પરિચય
છ દૂરગામી વલણ (પૂર્ણતા)માંથી ચોથું છે દ્રઢતા. તેને મનની સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે રચનાત્મક વર્તણૂકમાં ઉત્સાહપૂર્વક જોડાય છે અને તેમાં પ્રયત્નો જાળવી રાખે છે. પરંતુ તે માત્ર કેટલાક સકારાત્મક કાર્યને વળગી રહેવા કરતાં ઘણું વધારે છે, તેમાં હાર ન માનવાની પરાક્રમી હિંમત અને કંઈક રચનાત્મક કરવામાં આનંદનો સમાવેશ થાય છે.
આ ખરેખર સખત પરિશ્રમી વલણ રાખવા વિશે નથી, જ્યાં આપણે આપણા કાર્યને નફરત કરીએ છીએ પરંતુ તેમ છતાં તે ફરજ, દોષ, જવાબદારી અથવા તેના જેવા કંઈકની ભાવનાથી કરીએ છીએ. તેમજ તે વર્કહોલિકની જેમ યાંત્રિક રીતે રોજિંદા તેના પર જવા વિશે નથી. આ તે નથી જેને આપણે "ટૂંકા ગાળાનો ઉત્સાહ" કહીએ છીએ, જ્યાં આપણે ખરેખર કંઈક કરવા માટે ઉત્સાહિત હોઈએ છીએ, તેમાં પુષ્કળ ઊર્જા મૂકીએ છીએ, પરંતુ પછી એકદમ થાકી જઈએ છીએ અને એક અઠવાડિયા પછી છોડી દઈએ છીએ. આપણે અહીં સતત પ્રયત્નો અને ઉત્સાહ વિશે વાત કરી રહ્યા છીએ, અને તેથી જ તેને દ્રઢતા પણ કહેવામાં આવે છે. તે ટકાઉ છે તેનું કારણ એ છે કે આપણે જે કરી રહ્યા છીએ એમાં આપણને આનંદ મળે છે - આપણે જે તમામ સકારાત્મક કાર્યમાં સામેલ છીએ . દ્રઢતા, પરાક્રમી હિંમત સાથે, આળસ અને વિલંબના શ્રેષ્ઠ વિરોધી છે.
કવચ-જેવી દ્રઢતા
દ્રઢતાના ત્રણ પ્રકાર છે, જેમાંથી પહેલું કવચ જેવું છે. આ આગળ વધવાની ઇચ્છા છે, પછી ભલે તે ગમે તેટલો સમય લે કે મુશ્કેલ હોય. ગમે તે થાય, આપણે આળસુ કે નિરુત્સાહ થવાના નથી. જો આપણે જાણીએ છીએ કે ધર્મ માર્ગ ખરેખર, ખરેખર લાંબો સમય લેશે, અને જો આપણે અન્યોને મદદ કરવા માટે નરકમાં જવા માટે પણ તૈયાર હોઈએ, તો પછી આવી શકે તેવી કોઈપણ નાની સમસ્યાથી આળસુ અથવા નિરુત્સાહ થવું અશક્ય છે. આપણી પાસે કવચ જેવું વલણ છે કે, "કંઈપણ, કંઈપણ, મને હલાવશે નહીં!" આ પ્રકારની પરાક્રમી હિંમત આપણને આવતી કોઈપણ મુશ્કેલીથી રક્ષણ આપે છે, કારણ કે આપણે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે ગમે તેટલી મુશ્કેલ વસ્તુઓ આવે અથવા તે કેટલો પણ સમય લે, આપણે તે કરવાના છીએ.
