સમીક્ષા
આપણે વલણની તાલીમ અથવા મનની તાલીમમાં શું સામનો કરી રહ્યા છીએ તે જોયું છે, જે આપણા રોજિંદા જીવનનો અનુભવ છે. આપણે આપણું જીવન જીવીએ છીએ, અને દરેક ક્ષણનો અનુભવ પોતે કરીએ છીએ. ભલે આપણે ફેસબુક અને ટ્વિટર પર જે કંઈ કરીએ છીએ તે બધું પ્રસારિત કરીએ, છતાં પણ, આપણે જ પોતે જ તેનો અનુભવ કરી રહ્યા છીએ.
આજકાલ, એવું લાગે છે કે ઘણા લોકો ફેસબુક અને ટ્વિટર પર ટેક્સ્ટ મેસેજિંગ અને પોતાની લાગણીઓ અને પ્રવૃત્તિઓ પોસ્ટ કરવાના વ્યસની બની ગયા છે. કોઈ બીજાના રોજિંદા જીવન અને આપણા પોતાના રોજિંદા જીવનના સંદર્ભમાં આ સામગ્રી વિશે વાંચવામાં શું તફાવત છે? આપણા પોતાના જીવનના અનુભવ અને બીજા કોઈ તેમના જીવનમાં શું અનુભવી રહ્યું છે તે વચ્ચે સ્પષ્ટપણે થોડું અંતર છે, ખાસ કરીને જ્યારે તેને ખૂબ જ ઓછા શબ્દોમાં રજૂ કરવામાં આવે છે.
જો કે આપણે બીજાઓ અને તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તેના પ્રત્યે સહાનુભૂતિ અનુભવી શકીએ છીએ, તો એ હજી પણ ખુશી કે નાખુશી અથવા તટસ્થ લાગણીઓ જે આપણે પોતે અનુભવીએ તેવું નથી. સૌથી મૂળભૂત સ્તરે, આ તે છે જેનો આપણે રોજિંદા જીવનમાં સામનો કરવો પડે છે; ક્યારેક આપણે ખુશી અનુભવીએ છીએ, ક્યારેક નાખુશી. ક્યારેક એવું લાગે છે કે આપણે વધુ કંઈક અનુભવી રહ્યા નથી. આપણે હંમેશા ખુશ રહેવા માંગીએ છીએ તે હકીકત હોવા છતાં, આપણો મનોભાવ હંમેશા ઉપર અને નીચે થાય છે, અને જરૂરી નથી કે તે આપણે જે કરી રહ્યા છીએ તેની સાથે અનુસરે. ઘણીવાર, એવું પણ લાગે છે કે આપણો આપણા મનોભાવ પર પણ બહુ નિયંત્રણ નથી. વલણની તાલીમ સાથે, આપણે એ જોઈએ છે કે આપણે જે જીવનના દરેક ક્ષણને અનુભવીએ છીએ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો અને જે થાય છે અને આપણે જે કરીએ છીએ એને અનુભવવું.
આપણે જીવનનો સામનો કેવી રીતે કરવો જોઈએ તેના સંદર્ભમાં બે મુખ્ય મુદ્દાઓ પર વિચાર કર્યો : આપણે જે અનુભવીએ છીએ તેનું મહત્વ આપણે અતિશયોક્તિ કરીએ છીએ અને આપણે પોતાના મહત્વને પણ અતિશયોક્તિ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણે નાખુશ થઈએ તો એનો મોટો સોદો બનાવીએ છીએ, જે તેને વધુ ખરાબ બનાવે છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, ત્યારે આપણે તેના વિશે અસુરક્ષિત હોઈએ છીએ, જે તેનો નાશ કરે છે. જ્યારે આપણે તટસ્થ અનુભવીએ છીએ, ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ કારણ કે આપણને લાગે છે કે આપણને હંમેશા મનોરંજનની જરૂર છે. આપણે શાંત અને આરામદાયક અનુભવથી સંતુષ્ટ નથી, પરંતુ આપણે હંમેશા કંઈક ચાલુ રાખવા માંગીએ છીએ, પછી ભલે તે ટેલિવિઝન હોય કે સંગીત હોય કે કંઈપણ. કોઈ પ્રકારની ઉત્તેજના સતત જરૂરી છે, કારણ કે તે જીવનનો કોઈ પ્રકારનો અહેસાસ આપે છે.
