ધ્યાન શું કરે છે
ધ્યાન એ આપણા જીવનમાં પરિવર્તન અને સુધારણા માટેની એક પદ્ધતિ છે. કેવી રીતે? ઠીક છે, આપણું જીવન આપણા વ્યક્તિત્વ અને મનોભાવથી પ્રભાવિત થાય છે, જે આપણા જીવન અને આર્થિક પરિસ્થિતિ, જે લોકો સાથે આપણે આપણો સમય પસાર કરીએ છીએ અને તેથી વધુથી પ્રભાવિત થાય છે. જો આપણને જીવનનો કોઈ અનુભવ હોય, તો આપણે જાણીએ છીએ કે કામ, સંપત્તિ અને મિત્રો જેવી બાહ્ય બાબતોમાં ફેરફાર હોવા છતાં, જો આપણું વલણ અને મનની સ્થિતિ સમાન રહે છે, તો આપણને હંમેશા સમાન સમસ્યાઓ થાય છે. ભલે આપણે કેટલા મિત્રો હોય, આપણે હજુ પણ અસુરક્ષિત અનુભવી શકીએ છીએ. જો આપણે ખુબ સમૃદ્ધ હોઈએ તો પણ કોઈ ફરક નથી પડતો, આપણે હજી પણ ગુસ્સે અને હતાશ થઈ શકીએ છીએ. આ પ્રકારની વસ્તુઓ ફક્ત આપણા બાહ્ય સંજોગોને બદલવાથી બદલાતી નથી.
ધ્યાન અહીં મદદ કરે છે, કારણ કે આપણા જીવનની ગુણવત્તામાં વાસ્તવિક પરિવર્તન લાવવા માટે, આપણે આપણા મન પર કામ કરવાની જરૂર છે. આ ફક્ત બૌદ્ધિક ગુણો અથવા એકાગ્રતા વિકસાવવા અને આળસને દૂર કરવા માટેનો ઉલ્લેખ કરતું નથી. આ કામ કરવા માટેની મહત્વપૂર્ણ બાબતો છે, પરંતુ આપણે આપણી ભાવનાત્મક પરિસ્થિતિના સંદર્ભમાં વધુ ઊંડા જવાની જરૂર છે: આપણી મૂળભૂત અસુરક્ષા અને જીવન વિશેની મૂંઝવણ.
બૌદ્ધ સંદર્ભમાં ધ્યાન
હવે, આપણે માત્ર બૌદ્ધ ધર્મમાં જ નહીં, પણ ઘણી બધી વિવિધ પ્રણાલીઓમાં ધ્યાન હોય છે. બૌદ્ધ સંદર્ભમાં, ધ્યાનનો અર્થ પુનરાવર્તનની પદ્ધતિ દ્વારા મનની હકારાત્મક સ્થિતિને વાસ્તવિક બનાવવાનો છે. તે રમતની તાલીમ અથવા સંગીતનાં સાધન શીખવા જેવું છે જ્યાં આપણે વસ્તુઓનું વારંવાર પુનરાવર્તન કરવું પડે છે; પરંતુ ધ્યાનમાં આપણે તેને વિકસિત કરીને મનની સકારાત્મક સ્થિતિથી પરિચિત થઈએ છીએ. શરૂઆતમાં તે જબરદસ્તી અને કૃત્રિમ લાગશે, પરંતુ સમય જતાં આપણે મનની સ્થિતિથી એટલા પરિચિત થઈએ છીએ કે તે ખરેખર આપણી જાતનો કુદરતી ભાગ બની જાય છે.
માત્ર કારણ કે કંઈક આ રીતે વિકસિત કર્યું છે તેનો અર્થ એ નથી કે તેની સાથે કંઈપણ અયોગ્ય છે. જો આપણે મનની નવી સ્થિતિ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો આપણે એવું ન વિચારવું જોઈએ કે તે કુદરતી નથી. ઘણા લોકો એવું વિચારે છે કે આપણી જાતને બિલકુલ બદલવાનો પ્રયાસ કર્યા વિના, આપણે કુદરતી રીતે છીએ તેમ રહેવું શ્રેષ્ઠ છે. પરંતુ જો આપણે કુદરતી સ્થિતિમાં હોત, તો આપણે હજી સુધી આપણા કપડામાં જ સંડાસ કરતા હોત. પરંતુ આપણે આપણા જીવનને સુધારવા માટે વિવિધ પદ્ધતિઓમાં તાલીમ લીધી. આપણે આપણા મન જોડે તે જ કરી શકીએ છીએ અને કરવું જોઈએ.