એક રીતે, આપણે જ્ઞાન પ્રાપ્તિ માટે જેટલો લાંબો સમય લેવાની અપેક્ષા રાખીએ છીએ, તેટલી ઝડપથી તે આવશે; જ્યારે આપણે અપેક્ષા રાખીએ છીએ કે તે તરત જ અને સરળતાથી આવશે, સારું, તો તે કાયમ લે છે. ઘણા મહાન ગ્રંથો અને શિક્ષકોએ કહ્યું છે કે જો આપણે ત્વરિત, સરળ જ્ઞાન પ્રાપ્તિ માંગતા હોઈએ, તો તે મૂળભૂત રીતે આપણા પોતાના સ્વાર્થ અને આળસની નિશાની છે. આપણને પરિણામો જોઈએ છે, પરંતુ આપણે અન્ય લોકોને મદદ કરવામાં ઘણો સમય વિતાવવા માંગતા નથી. આપણે તો માત્ર જ્ઞાનપ્રાપ્તિની સ્વાદિષ્ટ મીઠાઈ મેળવવાની ઈચ્છા છે. મૂળભૂત રીતે, આપણે આળસુ છીએ! આપણે સામેલ સખત મહેનત કરવા માંગતા નથી. આપણે વેચાણ પર જ્ઞાન પ્રાપ્તિ ઇચ્છીએ છીએ, અને આપણે તે મેળવી શકીએ તેટલું સસ્તું ઇચ્છીએ છીએ. પરંતુ, આ પ્રકારનો સોદો ક્યારેય કામ કરી શકતો નથી.
જ્યારે આપણે કરુણા ધરાવીએ છીએ, એવા વલણ સાથે કે, "હું બીજાઓને મદદ કરવા માટે સકારાત્મક શક્તિ ઉભી કરવા માટે ત્રણ મિલિયન યુગો સુધી કામ કરીશ," આ પરાક્રમી હિંમતનો વિશાળ અવકાશ વધુ ઝડપથી જ્ઞાન પ્રાપ્તિમાં મદદ કરે છે.
દ્રઢતા રચનાત્મક ક્રિયાઓ માટે લાગુ કરવી
દ્રઢતાનો બીજો પ્રકાર એ છે કે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જરૂરી સકારાત્મક બળનું નિર્માણ કરવા માટે હકારાત્મક, રચનાત્મક ક્રિયાઓમાં જોડાવાનો મજબૂત પ્રયાસ. આનો અર્થ એ છે કે આપણે આપણી પ્રારંભિક અભ્યાસ - પ્રણામ વગેરે કરવામાં આળસુ નથી - ન તો અભ્યાસ, શીખવા અને ધ્યાન કરવામાં આળસુ છીએ. આપણે આ બધી વસ્તુઓ કરવાની જરૂર છે, અને આપણે તે કરવામાં આનંદ લેવો જોઈએ.
મર્યાદિત જીવોના લાભ માટે કામ કરવાની દ્રઢતા
ત્રીજો પ્રકારનો દ્રઢતા એ અન્યને મદદ કરવા અને લાભ આપવા માટે કામ કરવામાં સામેલ મજબૂત પ્રયત્નો છે, જે આપણા સકારાત્મક પ્રભાવ હેઠળ અન્યને એકત્રિત કરવાની ચાર રીતોનો સંદર્ભ આપે છે અને મદદ કરવા માટે ૧૧ પ્રકારના લોકો સાથે કામ કરે છે જેની ચર્ચા દૂરગામી દ્રષ્ટિએ નૈતિક શિસ્ત ના સંદર્ભમાં પણ કરવામાં આવે છે. જો કે, તેઓ બરાબર સરખા નથી. મૂળભૂત રીતે, અહીં તેનો અર્થ એ છે કે આ પ્રકારના લોકોને વિવિધ રીતે સક્રિય રીતે મદદ કરવી જે આ દ્રઢતા સાથે યોગ્ય હશે. આપણે આ બધું કરવામાં આનંદ અનુભવીએ છીએ, ખરેખર આનંદની લાગણી અનુભવીએ છીએ કે આપણે અન્ય લોકોનો લાભ કરી શકીએ છીએ. વધુમાં, ધીરજ સાથે, આપણે ગમે તે મુશ્કેલીઓ સહન કરશું, અને નૈતિક સ્વ-શિસ્ત સાથે, આપણે તે બધી ખલેલ પોંહચાડતી લાગણીઓને ટાળીશું જે આપણને ખરેખર તેમને મદદ કરવાથી અટકાવશે. તે સ્પષ્ટ છે કે કેવી રીતે વિવિધ દૂરગામી વલણો એકબીજાને ટેકો આપે છે.
આળસના ત્રણ પ્રકાર
આળસના ત્રણ પ્રકાર છે જે આપણી દ્રઢતામાં અવરોધ લાવી શકે છે. અભ્યાસ કરવા અને દ્રઢતા વિકસાવવા માટે, આપણે આળસને દૂર કરવી જરૂરી છે.
