બે સત્યોમાંથી, ચાર સત્યો

આધ્યાત્મિક ધ્યેય તરફ કામ કરવું

આધ્યાત્મિક ધ્યેય તરફ કામ કરવાની બે રીત છે:

  • શ્રદ્ધા ના આધારે - આપણને શ્રદ્ધા છે કે તે ધ્યેય પ્રાપ્ત કરવું શક્ય છે. આ શ્રદ્ધાના આધારે તમે તેની તરફ કામ કરો છો, અને જેમ જેમ તમે તમારી તાલીમમાં આગળ વધો છો, તેમ તેમ તમને આખરે ખાતરી થઈ જાય છે કે ધ્યેય હાંસલ કરવું શક્ય છે. દાખલા તરીકે, જો તમારું ધ્યેય કાયમ માટે વેદનાને જીતવું અને દૂર કરવાનું છે અને તમને શ્રદ્ધા છે કે તે શક્ય છે, તો જેમ જેમ તમે તેની તરફ કામ કરો છો, જો તમારી વેદના ઘટશે, તો તમને ખાતરી થશે કે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય છે. તમારી પ્રગતિના ભાગ રૂપે, તમે વધુ અભ્યાસ અને ધ્યાન કરો છો, અને આ દ્વારા, તમે તાર્કિક રીતે પણ ખાતરી કરો છો કે ધ્યેય પ્રાપ્ય છે.
  • પ્રતીતિ ના આધારે - તમે પ્રથમ કારણ અને તર્ક દ્વારા ખાતરી કરો છો કે ધ્યેય પ્રાપ્ય છે, અને પછી તમે તેની તરફ કામ કરો છો.

જો આપણે તેને શાસ્ત્રીય બૌદ્ધ સૂત્રમાં મૂકવા માંગતા હોઈએ તો બોધિચિત્ત વિકસાવવા માટેની બે પદ્ધતિઓના સંદર્ભમાં સામાન્ય રીતે આ બે અભિગમોની ચર્ચા કરવામાં આવે છે.

પ્રથમ, આપણે સાપેક્ષ બોધિચિત્તનો વિકાસ કરીએ છીએ, જે આપણા પોતાના ભવિષ્યના જ્ઞાન પ્રાપ્તિને ધ્યેયમાં રાખે છે, જે હજુ સુધી થયું નથી, પરંતુ થઈ શકે છે. આપણે દરેકને લાભ આપવા માટે આ કરવા માંગીએ છીએ, કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે ખરેખર દરેકને મદદ કરી શકીએ તેનો એકમાત્ર રસ્તો છે આ સ્થિતિ પ્રાપ્ત કરવી જેમાં આપણે કારણ અને અસર અને અન્યને મદદ કરવાની સૌથી અસરકારક રીતોને સંપૂર્ણપણે સમજીએ છીએ. વધુમાં, આપણને શ્રદ્ધા છે કે તે પ્રાપ્ત કરવું શક્ય છે.

જેમ જેમ આપણે વધુ આગળ વધીએ છીએ તેમ, આપણે સૌથી ઊંડા બોધચિત્તનો વિકાસ કરીએ છીએ, જે શૂન્યતા (ખાલીપણું) ની સમજણનો સંદર્ભ આપે છે - એ હકીકત કે વસ્તુઓ અશક્ય રીતે અસ્તિત્વમાં નથી. આપણે વાસ્તવિકતાને સમજીએ છીએ, અને જોઈએ છીએ કે મનની પ્રકૃતિ કાલ્પનિકતાને પ્રક્ષેપણ કરવા માટે સક્ષમ નથી, પરંતુ વાસ્તવમાં ફક્ત વાસ્તવિકતાને જ સમજવામાં સક્ષમ છે. તે સમજવાથી, આપણે તાર્કિક રીતે ખાતરી થાય છે કે ધ્યેય પ્રાપ્ય છે. આપણી શ્રદ્ધા પછી પ્રતીતિમાં ફેરવાઈ જાય છે.

બીજો અભિગમ છે કે પેહલા વાસ્તવિકતાની આ સમજને વિકસાવવું  જ્યાં આપણે સમજીએ છીએ કે જ્ઞાન પ્રાપ્તિ શક્ય છે - એટલે ગહન બોધિચિત્ત પેહલા. આના આધારે, આપણને ખાતરી છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને, આ પ્રતીતિને કારણે, આપણે તેને પ્રાપ્ત કરવા માટે કામ કરીએ છીએ. આ બીજો અભિગમ એક મહાન ભારતીય ગુરુ નાગાર્જુનના એક ગ્રંથમાં જોવા મળે છે, જેને "બોધચિત્ત પર ભાષ્ય" કહેવાય છે (સંસ્કૃત બોધચિત્ત-વિવારણ).

આ અભિગમ આપણે બે સત્યોમાંથી ચાર ઉમદા સત્યો અને ચાર ઉમદા સત્યો માંથી - ત્રણ કિંમતી રત્નો કેવી રીતે મેળવીએ છીએ તે વિશે આપણે જે શ્લોકમાં જોયું છે તેમાં પ્રસ્તુત છે. આ પ્રસ્તુતિનો હેતુ આપણને એ સમજવામાં મદદ કરવાનો છે કે મુક્તિ અને જ્ઞાન પ્રાપ્તિ શક્ય છે, કારણ કે તે વાસ્તવિકતા પર આધારિત છે.

  • મુક્તિ નો અર્થ છે અનિયંત્રિત પુનરાવર્તિત પુનર્જન્મથી કાયમ માટે સ્વતંત્ર સ્થિતિ: સંસારથી સંપૂર્ણપણે સ્વતંત્ર, જેથી આપણે કાયમ માટે વેદનાથી સ્વતંત્ર થઈએ. જેમણે મુક્તિ પ્રાપ્ત કરી છે તેઓ “અર્હત”, મુક્ત જીવો છે.
  • જ્ઞાન પ્રાપ્તિ એ તમામ અસ્પષ્ટતાથી કાયમ સ્વતંત્ર રહેવાની સ્થિતિ છે જે તમને મુક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમામ મર્યાદિત જીવોને મદદ કરવાની સૌથી અસરકારક રીતોને સમજવાથી અટકાવે છે. પ્રબુદ્ધ જીવો "બુદ્ધ" તરીકે ઓળખાય છે.