આપણે એવી દલીલનો ઉપયોગ કરી શકતા નથી કે આપણે ફક્ત કુદરતી હોવું જોઈએ કારણ કે પછી બધું સારું થઈ જશે. તે એટલા માટે છે કારણ કે કુદરતી હોવું હંમેશા શ્રેષ્ઠ પરિણામ સાથે નિષ્કર્ષ થતું નથી. તે એવું છે કે જો કોઈ બાળક રડી રહ્યું હોય અને હું મારો ગુસ્સો ગુમાવી બેઠો અને તેને ચૂપ કરવા માટે બાળકને મારવું સ્વાભાવિક લાગે; તો, તે સારું નથી, બરાબર? આપણે જાણીએ છીએ કે આ કામ કરવું તે યોગ્ય રીત નથી, જો કે બાળકને મારવું એ કુદરતી રીતે પ્રથમ વિચાર હોઈ શકે છે જયારે તે મધ્યરાત્રિએ ચીસો પાડવાનું શરૂ કરે.
તેથી આપણી પાસે ધ્યાન છે, જે બૌદ્ધ ધર્મના ભણતર અને અભ્યાસમાં અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. લોકો ઘણીવાર એવું વિચારવાની ભૂલ કરે છે કે ભણતર અને ધ્યાન એ બે અલગ વસ્તુઓ છે, પરંતુ બૌદ્ધ ઉપદેશોમાં આવું બિલકુલ નથી.
ફાયદાકારક આદતોનો વિકાસ કરવો
ફાયદાકારક આદતો વિકસાવવા માટે, આપણે તે શું છે તેને ભણવાની જરૂર છે, પરંતુ આ શિક્ષણ પોતે જ અંત નથી. આપણે એકીકરણ કરવું પડશે અને તેને આપણી જાતનો એક ભાગ બનાવવો પડશે, જે ધ્યાન કરે છે. જેમ આપણે કોઈ વસ્તુને આપણા મોંમાં ન નાખીએ તો તેને પચાવી શકતા નથી અને તેને પહેલા ચાવીએ છીએ, જો આપણે આપણા મનમાં ઉપદેશો ન નાખીએ અને તેના વિશે વિચારીએ નહીં, તો તેને ધ્યાન દ્વારા પચાવી શકવાનો કોઈ રસ્તો નથી. અને ખાદ્યવસ્તુની જેમ, માત્ર ચાવીને પછી થૂંકવાનો કોઈ અર્થ નથી. તેનો લાભ મેળવવા માટે આપણે ખાદ્યવસ્તુને ગળીને પચાવવાનો હોય છે.
આપણે ધ્યાન કેવી રીતે શરૂ કરી શકીએ? જેમ આપણે જોયું તેમ, ધ્યાન એ ત્રણ ભાગની પ્રક્રિયાનું ત્રીજું પગલું છે. હિન્દુ પરંપરામાં ઉપનિષદો ની જેમ આ પ્રકારની રચના તમામ ભારતીય પ્રણાલીઓમાં જોવા મળે છે. ઘણા લોકો એ વાતની પ્રશંસા કરતા નથી કે બૌદ્ધ ધર્મમાં આપણે જે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી મોટાભાગની અન્ય પરંપરાગત ભારતીય પ્રણાલીઓ સાથે સમાન છે. પરંતુ જ્યારે પદ્ધતિઓ સામાન્ય હોઈ શકે છે, બૌદ્ધ ધર્મ માટે વિશિષ્ટ શું છે તે સંદર્ભ છે: આપણો ઉદ્દેશ્ય શું છે, વાસ્તવિકતાની આપણી સમજ શું છે અને આપણી પ્રેરણા શું છે.
ત્રણ ભાગો છે સાંભળવું, વિચારવું અથવા ચિંતન કરવું અને પછી ધ્યાન કરવું. જો આપણે બૌદ્ધ સંદર્ભમાં ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો આપણે તેનો ઉપયોગ બૌદ્ધ ઉપદેશોને પચાવવા માટે કરીએ છીએ.