1. સુસ્તી અને વિલંબની આળસ
આપણામાંના ઘણાને આ પ્રકારની આળસનો પોતે અનુભવ કર્યો છે, જ્યાં આપણે હંમેશા આવતીકાલ સુધી વસ્તુઓને મુલતવી રાખવા માંગીએ છીએ. આને દૂર કરવા માટે, આપણે મૃત્યુ અને નશ્વરતા વિશે વિચારવું અને ધ્યાન કરવું જોઈએ. આપણે એ સમજવાની જરૂર છે કે આપણે ચોક્કસપણે મૃત્યુ પામીશું, મૃત્યુ ક્યારે આવશે તેની આપણને કોઈ જ ખબર નથી, અને આ અમૂલ્ય માનવ જીવન જે આપણને ઘણી બધી આશ્ચર્યજનક વસ્તુઓ કરવાની તક આપે છે તે આવવું મુશ્કેલ છે.
મારો પ્રિય ઝેન કોઆન છે, “મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. શાંત રહો.” આ પંક્તિ પર વિચાર કરવો સારું છે. એ વાત સાચી છે કે મૃત્યુ ગમે ત્યારે ત્રાટકી શકે છે, પરંતુ જો આપણે તેના વિશે એટલા જ ચુસ્ત અને ચિંતાતુર અને તંગ રહેશું , તો આપણે ક્યારેય કંઈપણ સિદ્ધ કરી શકવાના નથી. આપણને લાગશે, "મારે આજે બધું જ કરવું પડશે!" અને ઝનૂની બની જશું, જે મદદરૂપ નથી. હા, આપણે મૃત્યુ પામવાના છીએ અને તે કોઈ પણ ક્ષણે થઈ શકે છે, પરંતુ જો આપણે આ જીવનનો લાભ ઉઠાવવો હોય, તો આપણે આ બે હકીકતો વિશે શાંત થવું પડશે. જો આપણને હંમેશા મૃત્યુનો તીવ્ર ડર હોય, તો આપણને હંમેશા એવું લાગશે કે આપણી પાસે ક્યારેય પૂરતો સમય નથી.
2. ક્ષુલ્લક વસ્તુને વળગી રહેવાની આળસ
આળસનો બીજો પ્રકાર ક્ષુલ્લક બાબતો સાથે જોડાયેલા રેહવું છે, જે ફરીથી, આપણામાંના ઘણા સરળતાથી સમજી શકશે. આપણે ટીવી જોવામાં, ગપસપ કરવામાં અને મિત્રો સાથે વાહિયાત વાતો કરવામાં, રમત-ગમત વિશે વાત કરવામાં, વગેરેમાં ઘણો સમય બગાડીએ છીએ. આ બધાને સમયની બગાડ તરીકે ગણવામાં આવે છે, અને તે મૂળભૂત રીતે આળસનું એક સ્વરૂપ છે. સરળ શબ્દોમાં કહીએ તો: ધ્યાન કરવા કરતાં ટેલિવિઝનની સામે બેસવું ખૂબ જ સરળ છે. ખરું ને?! આપણે આપણી પોતાની આળસ દ્વારા આ સામાન્ય, ભૌતિક વસ્તુઓ સાથે જોડાયેલા બનીએ છીએ, કંઈક એવું કરવાનો પ્રયાસ કરવા માંગતા નથી જે વધુ મુશ્કેલ હોય, પરંતુ વધુ અર્થપૂર્ણ હોય.
આનો અર્થ એ નથી કે આપણે કેટલાક મનોરંજન અથવા આરામ માટે રુકી શકતા નથી, કારણ કે કેટલીકવાર આપણે પોતાને પુનર્જીવિત કરવા માટે જરૂર પડે છે. મુદ્દો એ છે કે આ બધા સાથે આસક્ત ન બનો અને આળસને કારણે વધુ પડતું ન કરો. આપણે હંમેશા વિરામ લઈ શકીએ છીએ, ફરવા જઈ શકીએ છીએ, ટીવી શો જોઈ શકીએ છીએ - પરંતુ આપણે તેની સાથે જોડાયેલા રહેવાની જરૂર નથી. જ્યારે આપણી બસ થઈ જાય, ત્યારે આપણે એના કરતા વધુ સકારાત્મક વસ્તુઓ પર પાછા જઈએ છીએ.
