પરિચય
ચાર ઉમદા સત્યો
બુદ્ધ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલા ભારતમાં રહેતા હતા. કારણ કે તેમના શિષ્યોમાં વિવિધ સ્વભાવ અને ક્ષમતાઓ હતી, તેમણે દરેકને વ્યક્તિગત રીતે શીખવ્યું જે તે કેવી રીતે સમજશે એના માટે શ્રેષ્ઠ અનુરૂપ હોય. પરંતુ પ્રથમ વસ્તુ જે તેમણે દરેકને શીખવ્યું તે હતું કે તે કેવી રીતે પ્રબુદ્ધ બન્યા તેની મૂળભૂત સમજ: તેમણે એ શીખવ્યું જેને તે "ચાર ઉમદા સત્ય" તરીકે બોલાવતા હતા. આ જીવન વિશેની ચાર સાચી હકીકતો છે જેને સામાન્ય લોકો તથ્યો તરીકે જોશે નહીં, પરંતુ અત્યંત સાક્ષાત્ જીવો (આર્યો) જેમણે વાસ્તવિકતાને બિન-વૈચારિકતા થી જોયું છે તેઓ જોશે કે તેઓ સાચા છે. ટૂંકમાં, આ ચાર સત્ય નીચેના પ્રશ્નોના જવાબ આપે છે:
- દરેક વ્યક્તિ જીવનમાં અનુભવે છે તેવા વેદનાઓ અને સમસ્યાઓના સાચા પ્રકાર કયા છે?
- તેના કારણો શું છે?
- શું ખરેખર આ સમસ્યાઓથી છુટકારો મેળવવો શક્ય છે, તેમનું રોકાણ હાંસલ કરવું કે જેથી તેઓ ફરી ક્યારેય પુનરાવર્તિત ન થાય?
- એવી કઈ સમજ છે કે જેનાથી રોકાણ થઈ જશે કારણ કે તે વેદનાના કારણોથી છૂટકારો આપશે?
આ પ્રશ્નોના જવાબો બુદ્ધે તેમના બાકીના જીવન મા ઊંડાણપૂર્વક શું શીખવ્યું તેની મૂળભૂત રચના છે, અને આ તે છે જે તેમણે પ્રથમ શીખવ્યું હતું.
જ્યારે આપણે આ ચાર ઉમદા સત્યોને જોઈએ છીએ, ત્યારે તેઓ એકલતામાં અસ્તિત્વમાં નથી. તેઓ એક આધારથી અનુસરે છે, અને જ્યારે સંપૂર્ણ રીતે સમજાય ત્યારે ધ્યેય તરફ દોરી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ચાર સત્યોનો આધાર - જીવનની આ ચાર હકીકતો - વાસ્તવિકતા છે.
જો આપણે એક શબ્દમાં બૌદ્ધ ધર્મનો સારાંશ આપવા માંગીએ, તો, મારા એક મિત્ર જે બૌદ્ધ શિક્ષક પણ છે, કહ્યું તેમ, તે એક શબ્દ "વાસ્તવવાદ" હશે.
જો આપણે વાસ્તવિકતા જોઈ શકીશું અને અશક્ય અને અવાસ્તવિક વસ્તુના પ્રક્ષેપણ વિના તેને સમજી અને સ્વીકારી શકીશું, તો આપણે જીવનમાં આપણી સમસ્યારૂપ પરિસ્થિતિઓનો સામનો વાસ્તવિક રીતે કરી શકીશું.
તેથી વાસ્તવિકતા પરના ઉપદેશો આ ચાર સત્યોનો આધાર છે. વાસ્તવિકતા, જોકે, વસ્તુઓ કેવી રીતે અસ્તિત્વમાં છે અને તેઓ જીવનમાં કેવી રીતે કામ કરે છે તેના વિવિધ સ્તરોને સમાવે છે. બુદ્ધે તે બધા વિશે શીખવ્યું હતું.
ત્રણ કિમતી રત્નો
આ ચાર ઉમદા સત્યોમાંથી જે સ્પષ્ટ થાય છે તે એ છે કે વેદના અને સમસ્યાઓને દૂર કરવા માટે આપણે આપણા જીવનમાં કઈ દિશા મૂકવાની જરૂર છે. આ દિશા બૌદ્ધ કલકલને "ત્રણ કિમતી રત્નો" અથવા "ત્રણ આશ્રયના મણિ" - બુદ્ધ, ધર્મ, સંઘ કહે છે તે દ્વારા સૂચવવામાં આવે છે. દરેકના અર્થના ઘણા સ્તરો છે, પરંતુ સૌથી ઊંડા સ્તર પર, તેઓ સૂચવે છે:
- ધર્મ - એ ધ્યેય કે જેના માટે આપણે પ્રયત્નશીલ છીએ, એટલે કે આપણી સમસ્યાઓ અને તેના કારણોથી આપણી જાતને છૂટકારો મેળવવો, અને સંપૂર્ણ સમજણ પ્રાપ્ત કરવી જે આપણને તેમાંથી કાયમ માટે મુક્ત કરશે.
- બુદ્ધો - જેમણે તે ધ્યેય પૂર્ણપણે હાંસલ કર્યું છે અને જેઓ જાતે તે કેવી રીતે કરવું તે શીખવે છે
- સંઘ - જેઓ આ ઉપદેશોનું પાલન કરે છે અને અંશતઃ ધ્યેય સુધી પહોંચ્યા છે, પરંતુ સંપૂર્ણ રીતે નહીં.
નાલંદાના ૧૭ ગુરુઓ ને પ્રાર્થના
પરમ પવિત્ર દલાઈ લામાએ પ્રાચીન ભારતના મહાન બૌદ્ધ મઠમાંથી ૧૭ મહાન બૌદ્ધ ગુરુઓ પાસેથી પ્રેરણા મેળવવાની વિનંતી તરીકે એક ખૂબ જ સુંદર લખાણ લખ્યું હતું. તેને નાલંદા કહેવામાં આવતું હતું અને તે લગભગ એક હજાર વર્ષ સુધી ચાલ્યું હતું. એક મઠની જેમ ચલાવેલ, તેના સમયની સૌથી પ્રખ્યાત વિશ્વવિદ્યાલય હતી અને ભારતીય બૌદ્ધ પરંપરાના મહાન ગુરુઓ ઉતપન્ન કર્યા હતા. દલાઈ લામાએ આ લખાણ ૧૭ સૌથી પ્રખ્યાત ગુરુઓમાંના દરેકને પ્રાર્થનાના રૂપમાં લખ્યું: "મને તમારા પગલે ચાલવા માટે પ્રેરણા આપો." વ્યક્તિગત વિનંતીના આ પંક્તિઓ પછી, પરમ પવિત્રતાએ તે બધાને સંબોધિત કેટલાક વધુ સામાન્ય શ્લોકો સાથે નિષ્કર્ષ કર્યું.