ઉપદેશોને સાંભળવું
આપણે પ્રથમ ભાગને શા માટે "સાંભળવું" કહીએ છીએ? સૌપ્રથમ, બુદ્ધના સમયે, કોઈપણ ઉપદેશો લખવામાં આવ્યા ન હતા, તેથી તમે તેને શીખી શકો તેનો એક જ રસ્તો હતો કે કોઈ વ્યક્તિ તેને તેમના સ્મરણથી પાઠ સંભળાવે અને તેને સમજાવે. આજકાલ આપણે બધા ઉપદેશો વાંચી શકીએ છીએ, તો શું એ સાંભળવામાં કોઈ ફાયદો છે? ઠીક છે, ફાયદો એ છે કે તે આપણને જીવંત શિક્ષક સાથે સીધો સંપર્ક મળે છે, જે ઈચ્છા ધરાવે છે કે વિદ્યાર્થીઓ સમજે. તેઓ વસ્તુઓને વિવિધ રીતે સમજાવી શકે છે અને, જો તમને પ્રશ્નો હોય, તો તમે પૂછી શકો છો, જે પુસ્તકથી વાંચવામાં વખતે ન થાય.
સાંભળવામાં ગેરલાભ એ છે કે જો તમે એકાગ્રતા ગુમાવો છો, તો તમે ફક્ત પૃષ્ઠને આગળ અથવા પાછળ કરી શકતા નથી. જો તમે મોટા જૂથમાં છો, તો શિક્ષકને પાછું પુનરાવર્તન કરવા માટે પૂછવું કેમકે તમે સાંભળી નથા રહ્યા શરમજનક હોય છે. તમે કદાચ પાછળ બેઠા હશો અને એટલી સારી રીતે સાંભળી શકતા નથી. ઓરડો કદાચ ખુબ ગરમ હોઈ શકે છે અને તમને ઊંઘ આવા લાગે છે. તેથી ગેરફાયદા છે. પરંતુ તેનો અર્થ એ છે કે તમારે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે, જે એક ગુણવત્તા છે જેને બૌદ્ધ ઉપદેશોમાં કેળવવાની જરૂર છે. બૌદ્ધ ધર્મ શીખવું અને તેનું પાલન કરવું એ જરા પણ નિષ્ક્રિય પદ્ધતિ નથી.
શિક્ષક માટેના સૂચનો વાસ્તવમાં એ છે કે તમારે વિદ્યાર્થી માટે તેને ખૂબ સરળ બનાવવું જોઈએ નહીં, તમારે વસ્તુઓને પ્રથમ વખત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવવી જોઈએ નહીં. કેટલાક લોકો માટે, જે મારા જેવા હોય, તે મુશ્કેલ છે કારણ કે મને ખૂબ જ સ્પષ્ટ રહેવું ગમે છે. જો મેં મારા શિક્ષક સેર્કોંગ રિનપોચે સૂચનાઓનું પાલન કર્યું, જેમણે મને સભાનપણે શીખવ્યું કે જ્યારે હું તેનો અનુવાદક હતો ત્યારે કેવી રીતે શીખવવું, તેમણે કહ્યું, “શરૂઆતમાં સ્પષ્ટ રીતે સમજવું નહીં, કારણ કે તમે ખરેખર રસ ધરાવતા લોકોને જેઓ કોઈ અન્ય કારણોસર ત્યાં છે તેમનાથી અલગ કરવા માંગો છો. રસ ધરાવતા લોકો વધુ પૂછશે, અને તે મહત્વનું છે કે વિદ્યાર્થીઓ વધુ શીખવાની પોતાની પ્રબળ ઈચ્છા વિકસાવે."
જો, એક વિદ્યાર્થી તરીકે, તમે ફરિયાદ કરો છો કે શિક્ષક સ્પષ્ટ નથી તેથી તમે પાછા જવા માંગતા નથી, તો તમારે તપાસ કરવાની જરૂર છે કે શિક્ષકની ગુણવત્તા શું છે. શું શિક્ષક ખરેખર અયોગ્ય છે અને તેને સ્પષ્ટ રીતે કેવી રીતે સમજાવવું તે ખબર નથી? આવા ઘણા છે. અથવા શિક્ષક તમને ખંત અને ધીરજ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવા હેતુપૂર્વક તમને બધી વિગતો આપતા નથી? સાંભળવાનો સંપૂર્ણ હેતુ બીજા પગલા માટે છે, જે ઉપદેશો વિશે વિચારવાનો છે. જો શિક્ષક તરત જ જવાબ ન આપે તો તે વધુ મદદરૂપ છે કારણ કે તે તમને તેના વિશે પહેલા વિચારવા માટે મજબૂર કરે છે, જે જાતે શિક્ષણને તપાસવાની ગુણવત્તા વિકસાવશે.