એકવાર આપણને ખાતરી થઈ જાય કે માત્ર તે શક્ય જ નથી, પરંતુ આપણે પણ – માત્ર બુદ્ધ શાક્યમુનિ જ નહીં – મુક્તિ અને જ્ઞાન પ્રાપ્ત મેળવી શકીએ છીએ, તે આપણને આપણા આધ્યાત્મિક અભ્યાસમાં ઘણી શક્તિ અને સ્થિરતા આપે છે. તેમ છતાં, તે સમજવું ખૂબ જ સરળ નથી, પરંતુ કોઈએ ક્યારેય કહ્યું નથી કે તે હતું!

બે સત્યો

આપણા પ્રથમ સત્રમાં, આપણે પ્રથમ પંક્તિની ચર્ચા કરી:

બે સત્યોનો અર્થ જાણીને, જે પાયો છે, જે રીતે બધી વસ્તુઓનું પાલન કરે છે,

જે પાયા પર સમગ્ર ચર્ચા ટકે છે તે બે સત્યોની પ્રસ્તુતિ છે, જે બધું કેવી રીતે અસ્તિત્વમાં છે અને કામ કરે છે તે વિશે છે - બીજા શબ્દોમાં કહીએ તો, જે રીતે બધી વસ્તુઓ પાલન કરે છે. આ બે સત્યો, દરેક વસ્તુ વિશે, બંને માન્ય છે અને તેથી સાચા છે:

  • સાપેક્ષ સત્ય: વસ્તુઓ કારણો અને શરતો પર આધારિત છે. અલબત્ત, વસ્તુઓ જેના પર આધાર રાખે છે તેના અન્ય સ્તરો છે, જેમ કે તેમના ભાગો અને વિભાવનાઓ કે જે તેમને સંદર્ભિત કરે છે. અહીં મુખ્ય મુદ્દો અનુભવાત્મક અર્થમાં કારણ અને અસર છે, ખાસ કરીને કર્મની અનિવાર્યતાના સંબંધમાં ખુશી અને નાખુશીના આપણા અનુભવના સંદર્ભમાં.
  • સૌથી ઊંડું સત્ય: જો કે વસ્તુઓ આપણને નિર્ભર રીતે ઊભી થતી દેખાતી નથી, તેમ છતાં અસ્તિત્વમાં રહેલા અશક્ય માર્ગોના તે ભ્રામક દેખાવ વાસ્તવિકતાને અનુરૂપ નથી. એક ખરેખર વાસ્તવિકતા જે આપણા પ્રક્ષેપનોને અનુરૂપ છે તે સંપૂર્ણપણે ગેરહાજર છે. કારણો અને શરતોથી સ્વતંત્ર રીતે, તેમના પોતાના પર સંપૂર્ણપણે અસ્તિત્વમાં રહેલી વસ્તુઓની આ સંપૂર્ણ ગેરહાજરી, "શૂન્યતા" અથવા "ખાલીપણું" તરીકે ઓળખાય છે.

ચાર ઉમદા સત્યો

બે સત્યોની માન્યતાના આધારે, બુદ્ધ ચાર ઉમદા સત્યોને સમજવા અને ઘડવામાં સક્ષમ હતા. આ બીજી પંક્તિમાં બતાવવામાં આવ્યું છે:

આપણે નિશ્ચિત થઈએ છીએ કે કેવી રીતે, ચાર સત્યો દ્વારા, આપણે પ્રવેશ કરતા રહીએ છીએ પણ આપણા અનિયંત્રિત રીતે પુનરાવર્તિત પુનર્જન્મને પણ ઉલટાવી શકીએ છીએ.

ચાર ઉમદા સત્યોને અત્યંત અનુભૂતિ પામેલા માણસો દ્વારા સત્ય માનવામાં આવે છે. આ એક રસપ્રદ મુદ્દો છે, કારણ કે તેનો અર્થ એ છે કે આ તથ્યોને સાચા તરીકે જોનારા માત્ર બુદ્ધો જ નથી, પરંતુ તે પણ જેઓ બુદ્ધત્વ પહેલાં ચોક્કસ તબક્કે પહોંચે છે, વાસ્તવમાં તે ઘણા લાંબા રસ્તા પેહલા. તે ત્યારે થાય છે જ્યારે આપણી પાસે શૂન્યતાની બિન-વૈચારિક સમજ હોય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, સૌથી ઊંડી વાસ્તવિકતા. આ સમજ તદ્દન સચોટ અને તદ્દન નિર્ણાયક છે. કારણ કે તે બિન-વૈચારિક છે, તેનો અર્થ એ છે કે આપણે શ્રેણીઓ દ્વારા વસ્તુઓને સમજી રહ્યાં નથી.

જ્યારે આપણે "કૂતરો" જેવી શ્રેણી દ્વારા વિચારીએ છીએ, ત્યારે તમારી પાસે મનમાં કંઈક એવું હોય છે જે કૂતરાને રજૂ કરે છે. આ રજૂઆત દરેક વ્યક્તિ માટે થોડી અલગ હોઈ શકે છે, પરંતુ જ્યારે આપણે શેરીમાં અથવા કોઈપણ જગ્યાએ કૂતરો જોઈએ છીએ, ત્યારે આપણે તેને આ શ્રેણી દ્વારા સમજીએ છીએ. આપણી પાસે એક કૂતરાની છબી દ્વારા - જરૂરી નથી કે કોઈ ચોક્કસ દ્રશ્ય હોય - આપણે કૂતરાની ધારણાને એકસાથે મૂકીએ છીએ. જ્યારે આપણે કંઈક બિન-વૈચારિક રીતે અનુભવીએ છીએ, ત્યારે તે કોઈપણ શ્રેણી અથવા તેને રજૂ કરતી કોઈ વસ્તુના ગળણી વિના હોય છે. તેથી જ તેને "બેર કોગ્નિશન" કહેવામાં આવે છે. તમે વસ્તુઓને ડબ્બામાં મુક્યા વિના સમજો છો.