મારી એક કાકી હંમેશા ટેલિવિઝન ચાલુ રાખીને સૂવે છે. ખરેખર તો તે ૨૪ કલાક ચાલુ હોય છે. તે કહે છે કે તેમને તે ગમે છે કારણ કે જો તે રાત્રે થોડી જાગી જાય, તો ટેલિવિઝન ચાલુ હોય છે. તે શાંતિથી સંપૂર્ણપણે ડરી જાય છે. તે ફક્ત થોડું વિચિત્ર નથી, મને તે ખૂબ જ દુઃખદ પણ લાગે છે.
હું જે અનુભવી રહ્યો છું તેમાં કંઈ ખાસ નથી
જીવનના ઉતાર-ચઢાવ પ્રત્યેના આપણા વલણને સુધારવા માટે, આપણે સૌ પ્રથમ એ જોવાની જરૂર છે કે તેમાં કંઈ ખાસ નથી. ક્યારેક આપણે ખુશ નથી હોતા, અને ક્યારેક આપણે ઠીક ઠાક અનુભવીએ છીએ, ક્યારેક નિશ્ચલ અને શાંત, એ હકીકતમાં કંઈ ખાસ કે વિચિત્ર નથી. આ સંપૂર્ણપણે સામાન્ય છે. તે સમુદ્ર પરના મોજા જેવું છે, ક્યારેક મોજા ઊંચા હોય છે, ક્યારેક તમે મોજા વચ્ચેના ચાટમાં હોવ છો, અને ક્યારેક સમુદ્ર સંપૂર્ણપણે શાંત હોય છે. બસ, એ જ સમુદ્રનો સ્વભાવ છે ને, અને એ કોઈ મોટી વાત નથી. ક્યારેક મોટા, પ્રક્ષુબ્ધ મોજાઓ સાથે મોટું તોફાન પણ આવી શકે છે; પણ જ્યારે તમે આખા સમુદ્રને તેના ઊંડાણથી સપાટી સુધી વિચારો છો, ત્યારે તે ખરેખર ઊંડાણમાં ખલેલ પહોંચાડતો નથી, ખરું ને? એ તો એવી વસ્તુ છે જે હવામાન વગેરે જેવા ઘણા કારણો અને સંજોગોના પરિણામે સપાટી પર દેખાય છે. એમાં આશ્ચર્યજનક કંઈ નથી.
આપણું મન આ સમુદ્ર જેવું છે. આ રીતે વિચારવું ઉપયોગી છે, એ જોવા માટે કે સપાટી પર ખુશી, નાખુશી, આ લાગણી, તે લાગણીના ઉપર-નીચે મોજા હોઈ શકે છે, પરંતુ ઊંડાણમાં આપણે તેનાથી ખરેખર પરેશાન નથી. આનો અર્થ એ નથી કે આપણે શાંત અને ખુશ મનની સ્થિતિ રાખવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તે હંમેશા તોફાન કરતાં વધુ સારું છે. પરંતુ જ્યારે અતિશય લાગણીઓ અને ભાવનાઓનું તોફાન આવે છે, ત્યારે આપણે તેને એક રાક્ષસી વાવાઝોડામાં ફેરવતા નથી. આપણે ફક્ત તે ખરેખર શું છે તેના સંદર્ભમાં તેનો સામનો કરીએ છીએ..
ઘણા લોકો બૌદ્ધ પદ્ધતિઓનો અભ્યાસ કરે છે અને એ વર્ષોમાં ખરેખર પરિણામો જુએ છે, જેમ કે ખૂબ ગુસ્સો કે ઈર્ષ્યા ન કરવી, બીજાઓ પ્રત્યે ભયાનક ન બનવું વગેરે. પછી ઘણા વર્ષો પછી તેઓ ખરેખર ગુસ્સે થવાનો અથવા પ્રેમમાં પડવાનો એક ઘટના બની શકે છે અને ભારે વળગી રહેવું અને ભાવનાત્મક ઉથલપાથલનો અનુભવ કરી શકે છે, અને તેઓ નિરાશ થઈ જાય છે. આ નિરાશાનું મૂળ એ છે કે તેઓ "કંઈ ખાસ નથી" ના સમગ્ર અભિગમને ભૂલી જાય છે, કારણ કે આપણી વૃત્તિઓ અને ટેવો ખૂબ જ ઊંડાણપૂર્વક જડાયેલી હોય છે અને તેને દૂર કરવા માટે ઘણો સમય અને પ્રયત્ન લાગે છે. આપણે કામચલાઉ ધોરણે તેનું ધ્યાન રાખી શકીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણે ગુસ્સો કેમ આવે છે તેના મૂળ સુધી ન જઈએ, ત્યાં સુધી તે સમય સમય પર ફરી વળશે. તેથી જ્યારે તે ફરી વળે છે, ત્યારે આપણે ખાતરી કરવી પડશે કે આપણે વિચારીએ છીએ, "કંઈ ખાસ નથી." આપણે હજુ મુક્ત જીવો નથી, તેથી અલબત્ત, આસક્તિ અને ગુસ્સો ફરીથી આવવાના છે. જો આપણે તેમાંથી મોટી વાત બાનવીએ, તો ત્યારે આપણે અટવાઈ જઈશું.