જે ક્ષુલ્લક છે તેને વળગી રહેવાથી કાબુ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ એ છે કે સાંસારિક સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓથી આપણને જે આનંદ અને સંતોષ મળે છે તે આપણને ક્યારેય કાયમી સુખ લાવતું નથી તે વિશે વિચારવું. આપણે ગમે તેટલી ફિલ્મો જોઈએ, અથવા આપણે સેલિબ્રિટી વિશે ગમે તેટલી ગપસપ કરીએ, અથવા આપણે વિવિધ સ્થળોએ ગમે તેટલી મુસાફરી કરીએ તેનાથી કોઈ ફરક પડતો નથી: તે આપણને થોડું પણ કાયમી સુખ ક્યારેય લાવશે નહીં. આ કાયમી સુખ મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે આપણે આપણી જાતને ધર્મ પદ્ધતિઓમાં પ્રશિક્ષિત કરીએ જે તે તરફ દોરી જાય છે. આપણે આપનો બધો સમય દડોને જાળમાં લાત મારવામાં સક્ષમ થવા માટે પ્રશિક્ષણમાં વિતાવી શકીએ છીએ, પરંતુ તે આપણને ક્યારેય બહેતર પુનર્જન્મ નહીં આપે.
તેથી, શીખવા માટેનો મુખ્ય મુદ્દો એ છે કે જોડાયેલ ન રહેવું. આપણે આરામ માટે કંઈક કરી શકીએ છીએ, અને તે સારું છે. પરંતુ પ્રવૃત્તિ સાથે જોડાવા અને તેના પર આપણા તમામ પ્રયત્નો ખર્ચવા કારણ કે આપણે કંઈપણ વધુ રચનાત્મક કરવા માટે ખૂબ આળસુ છીએ - તે માત્ર નકામું છે. આ પ્રકારની આળસ ખરેખર આપણને રચનાત્મક કાર્યો કરવામાં ખરેખર આનંદ લેવા માટે અવરોધરૂપ છે.
3. નિરુત્સાહ થવાની આળસ
આળસનો ત્રીજો પ્રકાર એ છે જ્યાં આપણને અસમર્થતાનો ભ્રમ હોય છે - કે વસ્તુઓ આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે અને આપણે તે ક્યારેય કરી શકીશું નહીં - અને તેથી આપણે નિરુત્સાહ થઈએ છીએ. આપણે કેટલી વાર વિચારીએ છીએ, "અરે, હું તે પ્રયાસ પણ કરવાનો નથી - મારા જેવો કોઈ ક્યારેય તે કેવી રીતે કરી શકે?" જ્ઞાન પ્રાપ્તિ જેવું મોટું ધ્યેય ભયાવહ લાગે છે, પરંતુ પ્રયાસ પણ ન કરવો એ આળસનું એક સ્વરૂપ છે.
આમાંથી બહાર નીકળવા માટે, આપણે બુદ્ધ-પ્રકૃતિને યાદ કરવાની જરૂર છે - હકીકત એ છે કે આપણામાંના દરેકમાં વિવિધ અદ્ભુત ગુણો અને સંભાવનાઓ છે જેને આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. જો ઘણા લોકો માત્ર ચ્યુઇંગ ગમ અથવા કોણ જાણે શું વેચીને થોડો નફો મેળવવા માટે સવારથી રાત સુધી કામ કરવામાં સક્ષમ હોય, તો આપણે ચોક્કસપણે વધુ નોંધપાત્ર કંઈક હાંસલ કરવા માટે સમય ફાળવવા માટે સક્ષમ છીએ. જો આપણે માત્ર ૯૦ મિનિટ ચાલનારી કોન્સર્ટમાં જવા માટે ટિકિટ લેવા માટે કલાકો અને કલાકો સુધી પંક્તિમાં ઊભા રહી શકીએ, તો આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે આપણે કંઈક રચનાત્મક કરવા માટે અસમર્થ છીએ જે જ્ઞાન પ્રાપ્તિના શાશ્વત ધ્યેય તરફ દોરી જાય.
દ્રઢતા વિકસાવવા માટે ચાર આધાર
શાંતિદેવ ચાર આધારોનું વર્ણન કરે છે જે આપણને દ્રઢતા વિકસાવવામાં મદદ કરે છે.