ઉપદેશોની તપાસ કરવી
ઉપદેશોનું તપાસ કરવું અને તે તમારા માટે અર્થપૂર્ણ છે કે નહીં તે જોવાનું ખૂબ મહત્વનું છે. તમે તેના વિશે શું વિચારો છો તે જુઓ અને પછી તમારા વિચારો પર પ્રતિસાદ મેળવો. મોટા જૂથમાં આ મુશ્કેલ છે અને ખાસ કરીને જો તમે વર્ષમાં ફક્ત એક જ વાર તમારા શિક્ષકને જોશો તો તે મુશ્કેલ છે. અહીં હું શું આદર્શ હશે તે વિશે વાત કરી રહ્યો છું. ઘણા બૌદ્ધ કેન્દ્રોમાં જ્યાં શિક્ષક હંમેશા હોતા નથી, તમારે વાંચન અને શ્રાવ્ય સામગ્રી પર આધાર રાખવી પડે છે, જેમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. આપણે તેમને નવલકથા અથવા તમે શૌચાલય પર વાંચેલી કોઈ વસ્તુ તરીકે માનીને આ નથી કરતા; તમે તેમને આદરણીય માનસિક સ્થિતિમાં વાંચો. આપણે ધીમે ધીમે તેને વાંચીએ છીએ અને મુદ્દાઓ વિશે વિચારીએ છીએ. જો તમે શિક્ષક વિના કેન્દ્રમાં છો, તો પણ તમે એકસાથે મુદ્દાઓ વાંચીને ચર્ચા કરી શકો છો. કેટલાક લોકોને વધુ સમજણ હોય શકે છે અને તે અન્ય લોકોને સમજ આપી શકે છે. જો આપણે કહેવાતા "બેઘર અભ્યાસી" હોઈએ, તો આપણામાંના જેઓ કોઈ બૌદ્ધ કેન્દ્રમાં જતા નથી અથવા જેઓ આપણી નજીકના કેન્દ્રોમાં ઘરની લાગણી અનુભવતા નથી, જો આપણને મળે તો ઑનલાઇન બૌદ્ધ ચર્ચા જૂથમાં જોડાવું મદદરૂપ થઈ શકે છે, જો આપણને અનુકૂળ જૂથ મળે.
અન્ય લોકો સાથે આ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયા ખૂબ જ મદદરૂપ છે, અન્યથા ઉપદેશો શીખવા એ વાસ્તવિક જીવનનો ઉલ્લેખ ન કરીને, ફક્ત ખૂબ બૌદ્ધિક હોઈ શકે છે. આપણે આ બાબતે ગંભીર બનવાની જરૂર છે. તેનો અર્થ એ નથી કે આપણે ત્યાં જડતાથી બેસીએ છીએ અને ક્યારેય હસતા નથી, પરંતુ તેનો અર્થ એ છે કે આપણે ધર્મ વિશે ખરેખર ઊંડાણમાં જઈએ છીએ. અને જ્યારે કોઈ કંઈક રમુજી કહે અથવા ભૂલ કરે ત્યારે આપણે હસી શકીએ છીએ.
કેટલાક પશ્ચિમી લોકો માટે આ કરવું ખૂબ જ મુશ્કેલ છે, એક જ સમયે હળવા અને ગંભીર બંને હોવું. તમે તમારા જીવનમાં ઉપદેશોને કેવી રીતે એકીકૃત કરો છો તેનો તે સંકેત છે. છેવટે, તેનો એક મૂળભૂત હેતુ તમને ખુશ કરવાનો છે. જો આપણે હજી પણ ઔપચારિક છીએ જેમ કે આપણે સૈન્યમાં હોઈએ, તો તે મનની ખુશ સ્થિતિ નથી. આપણને ડરીએ છે કે આપણે પરિપૂર્ણ નહીં હોઈએ અને આપણે ભૂલ કરીશું અને સજા અથવા કંઈક મળશે. તે બૌદ્ધ ધર્મ નથી!