વિચાર એ છે કે જો આપણે સમજીએ અને ખાતરી કરીએ કે આપણને જે લાગે છે કે આપણે જે અનુભવીએ છીએ તેમાં કંઈ ખાસ નથી, તો પછી ગમે તે થાય, ભલે તે કોઈ અસાધારણ સમજ હોય, તમે ફક્ત તેનો સામનો કરો. અંધારું હોય અને ત્યારે તમે ટેબલ પર તમારા પગનો અંગૂઠો અથડાવો છો, અને તે દુખે છે. સારું, તમે શું અપેક્ષા રાખો છો? અલબત્ત, જ્યારે તમે તમારા અંગૂઠાને અથડાવો છો ત્યારે તે દુઃખદાયક છે. આપણે તપાસી શકીએ છીએ કે કોઈ તૂટેલું હાડકું છે કે નહીં, પરંતુ પછી તમે આગળ વધો છો. કોઈ મોટી વાત નથી. ઉપર અને નીચે કૂદકો મારવાની જરૂર નથી અને અપેક્ષા રાખવાની જરૂર નથી કે મમ્મી આવીને ચુંબન કરશે અને બધું સારું થઈ જશે. તેથી આપણે આ સરળ, આરામદાયક રીતે આપણું જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. તે આપણને ગમે તે થાય કે આપણે શું અનુભવીએ છીએ તે ધ્યાનમાં લીધા વિના શાંત રહેવામાં મદદ કરે છે.
મારા વિશે કંઈ ખાસ નથી
બીજો મુદ્દો, ફરીથી, અતિશયોક્તિનો હતો. આ વખતે, આપણી લાગણીઓને બદલે, આપણે આપણી જાતનું મહત્વ અતિશયોક્તિ કરીએ છીએ. આ ખરેખર વલણની તાલીમ (મનની તાલીમ) ના ઉપદેશોનો મુખ્ય વિષય છે, કારણ કે આપણી સમસ્યાઓ અને મુશ્કેલીઓ વગેરે, એક જ વસ્તુમાંથી આવે છે: સ્વ-વ્હાલ. આનો અર્થ એ છે કે આપણે ફક્ત "હું" પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ફક્ત આપણે જ છીએ જેની આપણે ખરેખર ચિંતા કરીએ છીએ. તેમાં અહંકાર અને અભિમાનનો એક પાસું છે, તેમજ સ્વાર્થ અને સ્વ-ચિંતા પણ છે. આ વલણ અને તેની સાથે આવતી વસ્તુઓનું વર્ણન કરવાની ઘણી રીતો છે.
જ્યારે આપણે પોતાને કોઈ ખાસ વ્યક્તિ અથવા કંઈક બનાવીએ છીએ, ત્યારે આ ખરેખર આપણી સમસ્યાઓનું મૂળ છે. આપણે વિચારીએ છીએ કે, "હું ખૂબ જ મહત્વપૂર્ણ છું. તેથી, મને શું લાગે છે તે ખરેખર મહત્વપૂર્ણ છે." જો આપણે "હું, હું, હું" વિશે ખૂબ ચિંતિત હોઈએ છીએ, તો અલબત્ત, આપણે આ "હું" ખુશ કે નાખુશ હોવા વિશે અથવા કંઈપણ મહેસૂસ નથી થતું એના વિશે ચિંતિત થઈશું.
આપણે સોશિયલ નેટવર્ક પર આપણી ભાવનાઓ શા માટે શેર કરીએ છીએ?