હું જે પ્રસ્તુત કરવા માંગુ છું એ તે નિષ્કર્ષની શ્લોકોમાંની એક પર ટિપ્પણી છે. જે મેં હમણાં જ વાસ્તવિકતા (બે સત્યો), ચાર ઉમદા સત્યો અને આશ્રયના ત્રણ મણિ વિશે સમજાવ્યું છે તેનું સારાંશ આપે છે . આશ્રયનો અર્થ એટલો જ છે કે જો આપણે આ ત્રણે દર્શાવેલ દિશામાં જઈશું, તો આપણે આપણી જાતને વેદના અને સમસ્યાઓથી બચાવીશું.
શ્લોક વાંચે છે:
બે સત્યોનો અર્થ જાણીને, જે પાયો છે, જે રીતે બધી વસ્તુઓ પાલન કરે છે,
"પાલન" નો અર્થ છે કે વસ્તુઓ કેવી રીતે અસ્તિત્વમાં છે, વસ્તુઓ કેવી રીતે કામ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વાસ્તવિકતા જાણવી.
આપણે નિશ્ચિત થઈએ છીએ કે કેવી રીતે, ચાર સત્યો દ્વારા, આપણે પ્રવેશ કરતા રહીએ છીએ પણ આપણા અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પુનર્જન્મને પણ ઉલટાવી શકીએ છીએ.
જો આપણે વાસ્તવિકતાને સમજીએ, તો આપણે આ ચાર સત્યો દ્વારા સમજી શકીશું કે આપણે આપણી સમસ્યાઓને કેવી રીતે કાયમી બનાવીએ છીએ, તેમજ આપણે તેમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ છીએ.
માન્ય સમજશક્તિ દ્વારા લાવવામાં આવેલ, પછી આપણી ખાતરી કે ત્રણ આશ્રય હકીકત છે તે મક્કમ બને છે.
યાદ રાખો કે ત્રણ આશ્રય વાસ્તવિક ધ્યેયના સંદર્ભમાં ઘડવામાં આવ્યા છે જે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ - આપણી બધી સમસ્યાઓનો સંપૂર્ણ રોકાણ જેથી તે ફરીથી ક્યારેય ન આવે અને એ સમજણ જે તે લાવશે.
જો તમે બૌદ્ધ માર્ગનો અભ્યાસ કરવા માંગો છો, તો તમે એક ધ્યેય મેળવવાનું લક્ષ્ય રાખી રહ્યાં છો. તમે કેવી રીતે જાણો છો કે તે લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય છે? શું તે માત્ર કાલ્પનિક છે? શું તે સરસ વાર્તા છે અથવા તે ખરેખર હકીકત છે? ઘણા લોકો ફક્ત વિશ્વાસના આધારે ધ્યેય માટે પ્રયત્ન કરશે: “મારા શિક્ષકે કહ્યું હતું કે આવું હતું. અને ઠીક છે, હું વિશ્વાસ કરવા માંગુ છું, તેથી હું માનું છું."
તે ઘણા લોકો માટે કામ કરી શકે છે, પરંતુ તે હંમેશા અભ્યાસ કરવાની સૌથી સ્થિર રીત નથી. લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી, ઘણી વાર શું થાય છે કે તમે પ્રશ્ન કરવાનું શરૂ કરો છો, હું શું કરી રહ્યો છું? આ એટલા માટે છે કારણ કે તમે હજી પણ ગુસ્સો, જોડાણ, સ્વાર્થ અને વધુ અનુભવો છો - વાસ્તવિક મુશ્કેલી સર્જનારાઓ - અને તેમાંથી છુટકારો મેળવવો ખરેખર મુશ્કેલ છે. તેથી પ્રગતિ ખૂબ ધીમી છે. પરંતુ તમારે એ સમજવાની જરૂર છે કે પ્રગતિ પણ ક્યારેય રેખીય હોતી નથી: તે હંમેશા ઉપર અને નીચે જાય છે. કેટલાક દિવસો સારા જાય છે અને કેટલાક દિવસો ખરાબ. જો તમે ફક્ત વિશ્વાસના આધારે બૌદ્ધ પદ્ધતિઓનો અભ્યાસ કરી રહ્યાં છો, તો તમે નિરાશ થઈ શકો છો કારણ કે એવું લાગતું નથી કે તમે ક્યાંય પહોંચી રહ્યાં છો. પછી તમે પ્રશ્ન કરશો, "અરે, શું લક્ષ્ય પ્રાપ્ત કરવું ખરેખર શક્ય છે?"
તેથી જ આ શ્લોક કહે છે, "માન્ય સમજશક્તિ દ્વારા લાવવામાં આવેલ." બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે ખરેખર સમજી ગયા હોવ - તર્ક અને કારણના આધારે - કે ધ્યેય અસ્તિત્વમાં છે અને તે ખરેખર તેને હાંસલ કરવું શક્ય છે, તો પછી ધ્યેય વિશેની તમારી પ્રતીતિ, તેને હાંસલ કરવાની શક્યતા અને એવા લોકો છે જેઓ ખરેખર હાંસલ કર્યું છે તે ખૂબ જ મજબૂત બને છે. તમે માનો છો કે આ મુદ્દાઓ હકીકત છે, માત્ર એટલા માટે નહીં કે તેઓ કોઈ પવિત્ર પુસ્તકમાં લખાયેલા છે. તમને ખાતરી છે કે તેઓ સાચા છે કારણ કે બે સત્ય વાસ્તવિકતા છે, અને ચાર સત્યો અને ત્રણ આશ્રય વાસ્તવિકતાના આધારે તાર્કિક રીતે અનુસરે છે.
મને મુક્તિ તરફ દોરી જતા મનના માર્ગના આ મૂળને રોપવા માટે પ્રેરણા આપો.
તમે બીજ રોપો, પણ અહીં તમે “મૂળ” રોપશો, બીજ નહીં. શબ્દોની આ પસંદગી સૂચવે છે કે બે સત્યો, ચાર સત્યો અને ત્રણ આશ્રયનું માળખું સમગ્ર બૌદ્ધ આધ્યાત્મિક માર્ગનું મૂળ છે, કારણ કે બધું તેમાંથી જ અનુસરે છે. આ મૂળ તમારા મનમાં નિશ્ચિતપણે રોપાયેલ થાય પછી, તમારી બધી અભ્યાસ પ્રતીતિ પર આધારિત છે. તમે સમજો છો કે તમે શું કરી રહ્યાં છો, તમે સમજો છો કે ધ્યેય પ્રાપ્ત કરવું શક્ય છે, અને તમે સમજો છો કે તે ધ્યેય શું છે.