ઉચ્ચ અનુભૂતિ પામેલા જીવો અથવા સંસ્કૃતમાં આર્યો, તેને "વાસ્તવિકતા" ના ડબ્બામાં મૂક્યા વિના વાસ્તવિકતાને સમજે છે, જેમ કે, "હવે હું વાસ્તવિકતા જોઈ રહ્યો છું." તેઓ તેને કોઈપણ ડબ્બા અથવા શ્રેણીમાં મૂક્યા વિના - તેઓ શું અનુભવી રહ્યાં છે - વાસ્તવિકતા - તે સંપૂર્ણપણે, સચોટ અને નિર્ણાયક રીતે સમજે છે. તે એટલું સરળ નથી. જો આપણે જે ડબ્બામાં વસ્તુઓ મૂકીએ છીએ તે આપણે શાબ્દિક રીતે ન કરીએ, તો પણ આપણે દરેક વસ્તુને સમજવાની સામાન્ય રીત છે. આપણે બધું ડબ્બામાં મૂકીએ છીએ, જાણે કે ડબ્બામાં વસ્તુઓ પોતે અસ્તિત્વમાં છે, દરેક વસ્તુથી અલગ.

વૈચારિક સમજશક્તિ વિશે વધુ સમજાવવાની અહીં જરૂર નથી. મુદ્દો એ છે કે આ રીતે વાસ્તવિકતાને સમજવા માટે તમારે બુદ્ધ બનવાની જરૂર નથી. જ્યારે આપણે વાસ્તવિકતાને બિન-વૈચારિક રીતે સમજીએ છીએ, ત્યારે આપણે ચાર ઉમદા સત્યોને સાચા તરીકે જોશું, અને આપણે તેના વિશે ચોક્કસ હોઈશું.

આ ચાર સત્ય શું છે? પહેલું વેદના છે. બીજું વેદનાનું કારણ છે. ત્રીજું વેદના અને તેના કારણોનું રોકાણ છે. ચોથો રસ્તો અથવા સમજણ છે જે વેદનાને રોકવા તરફ દોરી જશે. આને સત્ય કહેવામાં આવે છે જેમ કે "સાચી વેદના," "સાચું કારણ" વગેરે.

આ આખી ચર્ચા પુનર્જન્મના સંદર્ભમાં છે - અનાદિ અને અનંત માનસિક સાતત્ય. પુનર્જન્મ એ પાયો છે. આપણે વસ્તુઓના ક્ષણ-ક્ષણના વ્યક્તિગત અનુભવ વિશે વાત કરી, જે જો તે કારણ અને અસરની દ્રષ્ટિએ કાર્ય કરે છે, તો તેની સંપૂર્ણ શરૂઆત હોઈ શકતી નથી જ્યાં તે કંઈપણ વિના શરૂ થાય છે. તેવી જ રીતે, ત્યાં કોઈ છેલ્લી ક્ષણ નથી હોઈ શકતી જ્યાં તે કાંઇ નહિમાં ફેરવાય જાય. તે અશક્ય છે. કારણ અને અસરના મૂળભૂત સત્ય પરથી, આપણે તારણ કાઢવું પડશે કે વ્યક્તિગત માનસિક સાતત્યની કોઈ શરૂઆત કે અંત નથી, અને તેથી પુનર્જન્મ સાચો હશે.

સાચી વેદના

સાચી વેદનાના ત્રણ પાસાઓ છે:

  • પહેલું છે આપણું સામાન્ય નાખુશી, જેને આપણે વેદનાનું વેદના કહીએ છીએ. આપણે બધાએ નાખુશીનો અનુભવ કર્યો છે. જરૂરી નથી કે નાખુશી પીડા સમાન હોય. ખુશી અને નાખુશી અને આનંદ અને પીડા એ બે અલગ અલગ વસ્તુઓ છે. આનંદ અને પીડા એ શારીરિક સંવેદનાઓ છે, જ્યારે ખુશી અને નાખુશી એ મનની સ્થિતિ છે. કોઈ વ્યક્તિ પીડા અનુભવી શકે છે પરંતુ તેના વિશે ખુશ હોઈ શકે છે, જેમ કે ભારે શારીરિક કસરત કર્યા પછી, જ્યારે કોઈ વ્યક્તિ આનંદ અનુભવી શકે છે પરંતુ તેના વિશે ખૂબ જ નાખુશ હોઈ શકે છે, જેમ કે જ્યારે દબાણમાં સંભોગ કરવામાં આવે ત્યારે. તો આ બે અલગ અલગ ચલ છે. અહીં આપણે નાખુશી વિશે વાત કરી રહ્યા છીએ, જે આપણે બધા જાણીએ છીએ, અને તેનું વર્ણન તમામ પ્રકારના વેદનાથી ભરેલા પુનર્જન્મના ખરાબ પ્રકારના સંદર્ભમાં કરવામાં આવ્યું છે.
  • બીજા પ્રકારને પરિવર્તનની વેદના કહેવામાં આવે છે, અને તે આપણા સામાન્ય ખુશીનો સંદર્ભ આપે છે. આપણા સામાન્ય ખુશી ની સમસ્યા એ છે કે તે ક્યારેય ટકી શકતી નથી કે આપણને સંતોષ આપતી નથી. આપણે હંમેશા વધુ ઈચ્છીએ છીએ, પરંતુ જો આપણી પાસે વધુ પડતું હોય, તો આપણે નારાજ થઈ જઈએ છીએ અને તે નાખુશીમાં ફેરવાઈ જાય છે. એક સરળ ઉદાહરણ એ છે કે તમારું મનપસંદ ભોજન વધુ પડતું ખાવું, જેનાથી પછી તમે કંટાળી જાઓ. પછી તમે હવે એ ખાવા માંગતા નથી, અને તમે નાખુશી અનુભવો છો. તો સમસ્યા એ છે કે આપણું સામાન્ય ખુશી સંતોષકારક કે સ્થિર નથી. આપણું સામાન્ય જીવન ઉપર અને નીચે જાય છે, અને ક્યારેક આપણે ખુશ હોઈએ છીએ અને ક્યારેક આપણે નાખુશ હોઈએ છીએ, પરંતુ આમાં કોઈ નિશ્ચિતતા નથી. આપણી આસપાસ ભલે ગમે તે ચાલી રહ્યું હોય, આપણે ક્યારેય જાણતા નથી કે આગામી ક્ષણમાં આપણે કેવું અનુભવીશું. અચાનક, આપણે નાખુશ અથવા કંટાળો અથવા હતાશ અનુભવી શકીએ છીએ. તે સતત ઉપર અને નીચે, ઉપર અને નીચે જાય છે.
  • ત્રીજા પ્રકારની વેદનાને સર્વવ્યાપી વેદના કહેવામાં આવે છે, અને તે આપણા નાખુશી અને સામાન્ય ખુશીના ઉતાર-ચઢાવનો અનુભવ કરવાનો આધાર છે. આધાર એ આપણું અનિયંત્રિતપણે પુનરાવર્તિત અસ્તિત્વ અથવા પુનર્જન્મ છે, જેને સંસ્કૃતમાં સંસાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે એવા શરીર અને મન સાથે વારંવાર પુનર્જન્મ લેતા રહીએ છીએ જે જીવનના ઉતાર-ચઢાવ અથવા સામાન્ય ખુશી અને નાખુશીનો અનુભવ કરવાનો આધાર છે. આ જ સાચી વેદના છે, આપણી સાચી સમસ્યા છે. જો આપણે વાસ્તવિકતા જોઈશું તો આ મુખ્ય વેદના દેખાશે.