બૌદ્ધ ધર્મ હંમેશા બે ચરમસીમાઓ ટાળવાની વાત કરે છે, અને કહે છે કે તેના બદલે મધ્યમ માર્ગ અપનાવવો વધુ સારું છે. એક ચરમસીમા એ છે કે "મારી સાથે બનેલી દરેક વસ્તુઓની મોટી વાત બનાવવી," એવું માનવું કે તેને આખી દુનિયામાં પ્રસારિત કરવું જોઈએ કારણ કે દરેકને ખરેખર ચિંતા છે. ખરેખર, કોઈને પરવા નથી કે મેં આજે સવારે નાસ્તામાં શું ખાધું, અથવા મને તે ગમ્યું કે ન ગમ્યું. પરંતુ કોઈક રીતે આપણે હજી પણ વિચારીએ છીએ કે તે ખરેખર મહત્વપૂર્ણ છે. અને પછી લોકોને આપણા પોસ્ટ ગમે છે. પરંતુ આપણે શા માટે ચિંતા કરીએ છીએ કે આજે સવારે મેં જે નાસ્તો ખાધો તે કેટલા લોકોને ગમે છે? તે શું સાબિત કરે છે? આ વિચારવા જેવી રસપ્રદ બાબત છે.
કદાચ લોકોમાં વાસ્તવિક જીવનની વાતચીતનો અભાવ હોય અને તેઓ ફક્ત અન્ય લોકો સાથે શેર કરવા માંગે છે? હા, મને લાગે છે કે એકલતાની ભાવના હોય છે. પરંતુ એક રીતે તે તમને વધુ અલગ પાડે છે કારણ કે અન્ય લોકો સાથે વાસ્તવિક વાતચીત કરવાને બદલે, તમે તમારા કમ્પ્યુટર અથવા સેલ ફોન પર જે તમને લાગે છે કે વધુ સુરક્ષિત વાતાવરણ છે તેમાં તે કરી રહ્યા છો.
હું ખરેખર જે સૂચન કરું છું તે એ છે કે આપણે શા માટે એવું વિચારીએ છીએ કે આપણને કેવું લાગે છે તે શેર કરવું જોઈએ? એક તરફ, કારણ કે આપણે વિચારીએ છીએ કે દરેકને ચિંતા છે અને બીજાઓ માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આપણે નાસ્તામાં શું ખાધું અને આપણને તે ગમ્યું કે નહીં. અલબત્ત, આ એક મૂર્ખ ઉદાહરણ છે, પરંતુ તેમ છતાં, જો ઘણા લોકોને પોસ્ટ પસંદ ન કરે, તો આપણે નિરાશ થઈએ છીએ. આપણે તેને વધુ પડતું મહત્વપૂર્ણ બનાવીએ છીએ - "હું," હું શું કરી રહ્યો છું, હું શું અનુભવી રહ્યો છું - અને ખાસ કરીને બીજા લોકો તેના વિશે શું વિચારે છે. આત્મવિશ્વાસ રાખવા અને જીવન સાથે આગળ વધવાને બદલે, આપણે તેને આખી દુનિયામાં પ્રસારિત કરવા માંગીએ છીએ, લગભગ એવું વિચારીએ છીએ કે આપણે એટલા મહત્વપૂર્ણ છીએ કે તેઓ આપણો સંદેશ વાંચવા માટે બધું છોડી દેશે. શું આ આપણા મહત્વની અતિશયોક્તિ નથી? અને આ ઉપરાંત આપણી પાસે અસુરક્ષા છે, જે ખૂબ શાંત મનની સ્થિતિ નથી. પછી આપણે સતત બીજાઓને તપાસીએ છીએ, ખાતરી કરવા માટે કે આપણે કંઈક ચૂકી ન જઈએ.
ગમે તે હોય, આપણે બે ચરમસીમાઓથી દૂર રહેવાની જરૂર છે: એવું વિચારવું કે આપણે સૌથી મહત્વપૂર્ણ છીએ અથવા એવું વિચારવું કે આપણે મૂળભૂત રીતે કંઈ નથી. કાં તો દરેકને ખબર હોવી જોઈએ કે આપણને શું લાગે છે, પછી ભલે તેઓ કાળજી રાખે કે ન રાખે, અથવા આપણે આપણી લાગણીઓને સંપૂર્ણપણે અવગણીએ છીએ.
અલબત્ત, એવી પરિસ્થિતિઓ હોય છે જ્યારે આપણે શું અનુભવી રહ્યા છીએ તે જણાવવું મહત્વપૂર્ણ છે, જેમ કે જો આપણે કોઈની સાથે સંબંધમાં છીએ અને ખરેખર નાખુશ છીએ. જ્યારે કોઈને આપણે કેવું અનુભવી રહ્યા છીએ તે જાણવાની જરૂર હોય ત્યારે, બીજાઓને કહેવું સારું છે અને ફક્ત તેને અંદર જ રાખવું નહીં: "તમે જે કહ્યું તેનાથી મને ખરેખર દુઃખ થયું," વગેરે. પરંતુ આપણે તે સંતુલિત રીતે કરી શકીએ છીએ જ્યાં આપણે અતિશયોક્તિ ન કરીએ, પરંતુ આપણે તેનો ઇનકાર પણ ન કરીએ. અલબત્ત, જો આપણે સંબંધ વિશે વાત કરી રહ્યા છીએ, તો બે લોકો છે, અને તે એટલું જ મહત્વપૂર્ણ છે (અને એટલી જ મોટી વાત પણ નથી) કે બીજું વ્યક્તિ શું અનુભવી રહ્યા છે.