મને લાગે છે કે બૌદ્ધ ધર્મ માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અભિગમ છે, કારણ કે જો આપણે આધ્યાત્મિક માર્ગને અનુસરવા જઈ રહ્યા છીએ, તો તે વાસ્તવિક છે તેની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે કોઈ પ્રકારની આદર્શવાદી કાલ્પનિક નથી કે જે આપણે લાગણીઓથી ખેંચાઈએ છીએ, પરંતુ જે તદ્દન અશક્ય છે. જો આપણને ખાતરી છે કે આપણે આપણા આધ્યાત્મિક જીવનમાં જે કરી રહ્યા છીએ તે વાસ્તવિક છે, તો આપણે તેમાં સ્વસ્થ લાગણીઓ મૂકી શકીએ છીએ. આપણને બેનું સંતુલન જોઈએ છે: સમજણ અને પથ્ય લાગણી, જેમ કે કરુણા, ઉત્સાહ, ધીરજ, વગેરે.
બે સત્યો
સાપેક્ષ, પરંપરાગત સત્ય
બે સત્યોનો અર્થ જાણીને, જે પાયો છે, જે રીતે બધી વસ્તુઓનું પાલન થાય છે,
શ્લોકની પ્રથમ પંક્તિ બે સત્યો વિશે બોલે છે: "સાપેક્ષ સત્ય" અથવા "પરંપરાગત સત્ય" અને "સૌથી ઊંડો સત્ય" - બીજા શબ્દોમાં કહીએ તો, દરેક વસ્તુની વાસ્તવિકતા વિશે બે સાચી હકીકતો. એક વધુ ઉપલકિયું સ્તર છે અને બીજું સૌથી ઊંડું સ્તર છે. બંને માન્ય છે, પરંતુ જુદા જુદા દૃષ્ટિકોણથી. બંનેની ઘણી પ્રસ્તુતિઓ છે, પરંતુ ચાલો અહીં એકને અનુસરીએ જેનો ઉપયોગ પરમ પવિત્ર દલાઈ લામા સામાન્ય પ્રેક્ષકોને સંબોધતી વખતે કરે છે.
કારણ અને અસર
આપણે જે બધું અનુભવીએ છીએ તેના વિશે સત્યનું ઉપલકિયું સ્તર શું છે? આ એ છે કે આપણે જે અનુભવીએ છીએ તે બધું તેના અગાઉના કારણો સાથેના સંબંધને લીધે જ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, દરેક વસ્તુ કારણ અને અસર પર આધારિત છે અથવા થાય છે. ભૌતિકશાસ્ત્ર કાર્યકારણના આ સિદ્ધાંતને પણ શીખવે છે, પરંતુ માત્ર ભૌતિક ઘટનાઓ વિશે, જેમ કે દડોને લાત મારવી અને દડોના હલવા વચ્ચેનો સંબંધ. આ સંબંધ સરળ યંત્રવિજ્ઞાન, કારણ અને અસર છે.
કાર્યકારણ, અલબત્ત, વધુ જટિલ સ્તરે સમજાવી શકાય છે જ્યારે તમે એવા તમામ પરિબળોને ધ્યાનમાં લો કે જે કોઈ વસ્તુની ઘટનાનું કારણ બને છે. દાખલા તરીકે, જો તમે આર્થિક સમસ્યાઓ, ગ્લોબલ વોર્મિંગ, પ્રાદેશિક યુદ્ધો અને તેથી વધુને જુઓ, તો તે સ્પષ્ટ છે કે તે માત્ર એક કારણથી આવતા નથી. તેઓ પણ કોઈ કારણ વગર આવતા નથી, અથવા તેઓ અપ્રસ્તુત કારણોથી આવતા નથી. તેના બદલે, આવી બધી પરિસ્થિતિઓ ઘણા જુદા જુદા પરિબળો પર આધારિત છે. આમાં ફક્ત વર્તમાનમાં શું ચાલી રહ્યું છે તે જ નહીં, પરંતુ ભૂતકાળમાં શું થયું હતું તેનો પણ સમાવેશ થાય છે. યુક્રેનના દેશની જેમ, તમે વર્તમાન પરિસ્થિતિને સોવિયેત ભૂતકાળ અથવા બીજા વિશ્વ યુદ્ધ અને તે બધાથી અલગ કરી શકતા નથી. સમગ્ર ઈતિહાસમાં જે કંઈ બન્યું છે તેના પરિણામે આજે આર્થિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓ ઊભી થઈ છે. તેથી તમે એમ ન કહી શકો કે હવે જે થઈ રહ્યું છે તે ફક્ત એક વ્યક્તિનો દોષ છે અથવા જે બન્યું તે એક વસ્તુના કારણે છે. કારણો અને પરિસ્થિતિઓના વિશાળ માળખું પર આધાર રાખીને વસ્તુઓ ઊભી થાય છે. આ વાસ્તવિકતા છે, નહીં?
અથવા જો તમે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ: જો તમને પરિવારમાં કોઈ સમસ્યા છે, તો પછી તમે ફરીથી કહી શકતા નથી કે તે ફક્ત એક કારણથી આવે છે અથવા કોઈ કારણ નથી. પરિવારના દરેક સભ્યએ કૌટુંબિક સમસ્યામાં કારણભૂત રીતે યોગદાન આપ્યું છે. તેવી જ રીતે, તમે એમ ન કહી શકો કે તેમાંથી દરેક જે રીતે વર્તે છે તેને કામમાં, શાળામાં અને તેમના મિત્રો સાથે શું થઈ રહ્યું છે તેની સાથે કોઈ લેવાદેવા નથી. દરેક વસ્તુનો પ્રભાવ પડે છે. તદુપરાંત, કૌટુંબિક પરિસ્થિતિ સમાજ અને તેની રાજકીય, સામાજિક અને આર્થિક પ્રણાલીઓથી એકલતામાં અસ્તિત્વમાં નથી. આ તમામ, એક કે બીજી રીતે, સમસ્યાને પ્રભાવિત પણ કરે છે.
અહીં, પછી, વાસ્તવવાદ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે બધું એકબીજા સાથે જોડાયેલું છે અને બાકીની દરેક વસ્તુને પ્રભાવિત કરે છે. જે કંઈ થાય છે તે કારણો અને પરિસ્થિતિઓના વિશાળ જટિલ માળખુંના પરિણામે થઈ રહ્યું છે. એ વાસ્તવિકતા છે.
