આપણને કહે છે કે આપણે તેનાથી છૂટકારો મેળવવાની જરૂર છે? શું આ સૂચના ધ્યાનના તમામ તબક્કાઓ અને સ્તરો તેમજ દૈનિક જીવન સાથે સંબંધિત છે? આ મુદ્દાઓને સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે.

વૈચારિક મનનો અર્થ છે શ્રેણીના સંદર્ભમાં વિચારવું, તેમને "સારા" અથવા "ખરાબ", "કાળા" અથવા "સફેદ", "કૂતરો" અથવા "બિલાડી" જેવા ડબ્બામાં મૂકવાના માધ્યમથી.

હવે, ચોક્કસપણે જ્યારે આપણે ખરીદી કરવા જઈએ છીએ, ત્યારે આપણે સફરજન અને સંતરું વચ્ચે અથવા કાચા ફળ અને પાકેલા ફળ વચ્ચેનો તફાવત પારખવાની જરૂર છે. આવા રોજિંદા કિસ્સાઓમાં, શ્રેણીઓમાં વિચારવું એ કોઈ સમસ્યા નથી. પરંતુ અન્ય પ્રકારની શ્રેણીઓ છે જે એક સમસ્યા છે. એક છે જેને આપણે "પૂર્વધારણા" કહીએ છીએ.

પૂર્વધારણાનું એક ઉદાહરણ છે: “હું અપેક્ષા રાખું છું કે તમે હંમેશા મારા તરફ કઠોર રેહશો. તમે એક ભયંકર વ્યક્તિ છો કારણ કે ભૂતકાળમાં તમે આ અને તે કર્યું હતું, અને હવે હું આગાહી કરું છું કે, ભલે ગમે તે હોય, તમે એક ભયંકર વ્યક્તિ બનવાનું ચાલુ રાખશો." આપણે પહેલાથી જ નક્કી કર્યું છે કે આ વ્યક્તિ ભયાનક છે અને તે આપણા પ્રત્યે ભયાનક રહેશે - તે પૂર્વધારણા છે. આપણા વિચારોમાં, આપણે વ્યક્તિને "ભયંકર વ્યક્તિ" ની શ્રેણી અથવા ડબ્બામાં મૂકીએ છીએ. અને, અલબત્ત, જો આપણે તે રીતે વિચારીએ, અને આપણે કોઈને એવો વિચાર પ્રક્ષેપિત કરીએ કે, “તે કઠોર છે; તે હંમેશા મારા પ્રત્યે ભયંકર છે," તો પછી આપણી અને તે વ્યક્તિ વચ્ચે એક મોટો અવરોધ છે. આપણે તેની સાથે કેવી રીતે સંબંધ રાખીએ છીએ તેના પર આપણી પૂર્વધારણા અસર કરે છે. તેથી પૂર્વધારણા એ મનની સ્થિતિ છે જેમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ; આપણે વસ્તુઓને માનસિક ડબ્બામાં મૂકીએ છીએ.

બિન-વૈચારિક બનવું

બિન-વૈચારિકતાના ઘણા સ્તરો છે, પરંતુ એક સ્તર એ છે કે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેના પ્રત્યે ખુલ્લું રહેવું. હવે, તેનો અર્થ એ નથી કે બધી વૈચારિક સમજણ છોડી દેવી. દાખલા તરીકે, જો કોઈ કૂતરો હોય જેણે ઘણા લોકોને કરડ્યું હોય, તો પછી "કરડતો કૂતરો" શ્રેણીના સંદર્ભમાં વિચારવાને કારણે, આપણે તે કૂતરાની આસપાસ સાવચેત રહીએ છીએ. આપણે એ પ્રાણીની આસપાસ કેટલીક વાજબી સાવચેતી રાખીએ છીએ, પરંતુ આપણી પાસે એવી પૂર્વધારણા નથી કે, "તે કૂતરો ચોક્કસપણે મને કરડશે, તેથી હું તેની નજીક જવાનો પ્રયાસ પણ કરીશ નહીં." અહીં ઉભી થતી પરિસ્થિતિને સ્વીકારવા અને તે જ સમયે એવી પૂર્વધારણાઓ નહીં રાખવી જે આપણને પરિસ્થિતિનો સંપૂર્ણ રીતે અનુભવ કરતા અટકાવે એના વચ્ચે હળવું સંતુલન છે.

બિન-વૈચારિકતાનું સ્તર જે તમામ ધ્યાનોમાં જરૂરી છે તે પૂર્વધારણાઓથી મુક્ત મન છે.

સૌથી સામાન્ય સૂચનાઓમાંની એક એ છે કે કોઈપણ અપેક્ષા વિના અને કોઈપણ ચિંતા વિના ધ્યાન કરવું. ધ્યાન સત્રની આસપાસની પૂર્વધારણાઓ એ અપેક્ષા હોઈ શકે છે કે તમારું ધ્યાન સત્ર અદ્ભુત રીતે જશે, અથવા તમારા પગમાં દુખાવો થશે તેવી ચિંતા, અથવા એવો વિચાર કે, "હું સફળ થઈશ નહીં." તે અપેક્ષાઓ અને ચિંતાના તે વિચારો પૂર્વધારણાઓ છે, પછી ભલે તમે તેને માનસિક રીતે મૌખિક કરો કે નહીં. આવા વિચારો તમારા આગામી ધ્યાન સત્રને "એક અદ્ભુત અનુભવ" અથવા "એક પીડાદાયક અનુભવ" ના માનસિક ડબ્બા અથવા શ્રેણીમાં મૂકે છે. ધ્યાન પ્રત્યેનો બિન-વૈચારિક અભિગમ એ છે કે જે થાય તે સ્વીકારવું અને પરિસ્થિતિ પર મત બાંધવા વિના ધ્યાનની સૂચનાઓ અનુસાર તેની સાથે વ્યવહાર કરવો.

સારાંશ

વિવિધ પ્રકારના વૈચારિક વિચારોને સમજ્યા વિના, આપણે ભૂલથી કલ્પના કરી શકીએ છીએ કે તે બધું ધ્યાન અને રોજિંદા જીવન માટે પણ હાનિકારક છે. મોટાભાગના ધ્યાનોમાં, આપણે આપણા મનમાં અવાજને શાંત કરવાની અને તમામ પૂર્વધારણાઓને છોડી દેવાની જરૂર છે. પરંતુ, સૌથી અદ્યતન પ્રેક્ટિશનરો સિવાય, ધ્યાનની અંદર અને બહાર બંને રીતે, કંઈક સમજવા માટે, તેને માનસિક શ્રેણીમાં મુકવાની જરૂર પડે છે, પછી ભલે આપણે તેને શબ્દોમાં મૂકીએ કે નહીં.

Top