જ્યારે આપણે વલણની તાલીમની વાત કરીએ છીએ, ત્યારે તે ફક્ત મારા વલણની જ નહીં પરંતુ પરિસ્થિતિમાં સામેલ દરેક વ્યક્તિના વલણની પણ વાત છે. બીજા શબ્દોમાં કહીએ તો, મારો દૃષ્ટિકોણ એકમાત્ર દૃષ્ટિકોણ નથી, ખરું ને? તે કૌટુંબિક ઉપચારમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય સિદ્ધાંતોમાંનો એક છે, જ્યાં દરેક સભ્ય ઘરે શું અનુભવી રહ્યો છે તે કહી શકશે. તેથી જો માતાપિતા એકબીજા સાથે લડે છે, તો તેઓ બાળક પાસેથી શીખે છે કે તે તેના પર કેવી અસર કરી શકે છે. અન્યથા તેઓ જાણતા નહીં હોય. પરિવારમાં આ ગોઠવણીમાં ફક્ત તેમના પોતાના દૃષ્ટિકોણ જ નથી બનતા.
સ્વ-વ્હાલ દૂર કરવાના રસ્તાઓ
તો, પરંપરાગત વલણની તાલીમ અથવા મનની તાલીમમાં મુખ્ય ભાર આ સ્વ-ચિંતાને દૂર કરવા પર છે જેને આપણે સામાન્ય રીતે "સ્વ-વ્હાલ" કહીએ છીએ, અને પોતાને બીજાઓ વિશે વિચારવા માટે ખુલ્લા રાખવા પર છે. આપણે પહેલા આ કરી શકાય તેવી કેટલીક રીતો પર વિચાર કર્યો, જેમ કે એક બાજુ પોતાને અને બીજી બાજુ બીજા બધાની કલ્પના કરવી, અને વિચારવું, "કોણ વધુ મહત્વપૂર્ણ છે? હું એક વ્યક્તિ તરીકે કે બીજા બધા સાથે?" અને આપણે ટ્રાફિકનું ઉદાહરણ લીધું, "શું હું ટ્રાફિકમાં ફસાયેલા બીજા બધા કરતાં વધુ મહત્વપૂર્ણ છું કે મારે જ્યાં જવું છે ત્યાં પહોંચવું છે અને મને બીજા બધાની પરવા નથી?"
મહત્વની વાત એ છે કે, જ્યારે આપણે ટ્રાફિકમાં ફસાયેલા દરેક વ્યક્તિ વિશે વિચારવા માટે ખુલ્લા મનથી વિચારીએ છીએ, ત્યારે તે વાસ્તવિકતા પર આધારિત છે. વાસ્તવિકતા એ છે કે દરેક વ્યક્તિ ટ્રાફિકમાં ફસાયેલા છે. ફક્ત આપણે અટવાયેલા નથી, ખરું ને? તેથી જ્યારે આપણે આપણા વલણ સુધારવાની વાત કરીએ છીએ, ત્યારે આપણે વાસ્તવિકતાના આધારે તે કરી રહ્યા છીએ; આપણે જોઈએ છીએ કે વાસ્તવિકતા શું છે, અને આપણું વલણ તેની સાથે સુસંગત હોવું જોઈએ. મારા એક મિત્ર, એક બૌદ્ધ શિક્ષક, કહે છે કે તમે બૌદ્ધ અભિગમનો સારાંશ એક શબ્દમાં આપી શકો છો: "વાસ્તવવાદ."
બૌદ્ધ ધર્મને જે રીતે રજૂ કરવામાં આવે છે તેના કારણે, લોકો ઘણીવાર એવું વિચારે છે કે તેમાં ફક્ત કાલ્પનિક દ્રશ્યો અને ધાર્મિક વિધિઓ શામેલ છે, કંઈક અંશે બૌદ્ધ ડિઝનીલેન્ડની જેમ. પરંતુ ખરેખર તે બૌદ્ધ ધર્મનો મુખ્ય ઝોક નથી. તે વસ્તુઓ છે, તેનો ઇનકાર કરી શકાતો નથી, પરંતુ તે વાસ્તવવાદ સાથે વધુ સુસંગત બનવાનો પ્રયાસ કરવાની એક પદ્ધતિ છે. જ્યારે તમે આ પદ્ધતિઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે વાસ્તવિકતા અને કાલ્પનિક વચ્ચેનો તફાવત અને કલ્પનાશક્તિને સમજો છો.