જો આ ભૌતિક વસ્તુઓ, તેમજ વૈશ્વિક મુદ્દાઓ અને કૌટુંબિક સમસ્યાઓનો કિસ્સા છે, તો પછી આપણામાંના દરેક સાથે વ્યક્તિગત ધોરણે શું? સુખ અને દુઃખનું શું? શું તેમનો કોઈ કારણ છે? શું તેઓ કોઈ કારણ વગર આવે છે? છેવટે, ક્યારેક હું ખુશી અનુભવું છું, ક્યારેક હું ખુશી નથી અનુભવતો, અને બીજી ક્ષણે હું શું અનુભવીશ તે જાણવાનો કોઈ રસ્તો નથી. તો શું તે કોઈ કારણ વગર થઈ રહ્યું છે? અથવા આ ક્ષણે હું જે કરી રહ્યો છું તેના પર નિર્ભર છે? અરે, તેનો અર્થ એવો નથી, ખરું? હું એક જ વસ્તુ બે અલગ-અલગ દિવસે ખાઈ શકું છું, અને એક દિવસે તે ખાતી વખતે મને આનંદ થાય છે અને બીજા દિવસે હું તેને ખાતી વખતે દુઃખી થાઉં છું, તેથી તે ખાવામાંથી આવતું નથી. હું એવા વ્યક્તિ સાથે હોઈ શકું છું જેને હું સૌથી વધુ પ્રેમ કરું છું અને હજુ પણ ક્યારેક ખુશ, ક્યારેક નાખુશ અનુભવું છું. હું શ્રીમંત હોઈ શકું છું અને વસ્તુઓ મારી સાથે સારી રીતે ચાલે છે, અને હું હજી પણ નાખુશ હોઈ શકું છું.
તો આ ખુશ અને દુ:ખ ક્યાંથી આવે છે? શું તેઓ કોઈ ઉચ્ચ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવે છે જે બટન દબાવે છે જેથી ક્યારેક હું ખુશ અને ક્યારેક નાખુશ અનુભવું? મને માફ કરો, મારો મતલબ અપમાનજનક બનવાનો નથી. હું તેને મૂર્ખ આત્યંતિક તરફ લઈ જઈ રહ્યો છું. પરંતુ, જો તમે અનુભવો છો તે બધું - જેમ કે ભૌતિક વસ્તુઓ હલનચલન થાય છે અથવા જ્યારે તમે આકસ્મિક રીતે ગરમ ચૂલોને સ્પર્શ કરો છો ત્યારે તમારો હાથ બળી જાય છે અને પીડા થાય છે - કારણ અને અસરના નિયમોનું પાલન કરે છે, તો પછી શું સુખ અને દુઃખ પણ કાર્યકારણના સમજી શકાય તેવા નિયમોનું પાલન ન કરવું જોઈએ? આ શ્લોકના સંદર્ભમાં સાપેક્ષ સત્યના સંદર્ભમાં વાસ્તવિકતા વિશેનો આ પ્રશ્ન અને મુખ્ય મુદ્દો છે. તે આપણી વર્તણૂક અને પરિણામે સુખ કે દુ:ખના અનુભવ વચ્ચેના સાધક સંબંધની વાસ્તવિકતાને દર્શાવે છે.
કર્મ
આ આપણને કર્મ પરના મૂળભૂત બૌદ્ધ ઉપદેશો પર લાવે છે. કર્મ એટલે શું? આ સરળ વિષય નથી. તેના ઘણા બધા સમજૂતીઓ અને ઘણી બધી ગેરસમજણો છે, પરંતુ મૂળભૂત રીતે:
કર્મ એ અનિવાર્યતાનો ઉલ્લેખ કરે છે જે આપણી અભિનય, બોલવાની અને વિચારવાની રીતોને અને લક્ષણને દિશા આપે છે.
જો તમે તેના વિશે વિચારો તો આપણું વર્તન, ભલે વિનાશક, રચનાત્મક અથવા તટસ્થ હોય, તે ઘણું અનિવાર્યપણે આવે છે.
- હું ચિડાયેલો છું અને કોઈને ચીસો પાડવાનું મન થાય છે અને પછી, અનિવાર્યપણે, હું ચીસ પાડું છું.
- હું અતિશય રક્ષણાત્મક છું અને બાળક ઠીક છે કે નહીં તે જોવાનું મન થાય છે અને પછી, અનિવાર્યપણે, હું વારંવાર તપાસું છું, જરૂરત કે સ્વસ્થ હોય એના કરતાં વધુ.
- મને ભૂખ લાગી છે અને નાસ્તો લેવા માટે રેફ્રિજરેટરમાં પાસે જવાનું મન થાય છે અને પછી, અનિવાર્યપણે, હું ફક્ત જાઉં છું.
આ અનિવાર્યપણ ક્યાંથી આવે છે? અને, તે શું તરફ દોરી જાય છે? આ એવા પ્રશ્નો છે જે કર્મ પરના ઉપદેશો પૂછે છે. બૌદ્ધ સમજૂતી એ છે કે જ્યારે તમે અનિવાર્યપણે કાર્ય કરો છો, બોલો છો અથવા વિચારો છો, ત્યારે તે તમારા માનસિક સાતત્ય પર સંભવિતતા અને વૃત્તિઓનું નિર્માણ કરે છે જે તમારા અનુભવની દરેક ક્ષણ સાથે ચાલુ રહે છે. જ્યારે વિવિધ સંજોગો દ્વારા ઉત્તેજિત થાઓ છો, ત્યારે તમારી લાગણી તેઓ વર્તનની માળખાને પુનરાવર્તિત કરવા તરફ દોરી જાય છે. તે લાગણીના આધારે, અનિવાર્યપણે તમે અનિયંત્રિતપણે એ ક્રિયાને પુનરાવર્તિત કરવા તરફ તમને ખેંચે છે. આ અનિવાર્યપણમાં વાસ્તવિક કર્મ સામેલ છે.
અલબત્ત તમે આ ઘટનાને શારીરિક સ્તરે પણ સમજાવી શકો છો: અમુક રીતે કાર્ય કરવાથી ન્યુરલ માર્ગનો નિર્માણ થાય છે અને તે મજબૂત બને છે, જેથી પછીથી તમે વર્તનની માળખાને વધુ સરળતાથી અનુસરી શકો. બૌદ્ધ ધર્મ ચોક્કસપણે આ ભૌતિક આધારને નકારતો નથી; તે માત્ર અનુભવના દૃષ્ટિકોણથી ઘટનાનો સંપર્ક કરે છે, પરંતુ તેમ છતાં કારણ અને અસરના વધુ ઉદાહરણ તરીકે તેનું વિશ્લેષણ કરે છે.