ઉંધી ફૂલદાની, ગંદી ફૂલદાની, તિરાડવાળી ફૂલદાની
તો, ચાલો સાંભળવા પર પાછા આવીએ. ફૂલદાનીની જેમ ન થવું એના આધારે આપણને ઉપદેશો કેવી રીતે સાંભળવી તે અંગે સલાહ મળે છે. સૌપ્રથમ, આપણે ઉંધી ફૂલદાની જેવા ન બનવું જોઈએ, કારણ કે પછી કંઈપણ અંદર જશે નહીં; આપણે ખુલ્લા મનની જરૂર છે. આપણે તિરાડવાળી ફૂલદાની જેવા ન બનવું જોઈએ, જ્યાં બધું અંદર જાય છે અને પછી સીધું બહાર નીકળી જાય છે. છેવટે, આપણે ગંદી ફૂલદાની જેવા ન બનવું જોઈએ, જ્યાં આપણી પાસે અગાઉથી ઘણી બધી પૂર્વધારણાઓ હોય છે કે ઉપદેશો સંપૂર્ણપણે ગૂંચવાઈ જાય છે.
જ્યારે તમે બૌદ્ધ ઉપદેશો સાંભળો છો, ત્યારે તમારે ખરેખર અન્ય પ્રણાલીઓ સાથે તેમની સરખામણી કરવાનું ટાળવું પડશે. તમે વિચારી શકો છો, "સારું હિન્દુ ધર્મમાં તે આ કહે છે, અને તાઓવાદમાં તે કહે છે." મારા એક શિક્ષક કહેતા હતા, “જો તમે બે વસ્તુઓની તુલના કરવાનો પ્રયાસ કરો છો, જેમાંથી એક પણ તમે ખરેખર સમજી શકતા નથી, તો તેનો કોઈ અર્થ નથી. તમે માત્ર મૂંઝવણમાં જ રહી જશો.” જો તમારી પાસે બંને પ્રણાલીની સંપૂર્ણ સમજ હોય, તો તમે યોગ્ય સરખામણી કરી શકો છો. જો, તેમ છતાં, જો તમને બૌદ્ધ ઉપદેશોની સમજણ નથી, તો પછી તમારે સૌપ્રથમ "શું તે આના જેવું છે કે તે આવું છે" ના વિચારોને બાજુ પર મૂકી દેવા જોઈએ અને વાસ્તવમાં ફક્ત પોતાની જાતે જ ઉપદેશો સાંભળો. નહિંતર, તમે તમારી પૂર્વધારણાઓમાં ભળી જશો, જે માત્ર ખોટું જ નહીં, પણ અપ્રસ્તુત પણ હોઈ શકે છે.
જ્યારે સલાહ કહે છે કે તિરાડવાળા ફૂલદાની જેવા ન બનો, ત્યારે તે આપણે જે શીખ્યા તે યાદ ન રાખવાનો ઉલ્લેખ કરે છે. ઘણા લોકોને નોંધ કરવાનું મદદરૂપ લાગે છે, પરંતુ પછી જો તમે તેને લો છો તો પછી આ નોંધો જોવાનું સારું છે. કોઈ પણ સંજોગોમાં, જ્યાં સુધી આપણી પાસે ખરેખર સારી યાદશક્તિ ન હોય, ત્યાં સુધી જરૂરી મુદ્દાઓ નોંધી લેવાનો સારો વિચાર છે.
પશ્ચિમમાં મનોવિજ્ઞાનને જોવું રસપ્રદ છે, જ્યાં સુધી આપણે પરીક્ષા આપવાના નથી, સામાન્ય રીતે આપણે કંઈક શીખવાનો પ્રયત્ન કરતા નથી. આપણે પરીક્ષા પાસ કરવા માટે શીખીએ છીએ અને જો આપણે છેતરપિંડી કરી શકીએ તો શા માટે નહીં? ઠીક છે, તે અહીં કામ કરતું નથી. અહીં કોઈ પરીક્ષા કે સારા ગ્રેડ કે શિક્ષકની મંજૂરી નથી. આખો મુદ્દો એ છે કે આપણે આપણી જાતને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને બુદ્ધે જે કંઈપણ શીખવ્યું - જો આપણને ખરેખર તેમનામાં વિશ્વાસ હોય તો - તે અન્ય લોકોના ફાયદા માટે હતું. અન્યો સાથે કોઈ હરીફાઈ નથી, આપણે ફક્ત આપણા પોતાના સંદર્ભમાં ઉપદેશોનો વિચાર કરવાની જરૂર છે. આપણને એવું નથી વિચારતા, "તે વ્યક્તિને ગુસ્સો છે, મને નથી." ધર્મના અરીસાને તમારી જાતનો સામનો કરવો જોઈએ, બહાર નહીં.