વેદનાના સાચા કારણો

જો તમે વાસ્તવિકતા જોશો, તો તમે એ હકીકત જોશો કે આપણે જે અનુભવીએ છીએ તે ઉપર અને નીચે જાય છે, એક આધારે જોડે જે પણ ચાલુ જ રહે છે. જ્યારે આપણે આ જોઈશું, ત્યારે આપણે સમજીશું કે તે કોઈ કારણથી આવે છે. સાપેક્ષ સત્યનો મુખ્ય મુદ્દો એ છે કે બધી વસ્તુઓ કારણોથી ઉદભવે છે, તો શ્લોકમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે સતત અનિયંત્રિતપણે પુનરાવર્તિત પુનર્જન્મમાં પ્રવેશવાનું સાચું કારણ શું છે? બીજા શબ્દોમાં કહીએ તો, તે કેવી રીતે થાય છે? આ પુનરાવર્તિત ચક્રને કાયમી રહેવાનું કારણ શું છે?

આપણા છેલ્લા સત્રમાં, અમે જોયું કે જો આપણે નાખુશીનો અનુભવ કરીએ છીએ, તો તે વિનાશક વર્તનનું પરિણામ છે, અને જો આપણે સામાન્ય ખુશીનો અનુભવ કરીએ છીએ, તો તે રચનાત્મક વર્તનનું પરિણામ છે. આમાં આપણે કર્મ ઉમેરીએ છીએ, જેનો હું વારંવાર અનિવાર્યતા તરીકે ભાષાંતર કરું છું. તેથી આપણી પાસે અનિવાર્યપણે વિનાશક વર્તન, અને અનિવાર્યપણે રચનાત્મક વર્તન છે. આ બુદ્ધની રચનાત્મક વર્તણૂક જેવું નથી - પરંતુ વર્તન કે જે અનિવાર્યપણે છે, જ્યાં આપણે અહંકારના આધારે અનિવાર્યપણે સારું કરીએ છીએ, અથવા અનિવાર્યપણે બધું સંપૂર્ણ હોવું જોઈએ અને બધું બરાબર કરવું જોઈએ. આ તદ્દન ન્યુરોટિક છે.

જો આપણે અનિવાર્યપણે વર્તતા હોઈએ છીએ, તો તેનું કારણ એ છે કે આપણે ખલેલ પહોંચાડતી લાગણીઓ અને વલણના પ્રભાવ હેઠળ છીએ, જેની આપણે અનિવાર્યપણે વિનાશક વર્તણૂકના સંદર્ભમાં પહેલેથી જ ચર્ચા કરી છે. ગુસ્સામાં, આપણે કોઈને મારીએ છીએ; લોભમાં, આપણે કંઈક ચોરી કરીએ છીએ; નિષ્કપટતામાં, આપણે વિચારીએ છીએ કે આપણી ક્રિયાઓનું કોઈ પરિણામ નથી, જેમ કે "હું પકડાવાનો નથી. તો વાંધો નથી. જો હું ચોરી કરું તો મજા આવશે!”

આ અનિવાર્ય વિનાશક વર્તણૂકની પાછળ અજાણતા રહેલી છે, એક શબ્દનો વારંવાર "અજ્ઞાનતા" તરીકે અનુવાદ થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે મૂર્ખ છીએ, માત્ર મૂંઝવણમાં છીએ. આપણે શેનાથી અજાણ છીએ? સૌપ્રથમ, આપણે કારણ અને અસરથી અજાણ છીએ, જે જો આપણે ખરેખર સમજીએ અને ખાતરી કરીએ, તો આપણે વિનાશક રીતે કાર્ય કરીશું નહીં. આપણે સહજતાથી જાણીએ છે કે તે આપણને વેદના પહોંચાડશે, જે કોઈ સજા નથી, પરંતુ ફક્ત આપણે જે કારણો બનાવીએ છીએ તેનું પરિણામ છે.