સુખ અને દુઃખનું શું? બૌદ્ધ ધર્મ આને પણ કર્મના કારણ અને અસરના સંદર્ભમાં સમજાવે છે. જો તમે દુ:ખી અનુભવો છો, તો તે તમારા અનિવાર્ય વિનાશક વર્તણૂકનું લાંબા ગાળાનું પરિણામ છે જે ખલેલ પહોંચાડતી લાગણીઓના પ્રભાવ હેઠળ કરવામાં આવે છે. જો તમે સામાન્ય સુખનો અનુભવ કરો છો - એ સુખનો પ્રકાર જે ટકી શકતો નથી અને ક્યારેય સંતુષ્ટ કરતો નથી, પરંતુ તેમ છતાં તે સારું લાગે છે - તે ધીરજ અને દયા જેવી હકારાત્મક લાગણીઓના પ્રભાવ હેઠળ કરવામાં આવતી રચનાત્મક વર્તણૂકનું લાંબા ગાળાનું પરિણામ છે. જો કે, તે હજુ પણ અનિવાર્યપણે છે, કારણ કે તે આપણે કેવી રીતે અસ્તિત્વમાં છીએ તે અંગેની મૂંઝવણ સાથે મિશ્રિત હતી એટલે કે અનિવાર્યપણે સારું-કરનાર અથવા અનિવાર્યપણે પૂર્ણતાવાદી તરીકે.
આપણે આ કારણભૂત સંબંધોને કેવી રીતે સમજી શકીએ? સૌ પ્રથમ, આપણે રચનાત્મક અને વિનાશક વર્તન વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. તમારી વર્તણૂકની અન્ય કોઈ વ્યક્તિ પરની અસરના સંદર્ભમાં બંને વચ્ચેનો તફાવત દોરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે, જો તમે કોઈની સાથે ખૂબ ગુસ્સે છો અને તમે તેને છરી વડે હુમલો કરો છો, તો તે વિનાશક છે. બીજી બાજુ, જો, શસ્ત્રવૈદ તરીકે, તમે જીવન બચાવ વાઢકાપ કરવા માટે કોઈને છરી વડે કાપો, તો તે રચનાત્મક છે. દેખીતી રીતે, કોઈનામાં છરી નાખવાની ક્રિયા એ કૃત્ય રચનાત્મક છે કે વિનાશક છે તે અહીં નિર્ણાયક પરિબળ નથી. તે બધું પ્રેરણા પર આધારિત છે: મનની સ્થિતિ કે જેની સાથે ક્રિયા કરવામાં આવે છે અને ધ્યેય જે તમે કાર્ય દ્વારા પ્રાપ્ત કરવા માંગો છો.
જો ક્રિયા ગુસ્સો, જોડાણ, લોભ, નિષ્કપટતા, ઈર્ષ્યા, ઘમંડ, સ્વાર્થ અને આ પ્રકારની વસ્તુઓ જેવી ખલેલ પોંહચાડતી લાગણીઓ દ્વારા પ્રેરિત હોય, તો તે વિનાશક છે, પછી ભલે તમે કંઈક કરી રહ્યાં હોવ જે સામાન્ય રીતે સરસ હોય. ઉદાહરણ તરીકે, જો તમે ઝંખનાની ઇચ્છા અને તેમની જાતીય છેડતી કરવાની ઇચ્છાથી કોઈને સરસ માલિશ કરો છો, તો તમારું કાર્ય વિનાશક છે. બીજી બાજુ, જો ક્રિયા આ ખલેલ પહોંચાડતી લાગણીઓથી મુક્ત હોય, તો તે રચનાત્મક છે, ભલે ક્રિયા પોતે જ સરસ ન હોય. દાખલા તરીકે, માતા-પિતા તરીકે, તમે તમારા દુર્વ્યવહાર કરતા બાળકને તેમના ઓરડોમાં મોકલો છો, ગુસ્સામાં નહીં, પરંતુ પ્રેમ અને ચિંતાથી તેમને તોફાની ન બનવાનું શીખવવા માટે. મોટા ભાગના કિસ્સાઓમાં, જો કે, રચનાત્મક કાર્ય હજુ પણ અનિવાર્યપણે હોય છે કારણ કે તમારા કૃત્યમાંથી સાચી ઓળખની ભાવના મેળવવા માટે અચેતન હેતુ સાથે ભળી જવાને કારણે - આ કિસ્સામાં, એક સારા માતાપિતા તરીકે.
તો પછી, આપણે ખલેલ પોંહચાડતી લાગણીઓ પર આધારિત દુ:ખ અને વિનાશક વર્તણૂક વચ્ચેના કારણ સંબંધને કેવી રીતે સમજી શકીએ, અને સુખ અને રચનાત્મક વર્તણૂક વચ્ચેના કારણભૂત સંબંધને જે પ્રમાણમાં ખલેલ પહોંચાડતી લાગણીઓથી મુક્ત હોય છે? આ માત્ર એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન નથી, તે ખૂબ જ મહત્વનું પણ છે, કારણ કે બુદ્ધે કર્મ, ખલેલ પહોંચાડતી લાગણીઓ અને આપણે કેવી રીતે અસ્તિત્વમાં છીએ તે અંગે મૂંઝવણની ઓળખ આપણે કેવું અનુભવીએ છીએ તેના કારણો તરીકે કરી છે. તેઓ દુઃખ અને અસંતોષકારક સામાન્ય સુખના કારણો છે. બંને પ્રકારની લાગણીઓ જે વેદનાઓ ઉદ્દભવે છે તેમાંથી મુક્ત થવા માટે આપણે બંનેથી આગળ વધવાની જરૂર છે.