દવા સાથે સાદ્રશ્ય
ઉપદેશોને કેવી રીતે સાંભળવું તે વિશેની બીજી સૂચના એ છે કે આપણે પોતાને એક બીમાર વ્યક્તિ તરીકે, બુદ્ધ અને શિક્ષકોને તબીબ તરીકે અને બુદ્ધના ઉપદેશોને દવા તરીકે ગણીએ. આપણે ઉચ્ચ સમજણવાળા લોકોને પણ નર્સો તરીકે જોઈ શકીએ છીએ જે આપણને મદદ કરે છે. આનાથી પણ સરળ શબ્દોમાં કહીએ તો, “મને સમસ્યાઓ છે” એવી માન્યતા સાથે આપણે બૌદ્ધ ધર્મના અભ્યાસમાં પ્રવેશ કરીએ છીએ. આપણને એક બીમારી છે, જે કદાચ મારો સ્વાર્થ કે ગુસ્સો હોઈ શકે, અથવા ગમે તે હોઈ શકે, અને આપણે તેનો ઈલાજ કરવા માંગીએ છીએ. બુદ્ધ સર્વોચ્ચ તબીબ છે અને હું આ અદ્ભુત દવા લેવા જઈ રહ્યો છું અને માત્ર તેને ભૂલી જતો નથી, પરંતુ હું તેને સૂચનાઓ અનુસાર લઈશ. હું એક દિવસ પણ ચૂકી ન જવાનો પ્રયત્ન કરીશ, અને હું ચોક્કસપણે એક જ સમયે આખી બાટલી લઈશ નહીં. બૌદ્ધ ધર્મનું પાલન કરવું એ એન્ટિબાયોટિક્સ લેવા જેવું છે! તમારે તેને ચોક્કસ સમયે, ચોક્કસ માત્રામાં લેવું પડશે. જો તમે અધવચ્ચેથી રોકાઈ જાઓ અથવા જો તમે કોઈક દિવસો ન લો તો તે વધુ મદદ કરશે નહીં. બૌદ્ધ ધર્મને તબીબી પરિસ્થિતિની જેમ જોવા માટેની આ એક સૂચના છે.
બીજી સૂચના એ છે કે જ્યારે આપણે ઉપદેશો પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણે કલ્પના કરી શકીએ છીએ કે આપણે શુદ્ધ ભૂમિમાં છીએ અને શિક્ષક બુદ્ધ છે અને આપણે શુદ્ધ ઉપદેશો પ્રાપ્ત કરી રહ્યા છીએ. આનો અર્થ એ નથી કે આપણે શિક્ષક ખરેખર બુદ્ધ છે એવું વિચારવું જરૂરી નથી, પરંતુ આપણે તેમના માટે અને આપણા માટે અને ઉપદેશો માટે આદરની ભાવના ધરાવીએ છીએ. આપણે કંઈક ગંભીર કરી રહ્યા છીએ, જેનો અર્થ એ નથી કે આપણા ત્યાં ઉદાસ ચહેરા સાથે બેસવું પડશે, પરંતુ આપણે ગરમ ગૂંગળામણ ઓરડાને અવગણી શકીએ છીએ અને ખુલ્લા મનથી આપણને જે શીખવવામાં આવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ.
ખુલ્લું મન રાખવું
બુદ્ધે ખૂબ જ ભારપૂર્વક કહ્યું હતું કે આપણે ઉપદેશોની તપાસ કરવી જોઈએ જાણે આપણે સોનું ખરીદતા હોઈએ. આપણે ફક્ત કંઈપણ માનવું જોઈએ નહીં કારણ કે આપણને તેમનામાં વિશ્વાસ છે. આનો અર્થ એ છે કે આપણને ખુલ્લા મનની જરૂર છે, સાથે સાથે એવી ધારણાની પણ જરૂર છે કે બુદ્ધ ફક્ત તેમના આનંદ માટે કંઈક અર્થહીન શીખવશે નહીં. આવા મનથી, પછી આપણે ઉપદેશોની તપાસ કરી શકીએ કે તેનો અર્થ શું છે. પછી આપણને જે સાચું અને ફાયદાકારક લાગે તે અપનાવી શકીએ. હું ભૂતકાળ અને ભવિષ્યના જીવન સાથે અનુમાનનું ઉદાહરણ આપીશ.