ખરેખર, બે પ્રકારની અજાણતા છે. કાં તો આપણે જાણતા નથી કે વિનાશક રીતે કાર્ય કરવાથી આખરે નાખુશી આવશે, અથવા આપણે વિપરીત રીતે વિચારીએ છીએ, જેમ કે, "જો હું વિનાશક રીતે કાર્ય કરીશ, તો તે મને ખુશી લાવશે. જો હું જે ઇચ્છું છું તે ચોરી કરું, તો તે મને ખુશ કરશે. જો હું મારા દુશ્મનને મારીશ, તો તે મને ખુશ કરશે." ભલે વિનાશક વર્તન કર્યા પછી તરત જ આપણે આનંદ અનુભવી શકીએ - "આહ, મેં તે મચ્છરને મારી નાખ્યો, હવે હું આરામ કરી શકું છું!" - તેમ છતાં, લાંબા ગાળાના પરિણામો માટે, એટલે કે ભલે કઈ પણ થઈ રહ્યું હોઈ તો પણ આપણે નાખુશ થઈએ છીએ, આ આના જેવા વિનાશક વર્તનને કારણે છે. તેથી, વિનાશક વર્તન કારણ અને અસરની અજાણતામાંથી આવે છે, અન્ય શબ્દોમાં સાપેક્ષ સત્યની અજાણતા. હું ડોળ નથી કરવાનો કે આ બધું સમજવું સરળ છે, કારણ કે તે નથી, પરંતુ તે કંઈક છે જેના પર આપણે કામ કરી શકીએ છીએ.

જો આપણે આ મુદ્દાનો સારાંશ આપીએ, તો હું વારંવાર નાખુશ અનુભવું છું તેનું કારણ એ છે કે હું કારણ અને અસર સમજી શક્યો નથી. જ્યારે મારું મન ક્રોધ, લોભ, ઈર્ષ્યા વગેરેથી ભરેલું હોય છે, ત્યારે તે મને અનિવાર્યપણે વિનાશક રીતે કાર્ય કરવા તરફ દોરી જાય છે. આ ખરેખર સ્વ-વિનાશક છે, કારણ કે પરિણામે હું ઘણો સમય નાખુશ અનુભવું છું. આ તે જોડાણ છે જે આપણે બનાવવાની જરૂર છે.

આપણે જે ખુશીનો અનુભવ કરીએ છીએ તે પણ અજાણતામાંથી આવે છે, પરંતુ આ કિસ્સામાં, તે વસ્તુઓના સૌથી ઊંડા સત્યની અજાણતા છે. વધુ સચોટ બનવા માટે, આપણે કહેવું પડશે કે અજાણતા રચનાત્મક અને વિનાશક વર્તન બંનેને અંતર્ગત છે. વિનાશક વર્તણૂક માટે, આપણે ગહન સત્ય અને સાપેક્ષ સત્ય બંનેથી અજાણ છીએ. રચનાત્મક વર્તણૂક માટે, આપણે ફક્ત ઊંડા સત્યની અજાણતા ધરાવીએ છીએ. આપણા મનમાં એક પ્રકારનો અવાજ છે, જે વિચારે છે, “મારે શું કરવું જોઈએ? મને જોઈએ છે કે તે મારા હિસાબે થાય! હું ચિંતિત છું." એવું લાગે છે કે ત્યાં ખરેખર શોધી શકાય તેવું નાનું "હું" છે જે વાત કરી રહ્યું છે. પરંતુ આ વાસ્તવિકતાને અનુરૂપ નથી. આવી કોઈ વસ્તુ નથી. આપણા વિચારોનો ફક્ત એક મૌખિક ઘટક છે જે ફરિયાદ અને ચિંતા કરે છે અને કોઈ નાનું "હું" નથી. જ્યારે આપણે આપણા અસ્તિત્વ વિશે અજાણ છીએ, ત્યારે આપણે સૌથી ઊંડી વાસ્તવિકતાથી અજાણ છીએ, અને આપણે આપણી અંદરની કાલ્પનિક "હું" ના આ પ્રક્ષેપણથી ઓળખાઈએ છીએ. કારણ કે તે વાસ્તવિકતાને અનુરૂપ નથી, આપણે તેના વિશે અનિશ્ચિત છીએ, અને પોતાને નિશ્ચિત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, આપણે ક્યારેય સફળ થઈ શકતા નથી.

એક રચના જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે કાલ્પનિક નાનું "હું" ને નિશ્ચિત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ તે આપણી ખલેલ પહોંચાડતી લાગણીઓ છે. આપણને લાગે છે કે, "જો હું કંઈક મેળવી શકું, તો હું નિશ્ચિત રહીશ," અને તેથી આપણી પાસે લોભ અને જોડાણ અને વાસના આવે છે. પછી આપણને લાગે છે કે, "જો હું તેને મારાથી દૂર કરી શકું, તો હું નિશ્ચિત રહીશ," અને તેથી આપણને ગુસ્સો અને દ્વેષ થાય છે. અથવા આપણે નિષ્કપટ હોઈ શકીએ અને વિચારીએ કે, "જો હું માત્ર ડોળ કરું કે જે કંઈ મને ડરાવે છે તે અસ્તિત્વમાં નથી, તો તે મને નિશ્ચિત બનાવશે." આના આધારે આપણે વિનાશક વર્તન પણ કરીએ છીએ, જેમ કે જ્યારે આપણે આપણા તણાવના વધતા સ્તરને અવગણીએ છીએ. ગુસ્સાના આધારે આપણે બૂમો પાડીએ છીએ, નુકસાન કરીએ છીએ અને બીજાને મારી પણ નાખીએ છીએ. લોભ સાથે, આપણે ચોરી કરીએ છીએ અથવા અયોગ્ય જાતીય વર્તણૂકમાં સામેલ થઈએ છીએ જે અન્યને નુકસાન પહોંચાડે છે. નિષ્કપટતા સાથે, આપણે વર્કહોલિક બનીએ છીએ, અસ્વસ્થ આહાર ખાઈએ છીએ અને ક્યારેય કસરત કરતા નથી. તેથી આ બધું સૌથી ઊંડા સત્ય વિશેની નિષ્કપટતામાંથી આવે છે - આપણે કેવી રીતે અસ્તિત્વમાં છીએ - અને કારણ અને અસર વિશે.