ચાલો તેના વિશે વિચારીએ. જ્યારે તમે ગુસ્સા સાથે કોઈ કૃત્ય કરો છો, બોલો છો અથવા કંઈક વિશે અથવા કોઈ વ્યક્તિ વિશે વિચાર કરો છો, ઉદાહરણ તરીકે, શું તમે નિશ્ચલ છો? શું તમારી ઊર્જા શાંત છે? ના, તે બિલકુલ શાંત નથી; તે ઉશ્કેરાયેલ છે. શું તમે આવા સમયે ખુશ છો? મને નથી લાગતું કે ગુસ્સો અથવા અન્ય કોઈ ખલેલ પહોંચાડતી લાગણીઓનો અનુભવ કરતી વખતે કોઈ કહેશે કે તેઓ ખુશ છે. તેવી જ રીતે, જો તમે તમારી ઉર્જાનું અવલોકન કરો છો જ્યારે તમે લોભી અનુભવો છો, તો તમને શાંત નથી; તમને ડર છે કે તમને પૂરતું નહીં મળે. જ્યારે તમે કોઈની સાથે ખૂબ જ જોડાયેલા હોવ અને તમને તેમની બહુ યાદ આવે છે, ત્યારે પણ તમે નિશ્ચિંત નથી હોતા; તમારી ઊર્જા ખૂબ જ વ્યગ્ર છે. જ્યારે કે તમને કોઈ ગુસ્સો, લોભ, સ્વાર્થ કે આવી વસ્તુઓનો અનુભવ થતો નથી, અને તમે માત્ર દયાળુ બનવાનો પ્રયાસ કરી રહ્યાં છો, ત્યારે તમારું મન પ્રમાણમાં શાંત હોય છે, તમારી ઊર્જા સરળ હોય છે, નહીં? તમે મૂળભૂત રીતે ખુશી અનુભવો છો, જો કે આ ખુશીનું સૂક્ષ્મ સ્તર હોઈ શકે છે, નોંધપાત્ર કંઈ નથી. જો તમે અનિવાર્યપણે "સારું-કરનાર" હોવ અને બધું જ દોષરહિત બનાવવા માંગતા હો, તો પણ તમારી ઉર્જા વધુ શાંત હોય છે અને તમે ગુસ્સાથી વર્તતા હોવ તેના કરતાં કંઈક ફાયદાકારક કરતા તમે વધુ ખુશ છો. અલબત્ત, જો કોઈ સકારાત્મક કાર્ય કરતી વખતે તમને કોઈ ભૂલ થવાનો કે પૂરતો સારો ન થવાનો ડર લાગે છે, તો તમે ચોક્કસપણે આવા વિચારો અને ચિંતાઓ સાથે શાંત નથી.
અહીં નોંધનીય બાબત એ છે કે આ દુ:ખ અથવા સાપેક્ષ સુખની લાગણી તમારી ક્રિયા સમાપ્ત થયા પછી પણ થોડા સમય માટે રહે છે. તે સૂચવે છે કે જ્યારે તમે કંઈક બીજું કરી રહ્યા હોવ ત્યારે પણ તમે જે અનુભવો છો તે તમે અગાઉ જે કર્યું હતું તેનાથી પ્રભાવિત થઈ શકે છે. જ્યારે બુદ્ધે કર્મ અને તમે અનુભવતા સુખ અથવા દુ:ખના સ્તર વચ્ચેના સંબંધ વિશે વાત કરી હતી, તેમ છતાં, તેઓ મુખ્યત્વે કોઈ કૃત્ય પછી તરત જ આપણને જે અનુભવે છે તેનો ઉલ્લેખ કરતા ન હતા. તેઓ લાંબા ગાળાના પરિણામો વિશે બોલતા હતા. જો કે, જ્યારે આપણે આપણી અનિવાર્યપણે ભાવનાત્મક વર્તણૂક અને આપણા શરીરમાં આપણી ઊર્જા જે રીતે વહે છે તે વચ્ચેના સંબંધ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે તેમના મુદ્દાની પ્રશંસા કરવાનું શરૂ કરી શકીએ છીએ.
આપણે જે કંઈપણ અનુભવીએ છીએ તેના વિશેનું સાપેક્ષ સત્ય એ છે કે દરેક વસ્તુ કારણો અને પરિસ્થિતિઓ પર આધારિત છે, જેમાં આપણી સામાન્ય માનસિક સ્થિતિનો સમાવેશ થાય છે અને માત્ર આપણને શું કરવાનું મન થાય છે તે જ નહીં, પણ આપણે ખુશ છીએ કે નાખુશ છીએ તે પણ. આ વાસ્તવિકતાનું એક પાસું છે - શ્લોકની પંક્તિ તેને પાયો કહે છે, જે રીત નો બધી વસ્તુઓ પાલન કરે છે - તેથી, જે રીતે બધું અસ્તિત્વમાં છે, ચાલે છે અને કાર્ય કરે છે.
સૌથી ઊંડું સત્ય
દરેક વસ્તુ વિશેનું બીજું સત્ય ઊંડા સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે કાલ્પનિકતાના આપણા પ્રક્ષેપણોને કારણે વસ્તુઓ અશક્ય રીતે અસ્તિત્વમાં છે અને કાર્ય કરે છે એવું લાગે છે, તેમ છતાં તે અશક્ય રીતે અસ્તિત્વમાં લાગે છે તે વાસ્તવિકતાને અનુરૂપ નથી.
આપણા પ્રક્ષેપણોને અનુરૂપ કંઈક શોધી શકાય તેવી સંપૂર્ણ ગેરહાજરીને "શૂન્યતા" કહેવામાં આવે છે, જેને ઘણીવાર "ખાલીપણું" તરીકે અનુવાદિત કરવામાં આવે છે.
જો કે આપણું મન મૂંઝવણની આદતમાંથી પ્રક્ષેપિત અસંભવ રીતોમાં સૂક્ષ્મતાના ઘણા સ્તરો છે, તેમ છતાં આપણે સૌથી સામાન્ય સ્તરે તેની સાથે કામ કરીને આ ગહન સત્ય સાથે કામ કરવાનું શરૂ કરી શકીએ છીએ: વસ્તુઓ અશક્ય રીતે અસ્તિત્વમાં નથી. તેઓ કેવી રીતે હોઈ શકે? વાસ્તવિકતા એ છે કે આપણા મૂંઝવણભર્યા દિમાગમાં જે અશક્ય બકવાસ છે તેને અનુરૂપ એવું કંઈ નથી. તે સંપૂર્ણપણે ગેરહાજર છે, આવી કોઈ વસ્તુ નથી.
એક ઉત્તમ ઉદાહરણ ધ્યાનમાં લો: એક બાળક વિચારે છે કે પલંગની નીચે એક રાક્ષસ છે. વાસ્તવમાં પલંગની નીચે એક બિલાડી છે, પરંતુ બાળક પ્રક્ષેપણ કરે છે કે તે બિલાડી એક રાક્ષસ છે. પછી કારણ કે બાળક માને છે કે ત્યાં વાસ્તવમાં એક રાક્ષસ છે, તે બકવાસ હોવા છતાં, બાળક ખૂબ ડરી જાય છે. તેથી આ બકવાસને પ્રક્ષેપિત કરવાથી બાળક પર અસર થાય છે, પરંતુ તે ચોક્કસપણે બિલાડીને વાસ્તવિક રાક્ષસ બનાવતી નથી, કારણ કે ત્યાં રાક્ષસો જેવી કોઈ વસ્તુ નથી. શૂન્યતા, તો પછી, બાળકની કાલ્પનિકતાને અનુરૂપ વાસ્તવિક રાક્ષસની સંપૂર્ણ ગેરહાજરી છે. ત્યાં ક્યારેય એક રાક્ષસ ન હતો અને ક્યારેય હોઈ શકે નહીં. પરંતુ પ્રક્ષેપણને દૂર કરો, અને પલંગની નીચે હજુ પણ એક બિલાડી છે; એવું નથી કે ત્યાં કંઈ નથી.