આપણે માણસો છીએ, તો આપણને પ્રાણીઓથી શું અલગ પાડે છે? આપણે ઘણું બધું કહી શકીએ છીએ, પરંતુ મુખ્ય વાત એ છે કે આપણી પાસે બુદ્ધિ અને કલ્પનાશક્તિ છે. આપણે આ બંનેનો ઉપયોગ કરવાનું શીખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમને કોઈના માટે ખૂબ જ જાતીય ઇચ્છા હોય છે. આ ખૂબ જ ચિંતાજનક હોઈ શકે છે. તેથી આપણે આપણી બુદ્ધિ અને કલ્પનાશક્તિ બંનેનો ઉપયોગ કરીને આ બદલી શકીએ છીએ.
મહાન ભારતીય બૌદ્ધ ગુરુ આર્યદેવે તેમના ૪૦૦ શ્લોકોના ગ્રંથ (સંસ્કૃત ચતુષ્તક-શાસ્ત્ર-કારિકા) (III.૪) માં લખ્યું છે:
કોઈપણ વ્યક્તિ બીજા કોઈને પણ તરફ આકર્ષક થઈ શકે છે અને તેમના પર મોહિત થઈ શકે છે અને તેમની સુંદરતામાં આનંદ માણી શકે છે. પરંતુ જેમ કે આ કૂતરાઓ અને એવાઓમાં પણ સામાન્ય છે, ઓ મૂર્ખ, તું તારા આકર્ષણ પર આટલો બધો લગાવ કેમ રાખે છે?
બીજા શબ્દોમાં કહીએ તો, જો કોઈ કૂતરો કે ડુક્કર પોતાના જાતીય સાથી આટલા આકર્ષક લાગે છે, તો આપણા સાથીમાં આટલું ખાસ શું બનાવે છે? જાતીય આકર્ષણનો ગુણ સંપૂર્ણપણે વ્યક્તિના મનમાંથી આવે છે; તે આકર્ષણના પદાર્થમાં સહજ કંઈ નથી. નહિંતર, ડુક્કરને આપણા સાથી ખરેખર સુંદર અને આકર્ષક લાગશે, અને આપણને ડુક્કરનો સાથી આકર્ષક લાગવું જોઈએ. બુદ્ધિપૂર્વક રીતે, આ સંપૂર્ણપણે સાચું છે. આપણી કલ્પનાશક્તિ દ્વારા, આપણે ઉપરોક્ત ડુક્કરની કલ્પના કરીએ છીએ, અને તે તેને અર્થપૂર્ણ બનાવવામાં મદદ કરે છે. તેથી જેને આપણે આકર્ષક માનીએ છીએ તેમાં ખરેખર કંઈ ખાસ નથી. મને આ વ્યક્તિ આકર્ષક લાગે છે, આ વ્યક્તિને તે વ્યક્તિ આકર્ષક લાગે છે. તે રેસ્ટોરન્ટ જેવું છે: એક વ્યક્તિ મેનુમાંથી આ ઇચ્છે છે, એક વ્યક્તિ તે ઇચ્છે છે. તો શું? કંઈ ખાસ નથી.
જ્યારે તમે આ પ્રકારની વિચારસરણીનો વિસ્તાર કરી શકો છો, ત્યારે તે ખૂબ જ રસપ્રદ બની જાય છે. દરેકને મારી જેમ કામ કરવાનું કેમ ગમવું જોઈએ? અલબત્ત, આ વિચાર પાછળ સ્વ-વ્હાલ છે: "હું જે રીતે કરું છું તે સાચું છે." પછી જ્યારે કોઈ બીજું તેમનું મેજ અથવા કમ્પ્યુટર ફોલ્ડર્સને અલગ રીતે ગોઠવે છે ત્યારે આપણે ગુસ્સે થઈએ છીએ: "તે ખૂબ ખોટું છે!" એ સ્વીકારવું સારું છે કે જેમ જાતીય આકર્ષણના ઘણા જુદા જુદા પદાર્થો છે તેમ, વસ્તુઓ કેવી રીતે કરી શકાય તેમાં પણ ઘણી અલગ અલગ રીતો છે.