રચનાત્મક વર્તણૂકની વાત કરીએ તો, જો ત્યાં ખલેલ પહોંચાડતી લાગણીઓનો આધાર ન હોય તો પણ, આ બધાની અંતર્ગત આ નિષ્કપટતા હજુ પણ છે. આપણે સંપૂર્ણ અથવા સારા બનીને, શ્રેષ્ઠ માતાપિતા બનીને અથવા જે કંઈપણ બનીને આપણું અસ્તિત્વ સાબિત કરવાનો અથવા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ છીએ - "આનાથી મારા મગજમાં આ નાનો 'હું' નિશ્ચિત રહેશે" - જે ક્યારેય સફળ થતું નથી. આપણે ક્યારેય નિશ્ચિત અનુભવતા નથી. જો કે આપણે બીજાને મદદ કરવાથી થોડી ખુશી અનુભવીશું, તે હજી પણ સામાન્ય ખુશી છે અને તેથી તે ટકી શકશે નહીં. આપણે તેનાથી ક્યારેય સંતુષ્ટ થઈશું નહીં, કારણ કે આપણને અનિવાર્યપણે લાગે છે કે આપણે પૂરતા સારા નથી, આપણે પૂરતા સંપૂર્ણ નથી. આપણને હજુ પણ લાગે છે કે આપણે કંઈક સાબિત કરવું પડશે. તે સ્પષ્ટપણે આપણે કેવી રીતે અસ્તિત્વમાં છીએ તેના ઊંડા સ્તરે આ અજાણતા પર આધારિત છે.

વેદનાના ત્રીજા પ્રકાર માટે, નાખુશી અને સામાન્ય ખુશીના ઉતાર-ચઢાવનો અનુભવ કરવાનો આધાર, આપણી પાસે "આશ્રિત ઉદ્ભવતા ૧૨ કડીઓ" તરીકે ઓળખાતી ખૂબ જ જટિલ યોજના છે, જે હું અહીં વિગતવાર સમજાવીશ નહીં, પરંતુ તે કર્મ કેવી રીતે  કરે છે તેની સાથે વ્યવહાર કરે છે.

સૌથી સરળ રીતે, કર્મ અનિવાર્યતાનો ઉલ્લેખ કરે છે, જેના આધારે આપણે અમુક રીતે, વિનાશક અથવા રચનાત્મક રીતે કામ કરીએ છીએ. અનિવાર્યપણનો ખરેખર અર્થ શું છે? અનિવાર્યપણેનો અર્થ એવો થાય છે કે તમારી પાસે કોઈ વસ્તુ પર ખરેખર નિયંત્રણ નથી, જેમ કે કોઈ વ્યક્તિ અનિવાર્યપણે તેમની આંગળીઓને ઠક ઠક કરે છે. આ કંઈક કરવાની લાગણીમાંથી ઉદ્ભવે છે. તિબેટીયન શબ્દનો અર્થ ફક્ત "હું તે કરવા માંગુ છું, હું તે કરવા ઈચ્છું છું, મને તે કરવું ગમે છે," જેમ કે ચીસો, અથવા આલિંગન, અથવા ખાવું. પછી અનિવાર્યપણેનું પરિબળ આવે છે, અને આપણે તે કરીએ છીએ. સરળ રીતે, આ ક્રિયાને પુનરાવર્તિત કરવાની ચોક્કસ વૃત્તિ નિર્માણ થાય છે અને જો તે વિનાશક ક્રિયા હોય તો નાખુશી અનુભવવાની વૃત્તિ અને જો તે રચનાત્મક ક્રિયા હોય તો ખુશીનો અનુભવ કરીએ છીએ. આ વૃત્તિ અમુક સમયે અમુક શરતો દ્વારા સક્રિય થાય છે. તે પાકે છે, અને પછી આપણે ખુશ થઈએ છીએ, અથવા આપણે નાખુશ થઈએ છીએ, અથવા આપણને ફરીથી ચીસો પાડવાનું મન થાય છે, અથવા આપણને ફરીથી આલિંગન કરવાનું મન થાય છે.

આ એક શાશ્વત યોજના છે, જે ચાલુ જ રહે છે, કારણ કે આપણે સતત આ પ્રકારની વર્તણૂક ચાલુ રાખવાની ઇચ્છા અનુભવીએ છીએ. વર્તનની માળખું પછી અંત વિના પુનરાવર્તિત થાય છે, કારણ કે આપણે તેને સતત બળવત્તર અને મજબૂત બનાવીએ છીએ. અને તેથી આપણે હંમેશા આ ખુશી અને નાખુશીનો ઉપર અને નીચે અનુભવ કરીએ છીએ.

અહીં, સૌથી સુસંગત પ્રશ્ન એ છે કે, આ વૃત્તિઓ પરિણામ ઉત્પન્ન કરવા માટે કેવી રીતે સક્રિય થાય છે, જેથી આપણને વર્તનનું પુનરાવર્તન કરવાનું મન થાય? આ ૧૨ કડીઓ સાથે ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે, ભલે તે ખૂબ જટિલ છે. આપણા સાથે આ સતત ઉપર અને નીચે થાય છે, અને તે કઈ ખાસ હોવું જરૂરી નથી. જ્યારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે પણ, કદાચ આપણે એવી  અધવચ્ચેની સ્થિતિમાં હોઈએ છીએ કે જ્યાં આપણે સારી રીતે સૂતા નથી, અને આપણે ખૂબ ખુશ નથી. તો જ્યારે આપણે નાખુશી અને સામાન્ય ખુશીનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણા મનની સ્થિતિ શું હોય છે? તેનો સંસ્કૃત શબ્દ તૃષ્ણા છે, જેનો અર્થ થાય છે "તરસ." તે સામાન્ય રીતે "લાલસા" તરીકે અનુવાદિત થાય છે, પરંતુ વાસ્તવિક શબ્દનો અર્થ ફક્ત તરસ થાય છે.