મારો ઉછેર સામાન્ય પાશ્ચાત્ય શૈલીમાં થયો હતો અને જ્યારે મેં સૌપ્રથમ બૌદ્ધ ધર્મને ભણવાનું શરૂ કર્યું ત્યારે મને ભૂતકાળ અને ભવિષ્યના જીવનમાં કોઈ વિશ્વાસ નહોતો. તે પશ્ચિમમાં મોટાભાગના લોકોની વિચારવાની રીત માટે પરાયું છે; જો તેઓ મૃત્યુ પછીના જીવન વિશે વિચારે છે, તો તે સંભવતઃ ખ્રિસ્તી સ્વર્ગ અથવા નરક શૈલીના સ્થળે છે. પરંતુ પછી દરેકને પાછલા જીવનમાં મારી માતા તરીકે વિચારવું એ બધું જ ઉપદેશોમાં છે, તેથી તમે તેને ફક્ત બારીમાંથી ફેંકી શકતા નથી.
શરૂઆતમાં જે રીતે મેં આનો સંપર્ક કર્યો તે હતું વિચારવું, "સારું, હું માનીશ કે પુનર્જન્મનો આ વિચાર સાચો છે, ભલે હું તેને હમણાં સમજી શકતો નથી. હું તેના વિશે બહાનું બનાવવાનો નથી અથવા તેને ગાલીચાની નીચે સરકાવવાનો નથી, પરંતુ તેને સમજવાનો પ્રયત્ન કરવા માટે મારો સમય લઈશ." સમય જતાં, મેં જોયું કે પુનર્જન્મના આધારે બનેલી દરેક વસ્તુ વાસ્તવમાં ફાયદાકારક છે અને સાચી છે, અને તેથી કદાચ પુનર્જન્મનો વિચાર સાચો હોઈ શકે.
તમને વાસ્તવમાં, પછીથી, ખ્યાલ આવે છે કે જ્યારે તમે એ પણ જાણતા નથી કે બુદ્ધના ઉપદેશો શું છે જે પુનર્જન્મ લે છે, તો તમે પુનર્જન્મને સમજી શકતા નથી. તમારે તે ઊંડા સ્તરે પહોંચવાની જરૂર છે, અને ત્યાંથી, નરક અને ભૂત ક્ષેત્રો અને તેથી વધુ તમે સમજવાનું શરૂ કરો છો. અને જો આપણે મનના સ્વભાવને સમજી શકતા નથી, તો કોઈ વસ્તુ નો અર્થ નહીં સમજાએ. તેથી શિક્ષણના કોઈ ભાગને તરત જ નકારી ન કાઢવો મહત્વપૂર્ણ છે કારણ કે આપણે સમજી શકતા નથી અથવા તે ખૂબ જ વિચિત્ર લાગે છે. ખુલ્લું મન રાખવાનો અને આ ભેદભાવપૂર્ણ જાગૃતિનો અર્થ આ જ છે કે: “હા, બુદ્ધે આ જ શીખવ્યું હતું. બુદ્ધે પુનર્જન્મ વિશે શીખવ્યું. માફ કરશો, મને તે ગમતું નહીં, પરંતુ તે આ રહ્યું, અને જો મારે બૌદ્ધ ધર્મમાં વધુ ઊંડાણપૂર્વક જવું હોય તો મારે તેનો સામનો કરવો પડશે."
સારાંશ
બૌદ્ધ ગ્રંથોમાં આપણને જે સલાહ મળે છે તે માત્ર જ્યારે આપણે બૌદ્ધ ધર્મનું ભણતર કરી રહ્યા છીએ ત્યારે જ નહીં, પણ આપણા રોજિંદા જીવન માટે પણ ઉપયોગી છે. ગંદા કે તિરાડવાળા ફૂલદાની જેવા બનવું ક્યારેય સારું નથી! આપણા જીવનમાં બૌદ્ધ ધર્મનો અમલ કરવો એ એક સક્રિય પ્રક્રિયા છે, જે સાંભળવાથી શરૂ થાય છે. એકવાર આપણે આ કરી લીધા પછી, આપણે ખરેખર ઉપદેશોની તપાસ કરી શકીએ છીએ, જેમ કે જો આપણે હીરાની વીંટી ખરીદવાની હોય, તો તે વિષયો પર ખુલ્લું મન રાખવું જે આપણે હજી સુધી સંપૂર્ણ રીતે સમજી શકતા નથી.