આદત પ્રમાણે, આપણે કલ્પના કરીએ છીએ, કે વસ્તુઓ તે રીતે અસ્તિત્વમાં છે જે રીતે તે ખરેખર આપણને દેખાય છે. આપણી નજર સામે શું છે અથવા આ ક્ષણે આપણે ખરેખર શું અનુભવી રહ્યા છીએ તેની જ આપણને જાણ છે. દાખલા તરીકે, હું કદાચ હમણાં નાખુશ અનુભવી રહ્યો છું, અને એવું લાગે છે કે તે કોઈ કારણ વગર જાતે જ ઉદ્ભવ્યું છે. હું ફક્ત નાખુશ છું. મને ખબર નથી કેમ. મને કંટાળો આવે છે; હું બેકાર અનુભવું છું; હું નાખુશ છું અને હું જે કરું છું તેનાથી અથવા હું જેની સાથે છું તેની સાથે તે સંબંધિત હોય તેવું લાગતું નથી. બસ એકદમ અચાનક મને બકવાસ લાગે છે; હું નાખુશ અનુભવું છું. તે નોંધપાત્ર હોવું જરૂરી નથી. તે અસંતોષની નિમ્ન સ્તરની લાગણી હોઈ શકે છે. તો તે કેવી રીતે આવે છે? એવું લાગે છે કે કોઈ કારણ નથી. પરંતુ તે અશક્ય છે. તે વાસ્તવિકતાને અનુરૂપ નથી. તે સૌથી ઊંડું સત્ય છે.
પરંપરાગત, સાપેક્ષ સત્ય, તો એ છે કે મારા દુ:ખ અથવા સુખ સહિતની દરેક વસ્તુ કારણ અને અસરની પ્રક્રિયામાંથી ઉદ્ભવે છે. જો કે તે વાસ્તવિકતા છે, તે મને એવું લાગતું નથી. એવું લાગે છે કે હું જે અનુભવું છું તે કોઈ કારણ વિના અચાનક આવ્યું છે. સૌથી ઊંડું સત્ય એ છે કે તે મને જે રીતે દેખાય છે તે વાસ્તવિકતાને અનુરૂપ નથી - તે કંઈક અશક્યનું પ્રક્ષેપણ છે. જો તમે તેના વિશે વિચારો તો તે ખરેખર ખૂબ ગહન છે.
હું બીજું ઉદાહરણ આપું. ધારો કે મારો કોઈ નજીકનો મિત્ર છે જે ક્યારેક મારા પર ચીસો પાડે છે. અમારો અદ્ભુત સંબંધ છે, પરંતુ અચાનક મારો મિત્ર કોઈ વાતને લઈને ગુસ્સે થઈ ગયો અને મારા પર ચીસો પાડે છે. તે મને કેવું દેખાય છે? એવું લાગે છે કે "તમે મને હવે પ્રેમ કરતા નથી." હું ખૂબ જ દુઃખી થઈ જાઉં છું કારણ કે મારા મગજમાં લાગે છે કે મારો મિત્ર મારા પર બૂમો પાડે છે અને હું તેને સંપૂર્ણ રીતે એના સાથે ઓળખું છું અને વધુ કંઈ નહીં. પરંતુ તે પ્રક્ષેપણ વાસ્તવિકતાને અનુરૂપ નથી. તે ચીસો કોઈ કારણ વગર ઉદ્ભવતી નથી, અમારી લાંબા ગાળાની મિત્રતાના સંદર્ભમાં માત્ર એક ઘટના હોવાથી સંપૂર્ણપણે અલગ અસ્તિત્વમાં નથી. કદાચ તમારી સાથે પણ આવું બન્યું હશે.
શું થાય છે કે આપણે આપણા મિત્ર સાથેના સંબંધોની સંપૂર્ણતા ગુમાવી દઈએ છીએ - અન્ય તમામ વખત જ્યારે આપણે આ વ્યક્તિ સાથે હતા, આપણી બાકીની બધી ક્રિયાપ્રતિક્રિયા. પરંતુ તે એકમાત્ર વસ્તુ નથી; આપણે મોટા ચિત્રની દૃષ્ટિ પણ ગુમાવીએ છીએ. આપણા મિત્રના જીવનમાં આપણે એકમાત્ર વ્યક્તિ નથી અને આપણી મિત્રતા તેમના જીવનમાં બનતી એકમાત્ર વસ્તુ નથી. આપણા મિત્રનું મારા સિવાય આખું જીવન છે અને તે કેવી રીતે અનુભવે છે અને કેવી રીતે વર્તે છે તેની પણ અસર થાય છે. કદાચ તેમને કામ પર મુશ્કેલ દિવસ હતો અથવા તેના માતા-પિતા સાથે કોઈ સમસ્યા હતી અને આનાથી મારો મિત્ર ખરાબ મનોભાવમાં હતો અને તેથી તેણે મારા પર બૂમો પાડી. સૌથી ઊંડું સત્ય એ છે કે મેં જે પ્રક્ષેપણ કર્યું તે અશક્ય છે: તે વાસ્તવિકતા નથી કે મારી સામે તેની ચીસો સંપૂર્ણપણે પોતેથી અસ્તિત્વમાં છે, અમારી બાકીની મિત્રતાના સંદર્ભમાં અને તેના જીવનમાં શું થઈ રહ્યું હતું તેનાથી સ્વતંત્ર રીતે. સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં રહેલી ઘટનાઓના દેખાવને અનુરૂપ વાસ્તવિક વાસ્તવિકતા સંભવતઃ અસ્તિત્વમાં નથી, આવી કોઈ વસ્તુ નથી. અસ્તિત્વના આવા મોડની સંપૂર્ણ ગેરહાજરીને "શૂન્યતા", સંસ્કૃતમાં "શૂન્યતા" કહેવામાં આવે છે, જે શૂન્ય માટેનો શબ્દ છે.
બે સત્યોના સંદર્ભમાં, પછી, જ્યારે વસ્તુઓ અલગથી અસ્તિત્વમાં અને એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ નથી હોઈ શકતું, ત્યારે કારણ અને અસર કાર્ય કરે છે. આ એટલા માટે છે કારણ કે કારણ અને અસર ફક્ત એકબીજાના સંબંધમાં અને એકબીજા પર આધારિત છે. જ્યાં સુધી તેની સંભવિત અસર ન હોય ત્યાં સુધી કંઈક કારણ તરીકે અસ્તિત્વમાં હોઈ શકતું નથી. જો કોઈ વસ્તુ અસર પેદા કરી શકતી નથી, તો તે કોઈ પણ વસ્તુના કારણ તરીકે કેવી રીતે અસ્તિત્વમાં હોઈ શકે? તે પછી, વસ્તુઓનું સાપેક્ષ સત્ય, એટલે કે તેમના સાધક સંબંધો, દરેક વસ્તુ વિશેના સૌથી ઊંડા સત્યને કારણે જ કાર્ય કરી શકે છે: અન્ય દરેક વસ્તુથી અલગ રીતે અશક્ય રીતે કંઈપણ અસ્તિત્વમાં નથી.