મૂળભૂત રીતે, જ્યારે આપણે વેદનાનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે તરસથી છૂટકારો મેળવવા માટે ઉત્સુક છીએ, એમ જ જયારે તમે તરસથી છુટકારો મેળવવા થાઓ છો. જ્યારે આપણે ખુશીનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે તેનાથી અલગ થવા માંગતા નથી, પરંતુ વધુ માટે તરસ્યા છીએ. તે એવું છે કે જ્યારે તમે ખરેખર તરસ્યા હોવ અને તમે તે પેહલો ઘૂંટડો લો - અરે, તે પૂરતું નથી, બરાબર? તમે તેનાથી અલગ થવા માંગતા નથી, પરંતુ વધુ અને વધુ ઇચ્છો છો. તે પછી, એક નક્કર હું આવે છે, જ્યાં આપણે વિચારીએ છીએ, “મારે આ નાખુશી માંથી છૂટકારો મેળવવો છે,” “મારે આ ખુશી માંથી છૂટકારો મેળવવો નથી,” અને આ કાર્મિક વૃત્તિઓને સક્રિય કરે છે. આ સર્વવ્યાપી વેદનાનું સાચું કારણ છે. તેથી, ખુશી અને નાખુશીનો અનુભવ કરવાની વૃત્તિઓ, ખલેલ પહોંચાડતી લાગણીઓ સાથે મિશ્રિત આપણા અનિવાર્ય વર્તનમાંથી આવે છે, જે પોતે જ તેના સૌથી ઊંડા સ્તરે વાસ્તવિકતા પ્રત્યેની આપણી અજાણતામાંથી આવે છે - કેવી રીતે આપણી લાગણીઓ અસ્તિત્વમાં છે (તે દરેક સમયે બદલાય છે) અને આપણે કેવી રીતે વાસ્તવમાં અસ્તિત્વમાં છે (આપણા માથામાં શોધી શકાય તેવી અસુરક્ષિત એન્ટિટી તરીકે નહીં કે જેને કોઈક રીતે પકડીને સુરક્ષિત બનાવી શકાય).

આ અજાણતા એ મૂળભૂત કારણ છે, અને તે આપણા રચનાત્મક અને વિનાશક વર્તન બંને સાથે જોડાયેલું છે. તે વાસ્તવિક મુશ્કેલી સર્જનાર છે જે વૃત્તિઓને ખુશ, નાખુશ, અને આપણા વર્તનને પુનરાવર્તિત કરવા, અને તેને વાસ્તવમાં અસ્તિત્વમાં  રહેવાનું કારણ બને છે. જો આપણે આ તરસને જોઈએ, તો તે આપણું અસ્તિત્વ કેવી રીતે છે તેની આ અજાણતા સાથે આંતરિક રીતે જોડાયેલું છે. આપણે વિચારીએ છીએ, "હું 'હું' છું, એકમાત્ર એક જે મહત્વપૂર્ણ છે, અને તેથી મારે આ ખુશીથી અલગ થવું જોઈએ નહીં. તે ખુબ મહત્વનું છે કે હું નાખુશ નથી," તેના બદલે કે, "ઠીક છે, હું ખુશ છું કે નાખુશ... તો શું?" આપણા સતત અનિયંત્રિતપણે પુનરાવર્તિત પુનર્જન્મનું સાચું કારણ એ બે સત્યો વિશેની આપણી અજાણતા છે.

વેદનાના કારણોનું સાચું રોકાણ

ત્રીજું સત્ય સાચું રોકાણ છે, જ્યાં વેદનાના કારણો રોકાય છે, અને તેથી વેદના પણ રોકાય છે. વાસ્તવિકતા વિશેની આ અજાણતાને કાયમ માટે કેવી રીતે દૂર કરવી શક્ય છે? જ્યારે તમે સમજો છો કે જે વાસ્તવિકતા સાથે શે સુસંગત નથી, તેના માટે કોઈ પાયો નથી. તે વાસ્તવિક કોઈપણ વસ્તુને અનુરૂપ નથી, અને તેથી તેને સમર્થન આપતું કંઈ નથી.

દાખલા તરીકે, જ્યારે તમારી પાસે નાટ્યગૃહ ઉત્પાદનમાં અમુક દૃશ્યો હોય, ત્યારે તેની પાછળ લાકડીઓ હોય છે જે તેને ઉભું રાખે છે. તિબેટીયન શબ્દનો અર્થ એ છે કે આ લાકડીઓ જેવું કંઈ નથી જે આપણા અશક્ય પ્રક્ષેપનોને પકડી રાખે. જ્યારે દૃશ્યાવલિને પકડી રાખવા કંઈ ન હોય, ત્યારે શું થાય છે? તે નીચે પડે છે.

એકવાર તમે એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો કે આપણા ખોટા પ્રક્ષેપનોને પકડી રાખતું કંઈ નથી, પછી તાલીમ સાથે, આખરે તમે આ અનુભૂતિ પર કાયમ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. એવી કોઈ રીત નથી કે દૃશ્યાવલિ ક્યારેય પાછી ઉભી થઈ શકે. નાના હું નો આ નાટક જે મારા મગજમાં ચિંતા કરે છે, "મારે શું કરવું જોઈએ?" અને "મારે સંપૂર્ણ થવાનું છે" અને "મારા હિસાબે થવું જોઈએ," બંધ થઈ જશે. જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા પ્રક્ષેપણોને ઉભું રાખતું ક્યારેય કઈ હતું નહીં, તો પછી આપણું મન હવે એવી કોઈ પણ વસ્તુને પ્રક્ષેપિત કરતું નથી જે અશક્ય છે. આના આધારે, આપણે હવે તેમાંથી કોઈપણ વૃત્તિને સક્રિય કરવાના નથી, કારણ કે તેમને સક્રિય કરવા માટે કંઈ હશે નહીં. હવે ત્યાં: “હું, હું, હું. મારે ખુશ રહેવું જોઈએ, અને હું નાખુશ ન હોઈ શકું!” રહેશે નહીં.