1. મક્કમ પ્રતીતિ
ધર્મના સકારાત્મક ગુણો અને તેનાથી આપણને જે લાભ થાય છે તેમાં મક્કમ પ્રતીતિ રાખવાથી આપણે ઉપદેશોને આચરણમાં મૂકવાનો મજબૂત ઈરાદો મેળવીએ છીએ.
2. અડગતા અને આત્મગૌરવ
આપણને આત્મવિશ્વાસ અને બુદ્ધ-પ્રકૃતિની સમજના આધારે અડગતા અને સ્થિરતાની જરૂર છે. જ્યારે આપણને ખરેખર બુદ્ધ-પ્રકૃતિ - આપણા બધાની અંદરની મૂળભૂત સંભાવના - વિશે ખાતરી હોય છે - ત્યારે આપમેળે અદ્ભુત આત્મવિશ્વાસ મેળવીશું, જેને શાંતિદેવ "ગૌરવ" અથવા "આત્મ-ગૌરવ" કહે છે. જો આપણી પાસે આત્મવિશ્વાસ હશે, તો આપણે આપણા પ્રયત્નોમાં સ્થિર અને નિશ્ચિત રહીશું. ભલે ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે, આપણે પરાક્રમી હિંમત સાથે દ્રઢ રહેશુ.
3. ઉલ્લાસ
ત્રીજો આધાર એ છે કે આપણે જે કરી રહ્યા છીએ તેનો આનંદ લેવો. આપણે આપણા જીવનમાં જે કરી રહ્યા છીએ તેનાથી તે સંતોષ અને તૃપ્તિની લાગણી છે. પોતાને વિકસાવવા માટે કામ કરવું અને બીજાઓને મદદ કરવા માટે કામ કરવું એ સૌથી આત્મસંતોષકારક અને પરિપૂર્ણ વસ્તુ છે. જ્યારે આપણે આ કરીએ છીએ, ત્યારે તે સ્વાભાવિક રીતે આપણી અંદર આનંદની એક મહાન ભાવના ઉત્પન્ન કરે છે.
4. જવા દેવું
અંતિમ આધાર એ જાણવું છે કે ક્યારે આરામ કરવો. આપણે આપણી જાતને એ શણ સુધી ન પોંહચાડવુ જોઈએ કે જ્યાં આપણે ફક્ત છોડી દઈએ અને જતા રહીએ અને આપણે જે કરી રહ્યા હતા તેના પર પાછા જવાનો સામનો કરી શકતા નથી. આપણે આપણી જાતને ખૂબ સખત ધક્કો આપવો અને પોતાને બાળકની જેમ વર્તવું વચ્ચેનો મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે. મુદ્દો એવું કહેવું નથી કે દરેક વખતે જ્યારે આપણે થોડો થાક લાગે, ત્યારે આપણે ઞોકું લેવા માટે આડા પડીએ!
તેમ છતાં, પરમ પવિત્ર દલાઈ લામાના દિવંગત અવર શિક્ષક, ત્રિજાંગ રિનપોચેએ કહ્યું કે જ્યારે આપણે ખરેખર ખરાબ, નકારાત્મક મનોભાવમાં હોઈએ છીએ અને અન્ય કોઈ પણ ધર્મ પદ્ધતિઓ આપણને મદદ કરી રહી હોય તેવું લાગતું નથી, તો શ્રેષ્ઠ રસ્તો છે એક ઞોકું લેવું. જ્યારે આપણે જાગીશું, માત્ર નિદ્રા લેવાના સ્વભાવથી, ત્યારે આપણો મનોભાવ અલગ હશે. આ ખૂબ જ વ્યવહારુ સલાહ છે.
પરાક્રમી હિંમત વિકસાવવા માટેના બે વધુ પરિબળો
શાંતિદેવ મદદ કરતા વધુ બે પરિબળો દર્શાવે છે.