હકીકત એ છે કે બે સત્યો આ રીતે એકબીજાને ટેકો આપે છે, જેમ કે શ્લોકમાં ઉલ્લેખ કર્યો છે, પાયો, એ રીત જેનું બધું પાલન કરે છે. "પાયો" એ પણ સૂચવે છે કે તે આગલી પંક્તિમાં જે આવે છે તેનો પાયો છે. તે વાસ્તવિકતા, એટલે કે બે સત્યોને જોવાના આધારે છે કે બુદ્ધ પછી ચાર સત્યોને સમજ્યા.
પ્રશ્નો
સાચી વાસ્તવિકતાનો અનુભવ
શું સીધી સાચી વાસ્તવિકતાનો અનુભવ કરવો શક્ય છે, જ્યાં તમારી પાસે કોઈ ખોટા ધારણા નથી? અથવા તે કંઈક અશક્ય છે?
ના, ના, શક્ય છે. જો કે આપણી માનસિક પ્રવૃત્તિ દરેક વસ્તુને અશક્ય રીતે અસ્તિત્વમાં હોવાનું જણાય છે, તેમ છતાં, તે વાસ્તવિકતાને અનુરૂપ ન હોવાથી, તે વિકૃતિનું કારણ શું છે તેમાંથી છુટકારો મેળવવો શક્ય છે. આ એટલા માટે છે કારણ કે વાસ્તવિકતા જેવી વસ્તુ છે અને કારણ કે વાસ્તવિકતાને વિકૃત કરવી એ માનસિક પ્રવૃત્તિની મૂળભૂત પ્રકૃતિનો ભાગ નથી. માનસિક પ્રવૃત્તિ માટે કોઈપણ પ્રક્ષેપણ અથવા વિકૃતિ વિના કાર્ય કરવું શક્ય છે.
તેના આધારે, આપણે સમજીએ છીએ કે જ્યારે આપણી માનસિક પ્રવૃત્તિ વાસ્તવિકતાને વિકૃત કરે છે, જે આપણને સમસ્યાઓ, વેદના અને દુ:ખનું કારણ બને છે. પરંતુ કારણ કે તે વિકૃતિને પ્રક્ષેપિત કરવાથી આપણા મનને રોકવું શક્ય છે, તેથી આપણે હવે આપણી જાત માટે સમસ્યાઓ ઊભી કરીશું નહીં અને અનુભવીશું નહીં. એકવાર આપણે સમજી જઈએ કે આપણું મન આ ધ્યેય પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, પછી આપણે વેદનાને ટાળવા અને અટકાવવા માટે આપણા જીવનમાં મૂકવાની સૌથી સુરક્ષિત દિશા તેને પ્રાપ્ત કરવું છે. આ સુરક્ષિત દિશા એ આપણું કહેવાતું "આશ્રય" છે. પરંતુ આપણે ધ્યેય માટે માત્ર ત્યારે જ લક્ષ્ય રાખી શકીએ છીએ જ્યારે આપણને ખાતરી હોય કે તેને પ્રાપ્ત કરવું ખરેખર શક્ય છે. આપણી ખાતરી એ અનુભૂતિથી આવે છે કે મેં જે ઉલ્લેખ કર્યો છે તે બધું વાસ્તવિકતા અને તેને સમજવાની આપણી ક્ષમતા પર આધારિત છે.
પરંતુ વાસ્તવિકતાથી પોતાને પરિચિત કરવા માટે ખૂબ લાંબી તાલીમની જરૂર છે જેથી માનસિક અવરોધોને કાપી શકાય. આ તે છે જ્યાં ધ્યાન આવે છે. ધ્યાન, આ સંદર્ભમાં, વાસ્તવિકતાને એક ફાયદાકારક આદત તરીકે જોઈને પોતાને વાસ્તવિકતાથી પરિચિત કરવાની તાલીમ છે. જો તમે એ આદત કેળવશો, તો તમે જ્યારે પણ કોઈને મળો છો, ત્યારે તમે તેમને એ રીતે જોવાની ટેવ પાડી દીધી છે જેથી તમે તેમને તમારી આંખોની સામે દેખાય છે ફક્ત એમ નથી જોતા. તેના બદલે, તમે સંપૂર્ણપણે વાકેફ છો કે તેઓ એક સમયે બાળક હતા, તેમનું બાળપણ અને પુખ્ત જીવન હતું, અને ઘણી બાબતોએ તેમના સમગ્ર જીવન દરમિયાન તેમને પ્રભાવિત કર્યા હતા. અને તેઓ કદાચ મોટા થશે અને વધુ વસ્તુઓથી પ્રભાવિત થશે. આ રીતે, તમે વ્યક્તિના જીવનના સમગ્ર સંદર્ભની વાસ્તવિકતા જુઓ છો, અને જુઓ છો કે તેમાં જે બન્યું છે તે એકબીજા સાથે સંકળાયેલું છે. વ્યક્તિની વાસ્તવિકતાનો આ દૃષ્ટિકોણ તમને તમારી આંખો સમક્ષ સ્થિર છબીની જેમ ટૂંકી દૃષ્ટિથી જોવા કરતાં વધુ ફાયદાકારક અને વાસ્તવિક રીતે સંપર્ક કરવાની મંજૂરી આપે છે.
પરંતુ તમારે તે કરવા માટે તમારી જાતને તાલીમ આપવાની જરૂર છે. નિઃશંકપણે તમે ખરેખર તેમના જીવનની તમામ વિગતો અને તેના પ્રભાવો જાણતા નથી, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. માત્ર જાણવું કે આ વ્યક્તિનો ભૂતકાળનો ઈતિહાસ ઘણા પ્રભાવો સાથે છે અને મોટાભાગે તેમનું ભવિષ્ય હશે તમને તે વ્યક્તિની વાસ્તવિકતા તરફ ખૂબ જ ખોલે છે. તેથી, જો તમે બાળક જુઓ, દાખલા તરીકે, તમે બાળકને ફક્ત બાળક તરીકે જ જોતા નથી; અહીં એક સંભવિત પુખ્ત છે, અને હવે હું જે કરું છું તે બધું આ બાળક કેવી રીતે પુખ્ત બને છે તેના પર અસર કરશે. તમે આખું ચિત્ર જુઓ છો. તમે વાસ્તવિકતાના સંપર્કમાં છો.