જો વૃત્તિને સક્રિય કરવા માટે ત્યાં કંઈ છે જ નહીં, તો પછી તમે એવું કહી શકતા નથી કે તમારી પાસે હવે એ વૃત્તિ છે. જો પરિણામ હોઈ તો જ કંઈક પરિણામ માટેનું વૃત્તિ હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વૃત્તિનો સંપૂર્ણ ધારણા પરિણામ હોવા પર નિર્ભર છે. જો કોઈ પરિણામ ન હોય, તો હવે તેને ઉત્પન્ન કરવાની વૃત્તિ હોઈ શકે નહીં.

આ રીતે આપણે અનિયંત્રિત પુનરાવર્તિત પુનર્જન્મને ઉલટાવી શકીએ છીએ. ભલે આપણું મન અનાદિકાળથી વૃત્તિઓથી ભરેલું હોય, જો તેમને સક્રિય કરવા માટે કંઈ ન હોય, તો તે હવે અસ્તિત્વમાં નથી. જ્યારે આપણે વાસ્તવિકતાની જાગૃતિ સાથે રહીએ છીએ, ત્યારે આપણે ફક્ત અનિવાર્ય વર્તન બાંધતા નથી જે વધુ વૃત્તિઓ લાવશે. આમ, અનિયંત્રિતપણે પુનરાવર્તિત પુનર્જન્મ અને આપણી ઉપર અને નીચે થતી લાગણીઓનો આધાર જતો રહ્યો, કાયમ માટે સમાપ્ત થઈ ગયો. આ એક સાચું રોકાણ  છે અને આપણે મુક્તિ મેળવીએ છીએ.

સાચું રોકાણ લાવવા મનનો સાચો માર્ગ

ચોથા ઉમદા સત્યને સામાન્ય રીતે "સાચો માર્ગ" તરીકે અનુવાદિત કરવામાં આવે છે અને તે મન અથવા સમજણની સ્થિતિનો સંદર્ભ આપે છે, જે, એક માર્ગની જેમ, તમને લક્ષ્ય તરફ દોરી જાય છે. આ બે સત્યોની સાચી અને નિર્ણાયક સમજ છે. આપણે તેના થી જેટલા વધુ ટેવાઈ જઈશું, તેટલું આખરે આપણી પાસે તે હંમેશાં રહેશે, તે એક માર્ગ બની જશે જે અનિયંત્રિત પુનરાવર્તિત પુનર્જન્મથી સાચું રોકાણ લાવે છે.

નિષ્કર્ષ

આ રીતે આપણે બે સત્યોમાંથી ચાર સત્યો મેળવીએ છીએ.

આપણે સંસારમાં કેવી રીતે પ્રવેશીએ છીએ? આપણે જે શ્લોક જોઈ રહ્યા છીએ તે મુજબ, તે ચાર ઉમદા સત્યોમાંથી પ્રથમ બે, એટલે કે, સાચું વેદના અને સાચા કારણો સાથે ચર્ચા કરવામાં આવી છે. મૂળભૂત રીતે, આપણે બે સત્યો વિશેની આપણી મૂંઝવણમાંથી સંસારમાં પ્રવેશીએ છીએ. કાં તો આપણે વાસ્તવિકતા જાણતા નથી, અથવા આપણે કલ્પના કરીએ છીએ તે વાસ્તવિકતા જે છે તેનાથી તદ્દન અલગ છે. આપણે આમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ? ત્રીજું અને ચોથું ઉમદા સત્ય, અથવા સાચું રોકાણ અને મનનો સાચો માર્ગ. તેથી વાસ્તવિકતાના બે સત્યોને ન જાણવાથી, આપણે ચાર ઉમદા સત્યોમાંથી પ્રથમ બે મેળવીએ છીએ, અને તે જાણવાથી, આપણને બીજા બે મળે છે.

જો કે આ એક ખૂબ જ જટિલ વિષય છે, આ રીતે આપણે બૌદ્ધ ઉપદેશો સાથે કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને થોડી પ્રતીતિ પ્રાપ્ત કરીએ છીએ કે બૌદ્ધ ધર્મ જે ધ્યેયો વર્ણવે છે તે હાંસલ કરવું ખરેખર શક્ય છે, અને આપણે આપણા અભ્યાસ સાથે એનો લક્ષ્ય રાખીએ છીએ. એકવાર આપણે તે બધું સચોટ રીતે સમજી લઈએ, પછી આપણે તેને સૂચિત અન્ય તમામ બાબતો સાથે જોડી શકીએ છીએ. ધ્યાન દ્વારા, પછી, આપણે તેની સાથે પોતાને પરિચિત કરીએ છીએ: આપણે વાસ્તવિકતા ને જોવાની આદત બનાવીએ છીએ.

સાંભળવા, વિચારવા અને ધ્યાન કરવાના આ આધારે, આપણે પ્રતીતિ મેળવી શકીએ છીએ કે આપણા અભ્યાસ સાથે જે ધ્યેયનો લક્ષ્ય રાખીએ છીએ તે વાસ્તવમાં શક્ય છે, તે હકીકત છે, તે સિદ્ધ કરી શકાય છે અને જો આપણે તેમાં પૂરતું શ્રમ મુકીએ તો આપણે પોતે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ રીતે, આપણું અભ્યાસ ઘણું વધારે સ્થિર બને છે, કારણ કે તે માત્ર એવી અસ્થિર માન્યતા પર આધારિત નથી કે આપણે જેનું લક્ષ્ય રાખીએ છીએ તે શક્ય છે. તેના બદલે, આપણે નિશ્ચિત થઈએ છીએ.

Top