જીવન પર બૌદ્ધ દૃષ્ટિકોણ

રોજિંદા જીવનમાં સૌથી મહત્વની બાબતો એ છે કે વર્તન, બોલવા અને વિચારવાની તમામ વિનાશક રીતોને શક્ય તેટલું ટાળવું અને શક્ય તેટલી બધી હકારાત્મક, રચનાત્મક રીતો કેળવવી. આ કરવા માટે મનને વાસ્તવિકતા અને વર્તનના કારણ અને અસર વિશેની મૂંઝવણમાંથી મુક્ત કરીને તેને કાબૂમાં રાખવાની જરૂર છે. જ્યારે આપણે આ રીતે આપણું જીવન જીવીએ છીએ, ત્યારે આપણે જીવન પ્રત્યે બૌદ્ધ દૃષ્ટિકોણ ધરાવીએ છીએ.

આપનો વિષય, જીવન પર બૌદ્ધ દૃષ્ટિકોણ, મૂળભૂત રીતે આપણે આપણા રોજિંદા જીવનમાં બુદ્ધના ઉપદેશોને કેવી રીતે લાગુ કરીએ છીએ તેના વિશે છે. તેનો ખરેખર આપણા માટે શું અર્થ છે? આ અત્યંત મહત્વનું છે. આપણે ઉપદેશોને ભણી શકીએ છીએ અને દૈનિક ધ્યાન પ્રેક્ટિસ કરી શકીએ છીએ, પરંતુ આને આપણા વાસ્તવિક દૈનિક જીવન સાથે કેવી રીતે જોડવું તે સ્પષ્ટ નથી. વ્યવહારિક દ્રષ્ટિએ તેઓનો ખરેખર અર્થ શું છે? તેઓ આપણા જીવનમાં કેવી રીતે ફેરફાર કરે છે અથવા આપણને વ્યક્તિગત રીતે અસર કરે છે? શું બૌદ્ધ પ્રથા એવું કંઈક છે જે આપણે બાજુ પર કરીએ છીએ, જેમ કે એક શોખ અથવા આપણા જીવનની મુશ્કેલીઓમાંથી છટકી? શું આપણે ફક્ત કોઈ સુંદર સુંદર દ્રિશ્ય અથવા કલ્પનાચિત્રમાં જઈએ છીએ, અથવા શું આપણી પ્રેક્ટિસ કંઈક ખૂબ જ ઉપયોગી છે અને હકીકતમાં જીવનમાં આપણને મદદ કરે છે? છેવટે, બૌદ્ધ ઉપદેશોનો આ હેતુ છે, જે આપણને આપણા જીવનમાં વેદના અને સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરવો.

Top