1. સહેલાઈથી સ્વીકારવું
સૌપ્રથમ એ છે કે આપણે જે અભ્યાસ કરવાની જરૂર છે તે સહેલાઈથી સ્વીકારવું, અને આપણે જે છોડી દેવાની જરૂર છે તે સ્વીકારવું. વધુમાં, આપણે તેમાં સામેલ મુશ્કેલીઓ સ્વીકારવાની જરૂર છે. આ બધું દરેક મુદ્દા અને તેમની સાથે વ્યવહાર કરવાની આપણી ક્ષમતાને વાસ્તવિક રીતે તપાસવા પર આધારિત છે. આ સ્વીકારે છે કે આપણને ખરેખર આ રચનાત્મક કાર્ય અને તે રચનાત્મક કાર્યની જરૂર છે જેથી કરીને અન્યને મદદ કરી શકાય અને જ્ઞાન પ્રાપ્તિ મેળવી શકીએ. આપણે સ્વીકારીએ છીએ કે એવી વસ્તુઓ છે જે આપણે કરવાનું બંધ કરવાની જરૂર પડશે, અને તેમાં મુશ્કેલીઓ શામેલ હશે.
આપણે તેને સ્વીકારીએ છીએ અને આપણી ક્ષમતા અને વાસ્તવિકતામાં શું સામેલ છે તે જાણીને તેને પોતાની જાત પર લઈએ છીએ. આપણે અવાસ્તવિક વલણ ન રાખવું જોઈએ. જો આપણે ૧૦૦,૦૦૦ પ્રણામ કરવાની યોજના બનાવીએ, તો આપણે જાણવું જોઈએ કે તે સરળ નથી. આપણા પગ દુખશે, આપણી હથેળી દુખશે, આપણે ચોક્કસપણે થાકી જઈશું. તેથી, આપણે પોતાને ફાયદાઓની યાદ અપાવીએ છીએ.
આપણે જે કરવાનું બંધ કરવાની જરૂર છે તેના વિશે શું? શરૂઆત માટે, આપણે તે કરવા માટે સમય કાઢવો જરૂરી છે, અને તે પહેલાથી જ પૂરતું મુશ્કેલ હોઈ શકે છે - ફક્ત સમય બનાવવા માટે વસ્તુઓને કાઢવી. આપણે પ્રમાણિકપણે આપણી જાતને તપાસીએ છીએ એ જોવા માટે કે "શું હું તે કરી શકીશ?" આપણે જે સામેલ છે તેની વાસ્તવિકતા સ્વીકારીએ છીએ અને આનંદિત ઉત્સાહ સાથે આપણા હૃદયને તેમાં મૂકીએ છીએ.
2. નિયંત્રણ લેવું
પરાક્રમી દ્રઢતા વિકસાવવા માટે શાંતિદેવનો બીજો મુદ્દો એ છે કે, એકવાર આપણે ઉપરોક્ત બાબતોને સ્વીકારવાનું વાસ્તવિક વલણ અપનાવી લઈએ, પછી આપણે ખરેખર આપણી જાતને લાગુ કરવા માટે નિયંત્રણ લઈએ છીએ. ઈચ્છાશક્તિ સાથે, આપણે આપણી જાતને કોઈ પણ પ્રકારની જૂની રીત - ખાસ કરીને આળસમાં કામ કરવા દેતા નથી. આપણે જે સકારાત્મક કાર્ય પૂર્ણ કરવા માંગીએ છીએ તેના માટે આપણે નિયંત્રણ લઈએ છીએ અને પોતાને કામે લગાડીએ છીએ. જેમ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, આપણે "આપણું હૃદય તેમાં મૂકીએ છીએ."
સારાંશ
જ્યારે આપણે ધર્મના આચરણના ફાયદાઓ વિશે ખરેખર ખાતરી કરીએ છીએ અને જોઈએ છીએ કે તે જે રીતે ખુશી પ્રદાન કરી શકે છે તે અજોડ છે, ત્યારે તેમાં દ્રઢતા કુદરતી રીતે વિકસે છે. આપણા જીવનમાં શું થઈ રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, જો આપણી પાસે દ્રઢતા સાથે મજબૂત પ્રેરણા હોય, તો પછી હીરોની જેમ, આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરીશું.
દ્રઢતા આપણને આપણા ધ્યેયો સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે આપણામાંના ઘણા લોકોનો સામનો કરતા સૌથી મોટા અવરોધોમાંથી એકને દૂર કરવામાં મદદ કરે છે: આળસ. અહીં વર્ણવેલ પદ્ધતિઓ ફક્ત જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં આગળ વધતી વખતે જ નહીં, પણ આપણા જીવનભરના આપણા વધુ ભૌતિક લક્ષ્યો માટે પણ ઉપયોગી છે.