જ્યારે આપણે આ વલણની તાલીમ વિશે વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ જેમાં મુખ્ય ભાર સ્વ-વ્હાલ બંધ કરવાનો અને બીજાઓ વિશે વિચારવાનું શરૂ કરવાનો છે, ત્યારે આપણે તેને સંપૂર્ણ રીતે એવું વિચારવાની જરૂર નથી કે આપણે બ્રહ્માંડના દરેક જીવના લાભ માટે કામ કરી રહ્યા છીએ. આપણે કરી શકીએ છીએ, અલબત્ત, જેમ આપણે પહેલા કહ્યું હતું, "હું આ ગ્રહ પરના ૭ અબજ માનવીઓમાંનો એક છું, અસંખ્ય પ્રાણીઓ અને જંતુઓ સાથે. દરેક વ્યક્તિ કાં તો ખુશ, નાખુશ, અથવા તટસ્થ અનુભવી રહ્યો છે, તેથી મારા વિશે કંઈ ખાસ નથી." આપણે દરેકના સંદર્ભમાં શું અનુભવી રહ્યા છીએ તે વિશે વિચારીએ છીએ, અને આપણું મન સામાન્ય "હું, હું, હું" ને બદલે વધુ ખુલ્લું થાય છે. તે ગ્લોબલ વોર્મિંગ જેવું છે; તમારે ધ્યાનમાં લેવું પડશે કે તે દરેકને કેવી રીતે અસર કરશે, કારણ કે તે ફક્ત એક વ્યક્તિની ચિંતા કરતું નથી.
છતાં, આપણે ખરેખર ફાયદાકારક પરિવર્તન લાવવા માટે આટલું દૂર જવાની જરૂર નથી, સ્વ-વ્હાલથી બીજાઓની વ્હાલ કરવા સુધી. આપણે તે વધુ સામાન્ય સ્તરે પણ કરી શકીએ છીએ, આપણા પોતાના નજીકના વાતાવરણને જોઈને - "હું આ સંબંધમાં એકલો નથી," અથવા "હું આ પરિવારમાં એકલો નથી." આ રીતે આપણે ધીમે ધીમે મોટા જૂથ પ્રત્યે વધુ ચિંતિત થઈએ છીએ. કદાચ આપણે હજુ સુધી બ્રહ્માંડમાં દરેકને સમાવી શકતા નથી, પરંતુ આપણે આ પ્રકારના પાયે શરૂઆત કરી શકીએ છીએ, ફક્ત ફેસબુક લાઈક્સના ઉપરછલ્લા સ્તર પર જ નહીં, પરંતુ અન્ય લોકો સાથે વાસ્તવિક વ્યક્તિગત મુલાકાતો પર.
હા, આ મર્યાદિત છે, કારણ કે આપણે સોશિયલ નેટવર્ક પર આપણા રોજિંદા જીવનમાં જેટલા લોકો સુધી પહોંચી શકીએ છીએ તેના કરતાં ઘણા વધુ લોકો સુધી પહોંચી શકીએ છીએ. પરંતુ જ્યારે વર્ચ્યુઅલ સોશિયલ નેટવર્ક વાસ્તવિક આંતરવ્યક્તિત્વ સંપર્ક અને સંબંધોને બદલે છે, ત્યારે સમસ્યાઓ શરૂ થાય છે. તમે કોઈની સાથે હોઈ શકો છો, પરંતુ ખરેખર ત્યાં નહીં, કારણ કે તમે બીજા લોકોને ટેક્સ્ટ કરી રહ્યા છો. આ હવે એક સામાન્ય ઘટના છે, ફક્ત કિશોરોમાં જ નહીં, પણ એવા બાળકોમાં પણ જેઓ ખૂબ જ ઉપેક્ષા અનુભવે છે, કારણ કે તેમના માતાપિતા સતત ટેક્સ્ટ કરી રહ્યા છે અને તેમના પર ધ્યાન આપતા નથી.
મનની તાલીમનો અભ્યાસ કરવાની વિવિધ રીતો
આપણે મનની તાલીમનો અભ્યાસ ઘણા સ્તરો પર કરી શકીએ છીએ. તેમાં કોઈ પણ પ્રકારની આંગતુક અભ્યાસ શામેલ નથી; આપણે ફક્ત આપણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે એ સંદર્ભમાં કે આપણને શું વાસ્તવિક લાગે છે. વાસ્તવિક વાત એ છે કે આપણે બ્રહ્માંડમાં એકમાત્ર વ્યક્તિ નથી, અને આપણે બ્રહ્માંડમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ નથી, પરંતુ અલબત્ત એવું નથી કે આપણે કંઈ પણ નથી. આપણે બ્રહ્માંડના ઘણા જીવોમાંથી એક છીએ, આપણે આનો ભાગ છીએ. આપણે આપણી કલ્પનાશક્તિનો ઉપયોગ સહાનુભૂતિના સંદર્ભમાં કરી શકીએ છીએ, જેથી અન્ય લોકોની પરિસ્થિતિઓ અને લાગણીઓને સમજવાનો પ્રયાસ કરી શકીએ અને તેઓ જે રીતે વસ્તુઓનો અનુભવ કરે છે.
આપણી બુદ્ધિ અને કલ્પનાશક્તિ બે મહાન સાધનો છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે આપણી બુદ્ધિને તર્કથી તાલીમ આપીએ છીએ, અને આપણે આપણી કલ્પનાશક્તિને વૈચારિક છબી ઉત્પ્ન્ન કરવા જેવી બાબતોથી તાલીમ આપીએ છીએ, આપણી બુદ્ધિથી કમ્પ્યુટર જેવા બનવા માટે નહીં કે બધી પ્રકારની વિચિત્ર વિગતોની કલ્પના કરવામાં સુવર્ણ ચંદ્રક જીતવા માટે નહીં, પરંતુ આપણા પોતાના જીવનમાં મુશ્કેલીઓ અને સમસ્યાઓને દૂર કરવા માટે. વ્યાપક અવકાશમાં, આપણે બીજાઓને પણ એવું જ કરવામાં મદદ કરવા માટે આ કરીએ છીએ. આ ખૂબ જ વિશાળ, ખૂબ જ વ્યાપક અવકાશ હોવો સારું છે, જ્યાં આપણે દરેક વ્યક્તિ સાથે શું બન્યું છે, હાલમાં તેમની સાથે શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં તેમની સાથે શું થઈ શકે છે તે બધું સમજી શકીએ છીએ અને સહાનુભૂતિ અનુભવી શકીએ છીએ. તેમાં મહાન બુદ્ધિ અને કલ્પનાશક્તિ બંનેનો સમાવેશ થાય છે!
આપણે આને આપણા રોજિંદા જીવનમાં વિવિધ રીતે લાવી શકીએ છીએ. સૌથી સરળ સ્તર એ છે કે "કંઈ ખાસ નથી" ની લાગણી રાખવી, જે એવી સમજણ પર આવવું છે કે ગમે તે થાય, સારું કે ખરાબ કે તટસ્થ, તે કંઈ ખાસ નથી. ઇતિહાસ દરમ્યાન, ન્યૂનતમ પ્રાચીન ગ્રીકથી લઈને અત્યાર સુધી, બધા કહેતા આવ્યા છે, "આ સૌથી ખરાબ સમય છે: યુવા પેઢી સંપૂર્ણપણે અધોગતિગ્રસ્ત, ભયાનક અને ભ્રષ્ટ છે." જો તમે સમય જતાં સાહિત્ય પર નજર નાખો, તો બધા આ કહેતા રહ્યા છે, પરંતુ તે ખરેખર સાચું નથી. શું થઈ રહ્યું છે તેમાં કંઈ ખાસ નથી, મારામાં કંઈ ખાસ નથી, અને હું શું અનુભવી રહ્યો છું તેમાં કંઈ ખાસ નથી. તે ફક્ત અસંખ્ય કારણો અને પરિસ્થિતિઓ દ્વારા એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરીને આગળ અને આગળ વધતું રહે છે. આપણે ફક્ત શક્ય તેટલી ફાયદાકારક રીતે તેનો સામનો કરવાની જરૂર છે, આપણી બુદ્ધિ અને કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને આપણી જાત અને અન્ય લોકો સાથે સહાનુભૂતિ દર્શાવવાની જરૂર છે.
સારાંશ
આપણે દરેક આ ગ્રહ પરના સાત અબજથી વધુ લોકોમાંથી એક છીએ, પરંતુ આપણામાંથી કોઈ પણ બીજા કોઈથી એટલું અલગ નથી. જ્યારે આપણે આપણા સ્વ-વ્હાલના વલણને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે આપમેળે વધુ વાસ્તવિક બનીએ છીએ: આપણે જોઈએ છીએ કે આપણે બધા કેવી રીતે સાથે છીએ, દરેક વ્યક્તિ આપણી વિરુદ્ધ નથી. આપણામાં ખાસ કંઈ નથી, એક એવી અનુભૂતિ જે આપણી ભાવનાત્મક સુખાકારી અને અન્ય લોકો સાથેની ક્રિયાપ્રતિક્રિયાની ગુણવત્તામાં મોટો સુધારો લાવે છે.